





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે તેઓ કહે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મક્કાના વિજયના દિવસે કહેતા સાંભળ્યા: «ખરેખર અલ્લાહ અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓની લે-વેચ કરવાને હરામ કર્યું છે», પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ! મૃતકની ચરબી વિશે શું આદેશ છે, કારણકે તેને હોડી પર લગાવવામાં આવે છે, ચામડા પર લગાવે છે અને તેનાથી લોકો ઘરમાં દીવો પણ સળગાવે છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ના, તે પણ હરામ છે», ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલા યહૂદીઓને નષ્ટ કરે જ્યારે અલ્લાહએ તેમના માટે ચરબી હરામ કરી તો તેઓએ તેને ઓગાડી વેચવાનું શરૂ કરી દીધું અને તેની કિંમત ખાવા લાગ્યા».
મુત્તફકુન્ અલયહિમક્કા વિજયના દિવસે જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા, અને તેઓ મક્કામાં જ હતા: અલ્લાહ અને તેનો રસૂલ તમારા માટે શરાબ, મૃતક, ડુક્કર અને મૂર્તિઓનો વેપાર હરામ કરે છે, પૂછવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ ! શું અમે મૃતકની ચરબીનો વેપાર કરી શકીએ છીએ? કારણકે અમે તેને હોડીઓ પર લગાવીએ છીએ, ચામડા પર તેનો ઉપયોગ કરીએ છીએ અને લોકો તેને ઘરમાં દિવા સળગાવે છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે ના, તેનો વેપાર પણ હરામ જ છે, પછી તે વખતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે: અલ્લાહ યહૂદીઓ ને નષ્ટ કરે અને તેમના પર લઅનત થાય; અલ્લાહએ તેમના પર જાનવરોની ચરબી હરામ કરી, તો તે લોકોએ ચરબીને ઓગાળી તેનું તેલ વેચવા લાગ્યા અને તેની કિંમત ખાવા લાગ્યા.
ઝિર્ર બિન્ હુબૈશે કહ્યું: હું સફવાન બિન્ અસ્સાલ મુરાદી પાસે મોજા પર મસહ કરવા બાબતે પૂછવા માટે આવ્યો, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર ? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો હોય, મેં કહ્યું: પેશાબ અને શૌચ કર્યા પછી મોજા પર મસહ કરવા બાબતે મારા દિલમાં શંકા ઉભી થઇ, તમે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી છો, શું તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કંઈ આદેશ આપતા સાંભળ્યા છે? તેઓએ કહ્યું: હા, જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત પોતાના મોજા ન કાઢશો, (અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), અને અમે પેશાબ, શોચ અને સૂતી વખતે પણ પોતાના મોજા ન કાઢીએ, મેં સાંભળ્યું છે કે તમે મનેચ્છા વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા કંઈ સાંભળ્યું છે? તેમણે કહ્યું: હા, એક વખત સફરમાં એક ગામડિયો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો ઊંચા અવાજે કહ્યું: હે મુહમ્મદ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે જ પ્રમાણે જવાબ આપ્યો: «હું અહીંયા છું», અમે કહ્યું: ખેદ છે તારા માટે! પોતાનો અવાજ ધીમો કર, નબી તારી પાસે જ છે, આ પ્રમાણે ઊંચા અવાજે નબીની સામે બોલવા પર રોક લગાવવામાં આવી છે, ગામડિયાએ કહ્યું: અલ્લાહની કસમ! હું મારો અવાજ ધીમે નહીં કરું, તેણે કહ્યું: વ્યક્તિ કેટલાક લોકોથી મુલાકાત ન હોવા છતાંય તેમની સાથે મોહબ્બત કરતો હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ક્યામતના દિવસે વ્યક્તિ જેની સાથે મોહબ્બત કરતો હશે, તેની સાથે ઉઠાવવામાં આવશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સાથે વાર્તાલાપ કરતા રહ્યા, વાર્તાલાપ કરતા કરતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પશ્ચિમ તરફ એક દ્વાર છે, જેનું અંતર ચાળીસ અથવા સિત્તેર વર્ષના અંતર બરાબર છે, અર્થાત્ એક સવાર એક તરફથી ચાલશે, તો બીજી તરફ ચાળીસ અથવા સિત્તેર વર્ષે પહોંચશે.
