





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
કતાદહ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કયામતના દિવસે કાફિરોને કઈ રીતે તેમના ચહેરાના સહારે સજા આપવામાં આવશે? આપ ﷺ એ કહ્યું: «શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?, કતાદહ રહિમહુલ્લાહ એ કહ્યું: કેમ નહીં, બેશક તે ચહેરાના સહારે પણ ચલાવી શકે છે.
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ ને સવાલ કરવામાં આવ્યો કે: કયામતના દિવસે કાફિરો ચહેરાના સહારે કેવી રીતે ચાલશે?! તો આપ ﷺ એ કહ્યું: શું તે ઝાત, જેણે તેમને દુનિયામાં બે પગ પર ચાલવાની શક્તિ આપી તે ઝાત કુદરત નથી ધરાવતી કે કયામતના દિવસે તે તેઓને ચહેરાના સહારે ચાલવાની શક્તિ આપશે?! અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: આપ ﷺ એ પોતાના કાકાના મૃત્યુના સમયે કહ્યું: «તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહો, હું કયામતના દિવસે તમારા વિશે ગવાહી આપીશ», તેઓએ કહ્યું: જો કુરૈશના લોકો મારા પર આરોપ ન મુકતા કે અબૂ તાલિબ ડરી ગયો અને ભયભીત થઈ ગયો, તો હું તારી આંખો ઠંડી કરી દેત, (અર્થાત્ હું તારી વાત માની લેતો) ત્યારે અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {હે પયગંબર) તમે જેને ઇચ્છો હિદાયત પર નથી લાવી શક્તા, પરંતુ અલ્લાહ તઆલા જ જેને ઇચ્છે, હિદાયત પર લાવે છે. હિદાયતવાળાઓને તે ખૂબ સારી રીતે જાણે છે} [અલ્ કસસ: ૫૬].
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ પોતાના કાકા બાબતે તેમના મૃત્યુના સમયે ઇસ્લામ કબૂલ કરવા પર ચિંતા કે તેઓ લા ઇલાહ ઇલ્લલ્લાહ કહેશે તો તેમની અલ્લાહ પાસે ભલામણ કરશે, અને તેમના ઇસ્લામની ગવાહી આપશે, પરંતુ તેઓએ શહાદત કબૂલ કરવાનો ઇન્કાર કર્યો, ફક્ત કુરૈશના મહેણાં-ટોણાના ભયથી કે તેઓ કહેશે: મૃત્યુના સમયે ભયભીત થઈ અને કમજોર પડી અબૂ તાલીબે ઇસ્લામ કબૂલ કરી લીધો, તેમને આપ ﷺ ને કહ્યું: જો આમ ન હોત તો હું જરૂર ઇસ્લામ કબૂલ કરી તારા દિલને ખુશ કરી દેતો, અને હું તમને તમારી ઈચ્છા પ્રમાણે જાણ કરી દેતો, જેનાથી તમે ખુશ થઈ જતા, તેના પર આ આયત ઉતરી જેમાં આપ ﷺ ને જાણ આપવામાં આવી કે કોઈ વ્યક્તિની હિદાયતની તૌફીક નથી આપી શકતા, પરંતુ આ તૌફીક ફક્ત અલ્લાહ જ જેને ઈચ્છે તેને આપી શકે છે, અને એ કે આપ ﷺ લોકોને દઅવત આપી, સ્પષ્ટ કરી અને નિશાનીઓ આપી સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપતા હતા.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ ને એક દિવસ સહાબી સાબિત બિન કૈસ ન મળ્યા, તો એક સહાબીએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું તેમની ખબર કાઢી આપને જણાવું છું, તેઓ તેમના ઘરે આવ્યા તો જોયું કે તેઓ માથું ઝુકાવી બેઠા હતા, તે સહાબીએ કહ્યું: શું હાલ છે? કહ્યું કે ઠીક નથી, તેઓ નબી ﷺ ની સામે ઉંચા અવાજે વાત કરતા હતા, એટલા માટે મારા બધા અમલ વ્યર્થ થઈ ગયા, અને હું જહન્નમી લોકો માંથી બની ગયો, તે સહાબી પાછા આવ્યા અને સંપૂર્ણ મામલો નબી ﷺ ને જણાવી દીધો, બીજી વાર તે જ સહાબી તેમની પાસે એક મોટી ખુશખબર લઈ આવ્યા, અને નબી ﷺ એ કહ્યું: «તમે સાબિત પાસે જાઓ અને તેને કહો કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતિ લોકો માંથી છે».
