





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની નજીક શહેરમાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે અને તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વર્ણન કરી રહ્યા છે કે અલ્લાહ પાસે દરેક જગ્યામાં સૌથી શ્રેષ્ઠ જગ્યા મસ્જિદ છે; કારણકે તે અનુસરણનું ઘર છે, તકવાનો પાયો છે, તેમજ તેની નજીક સૌથી નાપસંદ જગ્યા બજાર છે: કારણકે ત્યાં સૌથી વધારે ધોખો, વ્યાજ, જૂઠી કસમો, વચનભંગ તેમજ અલ્લાહના ઝિક્રથી દૂરી માટેનો સ્ત્રોત છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ પોતાના ભાઈની આબરૂ અથવા બીજી કોઈ વસ્તુમાં અધિકાર બાબતે ખોટું કર્યું હોય, તો તે આજે જ તેની પાસે માફી માંગી લે, તે દિવસ આવતા પહેલા જે દિવસે ન તો તેની પાસે દીનાર હશે અને ન તો દિરહમ, કદાચ તેની પાસે કોઈ સારા કર્મ હશે, તો તે પીડિતને આપી દેવામાં આવશે અને જો તેની પાસે નેકીઓ નહીં હોય, તો જેના પર તેણે જુલમ કર્યો હશે તેના ગુનાહ તેના પર લાદવામાં આવશે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને આદેશ આપ્યો, જેણે આ દુનિયામાં પોતાના મુસલમાન ભાઈની આબરૂ, માલ અને લોહી બાબતે અધિકાર છીન્વયો હશે, તો તેણે આજે જ માફી માગી લેવી જોઇએ, કયામત આવતા પહેલા, જે દિવસે ન તો સોનાના દિનાર કામમાં આવશે અને ન તો ચાંદીના દિરહમ, કે તે આપી પોતાને માફ કરાવી શકે; કારણ કે તે દિવસે બદલો સારા અને ખરાબ કાર્યો પર આધારિત હશે, પીડિત વ્યક્તિને અત્યાચારીના સારા કાર્યોમાંથી તેના પર થયેલા અન્યાયનો બદલો આપવામાં આવશે, જો અત્યાચારી પાસે કોઈ સારા કાર્યો નહી હોય, તો પીડિત વ્યક્તિના દુષ્ટ કાર્યોનો બોજ અત્યાચારી પર તેના પર થયેલા અન્યાયના પ્રમાણમાં નાખવામાં આવે છે.
મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કયામતના દિવસે લોકોને ચપ્પલ વગર, નગ્ન, પોશાક વગર અને ખતના કર્યા વગર ઉઠાવવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ અને પુરુષો એક સાથે હશે, તો એકબીજાને જોશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે આયશ! ત્યાં પરિસ્થિતિ એટલી ગંભીર હશે કે કોઈને કોઈની સામે જોઈ શકશે નહીં જોવાની નહિ પડી હોય».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કયામતના દિવસે કેટલાક લોકોની સ્થિતિ વર્ણન કરી કે લોકોને તેમની કબરો માંથી ઉઠાવી હિસાબ માટે એકઠા કરવામાં આવશે, અને તેમની સ્થિતિ એવી હશે કે તેઓ નગ્ન પગ સાથે ચપ્પલ વગર હશે, તેમના શરીર નગ્ન હશે, કપડાં અને ચાદર વગર, ખતના વગર જે રીતે તેમની માં એ જન્મ આપ્યો હતો, તો મોમિનોની માતા આયશ રઝી અલ્લાહુ અન્હાએ આશ્ચર્યચકિત થઈ પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ અને પુરુષો એક સાથે હશે, તો એકબીજાને જોશે?! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મૃત્યુ પછી કબર માંથી ફરીવાર ઊભા થઈ એકઠા થવાની સ્થિતિ એટલી ગંભીર હશે કે લોકોને એકબીજા તરફ અને ગુપ્તાંગ તરફ જોવાની તક જ નહીં હોય.
અબ્દુલ્લાહ ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશજ્જ અબ્દે કૈસને કહ્યું: «તમારામાં બે ખૂબીઓ એવી છે, જે અલ્લાહ તઆલાને પસંદ છે: સહનશીલતા અને ધૈર્ય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબ્દે કૈસ કબીલાના સરદાર મુન્ઝિર્ બિન્ આઇઝ અશજ્જને કહ્યું: તમારામાં બે આદતો એવી છે, જેને અલ્લાહ પસંદ કરે છે: સમજદારી, વિચાર-વિમર્શ, ગૌરવ અને ઉતાવળ ન કરવી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ જ્યારે કોઈ બંદાથી મોહબ્બત કરે છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી અને કહે છે કે હું ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરું છું, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેમની સાથે મોહબ્બત કરવા લાગે છે અને આકાશમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તમે પણ તેનાથી મોહબ્બત કરો, તો આકાશ વાળા પણ તેનાથી મોહબ્બત કરવા લાગે છે, પછી તેના માટે જમીનમાં શ્રેષ્ઠતા લખી દેવામાં આવે છે, અને જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નારાજ થાય છે, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે કે હું ફલાણા વ્યક્તિથી નારાજ છું, તમે પણ તેનાથી નફરત કરો, તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેનાથી નફરત કરે છે, અને આકાશ વાળાઓમાં એલાન કરતા કહે છે અલ્લાહ ફલાણા વ્યક્તિથી નારાજ છે એટલા માટે તમે પણ તેનાથી નફરત કરો, પછી જમીનમાં તેના માટે નફરત લખી દેવામાં આવે છે».
