





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અસ્મા બિન્તે અબુ બકર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «હું હોઝ પાસે હાજર રહીશ અને જોઇશ કે કોણ મારી પાસે આવે છે, ફરી અમુક લોકોને મારાથી અલગ કરી દેવામાં આવશે, હું કહીશ, હે પાલનહાર ! આ લોકો મારા જ માણસો છે અને મારી કોમના લોકો છે, મને કહેવામાં આવશે, શું તમે જાણો છો ખરા કે તમારા ગયા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પોતાની એડીઓ પર પાછા ફરશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે તેમની પાસે કયામતના દિવસ એક હોઝ હશે, જેથી જોઈ લે કે તેમની કોમના કેવા લોકો તે હોઝ તરફ આવે છે, અને કેટલાક લોકોને આપ ﷺ ની નજીકથી પાછા ફેરવી દેવામાં આવશે, તો નબી ﷺ કહેશે: હે મારા પાલનહાર ! આ મારા માણસો છે અને મારી કોમના કોકો છે, તો નબી ﷺ ને કહેવામાં આવશે: શું તમે જાણો છો તમારા પછી આ લોકોએ કેવા અમલ કરવાની શરૂઆત કરી? અલ્લાહની કસમ ! આ લોકો પીઠ ફેરવી પાછા ફરી ગયા, આ લોકો ઇસ્લામથી ફરી ગયા, એટલા માટે આ લોકો ન તો તમારા માંથી અને ન તો તમારી કોમ માંથી છે.
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં પૂછ્યું : હે અલ્લાહના રસૂલ ! હોઝના વાસણો કેવા હશે? આપ ﷺ એ કહ્યું: «કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ ﷺ ના પ્રાણ છે, હોઝના વાસણોની સંખ્યા આકાશમાં અંધારી રાતમાં સાફ વાદળમાં દેખાતા તારાઓ જેટલી હશે, તે જન્નતના વાસણ છે, જે વ્યક્તિ તેમાંથી એકવાર પી લેશે પછી ક્યારેય તરસ્યો નહીં થાય, તે હોઝમાં જન્નતના બે જળ પ્રવાહ વહે છે, જે તેમાંથી પીશે તે ક્યારેય તરસ્યો નહીં થાય, તેની પહોળાઈ તેની લંબાઈ બરાબર છે, જેટલું અંતર અમ્માનથી ઇલા સુધીનું છે, તેનું પાણી દૂધ કરતા પણ વધારે સફેદ હશે, અને મધ કરતા પણ વધુ મીઠું હશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ એ કસમ ખાઈને જણાવ્યું કે કયામતના દિવસે તેમના હોઝના જે વાસણો હશે તે સંખ્યા આકાશના તારાઓ કરતાં પણ વધુ હશે, તે અંધારી રાતમાં જેમાં ચંદ્ર જાહેર ન થયો હોય કારણકે ચાંદની રાત્રીમાં સ્પષ્ટરૂપે તારાઓ નજર નથી આવતા, ચાંદના પ્રકાશમાં તારાઓ છુપાઈ જાય છે, અને તે રાત્રી જેમાં વાદળો ન હોય, કારણકે જે રાત્રીમાં વાદળો આવી જાય તેમાં તારાઓ દેખાતા નથી, અને એ કે જન્નતના વાસણો, જે માંથી કોઈ એકવાર પાણી પી લેશે તેને ક્યારેય તરસ્યો નહીં નહીં થાય, અને તે તરસ્યા માટે છેલ્લું પાણી હશે, નબી ﷺના હોઝમાં જન્નતના બે