મુત્તફકુન્ અલયહિસાબિત બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુ આપ ﷺ ને દેખાયા નહીં તો આપ ﷺ એ તેમના વિશે સવાલ કર્યો, એક વ્યક્તિએ કહ્યું કે હું તેમની જાણ આપને આપું છું, અને તેમના ગાયબ રહેવાનું કારણ પણ જણાવું છું, તેઓ તેમની પાસે ગયા તો જોયું કે તેઓ માથું ઝુકાવી પોતાના ઘરમાં ઉદાસ બેઠા છે, તેમણે તેમનો હાલ પૂછ્યો? સાબિતે કહ્યું કે કંઈ ઠીક નથી, કારણકે તેમનો અવાજ નબી ﷺ ની સામે બુલંદ હતો, અને અલ્લાહ તઆલાએ કહ્યું કે જો તમારો અવાજ નબીના અવાજથી ઉંચો થશે તો આ બાબત તમારા અમલને બાતેલ કરવાનું કારણ બનશે, અને તમે જહન્નમી લોકો માંથી થઈ જશો. તે વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યા અને સંપૂર્ણ મામલાની જાણ આપી, તો નબી ﷺ એ તે વ્યક્તિને ફરી મોકલ્યા અને સાબિત માટે એક ખુશખબર પણ મોકલાવી, કે તે જહન્નમી લોકો માંથી નથી પરંતુ તે જન્નતી લોકો માંથી છે, અને તેમનો અવાજ પ્રાકૃતિક રૂપે બુલંદ હતો, અને એટલા માટે કે તેઓ અલ્લાહના રસૂલ ﷺ ના પ્રવકતા હતા અને અન્સારના પણ.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે તેઓએકહ્યું; મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા, નબી ﷺ કહી રહ્યા હતા: «જ્યારે તમે મુઅઝ્ઝિનમેં સાંભળો તો તમે પણ એવું જ કહો, પછી મારા પર દરુદ પઢો, કારણકે જે વ્યક્તિ મારા પર એક વખત દરુદ પઢશે, તો અલ્લાહ તઆલા તેના પર દસ રહેમતો ઉતારે છે, પછી અલ્લાહ પાસે મારા માટે વસીલો માંગો, કારણકે તે જન્નતમાં એક પદ છે, જે અલ્લાહના બંદાઓ માંથી એકને જ મળશે, અને મને આશા છે કે તે મને જ મળશે, જે વ્યક્તિએ મારા માટે વસીલાનો સવાલ કર્યો તેના માટે મારી ભલામણ અનિવાર્ય બની ગઈ».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ માર્ગદર્શન આપી રહ્યા છે કે જે વ્યક્તિ મુઅઝ્ઝિનને સાંભળે તો તે તેની પાછળ તેના જેવા જ શબ્દો કહે, હય્ય અલસ્ સલા અને હય્ય અલલ્ ફલાહને છોડીને, તે બંનેની પાછળ લા હવ્લા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઈએ, અઝાન પૂર્ણ થયા પછી નબી ﷺ પર દરુદ પઢો, જે વ્યક્તિ એકવાર નબી ﷺ પર દરુદ પઢશે તો અલ્લાહ તઆલા દસ વખત દરુદ પઢશે, બંદા પ્રત્યે અલ્લાહના દરુદ પઢવાનો અર્થ એ કે અલ્લાહ તઆલા ફરિશ્તાઓ સામે તેની પ્રશંસા કરશે. પછી નબી ﷺ એ વસિલા માટે દુઆ કરવાનો આદેશ આપ્યો, અને તે જન્નતમાં એક મહાન પદ છે, તે પદ સર્વોચ્ચ છે અને તે અલ્લાહના દરેક બંદાઓ માંથી એક બંદાને જ મળશે, અને મને આશા છે કે તે હું છું, નબી ﷺ એ વિનમ્રતા સાથે કહ્યું; કારણકે આ ભવ્ય અને મહાન પદ ફક્ત એક જ બંદાને મળવાનો છે, તો તેમના સિવાય આ પદ કોઈને નબી મળે; કારણકે નબી ﷺ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છે. પછી નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના રસૂલ માટે વસિલાનો સવાલ કરશે તો તેને આપની ભલામણ નસીબ થશે.
ઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: તેઓ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, તો નબી ﷺ એ કહ્યું, «તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે, સહાબીએ કહ્યું મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉષ્માન બિન અબીલ્ આસ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ પાસે આવ્યા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શૈતાન મારી અને મારી નમાઝની વચ્ચે આવે છે, મારાથી ખુશૂઅ ગાયબ કરી દે છે, અને મને કુરઆન મજીદને ભુલાવી દે છે, શંકામાં નાખી દે છે, તો નબી ﷺ એ કહ્યું: તે શૈતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની હિફાજતમાં આવી જા અને અલ્લાહથી પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત સહેજ થું થું થુકી દે, ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં આ પ્રમાણે જ કર્યું તો અલ્લાહ તઆલાએ મારાથી તેને દૂર કરી દીધો.
અબ્બાસ બિન અબ્દુલ મુત્તલિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ અલ્લાહને પોતાનો પાલનહાર, ઇસ્લામને દીન અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ને પોતાનો પયગંબર માની લે, તો તેણે ઈમાનની મીઠાસનો સ્વાદ ચાખી લીધો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે તે મોમિન જે પોતાના ઇમાનમાં સાચો, પોતાના દિલમાં શાંતિ અનુભવે, તો તે પોતાના દિલમાં સ્પષ્ટતા, વિશાળતા, ખુશી, મીઠાશ અલ્લાહની નિકટતાનો સ્વાદ મેળવશે, જો તે નીચેના ત્રણ કામ પર ખુશ થશે: પહેલું: અલ્લાહના પોતાના પાલનહાર હોવા પર રાજી થઈ જવું, અને તે એ કે તેનું હૃદય અલ્લાહ તરફથી આવતા આદેશો પ્રત્યે જેમકે રોજી અને પરિસ્થિતિઓ પર સંતુષ્ટ અને સ્પષ્ટ થઈ જાય, અને તેના દિલને તેમાંથી કોઈ પણ વસ્તુ પણ વિષે શંકા અને વાંધો ન હોવો જોઈએ, અને તે દરેક વસ્તુ અલ્લાહ સિવાય કોઈને પણ પોતાનો પાલનહાર ન માને. બીજું: ઇસ્લામના દીન હોવા પર ખુશ થઈ જાય, અને ઇસ્લામેં વર્ણવેલ દરેક આદેશો અને જરૂરી કાર્યો પર તેનું દિલ સ્પષ્ટ હોય છે, અને ઇસ્લામ સિવાય અન્ય માર્ગનો પ્રયત્ન ન કરે. ત્રીજું : મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પયગંબર હોવા પર ખુશ થઈ જાય, જે કંઈ પણ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તાલીમ લઈને આવ્યા, તેને કોઈ પણ શંકા વગર કબૂલ કરે, ફક્ત તે જ માર્ગનું અનુસરણ કરે, જે અલ્લાહના રસૂલનો હોય.
