





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરરોજ સવાર જ્યારે બંદો ઉઠે છે, તો બે ફરિશ્તા ઉતરે છે, તે બંને માંથી એક કહે છે: હે અલ્લાહ! ખર્ચ કરવાવાળા ને ઉત્તમ બદલો આપ, અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! રોકવાવાળાને નષ્ટ કરી દે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે કોઈ દિવસ એવો નથી જેમાં સુર્ય નીકળે છે, પરંતુ બે ફરિશ્તાઓ ઉતરે છે અને દુઆ કરે છે, અને તેમાંથી એક કહે છે: હે અલ્લાહ! જે વ્યક્તિ અનુસરણના માર્ગ, જેમકે નેકીના કામો, પત્ની, બાળકો અને સંબંધીઓ પર ખર્ચ કરે છે, તેને દુનિયા અને આખિરતમાં શ્રેષ્ઠ બદલો આપ. અને બીજો ફરિશ્તો કહે છે: હે અલ્લાહ! એવો કંજૂસ વ્યક્તિ જે પોતાના પર જરૂરી ખર્ચ પણ ન કરતો હોય, તો તેને અને તેના ઘનને નષ્ટ કરી દે.
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબરના દિવસે કહ્યું: «આવતી કાલે હું ધ્વજ એવા વ્યક્તિને આપીશ, જેના હાથ વડે અલ્લાહ વિજય અપાવશે, અને જે અલ્લાહ અને તેના પયગંબરથી મોહબ્બત કરે છે, અને અલ્લાહ અને તેનો રસૂલ પણ તેનાથી મોહબ્બત કરે છે», રિવાયત કરનાર કહે છે કે દરેકે લોકોએ રાત એ ચિંતામાં પસાર કરી કે કાલે અલ્લાહના પયગંબર આ ધ્વજ કોને આપશે? જ્યારે સવાર પડી તો દરેક લોકો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા એ આશા રાખી કે ધ્વજ અમને મળશે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «અલી બિન અબી તાલિબ ક્યાં છે?» કહ્યું કે હે અલ્લાહના પયગંબર! તેમની આંખોમાં કંઈક તકલીફ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «તેમને મારી પાસે લાવો», જ્યારે તેમને બોલાવવામાં આવ્યા તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમની આંખો પર પોતાનું થુંક લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, દુઆની બરકતથી તેઓ એવી રીતે સાજા થઈ ગયા કે તેમને કોઈ બીમારી હતી જ નહીં, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ધ્વજ તેમને આપ્યો, તો અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ કહ્યું: હે અલ્લાહના રસૂલ! હું તેમની સાથે ત્યાં સુધી યુદ્ધ કરીશ જ્યાં સુધી તેઓ આપણા જેવા ન બની જાય? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «(ના પરંતુ) શાંતિથી ચાલતા રહો અહીં સુધી કે તમે તેમના મેદાનમાં પહોંચી જાઓ, ફરી તેમને ઇસ્લામ તરફ બોલાવો અને પછી તેમને જણાવો કે તેમના પર અલ્લાહના ક્યાં ક્યાં હકો અનિવાર્ય છે, અલ્લાહની કસમ! જો અલ્લાહ તઆલા એક વ્યક્તિને પણ તમારા દ્વારા ઇસ્લામની હિદાયત આપી દે, તો તે તમારા માટે લાલા ઊંટો કરતા પણ વધુ ઉત્તમ છે».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ખૈબર ના યુદ્ધના બીજા દિવસે સહાબાઓને મુસલમાનોની મદદની સૂચના આપી, અને એ કે એક વ્યક્તિને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ધ્વજ આપાશે, તે ધ્વજ જે લશ્કર પોતાની નિશાની માટે ઉઠાવી રાખતા હોય છે, તે વ્યક્તિનું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ લક્ષણ વર્ણન કર્યું કે તે અલ્લાહ અને રસૂલથી મોહબ્બત કરે છે અને અલ્લાહ તેમજ તેનો રસૂલ પણ તેનીથી મોહબ્બત કરે છે, દરેક સહાબાઓએ એ આ ભવ્ય