જળ પ્રવાહ વહે છે અને તેની પહોળાઈ તેની લંબાઈ બંને સરખી છે; તે હોઝના ચારે ખૂણાઓ સરખા છે, અને તેની લંબાઈ "અમ્માન" જે શામ (સિરીયા) શહેરના "બલકાઅ" નામના શહેરમાં એક જગ્યા છે, અને "ઇલા" તે શામના બહારનું એક વિખ્યાત શહેર છે, તે બંનેના અંતર બરાબર તે હોઝની લંબાઈ અને પહોળાઈ છે, અને તે હોઝનું પાણી દૂધ કરતાં પણ વધુ સફેદ અને તેનો સ્વાદ માંડ કરતાં પણ વધુ મીઠો હશે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «તમારી (દુનિયાની આગ) જહન્નમની આગનો સિત્તેરમો ભાગ છે», કોઈએ પૂછ્યું, હે અલ્લાહના રસૂલ ! (કાફિર અને મુશરિકોને સજા આપવા માટે) આ અમારી દુનિયાની આગ પણ પૂરતી હતી, આપ ﷺ એ કહ્યું: «તે આગ તેના પર અગણોસિત્તેર (૬૯) ભાગ વધારે કરી દેવામાં આવી છે, અને તેનો દરેક ભાગ દુનિયાની આગ બરાબર છે».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ જણાવ્યું કે દુનિયાની આગ જહન્નમની આગના સિત્તેર ભાગ માંથી એક ભાગ છે, આખિરતમાં આગની જે ગરમી હશે તે દુનિયાની આગની ગરમીથી અગણોસિત્તેર ગણી વધારે હશે, તેમાંથી દરેક ભાગ દુનિયાની આગના એક ભાગ બરાબર હશે. પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! અઝાબ આપવામાં માટે તો આ દુનિયાની આગ જ પૂરતી છે, તો નબી ﷺ એ જવાબ આપ્યો: દુનિયાની આગની સરખામણીમાં જહન્નમની આગથી અગણોસિત્તેર ઘણી વધારે ગરમ છે.
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અમને નબી ﷺ એ વર્ણન કર્યું, જેઓ અત્યંત સાચા છે: «માનવીના (વીર્ય) નું ટીપું માતાના ગર્ભમાં ચાળીસ દિવસ અને રાત સુધી રહે છે,પછી તે લોહીનો લોથડો બની જાય છે, ત્યારબાદ માંસ બને છે, ફરી ફરિશ્તાને મોકલવામાં આવે છે, અને તેને ચાર વસ્તુઓનો આદેશ આપવામાં આવ્યો હોય છે, તે ફરિશ્તો તેની રોજી, તેનું મૃત્યુ, તેનો અમલ અને તે સદાચારી છે કે દુરાચારી તે લખી લે છે, પછી તેમાં રુહ ફૂંકે છે, તમારા માંથી એક વ્યક્તિ જન્નતમાં લઇ જનારા અમલ કરતો રહે છે, અચાનક તેની અને જન્નતની વચ્ચેનું અંતર એક હાથ બરાબર બાકી હોય છે કે તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે અને તે જહન્નમી લોકોના અમલો કરવા લાગે છે, અને તે જહન્નમમાં દાખલ થઈ જાય છે, તમારા માંથી એક વ્યક્તિ જહન્નમમાં લઇ જનારા અમલ કરતો રહે છે, અચાનક તેની અને જહન્નમની વચ્ચેનું અંતર એક હાથ બરાબર બાકી હોય છે કે તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે અને તે જન્નતી લોકોના અમલો કરવા લાગે છે, અને તે જન્નતમાં દાખલ થઈ જાય છે».
