





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા પહેલા અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા, તેમના માટે તેમની કોમના હવારી (મદદ અને સહાય કરનાર) અને સાથીઓ હોતા, જેઓ તેમની સુન્નત પર અમલ કરતા અને તેમના આદેશોનું અનુસરણ કરતા હતા, ત્યારબાદ તેમના પછી એવા દુષ્ટ લોકો પેદા થયા, જેઓ એવી વાતો કહેતા, જે પોતે નહતા કરતા, અને એવા કામ કરતા હતા જેનો તેમને આદેશ આપવામાં આવ્યો ન હતો, બસ જે વ્યક્તિ તેમની સાથે હાથ વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાની જબાન વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાના દિલથી જિહાદ (યુદ્ધ) કરશે તે પણ મોમિન છે, એ વગર અન્ય લોકોમાં રઇના દાણા જેટલું પણ ઇમાન નથી».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પાછળની કોમમાં અલ્લાહ તઆલાએ જેટલા નબી મોકલ્યા તેમની સાથે તેમની કોમના મહાન, મદદ કરનાર અને જિહાદ (યુદ્ધ) કરનાર તેમજ સદાચારી લોકો હતા, તેમણે નબીઓ પછી શાસનની યોગ્ય જવાબદારી ઉઠાવી, તેઓ સુન્નત પર અમલ કરતા અને નબીએ આપેલ આદેશ પ્રમાણે ચાલતા હતા, આવા સદાચારી લોકો પછી એવા લોકો આવ્યા, જેમનામાં કંઈ જ ભલાઈ ન હતી, તેઓ એવી વાતો કરતા, જે પોતે અમલ નહતા કરતા અને જે વસ્તુનો આદેશ આપતા તેને તેઓ પોતે નહતા કરતા, બસ જે વ્યક્તિ તેમની સાથે હાથ વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાની જબાન વડે જિહાદ (યુદ્ધ) કરશે, તે મોમિન છે, જે પોતાના દિલથી જિહાદ (યુદ્ધ) કરશે તે પણ મોમિન છે, તે સિવાય અન્ય લોકો રઇના દાણા જેટલું પણ ઇમાન ધરાવતા નથી.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને પાંચ વસ્તુઓ એવી આપવામાં આવી, જે મારા પહેલા કોઈ નબીને આપવામાં નથી આવી, એક મહિના જેટલા અંતરે (દુશ્મનના દિલમાં) મારો ભય નાખી મારી મદદ કરવામાં આવી, મારા માટે સંપૂર્ણ જમીન મસ્જિદ અને પાકી મેળવવાનો સ્ત્રોત બનાવી દેવામાં આવી, મારી ઉમ્મતનો કોઈ પણ વ્યક્તિ જે જગ્યા પર નમાઝનો સમય પામી લે, તે ત્યાં જ નમાઝ પઢી લે, મારા માટે ગનીમતનો માલ હલાલ કરવામાં આવ્યો, મારા પહેલા કોઈના માટે તે માલ હલાલ ન હતો, મને શફાઅત (ભલામણ) કરવાનો હક આપવામાં આવ્યો, અને અન્ય નબીઓ ફક્ત પોતાની કોમ માટે જ નબી બનાવી મોકલવામાં આવતા હતા, પરંતુ મને સંપૂર્ણ માનવતા માટે નબી બનાવી મોકલવામાં આવ્યો છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ મને પાંચ વસ્તુઓ એવી આપી છે, જે આજ પહેલા કોઈ નબીને આપવામાં આવી નથી: પહેલી: મદદ માટે દુશ્મનના દિલમાં મારો ભય, ભલે ને તેમની અને મારી વચ્ચે એક મહિનાના સફર જેટલું અંતર કેમ ન હોય. બીજી : મારા માટે સંપૂર્ણ જમીન મસ્જિદ બનાવી દેવામાં આવી કે અમે જ્યાં ઈચ્છીએ ત્યાં નમાઝપઢી શકીએ છીએ, અને પાણી વાપરવાની શક્તિ ન હોવા પર અને પાણીની અછત વખતે માટીને પાકી પ્રાપ્ત કરવાનો એક સ્ત્રોત બનાવ્યો. ત્રીજી: યુદ્ધ પછી મળેલ ગનીમતનો માલ મારા માટે હલાલ કરવામાં આવ્યો, ગનીમતના માલનો અર્થ તે માલ જે કાફિરો સાથે યુદ્ધ કરતા મુસલમાનોને મળે છે. ચોથી: કયામતના દિવસે ભયાનક પરિસ્થિતિથી છૂટકારા માટે ભલામણ કરવાનો અધિકાર આપ્યો. પાંચમી: મને સંપૂર્ણ માનવીઓ અને જિન્નાત માટે પયગંબર બનાવી મોકલવામાં આવ્યો, પહેલાના પયગંબરોને ફક્ત તેમની કોમ માટે જ નબી બનાવી મોકલવામાં આવતા હતા.
