





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ દ્વારા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો, ખરેખર બની ઈસ્રાઇલના લોકોમાં સૌથી પહેલો ફિતનો સ્ત્રીઓ દ્વારા શરૂ થયો હતો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે ખરેખર દુનિયા સ્વાદમાં મીઠી અને જોવામાં લીલીછમ છે, બસ માનવી તેના ધોખમાં આવી તેમાં વ્યસ્ત થઈ જાય છે અને તેને જ પોતાની મહત્વપૂર્ણ ચિંતા બનાવી લે છે. અને ખરેખર અલ્લાહ આપણાં માંથી કેટલાકને આ દુનિયાના જીવન માટે પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી આપણે જોઈ લઈએ કે શું આપણે તેનું અનુસરણ કરીએ છે કે તેની અવજ્ઞા કરીએ છીએ? ફરી નબી ﷺએ કહ્યું: તમે દુનિયાનો સામાન અને તેની સુંદરતા જોઈ ધોખામાં પડી જવાથી બચીને રહો, બસ દુનિયા તમને તે કાર્યો છોડવા પર પ્રોત્સાહિત કરે છે, જેને કરવાનો આદેશ અલ્લાહએ આપ્યો છે અને તે કાર્યો કરવા કહે છે જેનાથી અલ્લાહએ રોક્યા છે. દુનિયાનો સૌથી મોટો ફિતનો જેનાથી બચીને રહેવું જોઈએ તે સ્ત્રીઓનો ફિતનો છે, અને તે જ ફિતનો બની ઇસ્રાઇલના લોકોમાં સૌથી પહેલા આવ્યો હતો.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: મેં નબી ﷺ સાથે દસ રકઅતો શીખી: બે રકઅતો જોહર પહેલા, અને બે રકઅતો જોહર પછી, અને બે રકઅતો ઘરમાં મગરિબ પછી, અને બે રકઅતો ઘરમાં ઈશા પછી, અને બે રકઅતો સવારે ફજર પહેલા, આ તે સામે હતો જેમાં નબી ﷺ પાસે કોઈને આવવાની પરવાનગી ન હતી, હફસા રઝી અલ્લાહુ અન્હા એ મને કહ્યું કે જ્યારે મુઅઝિને ફજરની અઝાન આપી અને ફજર થઈ તો નબી ﷺ બે રકઅતો નમાઝ પઢી, અને બીજા શબ્દોમાં: નબી ﷺ જુમ્માની નમાઝ પછી બે રકાઅત પઢતા હતા.
મુત્તફકુન અલૈહ (આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહ) એ દરે રિવાયતો સાથે રિવાયત કરી છેઆ હદીષમાં અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે: તેમણે જે નફિલ નમાઝો નબી ﷺ પાસેથી શીખી તે દસ રકઅતો છે અને તેને સુનને રવાતિબ પણ કહેવામાં આવે છે, બે રકઅતો જોહર પહેલા અને બે રકઅતો જોહર પછી, અને બે રકઅતો ઘરમાં મગરિબ પછી, અને બે રકઅતો ઘરમાં ઈશા પછી, અને બે રકઅતો ફજર પહેલા, તો આ રીતે દસ રકઅતો પુરી થઈ. અને જે જુમ્માની નમાઝ પઢે તે નમાઝ પછી બે રકઅત પઢે.