મુત્તફકુન્ અલયહિઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે: અમને નબી ﷺ એ આ વાત વર્ણન કરી જેઓ પોતાની વાતોમાં અત્યંત સાચા છે, અને જેમને અલ્લાહ તઆલા એ સાચા જણાવ્યા છે, નબી ﷺ એ કહ્યું: તમારા માંથી દરેક વ્યક્તિના જન્મનો આધાર તેની માતાના પેટમાં (એક વીર્યના ટીપના સ્વરૂપમાં) હોય છે, જ્યારે એક પોતાની પત્ની સાથે સંગમ કરે છે તો તેની વિખરાયેલું વીર્યનું પાણી સ્ત્રીના ગર્ભમાં ચાલીસ દિવસ માટે એકઠું કરવામાં આવે છે, પછી તેને એક લોહીનો લોથડો બનાવે છે અર્થાત્ ભેગું થયેલ લોહીનો જથ્થો, અને આ બીજો તબક્કો ચાલીસ દિવસનો હોય છે, પછી માંસનો એક ટુકડો બની જાય છે અર્થાત્ જે માંસનો એક ભાગ હોય છે, જેનું મૅપ એટલું જ હોય છે જેટલું કે ચવવામાં આવતું માંસ અને આ ત્રીજો તબક્કો પણ ચાલીસ દિવસનો હોય છે, ફરી ત્રીજા ચાળીસ દિવસના સમયગાળા પછી એક ફરિશ્તો મોકલવામાં આવે છે, જે તેનામાં રુહ ફૂંકે છે, તે ફરિશ્તાને ચાર વસ્તુઓ લખવાનો આદેશ આપવામાં આવે છે, તેની રોજી, અર્થાત્ તે પોતાની ઉંમરમાં નેઅમતો માંથી કેટલી રોજી પ્રાપ્ત કરશે, તેનું મૃત્યુ, અર્થાત્ તેનો દુનિયામાં જીવિત રહેવાનો સમય, તેનો અમલ, અર્થાત્ તે શું કરશે? સદાચારી લોકો માંથી હશે કે દુરાચારી લોકો માંથી. પછી આપ ﷺ એ કસમ ખાઈને કહ્યું કે એક વ્યક્તિ જન્નતના લોકો જેવા અમલ કરતો રહે છે, તેનો અમલ નેક હોય છે, અર્થાત્ લોકોમાં તે સદાચારી હશે, અને એવી જ રીતે તેની અને જન્નતની વચ્ચે એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, બસ એટલું જ બાકી રહી ગયું હોય છે જેટલું ઝમીન પર એક હાથ જેટલી જગ્યા બાકી રહી ગઈ હોય, અચાનક તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે, જે પહેલાથી જ લખવામાં આવી છે, તે જહન્નમના લોકોનો અમલ કરે છે, તેનો અંત પણ તેમાં જ થાય છે, અને તે જહન્નમમાં દાખલ થઈ જાય છે; એટલા માટે જ અમલ કબૂલ થવાની શરત છે કે તેના પર અડગ રહેવામાં આવે અને તેની બદલી નાખવામાં ન આવે, અને એવી જ રીતે અંત સુધી એક વ્યક્તિ જહન્નમના લોકોની જેમ અમલ કરતો રહે છે, બસ તેમાં દાખલ થવાની નજીક જ હોય છે, જેવું કે ઝમીન પર એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, તેની તકદીરમાં જે કંઈ પહેલાથી લખવામાં આવ્યું છે તે ગાલિબ આવી જાય છે તે જન્નતી લોકોનો અમલ કરતો થઈ જાય છે અને તે જન્નતમાં દાખલ થઈ જાય છે.
તાવૂસ રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ ﷺ ના ઘણા સાથીઓને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા કે દરેક વસ્તુ તકદીર મુજબ છે, મે અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુ ને કહેતા સાંભળ્યા, તેઓ કહેતા હતા: નબી ﷺ એ કહ્યું: «દરેક વસ્તુ તકદીર મુજબ જ છે, અહીં સુધી કે અસક્ષમતા તથા સક્ષમતા અથવા સક્ષમતા તથા અસક્ષમતા».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ એ સ્પષ્ટ કહી દીધું કે દરેક વસ્તુ તકદીર મુજબ છે; અહીં સુધી કે અસક્ષમતા પણ: અર્થાત્ બંદા પર જરૂરી કાર્યો છે તેને છોડી દેવું, દુનિયા અને આખિરતના કામોમાં સમય કરતાં વધારે વિલંબ કરવો. અહીં સુધી કે સક્ષમતા પણ: અર્થાત્ દુનિયા અને આખિરતના કામોમાં ચપળતા અને હોશિયારી. અને એ કે અલ્લાહ તઆલા એ અસક્ષમતા અને સક્ષમતા પણ તકદીરમાં લખી છે અને દરેક વસ્તુની તકદીર લખી જ છે, કોઈ પણ વસ્તુ અલ્લાહના ઇલ્મ અને તેની ઈચ્છા વગર જે પહેલા લખવામાં આવ્યું છે, અસ્તિત્વમાં નથી આવતું.
