





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «ગુલુ કરનારાઓ નષ્ટ થઈ ગયા» નબી ﷺ એ આ વાત ત્રણ વખત કહી.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ હિદાયત અને માર્ગદર્શન વિના ઉગ્રવાદીઓની નિરાશા અને હતાશા વિષે જણાવ્યું, કે તેઓએ પોતાના દીની અને દુન્યવી વાતો અને કાર્યોમાં શરીઅતની હદ વટાવી દીધી, જે શરીઅત નબી ﷺ લઈને આવ્યા હતા.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ કોઈ ગરીબ (દેવાદાર)ને મહેતલ આપે અને કંઈક દેવું માફ પણ કરી દે, તો અલ્લાહ તેને કયામતના દિવસે પોતાના અર્શની નીચે જગ્યા આપશે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે, જો કોઈ વ્યક્તિ દેવાદાર વ્યક્તિને મહેતલ આપશે અથવા તો તેનું કંઈક દેવું માફ કરી દેશે તો તેનો બદલો એ હશે કે અલ્લાહ તઆલા કયામતના દિવસે તેને પોતાના અર્શની નીચે જગ્યા આપશે, જે સમયે સૂર્ય બંદાઓના માથા પર હશે, અને તેની ગરમી અત્યંત સખત હશે. જે દિવસે અલ્લાહના છાંયડા સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોઈ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમાયશ કરે છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે અલ્લાહ તઆલા પોતાના કોઈ મોમિન બંદા સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો તેને અલ્લાહ તઆલા પોતાની જાન, માલ અથવા ઘરવાળો પ્રત્યે તકલીફમાં અજમાયશ કરે છે, કારણકે તેના કારણે તે બંદો અલ્લાહ સમક્ષ આજીજી કરી દુઆ કરે છે, તો તેના ગુનાહો માફ કરી દેવામાં આવે છે અને તેનો દરજ્જો ઊંચો કરી દેવામાં આવે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમે મને છોડી દો જ્યાં સુધી હું તમને છોડી દઉં (અને વ્યર્થ સવાલ ન કરો) કારણકે તમારા પહેલાના લોકો વ્યર્થ સવાલ કરવાના કારણે અને પોતાના પયગંબરોનો વિરોધ કરવાના કારણે નષ્ટ થઈ ગયા, જ્યારે હું તમને કંઈ વસ્તુથી રોકુ તો રુકી જોઓ, અને જ્યારે હું તમને કોઈ વસ્તુનો આદેશ આપું તો પોતાની ક્ષમતા પ્રમાણે તેના પર અમલ કરો».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ શરીઅતના આદેશોને ત્રણ પ્રકારમાં વહેંચણી કરી છે: જેમાં ચૂપ રહેવું જોઈએ, જેનાથી બચીને રહેવું જોઈએ અને જે આદેશો પર અમલ કરવો જોઈએ. પહેલો પ્રકાર: જેમાં શરીઅતે ચૂપ રહેવાનું કહ્યું છે: જેના વિશે કોઈ આદેશ ન આવ્યો હોય, અને વસ્તુઓમાં તેની મૂળ એ કે તે વાજીબ નથી; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના સમયમાં કેટલીક વખતે અમુક વસ્તુઓ વિશે સવાલને છોડી દેવું જરૂરી હોતું એ ડરના કારણે કે ક્યાંક તેના વાજીબ હોવા પર અથવા હરામ હોવા પર કોઈ આદેશ ન આવી જાય, અને અલ્લાહએ આ છૂટ પોતાના બંદાઓ પર રહેમત કરી હોય. અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના મૃત્યુ પછી કોઈ ફતવો જાણવા અથવા શિક્ષા પ્રાપ્ત કરવા જે આદેશોમાં હુકમની જરૂર પડે તે બાબતે સવાલ કરવું જાઈઝ છે, પરંતુ અનિવાર્ય છે, અને જો હટ અને ફસાદ કરવા માટે હોય, તો આ હદીષ પ્રમાણે તેnનાથી બચવું જોઈએ, કારણકે પછી જે પ્રમાણે બનુ ઇસ્રાઈલ સાથે થયું એ પ્રમાણે થઈ શકે છે, જયારે