હુઝૈફહ રઝી અલ્લાહુ અનહુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘણી વખત મિસ્વાક કરતા અને તેનો આદેશ આપતા હતા, કેટલાક સમયે મિસ્વાક કરવા પર જોર આપતા, જેમકે, તહજ્જુદની નમાઝ પઢવા માટે ઉઠતી વખતે, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પણ દાતણ કરતાં અને ખૂબ સારી રીતે મોઢું સાફ કરતાં.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «કોઈ મોમિન પુરુષ કોઈ મોમિન સ્ત્રી પ્રત્યે દ્વેષ ન રાખે, જો તેને તેણીની કોઈ આદત નાપસંદ હોય, તો તેને તેણીની કોઈ અન્ય આદતથી પસંદ પણ હશે» અથવા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ "આખર (અન્ય)" શબ્દની જગ્યાએ કહ્યું: «"ગૈરુહુ (બીજી કોઈ આદત)"».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પતિને પોતાની પત્ની સાથે એટલી નફરત કરવાથી રોક્યા છે, જે જુલમ, ત્યાગ અને મોઢું ફેરવી એવા તત્વો તરફ દોરી જાય; કારણકે દરેક માનવીમાં સ્વાભાવિક રીતે ખામીઓ છે, જો તેની કોઈ આદત નાપસંદ હોય, તો બીજી આદત જરૂર પસંદ હશે, આવી સ્થિતિમાં જે આદત પસંદ હોય તેનાથી ખુશ રહે અને જે પસંદ ન હોય તેના પર સબર કરે, તેનાથી એક સારો માહોલ બનશે, અને નારાજી એટલી નહીં વધે બંનેને અલગ થવું પડે.
અબૂ અય્યૂબ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે તમે પોતાની હાજત પૂરી કરવા માટે આવો તો પેશાબ અથવા સંડાસ કરવી વખતે પોતાનું મોઢું કે પીઢ કિબલા તરફ ન કરો, પરંતુ પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ કરો» અબૂ અય્યુબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: અમે શામ શહેર તરફ આવ્યા, તો અમે જોયું કે શૌચાલયો કઅબા તરફ બનાવમાં આવ્યા હતો, તો જ્યારે અમે (પોતાની હાજત પૂરી કરવા માટે ગયા તો) બીજી દિશા તરફ બેઠા અને અલ્લાહ પાસે માફી માંગી.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાની હાજત પૂરી કરનાર અર્થાત્ પેશાબ અથવા શૌચ કરનારને કિબલા અને કઅબા તરફ મોઢું અથવા પીઠ કરવાથી રોક્યા છે, પરતું તેણે પૂર્વ કે પશ્ચિમ તરફ બેસવું જોઈએ, જો તેનો પણ કિબલો મદિનહના લોકોનો કિબલો હોય. ફરી અબૂ અય્યુબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ જણાવ્યું કે અમે શામ શહેર તરફ આવ્યા તો જોયું કે ત્યાં શૌચાલયો કિબલા તરફ બનાવવામાં આવ્યા હતાં, તો તેઓ કિબલા તરફથી હઠી બીજી દિશા તરફ બેઠા, અને હાજત પૂરી કર્યા પછી અલ્લાહ પાસે ક્ષમા પણ માંગી.
અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કેટલાક અદબો જણાવ્યા: માનવી પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, અને ન તો હાજત પૂરી કર્યા પછી આગળ કે પાછળની ગંદકીને પોતાના જમણા હાથ વડે સાફ કરે, કારણકે જમણા હાથને સારા કામો માટે બનાવવામાં આવ્યો છે, એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ માનવીને પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લેવાથી પણ રોક્યો છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «શું તમારા માંથી કોઈ ડરતુ નથી - શું તમારા માંથી કોઈ ડરતુ નથી - જ્યારે તે ઈમામ પહેલા પોતાનું માથું ઉઠાવી લે, તો અલ્લાહ તેના માથાને ગધેડાના માથા માફક કરી દેશે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ તે લોકો માટે સખત ચેતવણી વર્ણન કરી છે જેઓ પોતાનું માથું ઈમામ પહેલા ઉઠાવી લે છે, કે અલ્લાહ તેમના માથાને ગધેડાના માથા માફક કરી દે, અથવા તેના ચહેરાને ગધેડાની માફક કરી દે.
