





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: નબી ﷺ આ શબ્દો વડે દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન અઝાબિલ્ કબ્રી, વ-મિન અઝાબિન્ નાર, વ-મિન ફિત્નતિલ્ મહ્યા વલ્ મમાત, વ-મિન ફિત્નતિલ્ મસીહિદ્ દજ્જાલ" (હે અલ્લાહ ! હું તારી પનાહ માંગુ છું કબરના અઝાબથી અને જહન્નમના અઝાબથી અને જિંદગી અને મૌતના ફિતનાથી અને મસીહ દજ્જાલના ફિતનાની બુરાઈથી)».અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યાર તમારા માંથી કોઈ વ્યક્તિ નમાઝમાં તશહ્હુદ પઢી લે તો અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગે: જહન્નમના અઝાબથી, કબરના અઝાબથી, જીવન અને મૃત્યુના ફીતનાથી, અને દાજ્જાલની બુરાઈથી».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ નમાઝમાં છેલ્લા તશહ્હુદની બેઠકમાં તશહ્હુદ પઢયા પછી સલામ પહેલા અલ્લાહ પાસે ચાર વસ્તુઓથી પનાહ માંગતા હતા, અને આપણને પણ તે ચાર વસ્તુઓથી પનાહ માંગવાનો આદેશ આપ્યો છે, પહેલી વસ્તુ: કબરના અઝાબથી. બીજી વસ્તુ: જહન્નમના અઝાબથી જે કયામતના દિવસે આપવામાં આવશે. ત્રીજી વસ્તુ: જીવનના ફિતનાથી, જે હરામ મનેચ્છાઓ અને ગંભીર શંકાઓમાં પડવાથી, અને મૃત્યુના ફિતનાથી અર્થાત્ મૃત્યુના સમયે, ઇસ્લામ અથવા સુન્નતથી ફરી જવું અથવા કબરનો ફિતનો જેમકે બંને ફરિશ્તાનો સવાલ કરવો. ચોથી વસ્તુ: દજજાલના ફિતનાથી, જે અંતિમ સમયમાં નીકળશે, જેના દ્વારા અલ્લાહ પોતાના બંદાઓની કસોટી કરશે, ખાસ કરીને અહીંયા તેનો ઉલ્લેખ તેની ભવ્ય પથભ્રષ્ટતા અને ફિતનાના કારણે કરવામાં આવ્યો છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) નમાઝ માટે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) કહેતા તો કુરઆન (સૂરે ફાતિહા) પઢતા પહેલા થોડી વાર માટે શાંત રહેતા, તો મેં પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, તમે તકબીરે તેહરિમા (અલ્લાહુ અકબર) અને કુરઆન (સૂરે ફાતિહા) પઢવા દરમિયાન ચૂપ રહો છો? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «હું આ દુઆ પઢું છું: "અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિષ્ ષલ્જિ વલ્ માઇ વલ્ બર્દ" (અર્થાત્: હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ માટે તકબીર કહેતો તો સૂરે ફાતિહા પઢતા પહેલા થોડી વાર ચૂપ રહેતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાની નમાઝ શરૂ કરતાં પહેલા કેટલીક દુઆઓ પઢતા હતા, જેમાંથી એક દુઆ આ પણ પઢતા: «"અલ્લાહુમ્મ બાઇદ બયની, વ બય્ન ખતાયાય કમા બાઅદ્ત બય્નલ્ મશરિકિ વલ્ મગરિબિ, અલ્લાહુમ્મ નક્કીની મિન્ ખતાયાય, કમા યુનક્કષ્ ષવ્બુલ્ અબ્યઝુ મિનદ્ દનસ, અલ્લાહુમ્મગ્ સિલ્ની મિન ખતાયાય બિલ્ માઇ વષ્ ષલ્જિ વલ્ બર્દ" (હે અલ્લાહ! તું મારા અને મારા ગુનાહો વચ્ચે એટલું અંતર કરી દે જેટલું પૂર્વ અને પશ્ચિમ દરમિયાન છે, હે અલ્લાહ! મને ગુનાહોથી એવી રીતે પાક કરી દે, જે રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, હે અલ્લાહ! તું મારા ગુનાહોને પાણી, બરફ અને કરા વડે ધોઈ નાખ)». નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સર્વ શ્રેષ્ઠ અને ઉચ્ચ અલ્લાહ પાસે દુઆ કરતાં કે તે તેમના અને તેમના ગુનાહો દરમિયાન એટલી દૂરી કરી, જે ક્યારે ભેગા ન થઈ શકે, જેમકે પૂર્વ અને પશ્ચિમ ક્યારે ભેગા થતાં નથી, અને અને જો તે ગુનાહોમાં સપડાઈ જાય તો તેમને એવી રીતે સાફ કરી દે, જેવી રીતે સફેદ કપડાં માંથી મેલ સાફ કરવામાં આવે છે, એવી જ રીતે તેમને પાણી, બરફ અને કાર જેવી ઠંડી વસ્તુઓ વડે ગુનાહોને ધોઈ નાખ, અને ગુનાહોની જ્વાળાની ગરમીથી ઠંડા કરી દે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «»જ્યારે કૂતરું તમારા માંથી કોઈના વાસણમાં પી લે, તો તે વાસણને સાત વખત ધોવામાં આવશે». મુસ્લિમની રિવાયતમાં છે: «પ્રથમ વખત માટી વડે ધોવામાં આવે».
