





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અનસ બિન મલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર સાથે હતા, નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ફરી નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ત્રીજી વખત આમ કહેતા પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે», મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબર આપી દઉં? નબી ﷺ એ કહ્યું: «લોકો આના પર જ ભરોસો કરી લેશે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુના સમયે ઇલ્મ છુપાવી લેવાના મોટા ગુનાહથી બચતા આ હદીષ લોકોને જણાવી દીધી.
મુત્તફકુન્ અલયહિમુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર બેઠા હતા, નબી ﷺ એ તેમનું નામ લઈ ત્રણ વખત કહ્યું: હે મુઆઝ ! નબી ﷺ એ તેમણે ત્રણ વખત એટલા માટે સંબોધિત કર્યા કે આગળ જે વાત કહેવામાં આવી રહી છે તે મહત્વની છે. અને ત્રણેય વખત નબી ﷺ ને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ જવાબ આપ્યો: હું હાજર છું, હું તમારાથી ખુશ છું, હું તમને જવાબ આપી રહ્યો છું, હે અલ્લાહના રસૂલ ! અને તમારા જવાબ આપવા પર મને ખુશી થઈ રહી છે. નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી, અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને આ ગવાહી સાચા દિલથી આપે, જૂઠું બોલ્યા વગર, અને તે તેજ સ્થિતિમાં મૃત્યુ પામે તો જહન્નમની આગ તેના પર હરામ થઈ જશે. મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! લોકોને આ ખુશખબર જણાવી દઉં, જેથી લોકો ખુશ થાય અને લોકો આ સાંભળી રાજી થઈ જશે? નબી ﷺ ડરી ગયા કે ક્યાંક લોકો આ વાત પર જ ભરોસો ન કરી લે અને અમલ કરવાનું ઓછું ન કરી દે. તો મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ સુધી કોઈને આ વાત ન જણાવી, મૃત્યુના સમયે ઇલ્મ છુપાવવાના ગુનાહના કારણે જણાવી દીધી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે, અને કહે છે: «છે કોઈ વ્યક્તિ જે મારી પાસે દુઆ કરતો હોય અને હું તેની દુઆ કબૂલ કરું? છે કોઈ મારો બંદો જે મારી પાસે સવાલ કરતો હોય અને હું તેને આપું? છે કોઈ મારો બંદો જે મારી પાસે માફી માંગતો હોય અને હું તેને માફ કરી દઉં?».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા દરરોજ રાત્રે જ્યારે તેનો છેલ્લો ભાગ બાકી હોય છે, ત્યારે દુનિયાની નજીકના આકાશ પર ઉતરે છે, અને પોતાના બંદાઓને દુઆ કરવા બાબતે પ્રોત્સાહન આપે છે, કે તેઓ તેની પાસે દુઆ કરે અને તે બંદાની દુઆ કબૂલ કરે, અને જે કંઈ ઈચ્છા હોય તે તેની સમક્ષ રજુ કરે જેથી તે બંદાની ઈચ્છા પૂરી કરે, અને તે પોતાના ગુનાહો પર અફસોસ કરી મારી પાસે માફી માંગે, તો હું મારા મોમિન બંદાઓના ગુનાહ માફ કરી દઉં.
અબૂ મરષદ અલ ગનવી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ કબરો પર બેસવાથી રોક્યા છે. એવી જ રીતે તેની તરફ મોઢું કરીને નમાઝ પઢવાથી પણ રોક્યા છે, એ કે કબર નમાઝીની કિબલા તરફ હોય; કારણકે આ શિર્કના સ્ત્રોત માંથી એક સ્ત્રોત છે.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ સમક્ષ એક ચર્ચનો ઉલ્લેખ કર્યો, જે ચર્ચ તેમણે હબશા નામના શહેરમાં જોયું હતું, તે ચર્ચનું નામ મારિયહ હતું, તેમણે ત્યાં જે મૂર્તિઓ જોઈ હતી તેના વિશે જણાવ્યું, તો નબી ﷺ એ કહ્યું: »તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા, અને ત્યાં આ મૂર્તિને લાવી મૂકી દેતા, તેઓ અલ્લાહ પાસે તેના સર્જન માંથી સૌથી દુરાચારી લોકો છે».
મુત્તફકુન્ અલયહિઉમ્મુલ્ મુઅમિનીન ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને જણાવ્યું કે જ્યારે તેઓ હબશા શહેરમાં હતા તો તેમણે એક ચર્ચ જોયું -જેને મારિયહ કહેવામાં આવતું હતું- જેમાં મૂર્તિઓ, પથ્થરો, અને અલગ લગ પ્રકારના ચિત્રો હતા, આ જોઈ તેમને આશ્ચર્ય થયું! તો નબી ﷺ એ આ મૂર્તિઓનું કારણ જણાવ્યું; અને કહ્યું: જ્યારે તેમના માંથી નેક લોકો મૃત્યુ પામતા, તો તેઓ તેની કબર પાસે મસ્જિદ બનાવી દેતા, અને તેઓ ત્યાં નમાઝ પઢતા અને તેમાં આ મૂર્તિઓ લગાવી દેતા. અને નબી ﷺ એ જણાવ્યું કે તેઓ અલ્લાહની મખલૂક (સર્જન) માંથી સૌથી ખરાબ લોકો છે; કારણકે તેમનો આ અમલ તેમને શિર્ક તરફ લઈ જાય છે.
અબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામના પાંચ સ્તંભો વર્ણન કરતા એક નક્કર માળખા સાથે સરખાવ્યું, જે તે બંધારણને સમર્થન આપે છે, અને ઇસ્લામની બાકીની લાક્ષણિકતાઓ બંધારણની પૂર્ણતા દર્શાવે છે, તે પાંચ સ્તભો માંથી પહેલું: શહાદતાન (બે ગવાહી આપવી): પહેલી ગવાહી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને આ બન્ને ગવાહી એક જ રુકન છે, એકને બીજાથી અલગ કરવામાં ન આવે, બંદો બન્ને ગવાહી જબાન વડે કહેશે, અલ્લાહ ફક્ત એક જ છે, અને તે જ ઈબાદતને લાયક છે, તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી આ વાત સમજીને કહેશે, તેની લાક્ષણિકતાઓને પુરી કરશે અને મોહમ્મદ ﷺ ની પયગંબરીનો સ્વીકાર કરી તેમના અનુસરણ કરશે. બીજો રુકન: નમાઝ કાયમ કરવી, દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ અદા કરવી: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઈશા, તેની શરતો, રુકનો અને તેના વાજિબ કાર્યો સાથે યાદ કરવી. ત્રીજો રુકન: ફર્ઝ ઝકાત કાઢવી, માલ વડે કરવામાં આવતી ફર્ઝ ઈબાદત, તે દરેક માલ, જે શરીઅતે નક્કી કરેલ સમય અને પ્રમાણ સુધી પહોંચી જાય, તે માલ કાઢી અને તેના હકદાર સુધી પહોંચાડવો. ચોથો રુકન: હજ કરવી, તે અલ્લાહની ઈબાદત માટે હજના જરૂરી કાર્યો અદા કરવા માટે મક્કહ શરીફનો સફર કરવો. પાંચમો રુકન: રમઝાન મહિનાના રોઝા, અલ્લાહની ઈબાદત કરવાની નિયત કરી ખાવાપીવાથી રુકી જવું, તેમજ જેનાથી રોઝો તૂટી જાય તેનાથી રુકી જવું, ફજરથી લઈ કે સૂર્યાસ્ત સુધી.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ પોતાની શક્તિ પ્રમાણે બુરાઈને રોકવાનો આદેશ આપ્યો છે, અને બુરાઈ તે દરેક વસ્તુને કહે છે, જેનાથી અલ્લાહ અને તેના પયગંબરે રોક્યા હોય, બસ તમારા માંથી જે વ્યક્તિ પણ બુરાઈને જુએ તો તેના પર વાજિબ છે કે તે તેને પોતાના હાથ વડે રોકે જો તેની તે શક્તિ ધરાવતો હોય, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈ કરવાવાળાને રોકે અને તેની સમક્ષ તે બુરાઈના નુકસાન વર્ણન કરે અને તેને આ બુરાઈના બદલામાં સત્ય અને સીધા માર્ગનું માર્ગદર્શન આપે, અને જો તે આ કરવા પર પણ સક્ષમ ન હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે અને તેને ના પસંદ કરે અને તેનાથી નફરત કરે અને જો શક્ય હોય તો તે બુરાઈ વાળી જગ્યા છોડી બીજે જતો રહે, અને બુરાઈને પોતાના દિલમાં ખરાબ માનવી, એ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે.
અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને પૂછ્યું: હે અલ્લાહના રસૂલ! અમે અજ્ઞાનતાના સમયે જે ગુનાહ કર્યા, શું તેના વિષે અમારી પાસે પૂછપરછ કરવામાં આવશે? નબી ﷺ એ જવાબ આપ્યો: «જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામ કાબૂલ કરવાની મહત્ત્વતા વર્ણન કરી છે. અને જે વ્યક્તિ ઇસ્લામ સ્વીકાર્યા પછી, નિખાલસતા સાથે સત્કાર્યો કરે, તો તેણે અજ્ઞાનતાના સમયે (ઇસ્લામ પહેલા) કરેલા ગુનાહ પર તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ અપનાવીને પણ ખરાબ કાર્યો કરવાનું ન છોડ્યું તો તે મુનફિક છે અથવા તે પોતાના દીનથી ફરી ગયો છે, માટે તેણે કુફ્રના સમયે કરેલા અમલો અને ઇસ્લામમાં કરેલા અમલો બંને પર તેની પકડ કરવામાં આવશે.