તક પ્રાપ્ત કરવાની આશા રાખતા તેમજ ચર્ચા કરતા રાત પસાર કરી કે આ ધ્વજ કોને આપવામાં આવશે? જ્યારે સવાર પડી તો દરેક સહાબાઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે આવ્યા, દરેકની આશા હતી કે આ ભવ્ય તક તેમને મળે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પૂછ્યું કે અલી બિન તાલિબ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ક્યાં છે? તો કહેવામાં આવ્યું કે તે બીમાર છે, તેમની આંખમાં તકલીફ છે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને બોલાવ્યા, તેઓ આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પોતાનું પવિત્ર થુંક તેમની આખો પર લગાવ્યું અને તેમના માટે દુઆ કરી, તો અલ્લાહએ તેમને શિફા આપી, એવી શિફા આપી કે તેમને આંખમાં કંઈ તકલીફ હતી જ નથી, ફરી તેમને ધ્વજ આપ્યો, અને તેમને નમ્રતા સાથે આગળ વધવાનો આદેશ આપ્યો, અને માર્ગદર્શન આપ્યું કે જો તમે શત્રુના કિલ્લા સુધી પહોંચી જાઓ, તો સૌ પ્રથમ તેમને ઇસ્લામ સ્વીકારવાનું આમંત્રણ આપો, અને જો તેઓ ઇસ્લામ સ્વીકારી લે તો તેમને અલ્લાહના અધિકારો વિષે જણાવો. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અલી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) ને અલ્લાહ તરફ આમંત્રણ આપવાની મહત્ત્વતા વિશે જણાવ્યું કે જો તમારા દ્વારા અલ્લાહ એક પણ વ્યક્તિને હિદાયત આપે, તો તે લાલ ઊંટ કરતા પણ વધુ શ્રેષ્ઠ છે, જે અરબમાં સૌથી કિંમતી સામાન ગણવામા આવે છે.
ઝૈદ બિન ખાલિદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરના સામાનની વ્યવસ્થા કરી, તો તેણે પણ જિહાદ કર્યું ગણાશે, અને જેણે અલ્લાહના માર્ગમાં જનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરી, તો તેણે પણ જિહાદ કર્યું એમ ગણાશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર વ્યક્તિ માટે સફરનો સામાન, તેને જરૂર પડતા હથિયાર, સવારી, તેના ખાવાપીવાનો અને તેનો ખર્ચ વગેરેનો બંદોબસ્ત કરશે, તો ખરેખર તે પણ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરનારો જ છે, અને તેને તેનો સવાબ પણ જરૂર મળશે. એવી જ રીતે અલ્લાહના માર્ગમા જિહાદ (યુદ્ધ) કરનાર વ્યક્તિના ઘરવાળાઓની સારી રીતે દેખરેખ કરવી અને તેના નાયબ બનીને રહેવું, તો તે પણ જિહાદ (યુદ્ધ)ના હુકમમાં જ ગણવામાં આવશે.
યહ્યા બિન ઉમારહ અલ્ માઝિની રહિમહુલ્લાહ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અમ્ર બિન અબૂલ્ હસન પાસે હતો, તેઓએ અબ્દુલ્લાહ બિન ઝૈદને નબી ﷺના વુઝૂ વિશે સવાલ કર્યો, તેઓએ પાણીનું એક વાસણ મગાવ્યું, અને તેમને નબી ﷺ જેવું જ વુઝૂ કરીને બતાવ્યું, સૌ પ્રથમ બંને હથેળીઓ પર પાણી નાખ્યું, અને સારી રીતે ત્રણ વખત પોતાના હાથ ધોયા, ફરી વાસણમાં પોતાનો હાથ નાખી, ત્રણ વખત કોગળા કર્યા, નાકમાં પાણી ચઢાવ્યું અને નાક ખંખેર્યું, ફરી પોતાનો હાથ વાસણમાં નાખ્યો, અને ત્રણ વખત મોઢું ધોયું, ફરી પોતાનો હાથ વાસણમાં નાખ્યો, અને કોળી સુધી પતોનો હાથ બે વખત ધોયો, ફરી પોતાનો હાથ વાસણમાં નાખો માથાનો મસો કર્યો, પહેલા બંને હાથને આગળથી શરૂ કરી પાછળ સુધી લઇ ગયા અને ફરી બીજી વખત પાછળથી આગળ લાવ્યા, ફરી પોતાના બંને પગ ઘૂંટી સુધી ત્રણ વખત ધોયા.
