





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું આપ ﷺ સાથે ગધેડા પર પાછળ સવારી કરી રહ્યો હતો, આપ ﷺ એ કહ્યું: «હે મઆઝ શું તમે જાણો છો કે અલ્લાહનો હક તેના બંદાઓ પર શું છે? અને બંદાઓના હક અલ્લાહ પર શુ છે?» મેં કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે», મેં કહ્યું: કે હે અલ્લાહ ના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? આપ ﷺ એ કહ્યું: «તમે તેમને ખુશખબરી ન આપો, ફરી તેઓ ફક્ત ઈમાન પર જ ભરોસો કરી લેશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ બંદાઓ પર અલ્લાહના કયા કયા હકો (અધિકારો) છે અને અલ્લાહ પર તેના બંદાઓના કયા કયા હકો (અધિકારો) છે તે વર્ણન કર્યા છે, બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ ફક્ત એક અલ્લાહની જ ઈબાદત કરે તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવે, અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે જે ફક્ત તેની જ ઈબાદત કરતો હોય અને તેની સાથે કોઈને પણ ભાગીદાર ન ઠેહરાવતો હોય તેને તે અઝાબ ન આપે. ફરી જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબરી ન આપી દઉં? જેથી તેઓ આ કૃપા વડે ખુશ થાય? તો નબી ﷺ એ તેમને આવું કરવાથી રોક્યા, તે ભયથી કે લોકો ફક્ત તેના પર જ ભરોસો ન કરી લે.
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક ગામડિયો આપ ﷺ પાસે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના રસૂલ ! વાજિબ (ફરજિયાત) થવા વાળી બે વસ્તુઓ કઈ છે, તે કઈ છે? આપ ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે કોઈને શરીક નથી ઠહેરાવતો, તે જન્નતમાં જશે અને જે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને શરીક કરતો હતો, તો તે જહન્નમમાં જશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક વયક્તિએ નબી ﷺ ને બે લક્ષણો વિષે સવાલ કાર્યો, જેમાંથી એક જે જન્નતમાં દાખલ થવાનું કારણ છે અને બીજુ એ કે જે જહન્નમમાં જવાનું કારણ છે? તો નબી ﷺ એ જવાબ આપ્યો: જો કોઈ વ્યક્તિનું મૃત્યુ તે સ્થિતિમાં થાય કે તે ફક્ત એક અલ્લાહની ઈબાદત કરતો હોય અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેહરાવતો હોય તો આ કારણ તેને જન્નતમાં દાખલ કરશે, અને બીજું લક્ષણ જે જહન્નમમાં જવાનું કારણ બનશે તે એ કે જે વ્યક્તિનું મૃત્યુ એ સ્થિતિમાં થાય કે તે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવતો હશે અથવા તે અલ્લાહના પાલનહાર હોવામાં અને તેની ઈબાદતમાં અને તે નામો અને ગુણોમાં કોઈને ભાગીદાર બનાવતો હોય.
સુફયાન બિન અબ્દુલ્લાહ અષ શકફી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસહાબી સુફયાન બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ એ નબી ﷺ ને સવાલ કર્યો, કે તેમને એક ઇસ્લામની શિક્ષામાં વ્યાપક શિક્ષા શીખવાડો, જેના પર અડગ રહું અને પછી મને બીજાને પૂછવાની જરૂર ન પડે? નબી ﷺ એ કહ્યું: કહો: હું અલ્લાહને એક જ માનું છું તેના પર ઈમાન લાવું છું કે તે મારો પાલનહાર છે, મારો ઇલાહ છે, મારુ સર્જન કરનાર છે, તે જ સાચો ઈબાદતનો હક ધરાવે છે, તેનો કોઈ ભાગીદાર નથી, પછી તે તેની ઈતાઅત કરતા, અલ્લાહના ફર્ઝ અમલ પર અડગ રહે છે અને તેણે રોકેલા હરામ કામોથી તે બચીને રહે છે.
અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે, અને તેની સામે (તેના ગુનાહોના) નવ્વાણું ચોપડા ખોલસે, તેમાંથી દરેક ચોપડા તેની નજર જશે ત્યાં સુધીના હશે, ફરી તેને કહેશે: શું તું આમાંથી કોઈ પણ વસ્તુનો ઇન્કાર કરે છે? શું મારા લેખકોએ તારા પર જુલમ કર્યો છે? તે કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ કહેશે: શું તારી પાસે કોઈ કારણ અથવા નેકી છે? તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ કહેશે: ના મારા પાલનહાર, ફરી અલ્લાહ તઆલા કહેશે: કેમ નહીં અમારી પાસે તારી એક નેકી છે, અને તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, જેથી કાગળનો એક ટુકડો કાઢવામાં આવશે જેમાં લખ્યું હશે: "હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે", અલ્લાહ તઆલા કહેશે: તેને ત્રાજવા સમક્ષ લઈ જાઓ, તે વ્યક્તિ કહેવા લાગશે: આ નાના કાગળને આટલા બધા રજીસ્ટરો સામે કેમનું વજન કરવામાં આવશે? તેને કહેવામાં આવશે: આજે તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે, નબી ﷺ એ કહ્યું: તે બધા રજીસ્ટરોને એક ત્રાજવામાં મૂકવામાં આવશે, અને બીજા ત્રાજવામાં તે કાગળને મૂકવામાં આવશે તો તે નમી પડશે કારણકે અલ્લાહના નામથી વધારે વજનદાર કોઈ વસ્તુ નથી, તે કૃપાળું અને દયાળુ છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર માનવજાતિ માંથી મારી કોમન એક વ્યક્તિને પસંદ કરશે, તેનો હિસાબ લેવા માટે તેને બોલાવવામાં આવશે, નવ્વાણું રજીસ્ટરો જે તેના ગુનાહોથી ભરેલા હશે, જે ગુનાહો તેણે દુનિયામાં કર્યા હશે, તેની સમક્ષ રજૂ કરવામાં આવશે, અને દરેક રજીસ્ટર ત્યાં સુધી ફેલાયેલું હશે, જ્યાં સુધી તેની નજર જશે, ફરી અલ્લાહ તઆલાએ તે વ્યક્તિને કહેશે: શું તું આ રજીસ્ટરોમાં જે કઈ પણ લખેલું છે તેનો ઇન્કાર કરે છે? શું મારા ફરિશ્તાઓએ તારા ગુનાહ લખવા બાબતે કોઈ જુલમ કર્યો છે? તે વ્યક્તિ કહેશે: ના મારા પાલનહાર. ફરી સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલા તેને કહેશે: શું તારી પાસે કોઇ એવું કાર્ય છે, જે તે દુનિયામાં ભૂલચૂક અથવા અજ્ઞાનતામાં કર્યું હોઇ? તે વ્યક્તિ કહેશે: ના મારા પાલનહાર મારી પાસે કોઈ એવું કાર્ય નથી. ફરી અલ્લાહ કહેશે : કેમ નહીં, અમારી પાસે તારી એક નેકી છે, આજે તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે. અલ્લાહ તઆલા કહેશે: કાગળનો એક ટુકડો કાઢવામાં આવે, જેમાં લખ્યું હશે: હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે. ફરી અલ્લાહ તઆલા કહેશે: આ વ્યક્તિ માટે ત્રાજવું લાવવામાં આવે. તે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ કહેશે: હે મારા પાલનહાર ! આ કાગળનું આ રજીસ્ટરો સામે કેવી રીતે વજન થશે?! ફરી અલ્લાહ તઆલા કહેશે: તારા પર કોઈ જુલમ કરવામાં નહીં આવે. ફરી અલ્લાહ તઆલા કહેશે: દરેક રજીસ્ટરો એક ત્રાજવામાં મૂકવામાં આવે, અને આ કાગળ બીજા ત્રાજવામાં મૂકવામાં આવે, તો રજીસ્ટરો વાળું ત્રાજવું ઊંચું થઈ જશે અને કાગળ વાળું ત્રાજવું નમી પડશે, તો અલ્લાહ તેને માફ કરી દે શે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા જન્નત તરફ મોકલ્યા તો કહ્યું: જાઓ અને તેને જુઓ, મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે, તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ જોઈને પાછા ફર્યા, અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! આ જન્નત વિષે જે કોઈ પણ સાંભળશે તે તેમાં દાખલ થવાની જરૂર ઈચ્છા કરશે, ફરી અલ્લાહ તઆલાએ તેને નાપસંદ કાર્યો વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ જોઈને પાછા ફર્યા અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! મને ભય છે કે કોઈ પણ આમાં દાખલ નહીં થઈ શકે, અલ્લાહ તઆલાએ કહ્યું: જાઓ જહન્નમ તરફ અને જુઓ કે મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે? તેઓ ગયા અને જોઈને પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ તેમાં દાખલ થવાની ઈચ્છા નહીં કરે, ફરી અલ્લાહ તઆલાએ જહન્નમને મનેચ્છાઓ વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ ગયા અને જોઈ પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ એવો બાકી નહીં રહે, જે આ જહન્નમમાં દાખલ નહીં થાય».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમને પેદા કરી, તો તેણે જિબ્રઈલ અલૈહિસ્ સલામને કહ્યું: જન્નત તરફ જાઓ અને તેને જુઓ, તેઓ ગયા અને જોઈને પાછા ફર્યા, તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ એ કહ્યું: હે મારા પાલનહાર તારી ઇઝ્ઝતની કસમ ! આ જન્નત અને તેમાં રહેલી નેઅમતો, લિજ્જતો વિષે જે કોઈ પણ સાંભળશે તે તેમાં દાખલ થવાની જરૂર ઈચ્છા કરશે, અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. ફરી અલ્લાહ તઆલા તે જન્નતને મુશ્કેલીઓ અને પરેશાનીઓ વડે ઘેરી લેશે, જેમાં તેના આદેશોનું પાલન અને તેણે રોકેલ્ કાર્યોથી બચવું શામેલ છે, જેથી જે પણ તેમાં દાખલ થવા ઈચ્છતો હોય તેણે આ મુસીબતોનો સામનો કરવો પડશે. ફરીઅલ્લાહ તઆલા કહેશે: હે જિબ્રઈલ અલૈહિસ્ સલામ ! જન્નત તરફ જાઓ અને જુઓ, જ્યારે તેણે જન્નતને પરેશાનીઓ વડે ઘેરી લીધી, જિબ્રઈલ અલૈહિસ્ સલામ તેની તરફ ગયા અને તેને જોઈને પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: હે મારા પાલનહાર, તારી ઇઝ્ઝતની કસમ ! મને ભય છે તેના માર્ગમાં આવનારી મુશ્કેલીઓ અને પરેશાનીઓના કારણે કોઈ પણ તેમાં દાખલ નહીં થઈ શકે. અને જ્યારે અલ્લાહ તઆલાએ જહન્નમને પેદા કરી તો કહ્યું: હે જિબ્રઈલ અલૈહિસ્ સલામ ! જાઓ અને જહન્નમને જુઓ, તેઓ ગયા અને જોઈને પરત ફર્યા, ફરી જિબ્રઈલે અલૈહિસ્ સલામ આવીને કહ્યું: હે મારા પાલનહાર, તારી ઇઝ્ઝતની કસમ ! તેમાં રહેલા અઝાબ, સજા, પરેશાનીઓ વિષે જે પણ સાંભળશે તે તેમાં દાખલ થવાને નાપસંદ કરશે અને તેની તરફ જતાં દરેક માર્ગથી બચીને રહેશે. ફરી અલ્લાહ તઆલાએ જહન્નમને મનેચ્છાઓ અને લિજ્જતો વડે ઘેરી લેશે, ફરી કહ્યું: હે જિબ્રઈલ અલૈહિસ્ સલામ ! જાઓ અને જહન્નમને જુઓ, તેઓ ગયા અને જોઈ પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: હે મારા પાલનહાર, તારી ઇઝ્ઝતની કસમ ! તેની આસપાસ રહેલી લિજ્જતો અને મનેચ્છાઓના કારણે કોઈ પણ તેનાથી બચી નહીં શકે.