તેમને એક ગાય ઝબહે કરવાનો આદેશ આપવામાં આવ્યો, તો તેઓ કોઈ પણ ગાય ઝબહે કરતા, તો આદેશ પર અમલ થઈ જતો પરંતુ તેઓએ પોતાના પર સખતી કરી તો તેમના માટે મુશ્કેલી ઉભી થઈ ગઈ. બીજો પ્રકાર: જે આદેશો પર રોક લગાવી હોય, તેને છોડવા પર સવાબ મળશે, અને તેને કરવાથી સજા મળશે, તો તેનાથી સંપૂર્ણ તેનાથી બચવું જરૂરી છે. ત્રીજો પ્રકાર: તે આદેશો જેને કરવાનો હુકમ આપ્યો હોય, તેને કરવા પર સવાબ મળશે, અને છોડવા પર સજા મળશે, પોતાની ક્ષમતા પ્રમાણે તેના પર અમલ કરવો જરૂરી છે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન પાલનહાર અલ્લાહથી રિવાયત કરતાં કહે છે: અલ્લાહ તઆલાએ કહ્યું: « અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેને સ્પષ્ટ વર્ણન કરતાં કહ્યું: જેણે કોઈ નેકી કરવાનો ઈરાદો કર્યો, પરંતુ જો તે કંઈ કારણસર તે નેકી કરી ન શકે, તો તેના બદલામાં અલ્લાહ તઆલા એક નેકી તેના માટે લખી દે છે, અને જો તેણે નેકીનો ઈરાદો કર્યા પછી તેણે તેના પર અમલ કર્યો, તો અલ્લાહ તઆલા તેના માટે દસ નેકીથી લઈ સાતસો ઘણી નેકી લખે છે, પરંતુ તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને જે વ્યક્તિ કોઈ બુરાઈ કરવાનો ઈરાદો કરે પરંતુ જો તે બુરાઈ ન કરે, તો અલ્લાહ તઆલા તેના બદલામાં તેના માટે એક સંપૂણ નેકી લખી દે છે, અને જો તે ઈરાદા પ્રમાણે તે બુરાઈને કરી પણ લે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે».
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ વર્ણવ્યું કે અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ માટે એક કાયદો નક્કી કરી દીધો છે, પછી ફરિશ્તાઓને જાણ કરી દીધી કે નેકી અને બુરાઈ લખવાનો તરીકો કઈ રીતે હશે: જે વ્યક્તિ ઈરાદો કરે અને મજબૂત ઈરાદો કરે તો અલ્લાહ તઆલા તેના માટે એક નેકી લખી દે છે, ભલેને તેણે ઈરાદા પ્રમાણે અમલ ન કર્યો હોય, અને જો તે ઈરાદા પ્રમાણે નેકી કરી લે તો અલ્લાહ તઆલા તેની નેકી દસ થી લઈ કે સાતસો ગણી અથવા તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને આ વધારો તેના ઇખલાસ પ્રમાણે કરવામાં આવે છે. અને જે વ્યક્તિ બુરાઈ કરવાનો મજબૂત ઈરાદો કરી લે પછી જો તે અલ્લાહ માટે તે બુરાઈ છોડી દે અને તેના પર અમલ ન કરે તો અલ્લાહ તઆલા એક નેકી લખે છે અને જો તેણે પોતાની વ્યસ્તતા અથવા સ્ત્રોત ન હોવાના કારણે તે બુરાઈ છોડી દીધી હશે, તો તેના માટે કઈ જ નથી અને જો તે બુરાઈ કરવા માટે લાચાર બની જાય, તો ત્યારે તેની નિયત જોવામાં આવશે, અને જો તે ઈરાદા પ્રમાણે બુરાઈ કરી લે તો તેના માટે એક બુરાઈ લખવામાં આવે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલા બંદાઓના ચહેરા અને તેમના શરીર નથી જોતો, કે શું આ સુંદર છે અથવા કદરૂપા છે? મોટા છે કે નાના? અથવા તંદુરસ્ત છે કે બીમાર? અને ન તો તે તેમના માલ તરફ જુએ છે, કે તે વધારે છે અથવા કે ઓછો? સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ તઆલા આ વસ્તુઓ અથવા તેના ઓછા કે વધારે હોવા પર પકડ નથી કરતો, અને તેના આધારે હિસાબ નથી લે તો, અલ્લાહ તો તેમના દિલો અને તેમ રહેલ તકવો, વિશ્વાસ, સત્યતા અને ઇખલાસ (નિખાલસતા) અથવા તો રિયાકરી અને ખ્યાતિની પ્રાપ્તિના ઈરાદાને જુએ છે, એવી જ રીતે તેમના કર્મોને જુએ છે કે તે સાચા છે કે ખોટા, અને આ વાતોના આધારે જ તેમને સવાબ અથવા સજા આપે છે.