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં અબ્દુલ્લાહ બિન ઝૈદ રઝી અલ્લાહુ અન્હુએ જેવી રીતે નબી ﷺ વુઝૂ કરતાં હતા તે પ્રમાણે જ કરીને બતાવ્યું. તો તેમણે એક પાણી ભરેલું નાનું વાસણ મગાવ્યું, સૌ પ્રથમ પોતાના હાથ હથેળી સુધી ધોતા શરૂ કર્યું, વાસણ નમાવી પાણી નાખ્યું અને ત્રણ વખત હાથ વાસણની બહાર ધોયા, ફરી પોતાનો હાથ વાસણમાં નાખી પાણી લીધું, ત્રણ વખત કોગળા કર્યા, નાકમાં પાણી ચઢાવ્યું અને નાક ખંખેર્યું, પછી વાસણ નમાવ્યું અને ત્રણ વખત મોઢું ધોયું ફરી વાસણ નમાવ્યું અને પાણી લઈ બે વખત કોળી સુધી હાથ ધોયા, ફરી વાસણમાં હાથ નાખી પાણી લઈ માથાનો મસો એવી રીતે કર્યો કે માથાના આગળના ભાગથી શરૂ કર્યું અને પાછળ બોચી સુધી લઈ ગયા અને પછી જ્યાંથી શરૂ કર્યું હતું તે જ જગ્યાએ પાછા આવ્યા, પછી ત્રણ વખત ઘૂંટી સુધી પગ ધોયા.
અમ્માર બિન યાસિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે: મને નબી ﷺએ એક કામ માટે મોકલ્યો, (રસ્તામાં) હું જુનુબી થઈ ગયો, અને મને ક્યાંય પાણી ન મળ્યું, એટલા માટે હું માટીમાં એવી રીતે આરોટિયા ખાવા લાગ્યો જેવું કે જાનવરો આરોટિયા ખાતા હોય છે, મેં નબી ﷺને આ વિશે જણાવ્યું, તો નબી ﷺએ કહ્યું: «તમારા માટે પૂરતું હતું કે તમે આ પ્રમાણે જમીન પર હાથ મારતા», ફરી નબી ﷺએ જમીન પર એકવાર હાથ મારી બતાવ્યું, ફરી નબી ﷺએ પોતાના ડાબા હાથથી જમણા હાથ પર હથેળીઓના બહારના ભાગમાં મસહ કર્યો, અને પછી મોઢાનો મસહ કર્યો.