صحيح مسلمઆ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ કોઈ મોમિન બંદા સાથે મોહબ્બત કરે છે, જે અલ્લાહના આદેશોનો આજ્ઞાકારી હોય, અને તેણે અવૈધ કાર્યોથી સંપૂર્ણ બચતો હોય તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે: નિઃશંક અલ્લાહ તઆલા ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તમે પણ મોહબ્બત કરો. તો ફરિશ્તાઓના સરદાર હઝરત જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ તેનાથી મોહબ્બત કરે છે, અને જિબ્રઇલ અલૈહિસ્ સલામ આકાશના ફરિશ્તાઓમાં એલાન કરે છે: નિઃશંક તમારો પાલનહાર ફલાણા વ્યક્તિથી મોહબ્બત કરે છે, તો આકાશવાળા પણ મોહબ્બત કરવા લાગે છે, પછી મોમિનોના દિલમાં પણ તેના પ્રત્યે મોહબ્બત નાખી દેવામાં આવે છે, તેની તરફ ઝુકાવ અને પ્રસન્નતા નાખી દેવામાં આવે છે. અને જ્યારે અલ્લાહ કોઈ બંદાથી નફરત કરે છે તો જિબ્રઇલ અલૈહિસ્ સલામને બોલાવી કહે છે: હું ફલાણા વ્યક્તિથી નફરત કરું છું, તમે પણ તેનાથી નફરત કરો; તો જિબ્રઇલ અલૈહિસ્ સલામ પણ નફરત કરવા લાગે છે, પછી આકાશમાં જિબ્રઇલ અલૈહિસ્ સલામ એલાન કરતા કહે છે: નિઃશંક ફલાણા વ્યક્તિથી અલ્લાહ નફરત કરે છે, તમે પણ તેનાથી નફરત કરો; તો લોકો પણ તેનાથી નફરત કરવા લાગે છે અને પછી મોમિનોના હૃદયમાં તેના પ્રત્યે નફરત અને દૂરી નાખી દેવામાં આવે છે.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કેટલાક કેદીઓને લાવવામાં આવ્યા, કેદીઓમાં એક સ્ત્રી હતી, જે દોડી રહી હતી, એટલામાં જ એક બાળક તેને તે કેદીઓ સાથે મળ્યો, તેણીએ તેને તરત જ છાતીએ લગાવ્યો અને તેને દૂધ પીવડાવવા લાગી, અમને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: શું તમે અનુમાન લગાવી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં નાખી પણ શકે છે? અમે કહ્યું: અલ્લાહની કસમ! ક્યારેય નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પોતાના બંદાઓ પર તેના કરતાં પણ વધારે દયાળુ છે, જેટલું આ સ્ત્રી પોતાના બાળક પ્રત્યે દયા દાખવી રહી છે».
મુત્તફકુન્ અલયહિહવાઝિન કબીલાના કેટલાક કેદીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લાવવામાં આવ્યા, એક સ્ત્રી પોતાના નાના બાળકને શોધી રહી હતી, જ્યારે તેને એક બાળક મળી ગયું, તો તેણે તેની છાતીથી લગાવી તેને દૂધ પીવડાવવા લાગી, તેનું દૂધ છાતીમાં એકઠું થવાથી તેને તકલીફ તહી રહી હતી, એટલા માટે જયારે તેણીને પોતાનો બાળક મળ્યો તો તરત જ તેને પોતાની છાતીએ લગાડી દૂધ પીવડાવવા લાગી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓને કહ્યું: શું તમે અનુમાન લગાવી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં ફેંકી શકે છે? અમે કહ્યું: કદાપિ નહીં, તે આવું નહીં કરે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કસમ! અલ્લાહ પોતાના મુસલમાન બંદાઓ માટે તેના કરતા પણ વધુ દયાળુ છે.
મુઆવિયહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કયામતના દિવસે અઝાન આપનારની ગરદનો સૌથી લાંબી હશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુઅઝ્ઝિનો જેઓ નમાઝ માટે અઝાન આપે છે, તેઓની ગરદનો કયામતના દિવસે સૌથી લાંબી હશે, તેમના મહાન કાર્ય તેમજ ખૂબ ભલાઈ અને મહાન સવાબના કારણે.