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ શરૂ કરતાં, તો પોતાના બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને જ્યારે અલ્લાહુ અકબર કહી રુકૂઅમાં જતાં (ત્યારે પણ પોતાના બંને હાથ ઉઠાવતા) અને રુકૂઅ માંથી માથું ઉઠાવતા તો ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, અને બંને હાથ ખભા સુધી ઉઠાવતા, અને કહેતા: «"સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)», અને સિજદામાં જતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ દરમિયાન પોતાના હાથ ત્રણ જગ્યાએ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા હતા. પહેલી જગ્યા: જ્યારે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહી નમાઝ શરૂ કરતાં. બીજી જગ્યા: જ્યારે રુકૂઅમાં જવા માટે તકબીર (અલ્લાહુ અકબર) કહેતા. ત્રીજી જગ્યા: જ્યારે રુકૂઅ માંથી પોતાનું માથું ઉઠાવતા, અને કહેતા: "સમિઅલ્લાહુ લિમન હમિદહ" (અલ્લાહ એ સાંભળ્યું, જેણે તેની પ્રસંશા કરી), "રબ્બના વલકલ્ હમ્દ" (હે અમારા પાલનહાર ! દરેક પ્રકારના વખાણ તારા માટે જ છે)ત્યારે પણ પોતાના બંને હાથ ખભા સુધી અથવા કાનની બુટ્ટી સુધી ઉઠાવતા. અને સિજદામાં જતી વખતે અને સિજદા માંથી ઊભા થતી વખતે પોતાના હાથ ઉઠાવતા ન હતા.
અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મને નબી ﷺ એ તશહ્હુદનો (તરીકો) શિખવાડ્યું, એ સ્થિતિમાં કે મારા બંને હાથ નબી ﷺ ની હથેળીઓ વચ્ચે હતા, એ રીતે શિખવાડ્યું જે કુરઆનની સૂરતો શીખવાડતા હતા, «"અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબીય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વ-અલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" ((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)». અને બીજી રિવાયતના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ નમાઝમાં સલામ ફેરવવા માટે બેસે અને આ શબ્દો કહે છે: "અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહમતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન" (((મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય) તો આકાશ અને જમીનના દરેક સદાચારી બંદાઓ તરફથી સલામ કહેવું સાબિત થઈ જશે, "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" (હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે)».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુને તશહ્હુદ શિખવાડ્યું જે નમાઝમાં કરવામાં આવે છે, અબ્દુલ્લાહ ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુનું ધ્યાન પોતાની તરફ કરવા માટે પોતાના હાથ તેમના હાથમાં મૂકી દીધા, અને તેમણે એ રીતે શિખવાડ્યું જે રીતે કુરઆન શીખવાડતા હતાં, જેનો અર્થ એ થાય છે કે નબી ﷺ તશહ્હુદના શબ્દો અને અર્થ તરફ ખૂબ જ ધ્યાન આપ્યું. નબી ﷺ એ કહ્યું: "«"અત્તહિયાતુ લિલ્લાહિ": અને તે દરેક વાતો અને કાર્યો જે તેની મહાનતાનો પુરાવો આપે છે, અને તે દરેક સર્વશક્તિમાન અલ્લાહ માટે જ છે. "અસ્સલવાતુ": અને તે ફરજ અને નફિલ નમાઝ છે, જે ફક્ત અલ્લાહ માટે જ પઢવામાં આવે છે. "અત્તય્યિબાતુ": તે દરેક વાતો, કાર્યો અને પવિત્ર ગુણો, જે તેની ઉચ્ચ મહાનતા દર્શાવે છે, તે દરેકે દરેક ફક્ત અલ્લાહ માટે જ છે. "અસ્સલામુઅલય્ક અય્યુહન્ નબિય્યુ વરહ્મતુલ્લાહિ વબરકાતુહુ": દરેક આફતો અને મુસીબતોથી બચવા અને વધુમાં વધુ ભલાઈ પ્રાપ્ત કરવા માટેની દુઆ. "અસ્સલામુઅલય્ના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન": નમાઝ પઢનાર માટે સલામતી અને સુરક્ષાનું દુઆ, એજ રીતે આકાશો અને જમીનમાં રહેનાર દરેક સદાચારી વ્યક્તિ માટે સલામતીની દુઆ. "અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહ": અર્થાત્ હું નિશ્ચિતપણે સ્વીકારું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી. "વઅન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ": હું સ્વીકારું છું કે નબી ﷺ અલ્લાહના બંદા અને તેના અંતિમ પયગંબર છે. ફરી નબી ﷺ એ નમાઝ પઢનારને પ્રોત્સાહન આપ્યું કે તે જે ઈચ્છે દુઆ પઢી શકે છે.