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો: તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું, અને તેનાથી વધારે કઈં પણ ન કરું, તો શું આ મારા માટે જન્નતમાં દાખલ થવા માટે પૂરતું છે? નબી ﷺ એ કહ્યું: «હાં», તે વ્યક્તિએ કહ્યું: અલ્લાહની કસમ હું આનાથી વધારે કઈ નહીં કરું.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પાંચ ફર્ઝ નમઝો પઢે, નફિલ નમઝો ન પઢે, ફક્ત રમજાન મહિનાના રોઝા રાખે અને બીજા નફિલ રોઝા ન રાખે, અને અલ્લાહ એ જે હલાલ કર્યું છે તેને હલાલ સમજી કરે, અને જે વસ્તુ અલ્લાહએ હરામ કર્યું છે તેને હરામ સમજી તેનાથી બચે, તો તે જન્નતમાં દાખલ થશે.
અબૂ માલિક હારિષ બિન અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ એ કહ્યું: «સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, અને નમાઝ નૂર છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવી તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન પણ તમારા હકમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ જે સવાર કરે છે, તો (તે કેટલાક કાર્યોના બદલામાં) પોતાના નફસને વેચીને પોતાને (જહન્નમથી) આઝાદ કરવા વાળો હોય છે અથવા તેને નષ્ટ કરવા વાળો હોય છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ વર્ણન કર્યું: જાહેર સ્વછતા તે વઝૂ અને ગુસલ દ્વારા પ્રાપ્ત થાય છે, તે નમાઝ માટેની શરત છે. અને નબી ﷺ એ કહ્યું: "અલ્ હમ્દુ લિલ્લાહ ત્રાજવાને ભરી દે છે" આ શબ્દ દ્વારા અલ્લાહના વખાણ થાય છે અને આ શબ્દ અલ્લાહના ઉચ્ચ ગુણો માંથી એક છે, જ્યારે કયામતના દિવસે ત્રાજવામાં આ શબ્દનું વજન કરવામાં આવશે તો આ શબ્દ ત્રાજવાને ભરી દેશે. અને નબી ﷺ એ કહ્યું: "સબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ" આ બંને શબ્દોમાં અલ્લાહને દરેક પ્રકારની ખામીઓથી મુક્ત વર્ણન કરવામાં છે, અને તેના સંપૂર્ણ કમાલને વર્ણન કરે છે, જે તેની શાનને લાયક છે, મહાનતા અને મોહબ્બતની સાથે, આ બંને શબ્દો આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે. અને નબી ﷺ એ કહ્યું: "નમાઝ નૂર છે" બંદા માટે તેના દિલમાં, તેના ચહેરામાં, તેની કબરમાં અને કયામતના દિવસે. અને નબી ﷺ એ કહ્યું: "સદકો એક પુરાવો છે" તે તેના સાચા ઈમાનની દલીલ છે, તેના દ્વારા મોમિન અને મુનફિક વચ્ચે તફાવત થાય છે, કે મુનાફિક સદકો નથી આપતો અને અલ્લાહે આપેલ વચન પર ભરોસો નથી કરતો. અને નબી ﷺ એ કહ્યું: " સબર એક પ્રકાશ છે" અને તે પોતાના નફસને તકલીફ અને પરેશાનીના સમયે રોકવાનું નામ છે, સબર એક એવું નૂર છે જેના દ્વારા એવી ગરમી પ્રાપ્ત થાય છે, જેવી કે સૂરજની ગરમી; કારણકે તે મુશ્કેલ કાર્ય છે અને તેના માટે મહેનત અને પોતાની મનેચ્છાઓને રોકવાની જરૂરત હોય છે, સબર કરવાવાળા વ્યક્તિને એવું માર્ગદર્શન મળે છે કે તે દરેક સ્થિતિમાં સવાબ પ્રપ્ત કરે છે, અને તે સબર અલ્લાહની આજ્ઞાનું પાલન કરી અને તેની અવજ્ઞાથી બચીને કરવામાં આવે, અને અલગ અલગ પ્રકારની તકલીફો જે દુનિયામાં માનવીને આવે છે તેના પર સબર કરવી. અને નબી ﷺ એ કહ્યું: "કુરઆન તમારા માટે દલીલ છે" અર્થાત્ તેની તિલાવત કરી અને તેના પર અમલ કરીને, અથવા "તમારા વિરુદ્ધ પુરાવો છે" તેની તિલાવત કરવાનું છોડીને અને તેના પર અમલ કરવાનું છોડીને. ફરી નબી ﷺ એ ખબર આપી કે દરેક લોકો પોતાની ઘરેથી ઊઠીને દોડે છે, ફેલાઈ જાય છે, અર્થાત્ મહેનત કરે છે, પોતાના અલગ અલગ કાર્યો કરવા માટે, બસ તેમાંથી કેટલાક અલ્લાહની આજ્ઞાઓનું પાલન કરી પોતાને જહન્નમથી બચાવી લે છે, અને કેટલાક તો અલ્લાહની આજ્ઞા કરવાથી ફરી જાય છે અને ગુનાહોમાં સપડાઈ જાય છે, તો અલ્લાહ તેમને જહન્નમમાં દાખલ કરી નષ્ટ કરી દે છે.