અબ્દુલ્લાહ બિન્ અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહથી તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરાવ્યો નહીં હોય, તો તેનો કંઈ પણ પાપ તેને નુકસાન નહીં પહોંચાડે, અને જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે કે તેણે અલ્લાહ સાથે શિર્ક કર્યું હશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે».
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં અલ્લાહના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ એ સ્થિતિમાં મૃત્યુ પામશે અને તે અલ્લાહ સાથે તૌહીદની સ્થિતિમાં મુલાકાત કરશે અને અલ્લાહ સાથે કોઈને ભાગીદાર બનાવ્યો નહીં હોય, તો તે જન્નતી લોકો માંથી હશે, ભલેને તેના પાપોની સજા જહન્નમ કેમ ન હોય, એવી જ રીતે જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેરવી મૃત્યુ પામશે, તો કોઈ નેકી તેને ફાયદો નહીં પહોંચાડી શકે, અને તેના માટે જન્નત હરામ થઈ જશે.
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારી વચ્ચે ઉભા રહી પાંચ વાતો પર આધારિત ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા સૂતો નથી અને ન તો તેને સૂવાની જરૂર છે, તે ત્રાજવાના ઝુકાવે છે અને ઉપર ઉઠાવે છે, રાત્રે કરવામાં આવેલા સત્કાર્યો દિવસના કાર્યો પહેલા તેની સમક્ષ રજૂ કરવામાં આવે છે અને દિવસ દરમિયાન કરવામાં આવેલ કાર્યો રાતના કાર્યો પહેલા તેની સમક્ષ રજુ કરવામાં આવે છે, તેનો પડદો પ્રકાશ છે, -એક બીજી રિવાયતમાં "નાર" શબ્દોનું વર્ણન છે-, જો તે પડદાને ખોલી નાખે, તો તેની જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી તેનું દરેક સર્જન બળી જાય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઉભા ઉભા પાંચ વાતો પર આધારિત પોતાના સહાબાને ખુતબો આપ્યો અને તે પાંચ વાતો નીચે મુજબ છે: પહેલું: ખરેખર સર્વશ્રેષ્ઠ અલ્લાહ સૂતો નથી. બીજું: તેને ઊંઘની પણ જરૂર નથી, તેના હમેંશા બાકી અને જીવિત રહેવાની ગુણના કારણે. ત્રીજું: ઉચ્ચ અલ્લાહ પોતાના બંદાઓના કાર્યોના વજન પ્રમાણે અને પૃથ્વી પર ઉતરતી તેમની રોજીના વજન પ્રમાણે ત્રાજવાને નીચા અને ઉંચા કરે છે, તેથી જે રોજી દરેક પ્રાણીનો હિસ્સો અને ભાગ છે, તેને સર્વોચ્ચ અલ્લાહ નીચો કરે છે અને તેને દુર્લભ બનાવે છે, અને તેને ઉંચો કરે છે અને તેને વિપુલ બનાવે છે. ચોથું: રાતના સમયે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતા દિવસ પહેલા તેમજ દિવસે કરવામાં આવતા નેક કાર્યો આગળ આવતી રાત પહેલા અલ્લાહ સમક્ષ રજૂ કરી દેવામાં આવે છે, તેથી રક્ષક ફરિશ્તાઓ દિવસની શરૂઆતમાં રાત્રિના કાર્યો સાથે ચઢે છે, અને રાત્રિની શરૂઆતમાં દિવસના કાર્યો સાથે ચઢે છે. પાંચમું: તેનો પડદો -જે ઉચ્ચ છે-, તે છે, જે તેને સ્પષ્ટ થવાથી રોકે છે, તે પ્રકાશ અથવા અગ્નિ છે, જે તેને સ્પષ્ટ કરી દેવામાં આવે, તો તેના ચહેરાની મહિમા તેના સર્જનની દરેક વસ્તુને ભષ્મ કરી દેશે, જ્યાં સુધી તેની નજર જશે, ખરેખર તેના ચહેરાની મહિમા તેનો પ્રકાશ તેની મહાનતા ખુબ જ વૈભવ છે. તકદીર: જો તે વર્ણવેલ પડદાને હટાવી દે, અને પોતાની એક ઝલક પોતાની સૃષ્ટિ સમક્ષ પ્રગટ કરે, તો તેના ચહેરાનું તેજ પ્રકાશ તેની સૃષ્ટિમાં જ્યાં પણ પહોંચે, ત્યાં બધું બાળી નાખશે, અને તે સંપૂર્ણ સર્જન આવી જશે; કારણકે તેની સીમા સંપૂર્ણ સૃષ્ટિને સમાવે છે.