અબ્દુલ્લાહ ઈબ્ને અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે, અને ત્યારે અલ્લાહનું અર્શ પાણી પર હતું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા એ આકાશો અને જમીનના સર્જનના પચાસ હજાર વર્ષ પહેલા મખલૂક (સમગ્ર સર્જન)ની તકદીર (ભાગ્ય) લખી દીધી છે, જેમાં તેમનું જીવન, મૃત્યુ, રોજી શામેલ છે, અને તે પણ આ દરેક અલ્લાહના આદેશ મુજબ થશે, જેથી દરેક વસ્તુ જે અસ્તિત્વમાં આવે છે તે અલ્લાહના આદેશ અને તેની તકદીર મુજબ હોય છે, જેથી બંદાને જેનો પણ સામનો કરવો પડે છે, તેનાથી તે બચી શકતો નથી, અને જેનાથી તે વંચિત રહી ગયો તેને તે કદાપિ પામી શકશે નહીં.
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ ફર્ઝ નમાઝ છોડવા પ્રત્યે સચેત કર્યા છે, અને જણાવ્યું કે વ્યક્તિ અને શિર્ક તેમજ કુફ્રમાં પડવું આ બંને વચ્ચેનું અંતર નમાઝ છોડવું છે, નમાઝ ઇસ્લામનો બીજો રુકન છે, ઇસ્લામમાં તેનું મહત્વ ઘણું છે, જે વ્યક્તિ તેના ફર્ઝ હોવાનો ઇન્કાર કરતા છોડી દેશે તો તે મુસલમાનના એકમતે કાફિર ગણાશે, જે વ્યક્તિ સંપૂર્ણ રીતે તેને આળસ અને ગાફેલ થઈ છોડશે, તો તે પણ કાફિર બની જશે, સહાબાઓએ આ વાત નકલ કરી છે, અને જે વ્યક્તિ ક્યારેક નમાઝ છોડશે અને ક્યારેક નમાઝ પઢી લેશે તો તે વ્યક્તિ આ સખત ચેતનામાં પડી જશે.
બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ નસાઈ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે મુસલમાન અને અન્ય લોકો અર્થાત્ કાફિર અને મુનાફિક વચ્ચે એક ઠોસ વચન નમાઝ છે, જે વ્યક્તિ નમાઝ છોડશે તો તેણે કુફ્ર કર્યું.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ», ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહની કસમ ! જ્યારથી આ વાત મેં નબી ﷺ પાસેથી સાંભળી છે, ત્યારથી મેં તેઓની કસમ નથી ખાધી, ન તો મારા તરફથી અને ન તો બીજાના તરફથી.
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તમારા પૂર્વજોની કસમો ખાવા પર રોક લગાવી રહ્યો છે, જ્યારે તમને કસમ ખાવાની જરૂર પડે તો તમે અલ્લાહ સિવાય બીજા કોઈની કસમ ન ખાઓ, અને ન તેના સિવાય કોઈના નામની કસમ ન ખાઓ. ફરી ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ વર્ણન કર્યું કે જ્યારથી મેં આ વાત નબી ﷺ દ્વારા સાંભળી છે, મેં ક્યારેય તેઓના નામની કસમો ખાધી નથી, ન તો મારા તરફથી, અને ન તો કોઈના માટે.