





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુર્ રહમાન બિન સમુરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «મૂર્તિઓ અને પોતાના પૂર્વજોની કસમો ન ખાઓ».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ તાગૂતની કસમ ખાવાથી રોક્યા છે, અને તાગૂત તે મૂર્તિઓને કહે છે, જેને કાફિરો અલ્લાહ સિવાય પૂજે છે અને તેમની ઈબાદત કરે છે, અને તે જ તેમનું ગુમરાહ થવાનું અને કુફ્રનું કારણ છે. અને એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ પોતાના બાપ દાદાઓની પણ કસમ ખાવાથી રોક્યા છે, અને તે અજ્ઞાનતાના સમયે અરબના લોકોની આદત હતી, અને તેઓ ગર્વ અને મહાનતા વર્ણન કરી પોતાના પૂર્વજોની કસમ ખાતા હતા.
બુરૈદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અમાનતની કસમ ખાધી, તો તે અમારા માંથી નથી».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમાનતની કસમ ખાવાથી રોક્યા છે, અને જે પણ અમાનતની કસમ ખાઈ લે તે અમારા માંથી નથી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે એક જુથમાં બેઠા હતા, અમારી સાથે અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા પણ હતા, અચાનક નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી વચ્ચેથી ઊભા થઈ જતાં રહ્યા, અને ઘણી વાર સુધી પાછા ન ફર્યા, તો અમને ચિંતા થવા લાગી કે અમારી ગેર હાજરીમાં કોઈ આપને કતલ ન કરી દે, એટલા માટે અમે ઊભા થઈ ગયા, અને હું સૌથી પહેલા ચિંતા કરનાર લોકો માંથી હતો, હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શોધમાં નીકળ્યો, અહીં સુધી કે હું અન્સારના એક ખાનદાન બનૂ નજ્જારના બગીચા સુધી પહોંચી ગયો, હું તેની ચારે બાજુ ફરવા લાગ્યો કે મને કોઈ દરવાજો મળી જાય, પરંતુ મને દરવાજો ન મળ્યો, અચાનક મને એક પરનાળું દેખાયુ, જે અંદરના કૂવા માંથી બાગમાં આવતું હતું, -રબીઅ એક નાનકડા પરનાળાને કહે છે- હું તેજ પરનાળા માંથી સંકોચાઈને દાખલ થઈ ગયો, અને હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પહોંચી ગયો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અબૂ હુરૈરહ?» મેં કહ્યું: હાં અલ્લાહના રસૂલ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું વાત છે?» મેં કહ્યું: તમે અમારી વચ્ચે બેઠા હતા, અને અચાનક ઊભા થઈ જતાં રહ્યા, અને અમારી પાસે પરત આવવામાં ખૂબ જ વાર થઈ ગઈ, તો અમે ભયભીત થઈ ગયા કે અમારી ગેરહાજરીમાં તમને કતલ ન કરી દેવામાં આવે, અને ભયભીત થનારા માંથી હું સૌથી પહેલો વ્યક્તિ હતો, એટલા માટે હું (શોધતા) આ બગીચા સુધી પહોંચી ગયો, અને શિયાળની માફક સંકોચાઈને આ પરનાળાના રસ્તે અંદર આવી ગયો, અને લોકો મારી પાછળ છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના પવિત્ર ચપ્પલ મને આપ્યા, અને કહ્યું: «હે અબૂ હુરૈરહ! મારા આ બંને ચપ્પલ નિશાની રૂપે લઇ જાઓ, અને આ બાગની બહાર જે કોઈ તમને મળે, જે દિલના યકીન સાથે લા ઇલાહ ઇલ્લલ્લાહની સાક્ષી આપે, તો તેને જન્નતની શુભસુચના આપી દો», બસ જે પહેલો વ્યક્તિ જેને હું મળ્યો તે ઉમર રઝી અલ્લાહુ અન્હુ હતા, તેમણે કહ્યું: હે અબૂ હુરૈરહ! આ બંને ચપ્પલ કોના છે? તો મે કહ્યું: આ બંને ચપ્પલ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છે, અને મને એક વાત સાથે મોકલ્યો છે કે જે સાચા દિલ સાથે એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેને જન્નતની શુભસુચના આપી દો, તો મેં ઉમર રઝી અલ્લાહુ અન્હુને જન્નતની શુભસુચના આપી, તો