મુત્તફકુન્ અલયહિનબી ﷺએ એક સફરમાં અમ્માર રઝી અલ્લાહુ અન્હુને એક જરૂરી કામ માટે મોકલ્યા, તો તેઓ રસ્તામાં જુનુબી થઈ ગયા, અર્થાત્ મનેચ્છા સાથે વીર્યનું નીકળવું, પરંતુ તેમને સ્નાન કરવા માટે પાણી ન મળ્યું, કારણકે તેઓ જનાબત વખતે તૈયમ્મુમનો હુકમ જાણતા ન હતા, તેઓ ફક્ત નાની ગંદકી માટે તૈયમ્મુમ કરી શકાય એમ જાણતા હતા, તેમણે વિચાર્યું કે જેવી રીતે વુઝૂ માટે પાણી ન મળવા પર, તૈયમ્મુમ માટે વુઝૂના કેટલાક અંગોને માટી વડે મસો કરવામાં આવે છે, એવી જ રીતે મોટી ગંદકીથી પાક થવા માટે ગુસલના અંગો પર મસો કરી શકાતો હશે, જેથી તેઓ પોતાનું શરીર જમીન પર માટીમાં રગડવા લાગ્યા, અને પછી તેઓએ પોતાના શરીરને ઢાંકી નમાઝ પઢી, જ્યારે તેઓ નબી ﷺ પાસે પાછા આવ્યા, તો નબી ﷺને સંપૂર્ણ વાત જણાવી, જેથી તેઓ જાણી શકે કે તેઓએ બરાબર કર્યું કે ખોટું? નબી ﷺએ નાની ગંદકી જેવી કે પેશાબ અને મોટી ગંદકી જેવી કે જનાબત બન્નેથી પાકી પ્રાપ્ત કરવાનો તરીકો જણાવ્યો, અને એ તરીકો આ પ્રમાણે હતો કે એક વખત જમીન પર માટીમાં હાથ મારો, પછી તેને જમણા હાથ પર ડાબા હાથ વડે મસો કરો અને પછી બન્ને હથેળીઓ અને મોઢાના ઉપરના ભાગમાં પણ મસો કરો.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે: મેં નબી ﷺ પાસેથી અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવા પર, ઝકાત આપવા પર, અનુસરણ કરવા પર અને દરેક મુસલમાન માટે ભલું ઇચ્છવા પર બૈઅત કરી.
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં સહાબી જરીર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે તેઓએ નબી ﷺ સાથે તૌહીદ, એક દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પઢવાનો, તેની શરતો, તેના અરકાન, તેની અનિવાર્ય વસ્તુ અને સુન્નતોની પાબંદી સાથે, ફર્ઝ ઝકાત આપવાનો, અર્થાત તે માલ દ્વારા કરવામાં આવતી અનિવાર્ય ઈબાદત, જે માલદારોથી લઈ હકદાર ગરીબોમાં વહેંચી દેવાય છે, તેમજ હોદ્દેદારોની વાત માનવા અને દરેક મુસલમાન માટે ભલું ઇચ્છવાનું વચન આપ્યું, અને એ કે તેમને ફાયદા પહોંચાડે છે, અને તેની તરફ ભલાઈને ખેંચી લાવે છે, અને તેનાથી વાત તેમજ તેના કાર્યો દ્વારા નુકસાનને દૂર કરે છે.
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મારો હાથ પકડ્યો અને કહ્યું: «હે મુઆઝ, અલ્લાહની કસમ હું તારાથી મોહબ્બત કરું છું», અને પછી કહ્યું: «હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: "અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક વ શુક્રિક વ હુસ્નિ ઈબાદતિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવા, શુક્ર કરવા અને સારી રીતે તારી ઈબાદત કરવામાં તું મારી મદદ કર».
