





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વાર હું આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: « હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે, અલ્લાહ (ના આદેશો અને પ્રતિબંધો) ની રક્ષા કરો, તો તમે તેને પોતાની સામે જોશો, જ્યારે તમે કોઈ વસ્તુ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ માંગો, જ્યારે તમને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લો કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા માંગે તો તેઓ તને એના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહ એ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉઠાવી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે જ્યારે હું નાનો હતો અને આપ ﷺ પાછળ સવારી પર બેઠો હતો, આપ ﷺ એ કહ્યું: હું તમને કેટલીક વાતો શીખવાડી રહ્યો છું, જેનાથી અલ્લાહ તમને ફાયદો પહોંચાડશે: તમેં અલ્લાહના આદેશની રક્ષા કરી અને તેને પ્રતિબંધ કરેલા કાર્યોથી દૂર રહી એવી રીતે અલ્લાહની રક્ષા કરો તે તેમણે નેકી અને અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાના કામોની તૌફીક આપે, અને અવજ્ઞા અને ગુનાહોથી સુરક્ષિત રાખે, જો તમે આમ કરશો તો અલ્લાહ દુનિયા અને આખિરતની અપ્રિય વસ્તુઓથી તમારી સુરક્ષા કરશે, અને તમે જ્યાં કઈ પણ જશો અલ્લાહ તમારી મદદ કરશે. જ્યારે તને કોઈ વસ્તુની ઈચ્છા થાય તો અલ્લાહ સિવાય કોઈની પાસે ન માંગ, એટલા માટે કે તે એકલો જ માગવાવાળાની મુરાદ પુરી કરે છે. જો તમે મદદ માંગવા ઇચ્છતા હોવ તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માગો. અને તું આ વાત યકીન કરી લે કે જમીન પરના દરેક લોકો ભેગા થઈ તને ફાયદો પહોંચાડવાનો ઈરાદો કરે તો તે લોકો તને એટલો જ ફાયદો પહોંચાડી શકે છે, જેટલો તારા માટે અલ્લાહએ લખી લીધો છે અને દરેક લોકો ભેગા થઈ તને નુકસાન પહોંચાડવા માગે તો તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન તારા હકમાં અલ્લાહ તઆલાએ લખી દીધું છે. અને એ કે આ બાબત અલ્લાહ સર્વશક્તિમાન દ્વારા નક્કી કરવામાં આવી છે અને તેની હિકમત અને જ્ઞાનની આવશ્યકતા અનુસાર નક્કી કરવામાં આવી છે, અને અલ્લાહ એ જે નક્કી કર્યું છે તેમાં કોઈ ફેરફાર કરવો શક્ય નથી.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે, નબી ﷺ એ કહ્યું: «મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો», કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! કોણે તમારો ઇન્કાર કર્યો? તો કહ્યું: «જેણે મારું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે અને જેણે મારી અવજ્ઞા કરી તેણે મારો ઇન્કાર કર્યો».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆપ ﷺએ જણાવ્યું કે મારી ઉમ્મતનો દરેક વ્યક્તિ જન્નતમાં દાખલ થશે, ફક્ત તે દાખલ નહીં થાય જેણે મારો ઇન્કાર કર્યો હશે! તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કોણ છે ઇન્કાર કરવાવાળો?! નબી ﷺ એ જવાબ આપ્યો: જેણે નબી ﷺ નું અનુસરણ કર્યું તે જન્નતમાં દાખલ થશે, હવે જે વ્યક્તિ આપ ﷺ ની અવજ્ઞા કરશે અને શરીઅત પ્રમાણે અમલ નહીં કરે, તો તેના ખરાબ અમલના કારણે તેણે જન્નતમાં જવા માટે ઇન્કાર કર્યો.