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક દિવસે અમે આપ ﷺ પાસે બેઠા હતા, કે અચાનક એક વ્યક્તિ અમારી પાસે આવી પહોંચ્યો, તેના કપડાં એકદમ સફેદ હતા, અને વાળ સખત કાળા, તેના (ચહેરા) પર સફરની નિશાનીઓ પણ નહતી દેખાતી અને અમારા માંથી કોઈ તેને ઓળખતું પણ ન હતું, અહીં સુધી કે તે આપ ﷺ પાસે બેસી ગયો, તેણે પોતાના ઘૂંટણ આપ ﷺ ના ઘૂંટણ સાથે ભેગા કરી દીધા અને પોતાની હથેળીઓને પોતાની સાથળ ઉપર મૂકી દીધી, (અર્થાત્ અત્યંત વિનમ્રતાથી બેસી ગયો) અને કહ્યું કે હે મુહમ્મદ ﷺ ! મને ઇસ્લામ વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહનો હજ કરો» તેણે કહ્યું કે તમે સાચું કહ્યું, ઉમર રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અમને તેની આ વાત પર આશ્ચર્ય થયુ કે તે સવાલ પણ કરી રહ્યા છે અને જવાબની પુષ્ટિ પણ પોતે જ કરી રહ્યા છે, તેણે (ફરીથી) કહ્યું: મને ઈમાન વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «ઈમાન એ છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની (અવતરિત કરેલી) કિતાબો પર, તેના રસૂલો પર, આખિરતના દિવસ પર અને સારી અને ખરાબ તકદીર પર ઈમાન રાખો», તેણે ફરીથી કહ્યું: કે તમે સાચું કહ્યું, પછી તેણે (ત્રીજો) સવાલ કર્યો, મને એહસાન વિશે જણાવો, આપ ﷺ એ કહ્યું: «એહસાન એ છે કે તમે અલ્લાહની એવી રીતે ઇબાદત કરો જાણે કે તમે તેને જોઈ રહ્યા છો, જો તમે તેને નથી જોઇ રહ્યા તો તે તમને જોઇ જ રહ્યો છે» તેણે કહ્યું: મને કયામત વિશે જણાવો (કે તે ક્યારે આવશે), આપ ﷺ એ કહું: «આ વિશે જેને સવાલ કરવામાં આવ્યો છે તે આ સવાલ કરવાવાળા કરતા વધારે નથી જાણતો (અર્થાત્ હું આ વિશે નથી જાણતો)» તેણે કહ્યું: (સારું) કયામતની મોટી મોટી નિશાનીઓનું વર્ણન કરો, આપ ﷺ એ કહ્યું: «દાસી પોતાના માલિકને જન્મ આપશે અને એ કે તમે એવા લોકોને જોશો જેમના શરીર પર કપડાં, પગમાં ચપ્પલ અને ખાવા માટે ખોરાક પણ નહીં હોય, (પરંતુ આવા ફકીરો પાસે એટલો માલ આવી જશે કે તેઓ) મકાન બનાવવામાં એકબીજા ઉપર ગર્વ કરશે» પછી તે (સવાલ કરનાર) ચાલ્યો ગયો, (હદીષ રિવાયત કરનાર સહાબી ઉમર રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે) હું ઘણી વાર સુધી (આપ ﷺ પાસે) ઊભો રહ્યો, આપ ﷺ એ મને પૂછ્યું: «ઉમર! જાણો છો આ સવાલ કરનાર કોણ હતો?» ઉમર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: અલ્લાહ અને તેનો રસૂલ જ વધારે જાણે છે, નબી ﷺ એ કહ્યું: «આ જિબ્રઇલ હતા, જેઓ તમને તમારો દીન શીખવાડવા આવ્યા હતા».