મતર ઈબ્ને ઉકામિસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદા વિષે નિર્ણય કરી લે તે ફલાળી જગ્યાએ મૃત્યુ પામશે તો ત્યાં તેની જરૂરત પેદા કરી દે છે (જે તેને ત્યાં લઈ જાય છે)».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા કોઈ બંદા માટે કોઈ જમીન પર તેના મૃત્યુનો નિર્ણય કરી લે છે અને તે હાલ તે જગ્યા પર હાજર નથી હોતો તો અલ્લાહ એવા કારણો અને સ્ત્રોત પેદા કરે છે, જેથી બંદો ત્યાં પહોંચી જાય છે અને તેના પ્રાણ કાઢી લેવામાં આવે છે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એકવાર અમે આપ ﷺ સાથે મસ્જિદમાં બેઠા હતા, એટલામાં જ એક વ્યક્તિ ઊંટ પર સવાર થઈ આવ્યો અને ઊંટને મસ્જિદમાં બેસાડી બાંધી દીધું, પછી સવાલ કરવા લાગ્યો કે (ભાઈઓ) તમારા માંથી મોહમ્મદ (ﷺ) કોણ છે? આપ ﷺ એ તે સમયે લોકો વચ્ચે ટેકો આપી બેઠા હતા, અમે કહ્યું કે આ સફેદ રંગના વડીલ જે ટેકો આપી બેઠા છે, તે મુહમ્મદ (ﷺ) છે, તે વ્યક્તિએ આપ ﷺ ને કહ્યું: હે અબ્દુલ્ મુત્તલિબના દીકરા ! આપ ﷺ એ કહ્યું: «હા, કહો હું તમારી વાત સાંભળી રહ્યો છું», તેણે કહ્યું: હું દીન બાબતે કેટલીક વાતો વિશે પૂછવા માંગુ છું, અને થોડુંક સખતી સાથે પણ સવાલ કરીશ તમે ખોટું તો નહીં લગાડો? આપ ﷺ એ કહ્યું: «ના, પૂછો તમે શું પૂછવા માંગો છો», તેણે કહ્યું: હું તમારા પાલનહાર અને તમારા કરતા પહેલાના લોકોના પાલનહારની કસમ આપી પૂછું છું કે શું તમને અલ્લાહ તઆલા એ દુનિયાના દરેક લોકો માટે રસૂલ (પયગંબર) બનાવી મોકલ્યા છે? આપ ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», તેણે કહ્યું: યા મારા અલ્લાહ ! પછી તેણે કહ્યું: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું કે શું અલ્લાહ એ દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે? આપ ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», પછી તેણે સવાલ કર્યો કે હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું કે શું અલ્લાહ તઆલા એ વર્ષમાં એક મહિનાના રોઝા રાખવાનો આદેશ આપ્યો છે? આપ ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», તેણે કહ્યું: હું આપને અલ્લાહની કસમ આપી સવાલ કરી રહ્યો છું કે શું અલ્લાહએ આ પણ આદેશ આપ્યો છે કે તમારા માંથી માલદારો પાસે ઝકાત લઈ તમારા ગરીબ લોકોમાં વહેંચી દેવામાં આવે? નબી ﷺ એ કહ્યું: «હા,અલ્લાહ ગવાહ છે», તે વ્યક્તિએ કહ્યું: હવે જે આદેશો તમે અલ્લાહ પાસેથી લાવ્યા છો હું તેના પર ઈમાન લાવું છું, અને હું મારી કોમ તરફથી પ્રતિનિધિ બનાવી મોકલવામાં આવ્યો છું, મારું નામ ઝિમામ બિન ષઅલબા છે, હું સઅદ બિન બકરના ખાનદાનો વ્યક્તિ છું.