હારિષહ બિન વહબ અલ્ ખુઝાઇ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «શું હું તમને જન્નતી લોકો વિષે ન જણાવું? દરેક કમજોર, જેમને કમજોર સમજવામાં આવે છે, જો તે અલ્લાહ માટે કોઈ કસમ ખાઈ લે, તો અલ્લાહ તેને પૂરી કરે છે, શું હું તમને જહન્નમી લોકો વિષે ન જણાવું? તે દરેક ઉગ્રવાદી, બળવાખોર, કંજૂસ અને ઘમંડી જહન્નમી છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જન્નતી લોકો અને જહન્નમી લોકોના કેટલાક ગુણો વર્ણન કર્યા છે. જન્નતી લોકોમાં વધારે સંખ્યા તે લોકોની હશે: "જે કમજોર લોકો છે, જેમને કમજોર સમજવામાં આવે છે" અર્થાત્: અલ્લાહ સમક્ષ આજીજી અને વિનમ્રતા કરનાર, અહીં સુહિ કે અલ્લાહ સમક્ષ પોતાને પણ અપમાનિત ન કરી દે, અને કેટલાક લોકો તેને નબળા અને ધિક્કારપાત્ર સમજતા હોય, અને જો આ વિનમ્રતા અલ્લાહ માટે હોય અને જો તેઓ અલ્લાહ માટે કોઈ કસમ (સોગંદ) ખાઈ લે તો અલ્લાહ તેની ઇઝ્ઝત રાખશે, અને તેણે જે સોગંદ લીધા છે તેને પૂરા કરશે, અને તેની માંગ અને દુઆને પણ કબૂલ કરશે. અને જહન્નમી લોકોમાં વધારે લોકોની સંખ્યા તેમની હશે: જે «ઉગ્રવાદી» અર્થાત્ સખત ઝઘડો કરનાર અને સખતી કરનાર હોય, અથવા વિદ્રોહી, જેની પાસે કોઈ ભલાઈની આશા ન રખાય, «અહંકારી» ઘમંડ કરનાર, કૃતઘ્ની, જેનું શરીર મોટું હોય, અને તેની ચાલમાં અહંકાર હોય અને ખરાબ વ્યવહારનો હોય, «ઘમંડી» જે સત્યને ન અપનાવે અને તેને ધિક્કારી દે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સર્વશ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ તઆલાએ કહ્યું: હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું, જો તે મને પોતાનાં નફસ (દિલ)માં યાદ કરે છે, તો હું પણ તેને મારા નફસ (દિલ)માં યાદ કરું છું, અને જો તે મને કોઈ મજલિસમાં યાદ કરે, તો હું તેને એક એવી મજલિસમાં યાદ કરું છું, જે તેનાથી શ્રેષ્ઠ છે, અને જો તે એક વેંત બરાબર મારી નજીક આવે છે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવું છું, અને જો તે બે હાથ મારી નજીક આવે છે, તો હું બંને હાથ ફેલાવ્યા બરાબર તેની નજીક આવું છું અને જો તે ચાલી ને મારી પાસે આવે છે તો હું દોડી ને તેની પાસે આવું છું».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ કહ્યું: હું બંદા વિષે તેના વિચાર પ્રમાણે અભિપ્રાય રાખું છું, તેથી હું બંદા સાથે તેના વિચારધારાઓ પ્રમાણે જ વ્યવહાર કરું છું, જો તે માફી અને આશાની ઉમ્મીદ રાખે તો હું પણ તેની સાથે તે જ કરીશ, જે તે મારા પ્રત્યે અભિપ્રાય રાખશે, ભલેને તે સારો હોય કે અન્ય કોઈ, અને જો તે મને યાદ કરશે, તો હું તેની સાથે મદદ, તૌફીક, માર્ગદર્શન અને તેની સુરક્ષા