





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક યુદ્ધમાં એક સ્ત્રીની લાશ જોઈ, તો સ્ત્રીઓ અને નાના બાળકો, જે હજુ પુખ્તવય સુધી ન પહોંચ્યા હોય તેમની હત્યા કરવાથી રોક્યા.
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મન્નત માનવાથી રોક્યા છે, મન્નત એ કે જેમાં કોઈ વ્યક્તિ પોતાને એવા કામ કરવાનો પાબંદ બનાવે છે, જેનો આદેશ શરીઅતે આપ્યો ન હોય, અને કહ્યું: મન્નત ન તો કોઈ વસ્તુને આગળ વધારે છે, અને ન તો કોઈ વસ્તુને પાછળ કરે છે, અને તેના દ્વારા કંજૂસ વ્યક્તિનો માલ કઢાવવામાં આવે છે, જે વાજિબ કાર્યો સિવાય અન્ય કાર્યો કરતો નથી, અને ખરેખર મન્નત (વ્રત) કોઈ એવી વસ્તુને નથી લાવતી, જે ભાગ્યમાં ન હોય.
અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું અશ્અરી ખાનદાનના એક જુથ સાથે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સવારી માંગી, તો નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ મારી પાસે સવારી નથી અને હું તમારા માટે સવારીના જાનવરનો બંદોબસ્ત પણ કરી નથી શકતો», ફરી અમે અલ્લાહની ઈચ્છા પ્રમાણે આમ જ રોકાઈ રહ્યા, ત્યાર પછી સારી ગુણવત્તાવારી ઊંટણીઓ લાવવામાં આવી, અને નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે ઊંટણીઓ અમને આપી દીધી, બસ જ્યારે અમે રવાના થવા લાગ્યા તો અમારા માંથી કોઈએ અથવા કેટલાક લોકોએ કહ્યું: અલ્લાહની કસમ! આપણને આ સવારીમાં બરકત પ્રાપ્ત નહીં થાય, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા હતા તો તેમણે કસમ ખાધી હતી, અને જણાવ્યું હતું કે તે અમારા માટે સવારીનો બંદોબસ્ત નહીં કરી શકે, ફરી હવે તેમણે અમને સવારી આપી છે, તો આપણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જવું જોઈએ, અને તેમને કસમ (સોગંદ) યાદ અપાવવી જોઈએ, જેથી અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની કસમ! મેં તમારા માટે સવારીનો બંદોબસ્ત નથી કર્યો પરંતુ અલ્લાહએ કરી આપ્યો છે, અને જો હું કોઈ કસમ (સોગંદ) ખાઈ લઉં અને તેનાથી વધુ સારી વસ્તુ જોઉ, તો મારી કસમ (સોગંદ) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) આપીશ, અને તે જ કાર્ય કરીશ જેમાં વધુ ભલાઈ હશે».
મુત્તફકુન્ અલયહિઅબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે હાજર થયો, અને મારી સાથે મારા કબીલાના કેટલાક લોકો પણ હતા, અમારો હેતુ એ હતો કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને સવારી માટે ઊંટનો બંદોબસ્ત કરી આપે, જેના પર સવાર થઈ અમે જિહાદ (યુદ્ધ) માં ભાગ લઈ શકીએ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કસમ (સોગંદ) ખાઈ લીધી કે હું તમને સવારી માટે જાનવર નહીં આપી શકું, અને આપની પાસે જાનવર ન હતા, તો અમે પાછા ફરી ગયા, અને થોડાક દિવસ સુધી રોકાઈ રહ્યા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમારા માટે ત્રણ ઊંટોનો બંદોબસ્ત કરી આપ્યો, તો અમે લઈ આવ્યા, અમારા માંથી કેટલાક લોકો કહેવા લાગ્યા: આ ઊંટમાં અલ્લાહ આપણને બરકત નહીં આપે, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને ઊંટ ન આપવા માટે કસમ (સોગંદ) ખાધી હતી, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને આ વિશે સવાલ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જેણે તમારા માટે સવારીનો બંદોબસ્ત કર્યો તે ઉચ્ચ અલ્લાહ છે; કારણકે તે જ તૌફીક આપનાર અને રોજી આપનાર છે, અને હું તો ફક્ત એક કારણ અને સ્ત્રોત છું કે મારા હાથ દ્વારા તમને સવારી મળી, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કસમ! ઇન્ શાઅ અલ્લાહ, હું કંઈ કામ કરવા અથવા છોડવા માટે કસમ (સોગંદ) નહીં ખાઉં, અને હું જોઉં છું કે જે વસ્તુ માટે કસમ ખાધી છે જો તેનાથી ઉત્તમ કોઈ વસ્તુ પ્રાપ્ત થશે, તો હું તે ઉત્તમ વસ્તુ અપનાવીશ, અને જે વસ્તુ પર કસમ ખાધી છે, તેને હું છોડી દઇશ, તેમજ કસમનો કફ્ફારો (પ્રાયશ્ચિત) પણ આપી દઇશ.
અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને સવાલ કરવામાં આવ્યો કે એક વ્યક્તિ પોતાની બહાદુરીના પ્રદર્શન માટે યુદ્ધ કરે છે, એક વ્યક્તિ ફક્ત કોમની મદદ માટે યુદ્ધ કરે છે, અને એક વ્યક્તિ ફક્ત દેખાડો કરવાં માટે યુદ્ધ કરે છે, તો તેમાંથી કયો વ્યક્તિ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જે વ્યક્તિ ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા માટે (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ માટે) યુદ્ધ કરે છે, તે જ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને અલગ અલગ હેતુઓ માટે યુદ્ધ કરનાર લોકો વિષે સવાલ કારવમાં આવ્યો; એક વ્યક્તિ ફક્ત બહાદુરી દેખાડવા માટે લડે છે, અથવા એક વ્યક્તિ ફક્ત કોમની મદદ કરવા માટે લડે છે, અથવા એક વ્યક્તિ ફક્ત લોકોમાં પોતાના સ્થાનનો દેખાડો કરવા માટે લડે છે, જેવા કારણો, તેમાંથી કોણ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરવાવાળો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો વ્યક્તિ તે છે જે ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ) માટે યુદ્ધ કરે છે.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺએ લોકોને મુઅઝ્ઝિન જ્યારે અઝાન આપે તો તેનો જવાબ આપવા પર ઉભાર્યા છે અને એવી રીતે કે આપણે એવા જ શબ્દો કહીએ જેમ તેઓ કહે છે, એક પછી એક વાક્ય કહો, જ્યારે તે અલ્લાહુ અકબર કહે તો આપણે પણ અલ્લાહુ અકબર કહેવું જોઈએ અને જ્યારે તે શહાદતૈન (અલ્લાહ અને તેના રસૂલની ગવાહી) કહે તો પછી આપણે પણ કહેવું જોઈએ, (હય્ય અલસ્સલા, હય્ય અલલ્ ફલાહ) આ બન્ને શબ્દોને છોડીને; કારણકે આ બન્ને વાક્યો પછી: લા હવ્લ વ-લા કુવ્વત ઇલ્લા બિલ્લાહ કહેવું જોઇએ.
મુગીરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: હું એક સફરમાં નબી ﷺ સાથે હતો, મેં આપના મોજા ઉતારવા માટે હાથ આગળ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: « તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા», ફરી નબી ﷺ એ બન્ને મોજા પર મસહ કર્યો.
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એક સફરમાં હતા, તો નબી ﷺ વઝૂ કરવા લાગ્યા, જ્યારે નબી ﷺ પગ ધોવા સુધી પહોંચ્યા તો મુગીરહ બિન શુઅબહ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાનો હાથ આગળ કર્યો કે નબી ﷺ ના બન્ને પગ માંથી મોજા કાઢી લે જેથી તો નબી ﷺ પોતાના પગ ધોઈ શકે! તો નબી ﷺ એ કહ્યું: તેને છોડી દો અને ન કાઢો, કારણકે આ બન્ને મોજા મેં વઝૂની સ્થિતિમાં પહેર્યા હતા, ત્યારબાદ નબી ﷺ એ પગ ધોવાના બદલે મોજા પર મસહ કર્યો.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે ફાતિમા બિન્તે અબી હુબૈશ રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને સવાલ કર્યો, અને કહ્યું: મને ઇસ્તિહાઝહનું લોહી આવે છે અને હું પાક નથી થઈ શકતી તો શું હું નમાઝ છોડી દઉં? તો નબી ﷺ એ કહ્યું: «ના, આ તો એક રગ દ્વારા આવતું લોહી છે, હા એટલા દિવસોમાં તમે નમાઝ છોડી શકો છો, જેટલા દિવસ તમને આ બીમારી પહેલા માસિકનું લોહી આવતું હતું, ફરી ગુસલ કરી નમાઝ પઢવાનું શરૂ કરી દો».
