





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કયામતના દિવસે સૌ પ્રથમ નાહક કતલ વિશે પૂછવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું કે કયામતના દિવસે સૌ પ્રથમ લોકો વચ્ચે એકબીજા પર કરેલ અત્યાચારનો નિર્ણય કરવામાં કરશે, જેવું કે નાહક કતલ, અને કિસાસ લેતી વખતે જુલમ.
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા, અને કહ્યું: «આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો», પછી નબી ﷺ એ એક લીલી ડાળી લઈ તેને વચ્ચેથી બે ટુકડા કર્યા અને બન્ને કબરો પર અલગ અલગ લગાવી દીધા, લોકોએ સવાલ કર્યો હે અલ્લાહના રસૂલ ﷺ ! તમે આવું કેમ કર્યું? નબી ﷺ એ જવાબ આપ્યો: « કદાચ જ્યાં સુધી આ બંને ડાળીઓ સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને અઝાબમાં ઘટાડો કરવામાં આવે».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ બે કબરો પાસેથી પસાર થયા અને કહ્યું: આ બન્ને કબરવાળા વ્યક્તિઓને અઝાબ થઈ રહ્યો છે, અને તમારી દ્રષ્ટિએ અઝાબનું કારણ મોટું નથી, પરંતુ અલ્લાહની નજીક તે ગુનાહ મોટા છે, તેમાંથી એક પોતાના શરીર અને કપડાંને પેશાબના છાંટાથી બચાવતો ન હતો, અહીં સુધી કે તે પોતાની હાજત પુરી કરી લેતો, બીજો વ્યક્તિ લોકોની ચાડી કરનાર હતો, જે લોકો વચ્ચે મતભેદ કરવા માટે બીજાની વાતો કરતો.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કયામત વિશે સવાલ કર્યો, તેણે પૂછ્યું કે કયામત ક્યારે આવશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેના માટે શું તૈયારી કરી રાખી છે?», તેણે કહ્યું: કંઈ ખાસ નહીં, બસ હું અલ્લાહ અને તેના રસૂલથી મોહબ્બત કરું છું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારું પરિણામ પણ તેની સાથે જ થશે, જેની સાથે તમે મોહબ્બત કરો છો», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમને કોઈ પણ વસ્તુથી આટલી ખુશી થઈ ન હતી જેટલી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વાત સાંભળીને મળી, કે તમને તેનો સાથ નસીબ થશે જેની સાથે તમે મોહબ્બત કરો છો, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાથી મોહબ્બત કરું છું અને મને આશા છે કે મને તેમનો સાથ પ્રાપ્ત થશે, ભલેને હું તેમની માફક અમલ ન કરી શકું.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક ગામડિયાએ જે રણ પ્રદેશમાં રહેતો હતો: તેણે કયામતના સમય વિશે સવાલ કર્યો? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કયામત માટે નેક અમલ માંથી કેટલા અમલની તૈયારી કરી રાખી છે? સવાલ કરનાર વ્યક્તિએ કહ્યું: કોઈ મોટા અમલ નથી કર્યા, બસ હું અલ્લાહ અને તેના રસૂલ સાથે મોહબ્બત કરું છું, અને તેણે કોઈ પણ ઈબાદતનું વર્ણન ન કર્યું, જે ઈબાદતો દિલથી, શરીરથી અને માલ દ્વારા કરવામાં આવતી હોય, કારણકે તે બધી ઈબાદતો મોહબ્બતનો એક ભાગ છે, જેના કારણે બંદો ઈબાદત કરતો હોય છે, અને સાચી મોહબ્બત તેને નેક કામ કરવા માટે ઉભારે છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે જન્નતમાં તેની સાથે હશો, જેનાથી તમે મોહબ્બત કરતા હશો. આ ખુશખબર સાંભળી સહાબાઓ ઘણા ખુશ થઈ ગયા. ફરી અનસ રઝી. જણાવ્યું કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા સાથે મોહબ્બત કરે છે, અને તેમને આશા છે કે તેઓ તેમની સાથે જ હશે, જો કે તેમના અમલ તે લોકો જેવા ન પણ હોય.