ઉમર રઝી અલ્લાહુ અન્હુએ પોતાનો હાથ મારી છાતી પર માર્યો, જેથી હું પડી ગયો, અને કહ્યું: પરત ફરી જાઓ હે અબૂ હુરૈરહ!, જેથી હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પાછો આવ્યો, અને રડવાનો જ હતો કે ઉમર રઝી અલ્લાહુ અન્હુ મારી પાછળ પાછળ આવ્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું થયું હે અબૂ હુરૈરહ!?» મેં કહ્યું: હું ઉમર રઝી અલ્લાહુ અન્હુને મળ્યો, તમે મને જે આદેશ આપી મોકલ્યો હતો તે મેં તેમને જણાવ્યો, પરંતુ તેમણે મારી છાતી પર એવો માર માર્યો કે જેના કારણે હું નિતંભ પર પડી ગયો, અને મને પરત ફરવાનું કહ્યું, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ઉમર! તમે આમ કર્યું?» ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, શું તમે અબૂ હુરૈરહને પોતાના ચપ્પલ આપી મોકલ્યો કે તે વ્યક્તિને શુભસૂચના આપી દો, જે પોતાના સાચા દિલથી એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: આમ ન કરો, મને ભય છે કે લોકો આ વાત પર જ ભરોસો કરી લેશે, અને અમલ નહીં કરે, તેમને અમલ કરવા દો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેમને અમલ કરવા દો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના કેટલાક સહાબાઓના જૂથ સાથે બેઠા હતા, જેમાં અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા પણ હતા, અચાનક નબી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની વચ્ચેથી ઊભા થઈ જતાં રહ્યા, અને ઘણી વાર સુધી પરત ન ફર્યા, તો લોકો ભયભીત થઈ ગયા કે કોઈ દુશ્મન તેમને કોઈ નુકસાન ન પહોંચાડે, અથવા તેમને ઘરપકડ ન કરી લે વગેરે.. સ્વભાવિક છે કે આ સમયે સહાબા ઘભરાઈને આજુબાજુ ઢુંડવા નીકળી જાય, તેમાં સૌ પ્રથમ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ હતા, તેઓ શોધતા શોધતા બનૂ નજ્જારના એક બગીચા સુધી પહોંચી ગયા, અને તેની ચારો તરફ ચક્કર લગાવવા લાગ્યા જેથી તેમને કોઈ ખુલ્લો દ્વાર મળી જાય, પરંતુ તેમને દરવાજો ન મળ્યો, પરંતુ તેમને એક દીવાલમાં એક નાનું પરનાળુ દેખાઈ જેમાંથી પાણી જતું હતું, તો તેમણે પોતાના શરીરને સંકોચી લીધું અહીં સુધી કે તે અંદર દાખલ થઈ ગયા, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને મળી ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અબૂ હુરૈરહ તમે? અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હાં, હું. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે અહીંયા શું કરી રહ્યા છો? અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમે અમારી વચ્ચે બેઠા હતા, અને અચાનક ઊભા થઈ જતાં રહ્યા, અને અમારી પાસે પાછા આવવામાં ખૂબ જ વાર થઈ ગઈ, તો અમે ભયભીત થઈ ગયા કે તમને અમારી પાસે આવવાથી રોકી ન દીધા હોય, એટલા માટે અમે સૌ આપને શોધવા માટે નીકળી ગયા, અને સૌથી પહેલા હું જ નીકળ્યો હતો, હું આ બગીચા સુધી પહોંચી ગયો, અને શિયાળની માફક પોતાને સંકોચીને અંદર આવી ગયો, અને લોકો મારી પાછળ છે. આ સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને તેમના સત્ય હોવાની નિશાની રૂપે પોતાના પવિત્ર ચપ્પલ આપ્યા, અને તેમને કહ્યું: મારા આ બંને ચપ્પલ નિશાની રૂપે લઇ જાઓ, તમને આ દીવાલની પાછળ જે કોઈ પણ મળે અને સાચા દિલથી તે વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, તેને જન્નતની શુબસૂચના આપી દો. અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નીકળ્યા, તો સૌથી પહેલા તેમને ઉમર રઝી