સાથે વર્તન કરીશ. બસ જે વ્યક્તિ પોતાના મનમાં અને એકાંતમાં મારી પવિત્રતા અને મારા ઇલાહ હોવાને યાદ કરશે, તો હું પણ તેને મારા મનમાં યાદ કરીશ. અને જો તે મને કોઈ બેઠકમાં યાદ કરશે; તો હું તેને તેના કરતાં વધુ શ્રેષ્ઠ બેઠકમાં તેણે યાદ કરીશ. અને જે વ્યક્તિ એક વેંત બરાબર મારી નિકટતા પ્રાપ્ત કરશે, તો હું એક હાથ બરાબર તેની નજીક આવીશ. અને જો તે એક હાથ બરાબર મારી નજીક આવશે તો હું બંને હાથ ફેલાવવા બરાબર તેની નજીક આવીશ. અને જો તે મારી પાસે ચાલીને આવશે તો હું તેની પાસે દોડીને આવીશ. બસ જ્યારે બંદો પોતાના પાલનહારના અનુસરણ દ્વારા તેની નિકટતા પ્રાપ્ત કરે છે, તો પાલનહાર તેના કાર્યોના બદલામાં તેની નજીક આવે છે, અને કાર્યોનો બદલો તેના પ્રમાણે જ આપવામાં આવે છે. બંદાની બંદગી જેટલી વધારે હશે તે તેનાથી એટલો જ નજીક હશે, અને અલ્લાહની કૃપા બંદાના કાર્યો અને મહેનત કરતાં ખૂબ જ વધારે છે, મુખ્ય વાત એ છે કે અલ્લાહનો સવાબ અમલની ગુણવત્તા અને ગણતરી પ્રમાણે હોય છે. બસ મોમિન અલ્લાહ પ્રત્યે સારું અનુમાન રાખે છે, અને સત્કાર્યો કરે છે, ઉતાવળ કરે છે, અને ખૂબ જ વધારે કાર્યો કરે છે અહીં સુધી કે તેની મુલાકાત તેની સાથે થઈ જાય.
તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: નજદ શહેરનો એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યો, જેના વાળ વિખરાયેલા હતા, અમે તેના અવાજની બડબડાટ સાંભળી રહ્યા હતા, પરંતુ તે શું કહે છે તેને નહતા સમજતા, તે નજીક આવ્યો, ત્યારે ખબર પડી કે તે તો ઇસ્લામ વિશે સવાલ કરી રહ્યો છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «રાત અને દિવસ દરમિયાન પાંચ વખત ની નમાઝ ફર્ઝ છે», તેણે કહ્યું: શું એ વગર કંઈ જરૂરી છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) કહ્યું: «ના, હા પરંતુ જો તું નફિલ નમાઝ પઢવા ઈચ્છો તો પઢી શકે છે, અને રમઝાનના રોઝા ફર્ઝ છે», તેણે કહ્યું: શું એ વગર કંઈ જરૂરી છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, હા પરંતુ જો તું નફિલ રોઝા રાખવા ઈચ્છો તો રાખી શકે છે», ત્યારબાદ તલ્હા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેને ઝકાત વિષે જણાવ્યું , તો તે કહેવા લાગ્યો કે શું એ વગર બીજો કોઈ સદકો મારા પર ફર્ઝ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, હા પરંતુ જો તું નફિલ સદકા કરવા ઈચ્છો તો કરી શકે છે», રિવાયત કરનાર સહાબી કહે છે કે તે આ શબ્દો કહેતા કહેતા પાછો ફરી ગયો કે અલ્લાહની કસમ! હું આના કરતાં ન તો વધારે અમલ કરીશ અને ન તો ઓછો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જો તે સાચો હશે તો તે સફળ થઈ ગયો».