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «શું હું તમને દજ્જાલ વિષે એવી વાત ન જણાવું કે જે કોઈ નબી એ પોતાની કોમને જણાવી નથી? દજ્જાલ કાળો હશે, અને તે પોતાની સાથે જન્નત અને જહન્નમ જેવી વસ્તુ લઈને આવશે બસ જેને તે જન્નત કહેશે, તે જહન્નમ હશે, અને હું તમને તેનાથી એવી જ રીતે સચેત કરું છું જેવી રીતે નૂહ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) એ પોતાની કોમને સચેત કર્યા હતા».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના સહાબાઓને દજ્જાલના કેટલાક ગુણો અને તેની નિશાનીઓ વિષે જણાવ્યું, જેના વિષે કોઈ નબી એ પોતાની કોમને જણાવ્યું ન હતું: દજ્જાલ કાળ્યો હશે. અને અલ્લાહ તઆલા તેની સાથે બ્એ વસ્તુઓ રાખશે, જે લોકોને જન્નત અને જહન્નમ જેવી લાગશે. પરંતુ તેની જન્નત જહન્નમ હશે અને જહન્નમ જન્નત હશે, અને જે તેનું અનુસરણ કરશે, તેને તે તેની જન્નત જેવી દેખાતી વસ્તુમાં દાખલ કરશે, પરંતુ તે ભળક્તી જહન્નમ હશે, અને જે તેની અવજ્ઞા કરશે, તેને તે તેની જહન્નમ જેવુ દેખાતી વસ્તુમાં દાખલ થશે, પરંતુ તે પવિત્ર જન્નત હશે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ આપણને તેના ફિતનાથી એવી જ રીતે સચેત કર્યા, જેવી રીતે નૂહ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) એ પોતાની કોમને સચેત કર્યા હતા.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વ્યક્તિ પોતાના મિત્રના દીન પર હોય છે, માટે તમારા માંથી દરેક વ્યક્તિએ જોવું જોઈએ કે તેણે કોની સાથે મિત્રતા કરી છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે વ્યક્તિ વ્યવહાર અને અખ્લાક બાબતે પોતાના મિત્ર જેવો હોય છે, અને સાચી મિત્રતા,અખ્લાક, વ્યવહાર અને અમલ પર અસર કરે છે, તેથી સારા મિત્ર અપનાવવા બાબતે માર્ગદર્શન આપ્યું, એટલા માટે કે દોસ્તી તેને ઇમાન, હિદાયત અને ભલાઈના કામો પર પ્રેણિત કરે છે, અને તે પોતાના દોસ્ત માટે મદદરૂપ સાબિત થાય છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે સત્કાર્યો તરફ આગળ વધો, તે ફિતનાઓ આવતા પહેલા જે સખત કાળી રાતની માફક હશે, (તેની સ્થિતિ એ હશે કે) માનવી સવારે મોમિન હશે, તો સાંજે કાફિર અને સાંજે મોમિન હશે, તો સવારે કાફિર હશે, દુનિયાની સામાન્ય વસ્તુઓના બદલામાં માનવી પોતાનો દીન વેચી દેશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ એક મોમિનને સત્કાર્યો કરવામાં જલ્દી કરવાનું કહી રહ્યા છે, એ પહેલા કે તે સારા કામો કરવાને રોકનાર ફિતનાઓ અને શંકાઓ આવવાના કારણે અશક્ય થઈ જાય, અને માનવી સત્કાર્યો કરી ન શકે, તે ફિતના અંધારી રાતની માફક આવશે, જેમક રાતનો ટુકડો હોય, તેના કારણે સત્ય જૂઠ સાથે એવી રીતે ભળી જશે કે માનવી માટે તે બંને વચ્ચે તફાવત કરવો અશક્ય થઈ જશે, અને સ્થિતિ એ હશે કે માનવી શંકામાં પડી જશે, સવારે મોમિન હશે તો સાંજે કાફિર થઈ જશે, સાંજે મોમિન હશે તો સવારે કાફિર બની જશે, અને નષ્ટ થવા વાલી દુનિયાના સમાન માટે દીનથી દૂર થઈ જશે.