رواه أبو داود والنسائي وأحمدઅલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મુઆઝ રઝી અલ્લાહુ અન્હુનો હાથ પકડ્યો અને કહ્યું: હે મુઆઝ, અલ્લાહની કસમ! હું તારાથી મોહબ્બત કરું છું, અને પછી કહ્યું: હે મુઆઝ! હું તને વસિયત કરું છું, દરેક ફર્ઝ નમાઝ પછી આ શબ્દો કહેવાનું ન ભૂલશો: ("અલ્લાહુમ્મ અઇન્ની અલા ઝિક્રિક" (હે અલ્લાહ! તારો ઝિક્ર કરવામાં તું મારી મદદ કર) અર્થાત્ હે અલ્લાહ! અનુસરણ કરવાથી તારી નિકટતા પ્રાપ્ત કરનારી દરેક વાતો અને કાર્યોમાં તને યાદ કરવાની તૌફીક આપ. ("વ શુક્રિક" તારો શુક્ર કરવા) અર્થાત્ નેઅમતોની પ્રાપ્તિ પર તેમજ સજાઓ દૂર થવા પર આભાર વ્યક્ત કરવાની તૌફીક આપ. "વ હુસ્નિ ઈબાદતિક" (અને સારી રીતે તારી ઈબાદત કરવામાં) અર્થાત્ નિખાલસતા અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણ મુજબ શ્રેષ્ઠ તરીકાથી અલ્લાહની ઈબાદત કરવામાં મારી મદદ કર.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: આદમની સંતાનના દરેક કાર્યો તેના માટે જ છે, ફક્ત રોઝો, તે ફક્ત મારા માટે છે છે અને હું જ તેનો બદલો આપીશ, રોઝો ઢાલ છે, જ્યારે તમારા માંથી કોઈ રોઝો રાખે તો કોઈ વ્યર્થ કાર્ય ન કરે અને ન તો બુમો પાડે, જ્યારે કોઈ તેને ગાળો બોલે અથવા તેની સાથે કોઈ ઝઘડો કરે તો તેને કહી દે કે હું રોઝેદાર છું, કસમ છે તે ઝાતની જેના હાથમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્રાણ છે, અલ્લાહ પાસે રોઝેદારના મોઢા માંથી આવતી સુગંધ કસ્તુરીની સુગંધ કરતા પણ વધુ પ્રિય છે, રોજદાર માટે બે ખુશી ની જગ્યા છે: એક તો જ્યારે તે ઇફતારી કરે, ત્યારે ઇફતારી કરવાના કારણે તેની ખુશી અને બીજી ખુશી જ્યારે તે પોતાના રબ સાથે મુલાકત કરશે તો (પોતાના રોઝાનો સવાબ જોઈ) ખુશ થઈ જશે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ હદીષે કુદસીમાં કહ્યું: અલ્લાહ તઆલા આદમની સંતાનની દરેક નેકીનો બદલો દસથી લઈ કે સાતસો ઘણો આપે છે, સિવાય રોઝાના; એટલા માટે કે તે મારા માટે છે અને તેમાં દેખાડો નથી હોતો, અને હું જ તેનો બદલો આપીશ, માટે હું જ રોઝાના બદલાના ગણતરી અને તેના બમણા થવાની હદ જાણું છું. પછી કહ્યું: (રોઝો ઢાલ છે) જહન્નમથી બચાવ માટે કવચ છે; કારણકે રોઝા દરેક મનેચ્છાઓથી અને ગુનાહ કરવાથી રોકે છે, જો કે જહન્નમ તો મનેચ્છાઓથી ભરેલી છે. (જ્યારે તમારા માંથી કોઈ રોજદાર હોય તો તે વ્યર્થ કાર્ય ન કરે) અર્થાત્ સંભોગ અને ત્યાં સુધી લઈ જનારા દરેક કાર્યો તેમજ અશ્લીલ વાતો. (અને ન તો રાડો પાડે) અર્થાત્ ઝઘડો કરી બુમો પાડવી અને ચીસો પાડવી. (જ્યારે કોઈ તેને ગાળો આપે અથવા તો ઝઘડો કરે) રમઝાનમાં તો તેણે કહેવું જોઇએ: હું રોજેદાર છું; કદાચ તે રુકી જાય, જો તે લડાઈ કરવા પર જોર કરે તો તેને સરળતાથી દૂર કરવો જોઈએ, જે પ્રમાણે એક વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં તેની સાથે ઝઘડો કરનાર વ્યક્તિને કરતો હોય છે, સહેજ ધક્કો મારી દૂર કરવો જોઈએ. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ ખાધી કે કસમ છે તે ઝાતની, જેના હાથમાં મોહમ્મદના પ્રાણ છે, રોઝાના કારણે રોજદારના મોઢા માંથી આવતી સુગંધ અલ્લાહ પાસે મુશક (એક પ્રકારની ખુશ્બુ) કરતા પણ વધુ સુગંધિત છે, અને તે ખુશ્બુ કરતા વધુ પ્રિય છે, જે ખુશ્બુ તમારા માટે જુમ્માની નમાઝ અને ઝિક્રની મજલીસમાં મુસ્તહબ છે. રોજદાર માટે બે ખુશીઓ છે: જ્યારે તે ઇફતારી કરે છે, ત્યારે ખુશ થાય છે કારણકે તેની ભૂખ અને તરસ ખત્મ થઈ ગઈ, અને રોઝો પૂરો થયો તેમજ તેની ઈબાદત પૂર્ણ થઈ, તેના પાલનહાર તરફથી શાંતિ અને રોઝો તેના માટે ભવિષ્યમાં મદદરૂપ સાબિત થશે. (જ્યારે તે પોતાના પાલનહારથી મુલાકાત કરશે, તો ખુશ થઈ જશે) પોતાના રોઝાનો બદલો અને સવાબ જોઈ.