મુત્તફકુન્ અલયહિનજદ શહેરનો એક વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યો જેના વાળ વિખરાયેલા હતા, અને તેનો અવાજ ઊચો હતો, પરંતુ તે શું કહી રહ્યો છે, તે અમને ખબર પડતી નહતી , જ્યારે તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની નજીક આવ્યો, તો અમને ખબર પડી કે તે તો ઇસ્લામ વિશે સવાલ કરી રહ્યો છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેને જવાબ આપતા નમાઝથી શરૂઆત કરી, અને કહ્યું કે જાણી લો કે અલ્લાહ તઆલાએ તમારા પર દિવસ અને રાત દરમિયાન પાંચ વખતની નમાઝ ફર્ઝ કરી છે. તેણે કહ્યું: શું આ પાંચ ફર્ઝ નમાઝ સિવાય અન્ય કોઈ નમાઝ મારા પર ફર્ઝ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જવાબ આપ્યો કે ના, હા જો તમે નફિલ નમાઝ પઢવા ઇચ્છતા હોય તો પઢી શકો છો. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: તે વસ્તુ જેને અલ્લાહ તઆલાએ તમારા પર અનિવાર્ય કરી છે તે રમઝાન મહિનાના રોઝા છે. તે વ્યક્તિએ કહ્યું: શું રમઝાનના ફર્ઝ રોઝા સિવાય અન્ય કોઈ રોઝા મારા પર ફર્ઝ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જવાબ આપ્યો કે ના, પરંતુ જો તમે નફિલ રોઝા રાખવા ઇચ્છતા હોય તો રાખી શકો છો. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેને ઝકાત વિશે જણાવ્યું. તો તે વ્યક્તિએ કહ્યું: શું ફર્ઝ ઝકાત સિવાય અન્ય કોઈ સદકા મારા પર ફર્ઝ છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: ના, પરંતુ જો તમે નફિલ સદકા કરવા ઇચ્છતા હોય તો કરી શકો છો. ત્યાર બાદ તે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા આ ફર્ઝ કાર્યો વિશે સાંભળીને પાછળ ફરી અલ્લાહની કસમ ખાઈ કહેવા લાગ્યો કે હું ન તો આના કરતાં વધારે અમલ કરીશ અને ન તો ઓછો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આ સાંભળી કહ્યું: જો આ વ્યક્તિ જેની કસમ ખાઈ રહ્યો છે, તેના પર અમલ કરશે તો તે કામયાબ લોકો માંથી બની જશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «સૌથી ઉત્તમ દિવસ જેમાં સૂરજ નીકળે છે, તે શુક્રવારનો દિવસ છે, તે દિવસે આદમ અલૈહિસ્ સલામનો જન્મ થયો, તે જ દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપવામાં આવ્યો, અને તે જ દિવસે તેમને ત્યાંથી નીકાળવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે સૌથી શ્રેષ્ઠ દિવસ જેમાં સૂર્યોદય થાય છે તે શુક્રવારના દિવસ છે, શુક્રવારના દિવસની મહત્ત્વતાઓ: તે દિવસે આદમ અલૈહિસ્ સલાનનો જન્મ થયો, તે દિવસે તેમને જન્નતમાં પ્રવેશ મળ્યો, તે દિવસે જ તેમને જન્નત માંથી કાઢવામાં આવ્યા અને જમીન પર ઉતારવામાં આવ્યા, અને કયામત પણ શુક્રવારના દિવસે જ આવશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ દુનિયામાં અન્યના ભેદ છુપાવશે, તો અલ્લાહ કયામતના દિવસે તેના ભેદ છુપાવશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ પણ મુસલમાન જો પોતાના ભાઈની ખામી છુપાવશે, તો કયામતના દિવસે અલ્લાહ તેની ખામી છુપાવશે; અલ્લાહ બંદાને તેના કાર્યોની ગુણવત્તા અનુસાર બદલો આપે છે, એટલા માટે અલ્લાહ તેના ભેદ કયામતના દિવસે દરેક લોકો સમક્ષ છુપાવશે, અને ક્યારેક તેની પકડ ન કરવા પર પણ હોય શકે છે.