મુત્તફકુન્ અલયહિજ્યારે કૂતરું કોઈ વાસણમાં મોઢું નાખે તો તે વાસણને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાત વખત ધોવાનો આદેશ આપ્યો છે, પ્રથમ વખત માટી વડે ધોવામાં આવે અને પછી પાણી વડે ધોવામાં આવે, પછી જ તે વાસણ સંપૂર્ણ રીતે પાક થશે અને તેમાં રહેલ (જીવાત)થી બચી શકાશે.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: જ્યારે નબી ﷺ શૌચાલયમાં દાખલ થતાં તો કહેતા: «"અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિનલ્ ખુબુસી વલ્ ખબાઇસ"( હે અલ્લાહ ! હું નાપાક પુરુષ અને નાપાક સ્ત્રી જિનથી તારી પનાહ માગું છું)».
મુત્તફકુન્ અલયહિજ્યારે નબી ﷺ કોઈ એવી જગ્યાએ દાખલ થતાં જ્યાં તે પોતાની હાજત પૂરી કરતાં, પેશાબ કરવા અથવા સંડાસ કરવા, તો અલ્લાહ પાસે પનાહ માંગતા, જેથી અલ્લાહ તેમની તરફ ધ્યાન કરી તેમની શૈતાન પુરુષ અને સ્ત્રીથી સુરક્ષા કરી શકે. ખુબુસ અને ખબાઇસની બીજી સમજૂતી બુરાઈ અને ગંદકી પણ કરવામાં આવી છે.
સહલ બિન હુનેફ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહથી સાચા દિલથી શહાદત માંગશે, તો અલ્લાહ તેને શહીદ લોકોના દરજ્જા સુધી પહોંચાડી દેશે, ભલેને તેનું મૃત્યુ પથારીમાં થયું હોય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહ પાસે શહાદત માંગે, અને અલ્લાહના માર્ગમાં શહીદ થવાની ઈચ્છા ધરાવતો હોય અને તે પોતાની નિયતમાં સાચો હોય તો અલ્લાહ તેની સાચી નિયતના કારણે તેને શહીદનો દરજ્જો આપે છે, ભલેને તે જિહાદ (યુદ્ધ) કર્યા વગર પથારીમાં જ મૃત્યુ પામ્યો હોય.
ઉમ્મુલ્ મુઅમિનીન મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે જનાબતનું ગુસલ (સ્નાન) કરવાનું પાણી મૂક્યું, અને કપડાં વડે પડદો કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાના હાથ પણ પાણી નાખી તેને ધોયા, ફરી પોતાના જમણા હાથ વડે ડાબા હાથમાં પાણી નાખી પોતાના ગુપ્તાંગને સાફ કર્યા, ફરી પોતાના હાથને જમીન પર માર્યા અને ઘસ્યા, ફરી તેને ધોયા, ફરી કોગળા કર્યા, અને નાક સાફ કર્યું, ફરી પોતાના ચહેરો ધોયો અને પોતાના હાથ કોળી સુધી ધોયા, ફરી પોતાના માથા અને સંપૂર્ણ શરીર પણ પાણી નાખ્યું, ફરી સ્નાન કરવાની જગ્યાએથી દૂર થઈ ઊભા થયા અને પોતાના બંને પગ ધોયા, ફરી હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) માટે એક કપડું લઈને આવી, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે કપડું ન લીધું અને પોતાના હાથ વડે પાણી સાફ કરવા લાગ્યા.