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચાર આદતોથી બચવાની તાકીદ કરી રહ્યા છે, જ્યારે એક મુસલમાનમાં આ ચારેય આદતો ભેગી થઈ જાય, તો તેને મુનાફિક ગણવામાં આવશે, અહીંયા વાત તે વ્યક્તિ વિષે થઈ રહી છે જેનામાં આ ચાર આદતો હાવી થઈ ગયા હોય, અને જો કોઈ વ્યક્તિમાં આ આદતો ક્યારેક ક્યારેક જોવા મળે તો તેને મુનાફિક કહેવામાં નહિ આવે, અને તે ચાર આદતો નીચે પ્રમાણે છે: પહેલી: જ્યારે પણ તે વાત કરે, તો જાણી જોઈને જૂઠ્ઠું બોલે અને સાચું ન બોલે. બીજી: જ્યારે તેની પાસે અમાનત રાખવામાં આવે, તો તે અમાનતનું ધ્યાન ન રાખે અને ઘોખો આપશે. ત્રીજી: જ્યારે તે કોઈ વાયદો કરે, તો વાયદો પૂરો નહીં કરે અને વિરોધ કરશે. ચોથી: જ્યારે કોઈની સાથે ઝઘડો કરે, તો ખૂબ લડશે અને સાચી વાત નહીં માને, અને તે સાચી વાતને રદ કરશે તેમજ તેને બાતેલ ઠહેરાવશે, તેમજ તે ખોટી અને જૂઠ્ઠી વાત કહેશે. નિફાક (દંભ): દિલમાં હોય તેનાથી વિરુદ્ધ વ્યવહાર કરવો, અને આ અર્થ તે વ્યક્તિમાં જોવા મળે છે, જેનામાં આ ચારેય આદતો હોય, અહીંયા નિફાક તે વ્યક્તિના હિતમાં ગણવામાં આવશે, જેણે જૂઠ્ઠી વાત કરી છે, વાયદો કર્યો છે, જેની પાસે અમાનત મૂકી છે, અને ઝગડો કર્યો છે, તેનો અર્થ એ નથી કે તે ઇસ્લામ વિષે મુનાફિક (દંભી) છે, અને મુસલમાન હોવાનો દેખાડો કરે છે, અને પોતાના દિલમાં કુફ્ર છુપાવે છે, જે વ્યક્તિની અંદર આ ચાર આદતો માંથી કોઈ એક આદત હોય, તો તેની અંદર નિફાક (દંભ) નું એક ગુણ હશે, જ્યાં સુધી તે તેને છોડી ન દે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: તેમણે અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને એક જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? તેમણે કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: એક કાળી સ્ત્રી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની બીમારી છે, જેના કારણે મારો પડદો હટી જાય છે, તેથી મારા માટે અલ્લાહથી દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો તમે ઈચ્છો તો સબર કરી તેના પર જન્નત પ્રાપ્ત કરી લો, અને જો ઈચ્છો તો હું તમારા માટે દુઆ કરું, જેથી તમને અલ્લાહ સારું કરી દે», તેણીએ કહ્યું: હું સબર કરું છું, તેણીએ કહ્યું: હું આપને વિનંતી કરું છું કે તમે મારા માટે અલ્લાહથી દુઆ કરો કે જ્યારે મને આ બિમારી જાહેર થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણી માટે આ દુઆ કરી દીધી.
મુત્તફકુન્ અલયહિઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ અતા બિન્ અબી રબાહને કહ્યું: શું હું તમને જન્નતી સ્ત્રી વિશે ન જણાવું? અતાએ કહ્યું: કેમ નહીં, તેઓએ કહ્યું: આ કાળી હબસી સ્ત્રી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી અને કહ્યું: મને વાયુની સખત બીમારી છે, જેના કારણે બીમારી વખતે મારા શરીર પરથી કપડાં ખુલી જાય છે, માણે તેનો આભાસ પણ થતો નથી, તેથી, મારા માટે અલ્લાહથી શિફાની દુઆ કરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો તમે સબર કરીશ તો તેના બદલામાં તને જન્નત મળશે, અને જો તમારી ઈચ્છા હોય, તો હું તારી શિફા માટે દુઆ કરી દઉં, તેણીએ કહ્યું: તો તો હું સબર કરીશ, ફરી તેણે કહ્યું: મારા માટે દુઆ કરો કે જ્યારે મને આ બીમારી થાય તો મારા કપડાં મારા શરીર પરથી ન ઉતરે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના માટે દુઆ કરી.
ઉમ્મે દરદાઅ અને અબૂદ્ દરદાઅ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ અલ્લાહ કબૂલ કરે છે, દુઆ કરનાર પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે જ્યારે પણ તે પોતાના ગેરહાજર ભાઈ માટે દુઆ કરે છે તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: અલ્લાહ કબૂલ કરે અને (દુઆ કરનાર) ને પણ તેના જેવું જ આપે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પોતાના ગેરહાજર ભાઈ માટે કરવામાં આવતી દુઆ કબૂલ કરવામાં આવે છે; કારણકે તેમાં અત્યંત નિખાલસતા હોય છે, તેની પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો નક્કી કરવામાં આવે છે, જ્યારે પણ દુઆ કરનાર પોતાના ભાઈ માટે દુઆ કરે છે, તો નક્કી કરેલ ફરિશ્તો કહે છે: આમીન અને તમારા માટે પણ તે જે તમે દુઆ કરી.