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરી રહ્યા છે કે જિબ્રઇલ અલૈહિસ્સલામ સહાબા વચ્ચે માનવીના રૂપમાં આવ્યા અને અમે તેમને ઓળખી ન શક્યા, તેમના લક્ષણો, તેમના કપડાં એકદમ સફેદ હતા, વાળ અત્યંત કાળા, તેમના પર સફર કરવાનો કોઈ અસર દેખાતો ન હતો કે તેઓ થાકેલા હોય, માટી ચોંટેલી હોય, વાળ ફેલાય ગયા હોય અથવા કપડાં મેલા હોય, અમારા માંથી કોઈ તેમને ઓળખતું ન હતું, તેઓ આપ ﷺ પાસે આવી બેસી ગયા, તે તેમની પાસે એક વિદ્યાર્થીની માફક બેસી ગયા, ઇસ્લામ વિશે સવાલ કર્યો, આપ ﷺ ઇસ્લામના અરકાન બતાવ્યા, બંને ગવાહીઓ આપવી, પાંચ વખતની નમાઝની સુરક્ષા કરવી, જેના પર ઝકાત ફર્ઝ છે તેણે ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, શક્તિ પ્રમાણે હજ કરવી. સવાલ પૂછનારે જ જવાબ આપ્યો કે તમે સાચું કહ્યું, સહાબાઓને આશ્ચર્ય થયું કે જે વિશે તે સવાલ કરી રહ્યો છે, ખરેખર તે વિશે તે જાણતો હોવો ન જોઈએ, જ્યારે કે તે જવાબ સાંભળી લીધા પછી તે પોતે જ જવાબની પુષ્ટિ કરે છે. પછી ઈમાન વિશે સવાલ કર્યો, તો આપ ﷺ એ ઈમાનના છ રુકન જણાવ્યા, અલ્લાહના અસ્તિત્વ પર ઈમાન અને તેના ગુણો પર ઈમાન, અને દરેક ગુણોમાં ફક્ત તેનું એક જ હોવું, જેવું કે પેદા કરવું, ઈબાદત માટે સાચો લાયક, અને ફરિશ્તાઓ પર ઈમાન, એ કે અલ્લાહએ તેમને નૂરથી પેદા કર્યા છે, તે અલ્લાહના પ્રતિષ્ઠિત બંદાઓ છે, તેઓ અલ્લાહ તઆલાની અવજ્ઞા કરતા નથી, અને જે આદેશ આપે છે તેના પર અમલ કરે છે, કિતાબો પર ઈમાન, જે કિતાબો અલ્લાહ તરફથી તેના પયગંબરો પર ઉતરી હોય, જેવું કે કુરઆન, ઈન્જિલ, તૌરાત વગેરે, રસૂલો પર ઈમાન, જેઓ અલ્લાહના દીનના પ્રચારક હતા, તેમાંથી નૂહ, ઈબ્રાહીમ, મૂસા, ઈસા અને અંતિમ પયગંબર મુહમ્મદ ﷺ, એ વગર અન્ય પયગંબરો અને નબીઓ, આખિરતના દિવસ પર ઈમાન, મૃત્યુ પછી કબરમાં દાખલ થઈશું અને બરઝખનું જીવન, અને એ કે કયામતના દિવસે માનવીને ઉઠાવવામાં આવશે અને તેનો હિસાબ કરવામાં આવશે, અને તેમનું ઠેકાણું જન્નત હશે અથવા જહન્નમ, તકદીર પર ઈમાન એ કે અલ્લાહ તઆલાને દરેક વસ્તુની જાણ પહેલાથી જ છે, તેની હિકમત પ્રમાણે થાય છે અને તેણે એક કિતાબમાં લખી રાખ્યું છે, ઈચ્છા તેની જ છે તેજ મોકા પ્રમાણે જાહેર કરે છે અને પેદા કરે છે. ત્યારબાદ અલ્ અહેસાન વિશે સવાલ કર્યો, આપ ﷺ એ જણાવ્યું કે તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો જેવું કે તે અલ્લાહને જોઈ રહ્યો છે, જો આ દરજા સુધી પહોંચી ન શકે તો કમસે કમ એટલું તો જાહેર થવું જ જોઈએ કે અલ્લાહ તેને જોઈ રહ્યો છે, પહેલો દરજ્જો મુશાહદહનો છે અને તે સૌથી શ્રેષ્ઠ છે, અને બીજો દરજ્જો મુરાકબહનો છે. પછી કયામત વિશે સવાલ કર્યો? તો નબી ﷺ એ કહ્યું કે અલ્લાહ તઆલાએ કયામત વિશેનું ઇલ્મ પોતાની પાસે સુરક્ષિત રાખ્યું છે, તેના સર્જન માંથી કોઈ નથી જાણતું, અર્થાત્ તેની જાણકારી કોઇની પાસે નથી ન તો જેને સવાલ કરવામાં આવી રહ્યો છે તેની પાસે અને ન તો જે સવાલ કરી રહ્યો છે તે. પછી સવાલ કર્યો કે કયામતની નિશાનીઓ વિશે જણાવો? નબી ﷺ એ જણાવ્યું કે ઘણી સંખ્યામાં દાસીઓ અને તેમની સંતાનો હશે, અથવા બાળકોની પોતાની માતાઓ સાથે અવજ્ઞા, જેમની સાથે દાસીઓ જેવો વ્યવહાર કરવામાં આવશે, ભરવાડો અને ફકીરોને છેલ્લા સમયમાં દુનિયામાં માલદારી પ્રાપ્ત થશે, જેના કારણે તે જેઓ મોટી મોટી ઇમારતો અને તેની મજબૂતી પર તેઓ એકબીજા પર અભિમાન કરશે. આપ ﷺ એ જણાવ્યું કે સવાલ કરનાર જિબ્રઇલ અલૈહિસ્ સલામ હતા જેઓ સહાબાઓને ઇસ્લામ શીખવાડવા માટે આવ્યા હતા.