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે આપ ﷺ એ કહ્યું: «જે કોમ કોઈનું અનુસરણ કરશે તો તે કોમ તેમના માંથી જ ગણાશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કોઈ કાફિર, ફાસિક (ભ્રષ્ટાચારી) અથવા સત્કાર્યો કરનાર કોમની અનુરૂપતા અપનાવશે, તો ભેલેને તે અકીદા પ્રમાણે હોય કે ઈબાદત પ્રમાણે કે આદત પ્રમાણે હોય, તો તે તેમના માંથી જ ગણવામાં આવશે, કારણકે જાહેરમાં તેમનું અનુસરણ કરવાથી બાતેનમાં પણ તેમનું અનુસરણ કર્યું ગણાશે, એમાં કોઈ શંકા નથી કે કોઈ કોમનું અનુસરણ કરવું તે વખાણને પાત્ર ગણાય છે, અને તે તેમની મોહબ્બત અને તેમના સન્માન તેમના પર ભરોસો કરવાનો સ્ત્રોત બની શકે છે, અને આ જ વસ્તુ તેમની અનુરૂપતા ધારણ કરવાનું કારણ પણ બની શકે છે, અહીં સુધી કે બાતેનમાં પણ અને ઈબાદતમાં પણ, -અલ્લાહ તેની પનાહમાં રાખે-.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પોતાના સંતાનને એ ભયથી કતલ કરો કે તે તમારી સાથે બેસીને ખાશે» મેં કહ્યું: ત્યારબાદ? નબી ﷺ એ કહ્યું: «પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺને સૌથી મોટા ગુનાહ વિશે સવાલ કરવામાં આવ્યો તો નબી ﷺ એ કહ્યું: સૌથી મોટો ગુનોહ, શિર્કે અકબર, તે એ કે તમે અલ્લાહને તેની ઉલૂહિય્યતમાં (ઇબાદતને લાયક હોવામાં) અથવા તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં) અથવા તેના પવિત્ર નામો અને ગુણોમાં અન્યને ભાગીદાર અથવા તેના બરાબર ઠેહરાવો, આ સૌથી મોટો ગુનોહ છે, જેને અલ્લાહ સાચી તૌબા વગર માફ નહીં કરે, જે વ્યક્તિ આ ગુનોહ સાથે મૃત્યુ પામશે તે હમેંશા માટે જહન્નમમાં રહેશે. ત્યારબાદ પોતાના સંતાનને એ ભયથી કતલ કરવી કે તે તમારી સાથે બેસીને ભોજન કરશે, પરંતુ જો કતલ કરનાર વ્યક્તિનો સંબંધ હત્યારા સાથે હોય તો તેનું પાપ મોટું છે, અને જ્યારે હત્યારાનો ઉદ્દેશ ડર હતો કે હત્યા કરાયેલ વ્યક્તિ તેની સાથે અલ્લાહએ આપેલ રોજીમાં ભાગ લેશે ત્યારે તેનું પાપ પણ મોટું છે. ત્યારબાદ પાડોશીની પત્ની સાથે વ્યભિચાર કરવો, તેને ધોકો આપી, આધીન કરી તેની સાથે વ્યભિચાર કરવો. વ્યભિચાર હરામ છે, પરંતુ આ ગુનાહની ભયાનકતા ત્યારે વધી જાય છે, જ્યારે પોતાની પડોશન સાથે સંબંધ બાંધવામાં આવે, જો કે શરીઅત તો ઉપકાર કરવાનો, ભલાઈ કરવાનો અને સારો વ્યવહાર કરવાનો આદેશ આપે છે.
અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે».
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ એ તે વાતથી રોક્યા છે કે કોઈ મુસલમાન બીજા મુસલમાન સાથે ત્રણ રાતોથી વધારે વાતચીત બંદ રાખે, અને સ્થિતિ એ થઈ જાય કે જ્યારે તે બંને એકબીજા સાથે મુલાકાત કરે, તો તે બન્ને એકબીજાને સલામ કરે અને ન તો વાતચીત કરે. તે બન્ને માંથી શ્રેષ્ઠ તે વ્યક્તિ છે, જે નફરત દૂર કરવાનો પ્રયત્ન કરે અને સલામ કરી શરૂઆત કરે, આ હદીષમાં જે સબંધ તોડવાની વાત કરી છે, તે પોતાના હેતુ માટે સંબંધ તોડવો છે, અલ્લાહ માટે તોડવામાં આવેલો સંબંધ તેનો કોઈ સમય નક્કી નથી, જેવું કે નાફરમાન લોકો, બિદઅતી લોકો અને દુરાચારી લોકો સાથે વાત ન કરવી, આ પ્રમાણેના સંબંધ જ્યાં સુધી કારણ તેનામાં હશે, ત્યાં સુધી રહેશે અને જ્યારે તે કારણ ખતમ થઈ જાય તો પછી વ્યવહારમાં પણ સુધાર લાવવો પડશે.
અબૂ સિર્મહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ કોઈ પણ મુસલમાનને કંઈ પણ તકલીફ પહોંચાડવા અથવા તેના કોઈ પણ મામલામાં સખતી કરવાથી રોક્યા છે, તેને પોતાને, તે નુકસાનનો સંબંધ તેના પ્રાણ તથા માલ અથવા તેના પરિવાર સાથે હોય, નબી ﷺ એ જણાવ્યું કે જો કોઈ એવું કરશે, અર્થાત્ તકલીફ આપશે તો અલ્લાહ તઆલા તેને તેના અમલ બરાબર સજા અથવા બદલો આપશે.
જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: અમે નબી ﷺ પાસે હાજર હતા, નબી ﷺ એ એક રાત્રે ચંદ્ર તરફ જોયું, અર્થાત્ -ચૌદમી રાતનો ચાંદ હતો- અને કહ્યું: «ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય, જો તમે શક્તિ ધરાવતા હોવ તો સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછીની નમાઝોમાં કચાસ ન રાખો, તેને જરૂર પઢો», ફરી નબી ﷺ આ આયત તિલાવત કરી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}»
મુત્તફકુન્ અલયહિએક રાત્રે સહાબાઓ નબી ﷺ સાથે હાજર હતા, નબી ﷺ ચાંદ તરફ જોયું, ચૌદમી રાતનો ચાંદ હતો-, અને કહ્યું: નિઃશંક મોમિનો પોતાના પાલનહારને નરી આંખે જોશે, કોઈ સંકોચ વગર, ભીડભાડ નહીં હોય અને જ્યારે તેઓ અલ્લાહને જોશે તો કોઈ થાક અથવા તકલીફ નહીં પડે. પછી નબી ﷺ એ કહ્યું: જો તમારા માટે શક્ય હોય તો તમે ફજર અને અસરની નમાઝથી રોકવાવાળા કારણોથી બચી શકતા હોવ તો જરૂર બચો, અને તે બંને નમાઝોને તેના સમયે જમાઅત સાથે પઢો, કારણકે તે પણ અલ્લાહનો દીદાર થવાનું કારણ છે, ફરી નબી ﷺ એ આ આયત પઢી: {સૂર્યોદય પહેલા અને સર્યાસ્ત પહેલા પોતાના પાલનહારની પ્રશંસા સાથે તસ્બીહ કરતા રહો}.
અબૂ મુસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી», પછી નબી ﷺ એ આ આયત પઢી: {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨]»
મુત્તફકુન્ અલયહિઆપ ﷺ એ ગુનાહ, શિર્ક અને લોકોના અધિકારો પર જુલમ કરવા પર અડગ રહેવાથી સચેત કર્યા છે, ખરેખર અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, વિલંબ કરે છે, તેની ઉમર અને માલમાં વધારો કરે છે, તેને સજા આપવામાં જલ્દી નથી કરતો, જો તેણે તૌબા ન કરી તો તેને પકડી લેશે અને તેને આઝાદ નહીં કરે તેમજ તેના જુલમ કરવાના કારણે તેને છોડશે નહીં. પછી નબી ﷺએ આ આયત તિલાવત કરી, {અને જ્યારે તમારો પાલનહાર કોઈ જાલિમ વસ્તીની પકડ કરે છે તો તેની પકડ આ પ્રમાણે જ હોય છે, ખરેખર તેની પકડ દુ:ખદાયી અને ખૂબ જ સખત હોય છે} [હૂદ: ૧૦૨].
અબુ હય્યાજ અલ્ અસદી કહે છે: અલી રઝી અલ્લાહુ અન્હુએ મને કહ્યું: શું હું તમને એ મિશન પર મોકલું, જે મિશન માટે અલ્લાહના રસૂલ ﷺ એ મને મોકલ્યો હતો? (નબી ﷺ એ મને આ માર્ગદર્શન આપી મોકલ્યો) કે કોઈ પ્રતિમા (મૂર્તિ) જોવો તો તેને છોડશો નહીં (મિટાવી દેજો) અને જે ઊંચી કબર જોવો તેને જમીન બરાબર કરી દેજો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ સહાબાઓને આદેશ આપ્યો હતો કે એક પણ પ્રતિમા (મૂર્તિ) છોડશો નહીં, હદીષમાં «તિમ્ષાલન્» શબ્દનો ઉપયોગ થયો જેનો અર્થ પ્રાણ વાળી વસ્તુનું ચિત્ર, ભલે તે આકાર વાળી હોય કે ન હોય. અને ન તો કોઈ ઊંચી કબર ને છોડશો, પરંતુ તેને જમીન બરાબર કરી દેજો, અને તેના પર ઇમારત હોય તો તેને તોડી નાખજો, અને તેને જમીન બરાબર સ્થિર કરી દેજો, કબર જમીનથી સહેજ પણ ઊંચી ન હોવી જોઈએ, પરંતુ એક વેંત બરાબર હશે તો ચાલી જશે.