મુત્તફકુન્ અલયહિઆ હદીશમાં ઉમ્મુલ્ મુઅમિનીન મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ના જનાબતના ગુસલ (સ્નાન) કરવાનો તરીકા વિજણાવી રહ્યા છે, કે મેં તેમના માટે પાણી મૂક્યું, અને એક કપડાં વડે પડદો કર્યો, (જેથી તે ગુસલ (સ્નાન) કરે), તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ નીચે પ્રમાણેના કાર્યો કર્યા: પહેલું: બંને હાથને વાસણમાં નાખતા પહેલા તેના પર પાણી નાખી તેને ધોયા. બીજું: ફરી જમણા હાથ વડે પોતાના ડાબા હાથ પર પાણી નાખી પોતાના ગુપ્તાંગને ધોયા, જેથી જનાબતના કારણે જે ગંદકી લાગેલી છે તે સાફ થઈ જાય. ત્રીજું: ફરી પોતાના હાથ જમીન પર મારી તેને ઘસ્યા અને ગંદકી દૂર કરવા તેને ધોયા. ચોથું: મઝમઝહ કર્યો; એટલે કે મોઢામાં પાણી નાખી કોગળા કર્યા, ફરી ઇસ્તિનશાક કર્યું, તે એ કે નાકમાં પાણી નાખી તેને આંગળી વડે સાફ કરી બહાર કાઢ્યું જેથી નાક સાફ થઈ જાય. પાંચમું: પોતાનો ચહેરો અને હાથ કોળી સુધી ધોયા. છઠ્ઠુ: પોતાના માથા પર પાણી નાખ્યું. સાતમું: બાકી રહેલા સંપૂર્ણ શરીર પર પાણી નાખ્યું. આઠમું: જગ્યા બદલી ઊભા થઈ પોતાના બંને પગ ધોયા, જેને પહેલા ધોયા ન હતા. ફરી મૈમુનહ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) પાણીને સાફ કરવા માટે એક કપડું લઈને આવ્યા, પરંતુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તે ન લીધું, અને પોતાના શરીર પર લાગેલા પાણીને પોતાના હાથ વડે સાફ કરવા લાગ્યા.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે: જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે સંપૂર્ણ શરીર ભીનું થઈ ગયું છે તો ત્રણ વખત તેના પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીરને ધોતાં, આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમય વાસણ માંથી પાણી લેતા હતા.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેજ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરવાનો ઇરાદો કરતાં તો સૌથી પહેલા પોતાના બંને હાથ ધોતાં. ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી શરીર પણ પાણી નાખતા, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે પાણી વાળના મૂળયા સુધી પહોંચી ગયું છે, તો ત્રણ વખત માથા પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીર ધોઈ લેતા. આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ એક સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમયે વાસણ માંથી પાણી લેતા હતા.
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એવો વ્યક્તિ હતો જેને ખૂબ જ મઝી (ગુપ્તાંગના રસ્તેથી નિકળતું ચીકણું પાણી) નીકળતું હતું, અને મને શરમ આવતી હતી હું નબી ﷺ ને આ વિષે સવાલ કરું; કારણકે તેમની દીકરીના કારણે મારું તેમની પાસે અલગ સ્થાન હતું, તો મેં મિકદાદ બિન અસ્વદને આદેશ આપ્યો કે આ વિષે સવાલ કરો, તો તેમણે સવાલ કર્યો તો નબી ﷺ એ કહ્યું: «પોતાના ગુપ્તાંગને ધોઈ લો અને વઝૂ કરો» અને બુખારીની રિવાયતના શબ્દો છે: નબી ﷺ એ કહ્યું: «વઝૂ કરો અને પોતાના ગુપ્તાંગને ધોઈ લો».
મુત્તફકુન્ અલયહિઅલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુ એ જણાવ્યું કે તેઓને ખૂબ જ મઝી નીકળતું હતું -મઝી તે પાણી જે સફેદ, ચીકણું અને પાતળું હોય છે, જે પુરુષના ગુપ્તાંગ માંથી મનેચ્છા વખતે અથવા સમાગમ પહેલા નીકળે છે-, અને તેઓ જાણતા ન હતા કે આ પાણી નીકળે તો શું કરવું જોઈએ, અને તેમને શરમ આવતી હતી કે તેઓ આ વિષે નબી ﷺ ને સવાલ કરે; કારણકે તેઓ નબી ﷺ ની દીકરી ફાતિમા રઝી અલ્લાહુ અન્હાના પતિ હતા, તો તેમણે મિકદાદ બિન અસ્વદને બોલાવ્યા અને આ વિષે નબી ﷺ પાસે સવાલ કરવાનું કહ્યું, તો નબી ﷺ એ જવાબ આપ્યો: તે પોતાના ગુપ્તાંગને ધોઈ લે અને વઝૂ કરે.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: મે નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? નબી ﷺ એ જવાબ આપ્યો: «સમયસર નમાઝ પઢવી» મેં ફરી પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ જવાબ આપ્યો: «માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો» મેં પૂછ્યું: ત્યારબાદ, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહના માર્ગમાં જિહાદ કરવું» અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું વધારે પૂછતો તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.
મુત્તફકુન્ અલયહિનબી ﷺ ને સવાલ કરવામાં આવ્યો: અલ્લાહની નજીક સૌથી પ્રિય અમલ કયો છે? તો નબી ﷺ એ જવાબ આપ્યો: ફરજ નમાઝોને તેના સમયે પઢવી, જે શરિઅતે નક્કી કર્યો છે, ફરી માતાપિતા સાથે સારો વ્યવહાર કરવો, તે બંને સાથે સદ્ વર્તન કરીને, તેમના અધિકારો પૂરા પાડીને, અને તેમના અવજ્ઞા કરવાથી બચીને. ફરી અલ્લાહના માર્ગમાં જિહાદ કરવુ, જે સર્વશક્તિમાન અલ્લાહના કલિમાને બુલંદ કરવા, દીન અને દીનદાર લોકો અને તેની નિશાનીઓની સુરક્ષામાં પોતાના માલ અને જાન વડે. અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: આ તે કાર્યો છે જેના વિષે મને નબી ﷺ એ જણાવ્યું, જો હું તેમને કહતો: ત્યારબાદ? તો નબી ﷺ વધુ પણ કાર્યો જણાવતા.