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વખત રાતના સમયે મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પથારી પર ન જોયા, તો હું તેમને શોધવા માટે નીકળી તો મારો હાથ તેમની પગ પર પડ્યો અને તે સમયે આપ મસ્જિદમાં હતા અને કહી રહ્યા હતા: «"અલ્લાહુમ્મ અઊઝુ બિરઝાક મિન્ સખ્તિક્, વબિમુઆફાતિક મિન્ ઉકૂબતિક, વઅઊઝુ બિક મિન્ક લા ઉહ્સી ષનાઅન્ અલૈક અન્ત કમા અષ્નય્ત અલા નફ્સિક" હે અલ્લાહ! હું તારી પ્રસન્નતા દ્વારા તારા નારાજ થવાથી પનાહ માંગુ છું, અને હું એ વાતથી તારી પનાહ માંગુ છું કે હું તે રીતે તારા વખાણ ન કરી શક્યો જે રીતે તે તારા પોતાના વખાણ કર્યા છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે એક વખત રાત્રે હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે સુઈ ગઈ હતી, અને અચાનક નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કયાંક જતાં રહ્યા, તો હું મારો હાથ તે જગ્યા પર લઈ ગઈ, જ્યાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ પઢી રહ્યા હતા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિજદાની સ્થિતિમાં હતા અને તેમના બંને પગ ઊચા હતા, અને તે જ સ્થિતિમાં આ દુઆ કરી રહ્યા હતા: ("અઊઝુ" હું પનાહ માંગુ છું) હું તારી પ્રસન્નતા વડે તારા ગુસ્સાથી વસીલો માંગુ છું, જે મારા મારી ઉમ્મત વિરુદ્ધ હોય, (અને) હું શરણ માંગુ છું, ("બિમુઆફાતિક" તારી ક્ષમા દ્વારા) અને તારી ક્ષમા વિશાળ છે, (તેના દ્વારા હું તારી પકડથી (પનાહ માંગુ છું), ("વ અઊઝુ બિક મિન્ક" અને હું તારી પાસે પનાહ માંગુ છું) અને તારી સુંદરતા અને મહાનતાના ગુણો દ્વારા, જ્યાં તારા સિવાય કોઈ આશરો આપનાર નથી, અને ન તો ત્યાં કોઈ અલ્લાહ સિવાય શરણ આપનાર છે, ("લા ઉહ્સી ષનાઉન્ અલૈક" હું તારા વખાણ ન કરી શક્યો) હું મારી અસક્ષમતાના કારણે મારી સંપૂર્ણ કોશિશો હોવા છતાં પણ તારી નેઅમતો અને અને તારી કૃપાઓના વખાણ કરી શક્યો અને ન તો હું ત્યાં સુધી પહોંચી શકું છું, જેવુ કે તું હકદાર છે, ("અન્ત કમા અષ્નયત અલા નફ્સિક" જેમકે તે તારી ઝાત માટે વખાણ કર્યા છે) તું જ છે, જેણે પોતાના સપૂર્ણ વખાણ કર્યા છે, તો શું કોઈ વ્યક્તિ તારા વખાણનો હક અદા કરી શકે છે?!