અલ્લાહુ અન્હુ મળ્યા, તેમણે પૂછ્યું: હે અબૂ હુરૈરહ! આ બન્ને ચપ્પલ કોના છે? તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુંએ કહ્યું: આ બંને ચપ્પલ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના છે, તેમણે પોતાના ચપ્પલ આપી મને તે કામ માટે મોકલ્યો છે કે જે વ્યક્તિ પણ મને સાચા દિલથી એ વાતની સાક્ષી આપતા મળે કે અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, તેને હું જન્નતની શુભસૂચના આપી દઉં. અ સાંભળી ઉમર રઝી અલ્લાહુ અન્હુએ અબૂ હુરૈરહની છાતી પર એવી રીતે મુક્કો માર્યો કે તે નિતંબ પર પડી ગયા, અને કહ્યું: પાછા જાઓ હે અબૂ હુરૈરહ!, જેથી હું ભયભીત થઈ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે પાછો આવ્યો, બદલાયેલ ચહેરા સાથે, અને રડવાનો જ હતો કે ઉમર રઝી અલ્લાહુ અન્હુ મારી પાછળ પાછળ આવ્યા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ હુરૈરહ! શું વાત છે? મેં કહ્યું: હું ઉમર રઝી અલ્લાહુ અન્હુને મળ્યો અને તેમને જણાવ્યું કે મને તમે શું આદેશ આપી મોકલ્યો છે, પરંતુ તેમણે મારી છાતી પર એવો માર માર્યો કે જેના કારણે હું નિતંબ પર પડી ગયો, અને મને કહ્યું: પાછા જાઓ. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે ઉમર! તમે જે કઈ કર્યું તે કરવા પર તમને કઈ વસ્તુએ મજબૂર કર્યા? ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારા માતા પિતા તમારા પર કુરબાન થાય, શું તમે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુને પોતાના ચપ્પલ આપી મોકલ્યા કે તે વ્યક્તિને શુભસૂચના આપી દે, જે પોતાના સાચા દિલથી એ વાતની સાક્ષી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હાં. ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમે આમ ન કરો, મને ભય છે કે લોકો આ વાત પર જ ભરોસો કરી લેશે, અને અમલ નહીં કરે, તેથી લોકોને અમલ કરવા માટે છોડી દો. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેમને અમલ કરવા માટે છોડી દો.
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺ એ કહ્યુ: «મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે એક મુસલમાનનો સંપૂર્ણ ઇસ્લામ તે છે, તેની જુબાન દ્વારા બીજો મુસલમાન સુરક્ષિત રહે, ન તો તે તેને ગાળો આપે, ન તો તેને મહેણાં ટોળાં મારે, ન તો તેની ગિબત કરે છે, અને ન તો એવા કોઈ પ્રયત્નો કરે, જેનાથી જબાન વડે બીજાને ઇજા પહોંચે, એવી જ રીતે તેના હાથથી પણ સુરક્ષિત રહે, ન તો તે તેમના પર હુમલો કરે, ન તો અયોગ્ય રીતે તેનો માલ લે, વગેરે જેવા કાર્યો, અને મુહાજિર તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુઓ છોડી દે.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અઝાન સાંભળ્યા પછી આ શબ્દો કહે: "અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિત્તામ્મતિ, વસ્સલાતિલ્ કાઇમતિ આતિ મુહમ્મદનિલ્ વસીલત વલ્ ફઝીલહ, વબ્અષહુ મકામમ્ મહમુદલ્લઝી વઅદ્તહુ" (હે અલ્લાહ ! આ સંપૂર્ણ દઅવત અને ઉભી થવાવાળી નમાઝના પાલનહાર! અમારા પયગંબર (મુહમ્મદ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમ ને વસિલો અને ઉપલબ્ધિ આપ અને તેમને મહમૂદ નામની જગ્યાએ પહોંચાડ, જેના વિશે તારું વચન છે), તો કયામતના દિવસે તેના માટે આપ સલ્લલ્લાહુઅલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિનની અઝાન સાંભળ્યા પછી કહેશે: (અલ્લાહુમ્મ રબ્બ હાઝિહિદ્ દઅવતિ) અને આ તે અઝાનના શબ્દો છે, જેના દ્વારા અલ્લાહની