મુત્તફકુન્ અલયહિઅનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે: અમે આપ ﷺ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક વ્યક્તિ ઊંટ પર સવાર થઈ આવ્યો, તે ઊંટ પરથી ઉતર્યો અને તેણે ઊંટને બેસાડી બાંધી દીધું, પછી તેણે સવાલ કર્યો: તમારી વચ્ચે મોહમ્મદ (ﷺ) કોણ છે? આપ ﷺ જૂથ વચ્ચે ટેકો આપી બેઠા હતા, અમે કહ્યું: આ સફેદ વડીલ જે ટેકો આપી બેઠા છે, તે મોહમ્મદ (ﷺ) છે, તે વ્યક્તિએ કહ્યું: હે અબ્દુલ્ મુત્તલિબના દીકરા !, આપ ﷺ એ કહ્યું: તમારી વાત હું સાંભળી રહ્યો છું, પૂછો તમારા સવાલનો હું તમારા જવાબ આપીશ. તે વ્યક્તિએ કહ્યું: હું દીન બાબતે કેટલીક વાતો વિશે પૂછવા માંગુ છું, અને થોડુંક સખતી સાથે પણ સવાલ કરીશ તમે ખોટું તો નહીં લગાડો? અર્થાત્: તમે મારા પર ગુસ્સે તો નહીં થાવ અને ન તો તમે પોતાનું દિલ તંગ કરશો, આપ ﷺ એ કહ્યું: તમે જે સવાલ પૂછતાં માંગતા હોય, પૂછો, તેણે કહ્યું: હું તમારા પાલનહાર અને તમારા કરતા પહેલાના લોકોના પાલનહારની કસમ આપી પૂછું રહ્યો છું કે શું તમને અલ્લાહ તઆલા એ દુનિયાના દરેક લોકો માટે રસૂલ (પયગંબર) બનાવી મોકલ્યા છે? આપ ﷺએ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, નબી ﷺ એ પોતાની વાતની સત્યતા માટે અલ્લાહને ગવાહ બનાવી કહ્યું, પછી તેણે કહ્યું: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું, અર્થાત્ અલ્લાહનો વાસ્તો આપી, કે શું અલ્લાહએ દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ પઢવાનો આદેશ આપ્યો છે? અને તે પાંચ વખતની ફર્ઝ નમાઝ, આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, પછી તેણે સવાલ કર્યો: હું તમને અલ્લાહની કસમ આપી પૂછી રહ્યો છું કે શું અલ્લાહ તઆલાએ વર્ષમાં એક મહિનાના રોઝા રાખવાનો આદેશ આપ્યો છે? અર્થાત્: રમઝાનના મહિનાના રોઝા, આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, તેણે કહ્યું: હું આપને અલ્લાહની કસમ આપી સવાલ કરી રહ્યો છું કે શું અલ્લાહ આ પણ આદેશ આપ્યો છે કે તમારા માંથી માલદારો પાસે ઝકાત લઈ તમારા ગરીબ લોકોમાં વહેંચી દેવામાં આવે? અર્થાત્ ઝકાત આપ ﷺ એ કહ્યું: હા, અલ્લાહ ગવાહ છે, ઝિમામે ઇસ્લામ કબૂલ કર્યો, અને તેણે આપ ﷺ ને કહ્યું કે તે પોતાની કોમને પણ આ વાતોની દઅવત આપશે (અર્થાત્ તે તેનો પ્રચાર કરીશ) પછી તેણે પોતાનો પરિચય કરાવ્યો કે હું ઝિમામ બિન ષઅલબા છું, બનૂ સઇદ બિન બકરના ખાનદાન માંથી છું.
ઝિયાદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ એ કોઈ વાતનું કર્યું, અને કહ્યું: «આ ત્યારે થશે, જ્યારે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે» મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ, ઇલ્મ કંઈ રીતે ઉઠાવી લેવામાં આવશે, જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ, અમારા બાળકો કુરઆન પઢે છે, અને કયામત સુધી તેમના બાળકોના પણ બાળકો કુરઆન પઢતા રહેશે? આપ ﷺ એ કહ્યું કે «હે ઝિયાદ તમને તમારી માતા ગુમ કરે, હું તો તમને મદીના શહેરનો સૌથી બુદ્ધિશાળી વ્યક્તિ સમજતો હતો, શું આ યહૂદી અને નસ્રાની લોકો તૌરાત અને ઈંજિલ નથી પઢતા, પરંતુ તે લોકો તેના પ્રમાણે અમલ નથી કરતા?!».
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ સહાબા વચ્ચે બેઠા હતા, અને કહ્યું: તે સમયની વાત છે જ્યારે ઇલ્મ ઉઠાવી અને છીનવી લેવામાં આવશે, ઝિયાદ બિન લબીદ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ ને આશ્ચર્ય થયું, અને તેમણે આપ ﷺ ને સવાલ કર્યો, તેમણે કહ્યું: કેવી રીતે ઇલ્મ ઉઠાવી લેવામાં આવશે અને ઇલ્મ નષ્ટ થઈ જશે? ! જ્યારે કે અમે કુરઆન પઢીએ છીએ અને યાદ પણ કરીએ છીએ; અલ્લાહની કસમ અમે જરૂર તેને પઢીએ છીએ, અમારા ઘરની સ્ત્રીઓ પઢે છે, અમારા બાળકો પઢે છે, અમારા બાળકોના બાળકો પઢે છે, આપ ﷺ એ આશ્ચર્યથી કહ્યું: તમારી માતા તમને ગુમ કરે હે ઝિયાદ !: હું તો તમને મદીનાના જાણકાર લોકો માંથી સમજતો હતો! પછી આપ ﷺ એ સ્પષ્ટતા કરી: ઇલ્મનું વ્યર્થ થવાનો મતલબ એ નથી કે કુરઆન વ્યર્થ થઈ જશે અથવા કે ખોવાઈ જશે; પરંતુ તેનો મતલબ એ કે અમલ વ્યર્થ થઈ જશે, જેના કારણે ઇલ્મ પણ ખોવાઈ જશે, એવી જ રીતે તૌરાત અને ઈંજિલ યહૂદી અને નસરાની પાસે હતી; તેઓએ તે બંને આકાશીય પુસ્તકો માંથી ફાયદો ન ઉઠાવ્યો, તેમજ તેનો જે હેતુ હતો તેનાથી પણ ફાયદો ન ઉઠાવ્યો, અને તેના ઇલ્મ પ્રમાણે અમલ ન કર્યો!
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: આપ ﷺ પર વહી ઉતરી જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના હતા, આપ ﷺ મક્કહમાં તેર વર્ષ સુધી રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપ ﷺ ને હિજરત કરવાનો આદેશ આપ્યો, આપ ﷺ એ મદીના તરફ હિજરત કરી, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, પછી આપ ﷺ નું મૃત્યુ થયું.
મુત્તફકુન્ અલયહિઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે, કે આપ ﷺ પર વહી ઉતરી અને આપ ﷺ ને પયગંબરી આપવામાં આવી ત્યારે આપ ﷺ ની ઉંમર ચાળીસ વર્ષની હતી, વહી આવ્યા પછી તેર વર્ષ સુધી આપ ﷺ મક્કહમાં રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપને હિજરત કરવાનો આદેશ આપ્યો, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, અને ત્યારબાદ આપ ﷺ નું મૃત્યુ થયું, જે સમયે આપની ઉંમર ત્રેસઠ વર્ષની હતી.