મુત્તફકુન્ અલયહિફાતિમા બિન્તે અબી હુબૈશ રઝી અલ્લાહુ અન્હા એ નબી ﷺ ને સવાલ કર્યો અને કહ્યું: માસિકના સમય વગર મને સતત લોહી આવ્યા કરે છે, તો શું આ લોહીનો હુકમ પણ માસિકના લોહી જેવો જ છે, અને હું નમાઝ છોડી દઉં? તો નબી ﷺ એ તેણીને કહ્યું: આ તો ઇસ્તિહાઝહનું લોહી છે, આ તો એક બીમારી દ્વારા આવતું લોહી છે, ગર્ભાશયની એક રગમાં ઇન્ફેક્શનના કારણે આવતું હોય છે, આ માસિકનું લોહી નથી, જો વાત આ પ્રમાણે હોય કે તમને માસિક અને તે વગર પણ સતત લોહી આવતું જ હોય તો તમે ફક્ત માસિકના સમયે નમાઝ અને રોઝા તેમજ અન્ય ઈબાદત છોડી શકો છો; જે સમયે અન્ય માસિક વાળી સ્ત્રીઓને માસિકના સમયે જે કામો અને ઈબાદતોથી રોકવામાં આવ્યા છે પછી જ્યારે માસિકનો નક્કી સમયગાળો પૂર્ણ થાય તો તમે તેનાથી પાક થઈ જાઓ તમે લોહીની જગ્યાને સારી રીતે સાફ કરી દો, પછી સંપૂર્ણ શરીરને ગંદકીથી પાક કરી ધોવો, ફરી નમાઝ પઢો.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ મુસલ્લીઓને આદેશ આપી રહ્યા છે કે તેઓ સફો સીધી કરે, કોઈ પણ વ્યક્તિ સફમાં ન તો આગળ જાય ન પાછળ, અને સફો સીધી કરવી એ નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે, અને સફો સીધી ન કરવી એ નમાઝમાં ખલલ અને ખામી છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જોતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે». અને મુસ્લિમની હદીષના શબ્દો છે: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વાસણમાં હાથ નાખતા પહેલા પોતાના હાથ ત્રણ વખત ધોઈ લે; કારણકે તમારા માંથી કોઇ નથી જંતુ કે તેના હાથે રાત ક્યાં પસાર કરી છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ પાકી પ્રાપ્ત કરવાના કેટલાક તરીકા વર્ણન કર્યા છે, જેમાંથી અમુક નીચે મુજબ છે: પહેલો તરીકો: જે વ્યક્તિ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખે, ફરી તેને બહાર કાઢી લે. બીજો તરીકો: જે વ્યક્તિ પોતાના શરીર માંથી નીકળવા વાળી ગંદકીને પાણી વગર અન્ય વસ્તુ વડે દૂર કરવા ઇચ્છતો હોય, જેમકે પથ્થર વગેરે તો તે તેનો ઉપયોગ એકી સંખ્યામાં કરે, જેની ઓછામાં ઓછી સંખ્યા ત્રણ છે, અને તેનાથી વધારે પણ ઉપયોગ કરી શકે છે, જેના વડે તે ગંદકીને સાફ કરે છે. ત્રીજો તરીકો: જ્યારે કોઈ વ્યક્તિ સૂઈને ઉઠે તો તે વઝૂ કરવા માટે વાસણમાં હાથ ન નાખે અહીં સુધી કે તેને વાસણની બહાર ત્રણ વખત ધોઈ લે; કારણકે કોઇ નથી જાણતુ કે તેના હાથે ક્યાં રાત પસાર કરી છે, અને તે ગંદકીથી સુરક્ષિત નહીં રહી શકે, અને શક્ય છે કે શૈતાને તેની સાથે રમત કરી હોય અને તેના હાથને તે જગ્યા પર લઇ ગયો હોય જે માનવી માટે નુકસાન કારક હોય અથવા તે પાણીને ખરાબ કરનારી હોય.