ઉમ્મુલ મુઅમિનીન આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિએ કોઈ વાત એવી કહી જેનો સબંધ આ દીન સાથે નથી તો તે વાત અમાન્ય (બાતેલ) છે», મુત્તફકુન અલયહિ (બુખારી, મુસ્લિમ). અને મુસ્લિમના શબ્દો આ પ્રમાણે છે: «જે કોઈ વ્યક્તિએ એવું કાર્ય કર્યું જેનો સબંધ આ દીન સાથે નથી તો તે પણ બાતેલ છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિએ દીનમાં નવી બાબત ઘડી, અથવા એવું કાર્ય કર્યું, જેના વિશે કુરઆન અને હદીષમાં કોઈ દલીલ નથી મળતી, તો તે વાત અથવા કાર્ય અલ્લાહ પાસે અમાન્ય ગણાશે.
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ પોતાના બરકત વાળા અને મહાન પાલનહારથી રિવાયત કરે છે, કે અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો, હે મારા બંદાઓ ! તમે સૌ ગુમરાહ (પથભ્રષ્ટ) છો, તે લોકો સિવાય જેમને હું હિદાયત આપી દઉં, બસ ! મારી પાસે જ હિદાયત માંગો, હું તમને હિદાયત આપીશ, હે મારા બંદાઓ ! તમે સૌ ભૂખ્યા છો, તે લોકો સિવાય જેમને હું ખાવાનું આપી દઉં, બસ તમે સૌ મારી પાસે જ ખાવાનું માંગો, હું જ તમને ખવડાવીશ, હે મારા બંદાઓ ! તમે સૌ નગ્ન છો, તે લોકો સિવાય જેમને હું પોશાક પહેરાવી દઉં, બસ ! તમે મારી પાસે જ પોશાક માંગો, હું તમને પોશાક પહેરાવીશ, હે મારા બંદાઓ ! તમે રાત- દિવસ ગુનાહ કરો છો અને હું બધા જ ગુનાહોને માફ કરું છું, બસ તમે મારી પાસે જ માફી માંગો, હું તમને માફ કરી દઈશ, હે મારા બંદાઓ ! તમે મારા નુકસાન સુધી નથી પહોંચી શકતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને ન તો તમે મારા ફાયદા સુધી પહોંચી શકો છો કે તમે મને ફાયદો પહોંચાડી શકો (અર્થાત્ તમે મને નુકસાન અથવા ફાયદો પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા), હે મારા બંદાઓ ! જો તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, બધા જ એવા વ્યક્તિ જેવા થઈ જાય, જેના હૃદયમાં અલ્લાહનો ડર હોય છે, તો તે વાત મારી બાદશાહતમાં સહેજ પણ વધારો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, એવા વ્યક્તિ જેવા થઈ જાય, જે તમારામાં સૌથી વધારે વિદ્રોહી તેમજ ગુનેગાર હોય, તો એ વાત મારી બાદશાહતમાં કંઈ પણ ઘટાડો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! જો તમારા પહેલા અને છેલ્લા, માનવીઓ તેમજ જિન્નાતો બધા એક ખુલ્લા મેદાનમાં ભેગા મળી, મને સવાલ (ઈચ્છા પ્રમાણે માંગણી) કરે અને હું દરેકને તેમના સવાલ પ્રમાણે આપી દઉં, તો તેનાથી મારા ખજાનામાં એટલો જ ઘટાડો