ઈબાદત અને નમાઝ તરફ બોલાવવામાં આવે છે, (અત્તામ્મતિ) સંપૂર્ણ, જે તૌહીદ અને પયગંબરીની દઅવત છે, (વસ્સલાતિલ્ કાઇમતિ) હંમેશાવાળી, જે ઊભી થવા વાળી છે, (આતિ) આપો, (મુહમ્મદનિલ્ વસીલત) જન્નતનું તે સ્થાન, જે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સિવાય કોઈને પણ આપવામાં નહીં આવે, (વલ્ ફઝીલત) તે સ્થાન, જે સર્જનના સ્થાન કરતાં શ્રેષ્ઠ છે, (વબ્અષહુ) આપો, (મકામમ્ મહમુદા) તેમાં ઊભો રહેનાર તેના વખાણ કરે અને તે કયામતના દિવસે ભલામણનું ઉચ્ચ સ્થાન છે, (અલ્લઝી વઅદ્તહુ) અલ્લાહની આ આયત દ્વારા: {નજીક માંજ તમારો પાલનહાર તમને "મહમૂદ" નામી જગ્યા પર ઊભા કરશ}, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે હશે. બસ જે વ્યક્તિ આ દુઆ વડે દુઆ કરશે તો તેના માટે કયામતના દિવસે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભલામણ અનિવાર્ય થઈ જશે.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «મારા સહાબાને અપશબ્દો ન કહો, તમારા માંથી કોઈ વ્યક્તિ (અલ્લાહના માર્ગમાં) ઉહદ પર્વત જેટલું પણ સોનું ખર્ચ કરી દે, તો પણ તેમના એક અથવા અડધું મુદ - અનાજ માપવાનું માપણું- ખર્ચ કરવા બરાબર પણ નેકી પ્રાપ્ત નહીં કરે શકે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ સહાબાઓને ખાસ કરીને સૌ પ્રથમ હિજરત કરનાર અને અન્સાર સહાબાઓને અપશબ્દો કહેવાથી રોક્યા છે, અને જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ઉહદ પર્વત જેટલું પણ સોનું ખર્ચ કરી દે, તો તેનો સવાબ એક સહાબીના તે સમયે અલ્લાહના માર્ગમાં એક મુદ ખર્ચ કરવા જેટલો પણ નહીં થાય, એક મુદ એક પ્રકારનું માપણું છે, - જે બન્ને હથેળીમાં ભરેલા સામાનના માપને કહે છે -, આ તેમના ઇખલાસ અને ફતહે મક્કાહ પહેલા તેમની ખર્ચ અને યુદ્ધની સખત હાજત વખતે ખૂબ જ આગળ આવવાનાના કારણે છે.
જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું; અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «બદર અને હુદૈબિયહમાં ભાગ લેનાર વ્યક્તિ ક્યારેય જહન્નમમાં દાખલ નહીં થાય».
رواه أحمد وأصله في صحيح مسلمઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે વ્યક્તિએ પણ હિજરતના બીજા વર્ષમાં થયેલ બદરના યુદ્ધમાં ભાગ ભજવ્યો અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ભેગા મળી યુદ્ધ કર્યું, અને હુદૈબિયહના સમાધાન સમયે પ્રતિજ્ઞા લીધી, જે હિજરતના છઠ્ઠા વર્ષે થઈ હતી, તે ક્યારેય પણ જહન્નમમાં દાખલ નહીં થાય.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા વિષે કહ્યું: «આ બંને નબીઓ અને પયગંબરો સિવાય આગળ અને પાછલા દરેક વૃદ્ધ લોકોના સરદાર છે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અબૂ બકર અને ઉમર અલ્ ફારૂક રઝી અલ્લાહુ અન્હુમા પયગંબરો પછી શ્રેષ્ઠ લોકો માંથી છે, અને નબીઓ અને પયગંબરો પછી જન્નતમાં દાખલ થનાર લોકોમાં પણ સૌથી શ્રેષ્ઠ છે.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હસન અને હુસૈન રઝી અલ્લાહુ અન્હુમા બંને જન્નતમાં યુવાનોના સરદાર હશે».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે હસન અને હુસૈન જે અલી બિન અબી તાલિબ અને ફાતિમા બિન્તે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના દીકરાઓ છે, તે બંને જન્નતમાં જે લોકો યુવાનીની સ્થિતિમાં મૃત્યુ પામ્યા અને નેકી સાથે જન્નતમાં દાખલ થયા તેમના સરદાર હશે, અથવા તે બંને જન્નતના યુવાનોના સરદાર હશે, પયગંબરો અને ખુલફાએ રાશિદીન સિવાય.