અબૂ મુસ્લિમ ખોલાની રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમને હબીબ અલ્ અમીને વર્ણન કર્યું, જેઓ મારી નજીક પ્રિય છે અને અમાનતદાર (નિષ્ઠાવાન) પણ છે, ઓફ બિન માલિક અશજઇ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે નવ, આઠ અથવા સાત લોકો નબી ﷺ સાથે બેઠા હતા, નબી ﷺએ કહ્યું: «શું તમે બધા અલ્લાહના રસૂલ ﷺના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા) કરો છો?» જો કે અમે તે જ દિવસોમાં નબી ﷺ હાથ પર બૈઅત કરી હતી, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે તમારા હાથ પર બૈઅત (વફાદારીની પ્રતિજ્ઞા) કરી ચુક્યા છે, «શું તમે બધા અલ્લાહના રસૂલ ﷺ ના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા) કરો છો?» અમે હાથ ફેલાવી દીધા અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે તમારા હાથ પર બૈઅત કરી ચુક્યા છે, હવે તમે અમારી સાથે કઈ વાતે બૈઅત (પ્રતિજ્ઞા) કરવા ઈચ્છો છો? નબી ﷺએ કહ્યું: «તે વાત પર કે તમે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરશો અને તેની સાથે કોઈને ભાગીદાર નહીં કરો, પાંચ વખતની નમાઝ પઢશો, અને અલ્લાહનું અનુસરણ કરશો, -ફરી એક વાક્ય ધીમા અવાજે કહ્યું- તમે કોઈની પાસે સવાલ નહીં કરો», રિવાયત કરનાર કહે છે કે ત્યારબાદ મેં જોયું, કે કેટલાક સહાબી તેમનું ચાબુક સવારી પરથી નીચે પડી જતું, પરંતુ તેઓ કોઈને ચાબુક આપવા વિષે ક્યારેય ન કહેતા.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺએ કેટલાક સહાબાઓમાંથી કેટલાકને બોલાવ્યા અને ત્રણ વખત કહ્યું કે તેઓ કેટલીક જરૂરી વાતો પર બૈઅત કરે અને પ્રતિજ્ઞા લે: પહેલું: એક અલ્લાહની ઈબાદત એવી રીતે કરવી કે તેના આદેશોનું પાલન કરવામાં આવે અને તેણે પ્રતિબંધિત કરેલ કાર્યોથી બચવામાં આવે, અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેહરાવવામાં ન આવે. બીજું: દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પઢવી. ત્રીજું: મુસલમાન હોદ્દેદારોનું ભલાઈના કામોમાં અનુસરણ કરવું અને તેમની વાત સાંભળવી. ચોથું: દરેક જરૂરત અલ્લાહ પાસે માંગવી અને લોકો સામે સવાલ કરવાથી અર્થાત્ હાથ ફેલાવવાથી બચવું, અને આ વાક્ય નબી ﷺએ ધીમા અવાજે કહ્યું. સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ આ જ પ્રમાણે કર્યું, જેની બૈઅત (પ્રતિજ્ઞા) નબી ﷺના હાથ પર કરી હતી, અહીં સુધી કે રિવાયત કરનાર કહે છે કે મેં તે સહાબામાંથી કેટલાકને જોયા કે જો તેમનું ચાબુક સવારી પરથી નીચે પડી જતું તો કોઈને કદાપિ ન કહેતા કે તે ચાબુક તેમના હાથમાં થમાવી આપો, પરંતુ તેઓ પોતે નીચે ઉતરી લઈ લેતા.
બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «મુસલમાનને જ્યારે કબરમાં સવાલ કરવામાં આવશે તો તે ગવાહી આપશે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે», અલ્લાહ તઆલા કહે છે: {ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે દુનિયામાં જકડી રાખે છે અને આખેરતમાં પણ જકડી રાખશે, જે જાલિમ છે, અલ્લાહ તેને ગુમરાહ કરી દે છે, અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે.} [સૂરે ઈબ્રાહીમ: ૨૭].
મુત્તફકુન્ અલયહિકબરમાં મોમિનને સવાલ કરવામાં આવશે, તેને સવાલ કરવા માટે બે ફરિશ્તાઓ નક્કી છે, જેમનું નામ મુન્કર અને નકીર છે, જેવું કે તે બંનેના નામનું વર્ણન ઘણી હદીષોમાં થયું છે, તો તે ગવાહી આપશે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાની વાતની પુષ્ટિ કરવા માટે કુરઆન મજીદની આ આયત પઢી, જેમાં અલ્લાહ તઆલાએ કહ્યું: {ઇમાનવાળાઓને અલ્લાહ તઆલા સાચી વાત સાથે દુનિયામાં જકડી રાખે છે અને આખેરતમાં પણ જકડી રાખશે, જે જાલિમ છે, અલ્લાહ તેને ગુમરાહ કરી દે છે, અને અલ્લાહ તે જ કરે છે, જેની ઈચ્છા કરે છે.} [સૂરે ઇબ્રાહિમ: ૨૭].