થશે, જેટલો કે સમુદ્રમાં એક સોઈ ડુબાડીને કાઢી લેવાથી સમુદ્રના પાણીમાં થાય છે, હે મારા બંદાઓ ! ખરેખર તમારા કાર્યો છે, જેને હું ગણીને રાખું છું, પછી તમને તેનો સંપૂર્ણ બદલો આપું છું, બસ ! જેઓ ભલાઈ પ્રાપ્ત કરી લે તેઓ અલ્લાહની પ્રસંશા કરે અને જે લોકો તે સિવાયનું જુએ તો તેઓ પોતાને જ મલામત કરે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ પોતાના પર જુલમ કરવાને હરામ કર્યું છે અને તેણે પોતાના બંદાઓ માટે પણ જુલમને હરામ કર્યું છે, એટલા માટે કોઈ કોઈના પર જુલમ ન કરે, સર્જનીઓ માંથી દરેક સાચા માર્ગથી પથભ્રષ્ટ છે, સિવાય અલ્લાહ એ જેને હિદાયત આપી અથવા તેની તૌફીક આપી, જે વ્યક્તિ તેની પાસે હિદાયતનો સવાલ કરશે તો તે તેને હિદાયતની તૌફીક આપશે અને તેને હિદાયત પણ આપશે, અને એ કે દરેક સર્જનીઓ પોતાની જરૂરત માટે અલ્લાહના મોહતાજ છે, માટે જે વ્યક્તિ અલ્લાહ પાસે સવાલ કરશે તો તે તેની જરૂરત પુરી કરશે અને તે તેના માટે પૂરતો છે, અને ખરેખર બંદાઓ રાત દિવસ ગુનાહો કરે છે, અલ્લાહ તઆલા તેમના ગુનાહો છુપાવે છે, દરગુજર કરે છે, જ્યારે બંદો તેની પાસે માફી માગે છે, તમારા માંથી કોઈ પણ અલ્લાહને કંઈ પણ નુકસાન પહોંચાડી શકતા નથી અને ન તો કંઇ પણ ફાયદો પહોંચાડી શકો છો, અને તે સૌ એક પરહેજગાર વ્યક્તિના દિલ માફક બની જાય તો પણ તેમની પરહેજગારી અલ્લાહની બાદશાહીમાં વધારો નથી કરી શકતી, અને જો તે સૌ એક દુરાચારી વ્યક્તિના દિલની માફક બની જાય તો પણ તેમનું દુરાચાર હોવું તેના સામ્રાજ્યને નુકસાન પહોંચાડી શકતું નથી, કારણકે તેઓ અલ્લાહની નજીક કમજોર અને ફકીર બંદા છે, દરેક સમયે અને જગ્યાએ આપણે તેના મોહતાજ છે, તે બેનિયાજ અને પવિત્ર છે, તેમજ સમગ્ર જિન્નાતો અને માનવીઓ પહેલાના પણ અને પછીના પણ એક જગ્યાએ ભેગા મળી દરેક અલ્લાહ પાસે પોતાની જરૂરતનો સવાલ કરી લે અને અલ્લાહ દરેકની પોતાની જરૂરત પ્રમાણે આપે તો પણ અલ્લાહના ખજાના માંથી સહેજ પણ ઓછું થવાનું નથી, જેવું કે એક સોઈ સમુદ્રમાં નાખી કાઢવામાં આવે તો સમુદ્ર માંથી કઈ પણ ઓછું થતું નથી, અને આ અલ્લાહની સંપૂર્ણ બેનિયાજ હોવાની દલીલ છે. અને અલ્લાહ તઆલા બંદાઓના દરેક અમલ પર નજર રાખી રહ્યો છે, પછી દરેકને તેમના કાર્યો મુજબ કયામતના દિવસે બદલો આપશે, જે વ્યક્તિ પોતાના અમલનો બદલો ભલાઈમાં જુએ તો તેણે અલ્લાહના વખાણ કરવા જોઈએ કે તેણે તેનું અનુસરણ કરવાની તૌફીક આપી, અને જે વ્યક્તિ પોતાના અમલનો બદલો અન્યરૂપે જુએ તો તે પોતાના નફસને જ દોષી ઠેહરાવે, કે જે તેને નુકસાન તરફ લઈ ગઈ.