ઝૈનબ બિનતે જહશ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમના ઘરે આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૂબ જ પરેશાન હતા અને કહી રહ્યા હતા: «અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અરબ માટે નષ્ટતા તે બુરાઈના કારણે આવશે, જેનો સમય નજીક આવી ગયો છે, આજે યાજૂજ અને માજૂજની દિવાલમાં આટલું કાળું પડી ગયું છે» અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અંગૂઠો અને તેની બાજુની આંગળીથી ગોળ આકાર બનાવી બતાવ્યું, ઝૈનબ બિન્તે જહશે રઝી અલ્લાહુ અન્હુમા કહે છે કે મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! અમને પણ નષ્ટ કરવામાં આવશે જ્યારે કે અમારી વચ્ચે નેક લોકો પણ હશે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા, જ્યારે ગુનાહ વધી જશે».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઝૈનબ બિન્તે જહશ રઝી અલ્લાહુ અન્હા પાસે સખત પરેશાનીની સ્થિતિમાં આવ્યા અને કહવા લાગ્યા: અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે વસ્તુ તરફ ઈશારો કરતા કે કંઈક ભયજનક થવાનું છે, તેનાથી છુટકારો મળી શકે તેમ નથી, પરંતુ અલ્લાહથી દુઆ કરીએ તો શક્ય છે, પછી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અરબના લોકો માટે તે બુરાઈના કારણે નષ્ટતા છે, આજ રોજ યાજૂજ માજૂજની દીવાલમાં આટલો છેદ થઈ ગયો છે, આ તે દીવાલ છે, જે ઝૂલ કરનૈનએ બનાવી હતી, અને અંગુઠા તેમજ તેની બાજુની આંગળી ભેગી કરી ગોળ આકાર બનાવી બતાવ્યું, ઝૈનબ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: અલ્લાહ અમારા પર નષ્ટતા કંઈ રીતે નાખી શકે છે જ્યારે કે અમારી વચ્ચે મોમિન અને નેક લોકો પણ હશે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જ્યારે વિદ્રોહ, અવજ્ઞા, દુરાચાર, વ્યાભિચાર, શરાબ જેવા પાપો વધી જશે, તો નષ્ટતા દરેક લોકો માટે સામાન્ય બની જશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મોમિન પુરુષ અને મોમિન સ્ત્રી બન્ને પર તેના પ્રાણ, તેના સંતાન અને તેના માલમાં મુસીબતો આવતી રહે છે, અહીં સુધી કે જ્યારે તે પોતાના પાલનહાર સાથે મુલાકાત કરે છે, તો તેના પર કંઈ પણ ગુનાહ હોતા નથી».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે: મોમિન પુરુષ અને સ્ત્રી પરથી અજમાયશ ક્યારેય ખતમ નથી થતી, તેના પ્રાણ, તેના સ્વાસ્થ્ય, તેના શરીર અને તેની સંતાનમાં બીમારી, મૃત્યુ અને નાફરમાની રૂપે તેમજ અન્ય રીતે પણ અજમાયશ સતત થતી રહે છે, અને તેના માલમાં અછત, તંગી, ચોરી અને તેના વેપારના મંદી નાખી, તેમજ તંગ કરી તેની અજમાયશ થાય છે, અહીં સુધી કે તેના પર કોઈ ગુનોહ હોતો નથી, અને તે પોતાના પાલનહારથી સંપૂર્ણ પવિત્ર તેમજ ગુનાહોથી પવિત્ર થઈ મુલાકાત કરે છે.
હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રીવાયત કરે છે, નબી ﷺ એ કહ્યુ: «તમે એમ ન કહો કે જે અલ્લાહ ઈચ્છે અને ફલાણો ઈચ્છે' પરંતુ તમે આ પ્રમાણે કહો જે અલ્લાહ ઈચ્છે અને પછી જે ફલાણો ઈચ્છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહએ પોતાની સુનનુલ્ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺ એ એક મુસલમાનોને આ પ્રમાણેના શબ્દ કહેવાથી રોક્યા છે: "જે અલ્લાહ ઈચ્છે અને જે ફલાણો ઈચ્છે", અથવા જે અલ્લાહ એ ઈચ્છા કરી અને જે ફલાણા એ ઈચ્છા કરી; કારણકે ઈચ્છા અને ઇરાદો ફક્ત અલ્લાહનો જ હોય છે જેમાં તેનું કોઈ ભાગીદાર નથી, આ શબ્દમાં "વાવ (અને)" શબ્દનો ઉપયોગ એ જણાવે છે કે તે વ્યક્તિ અલ્લાહ સાથે ભાગીદાર છે, પરંતુ આમ કહેવું: જે અલ્લાહએ ઈચ્છા કરી, ફરી જેણે ઈચ્છા કરી, તો બંદાની ઈચ્છા પણ અલ્લાહની ઈચ્છા પ્રમાણે થઈ જશે, પોતાના શબ્દો માં "વાવ (અને) શબ્દનો ઉપયોગ કરવાના બદલામાં "ફરી" શબ્દનો ઉપયોગ કરવો જોઈએ જે કોઈ કાર્યનું બીજા કાર્ય પછી થવા પર આધારીત છે.