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઝિર્ર બિન્ હુબૈશ રહિમહુલ્લાહ સફવાન બિન્ અસ્સાલ રઝી અલ્લાહુ અન્હુ પાસે મોજા પર મસહ કરવા બાબતે સવાલ કરવા આવ્યા, તેમણે કહ્યું: કંઈ વસ્તુ તને અહીંયા લઈને આવી છે, હે ઝિર્ર? મેં કહ્યું: જ્ઞાનની શોધ, તેમણે કહ્યું: ફરિશ્તાઓ પોતાની પાંખ ફેલાવી દે છે, તે વિદ્યાર્થી માટે, જે ઇલ્મની પ્રાપ્તિ માટે નીકળ્યો હોય, તેનાથી ખુશ થઈ અને મહાનતા રૂપે, મેં કહ્યું: પેશાબ અને શૌચ કર્યા પછી મોજા પર મસહ કરવા બાબતે મારા દિલમાં શંકા ઉભી થઇ, તમે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી છો, શું તમે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કંઈ આદેશ આપતા સાંભળ્યા છે? સફવાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, જ્યારે અમે સફર કરી રહ્યા હોય અથવા સફર કરવાના હોય, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને આદેશ આપતા કે ત્રણ દિવસ અને રાત નાની નાપાકીના કારણે પોતાના મોજા ન કાઢીએ, જેમ કે પેશાબ, શૌચ અને ઊંઘ,(અને તેના પર મસહ કરી લેજો) પરંતુ જો જનાબતની સ્થિતિ હોય, તો (પછી મસહ નથી કરી શકતા), મેં કહ્યું: તમે મોહબ્બત વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી કંઈ સાંભળ્યું છે? તેમણે કહ્યું: હા, એક વખત સફરમાં એક ગામડિયો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યો ઊંચા અવાજે કહ્યું: હે મુહમ્મદ! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે જ પ્રમાણે જવાબ આપ્યો કે હું અહીંયા છું, અમે કહ્યું: ખેદ છે તારા માટે! પોતાનો અવાજ ધીમો કર, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તારી પાસે જ છે, આ પ્રમાણે ઊંચા અવાજે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સામે બોલવા પર રોક લગાવવામાં આવી છે. ગામડિયાએ કહ્યું: અલ્લાહની કસમ! હું મારો અવાજ ધીમે નહીં કરું, તેણે કહ્યું: વ્યક્તિ કેટલાક સદાચારી લોકોથી મુલાકાત ન હોવા છતાંય તેમની સાથે મોહબ્બત કરતો હોય છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ક્યામતના દિવસે વ્યક્તિ જેની સાથે મોહબ્બત કરતો હશે, તેની સાથે ઉઠાવવામાં આવશે, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમારી સાથે વાર્તાલાપ કરતા રહ્યા, વાર્તાલાપ કરતા કરતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે પશ્ચિમ દિશામાં શામમાં તૌબા નામનો દ્વાર છે, તે દ્વાર અલ્લાહ તઆલાએ જ્યારથી જમીન અને આકાશ પેદા કર્યા છે, ત્યારથી છે, જેનું અંતર ચાળીસ અથવા સિત્તેર વર્ષના અંતર બરાબર છે, અર્થાત્ એક સવાર એક તરફથી ચાલશે, તો બીજી તરફ ચાળીસ અથવા સિત્તેર વર્ષે પહોંચશે અને આ દરવાજો ત્યાં સુધી ખુલ્લો રહેશે, જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ તરફથી ન ઉગે.
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે અબુ ઝર, જો તમે શેરવો બનાવો, તો તેમાં પાણીનું પ્રમાણ વધારી દો અને પોતાના પાડોશીઓનું પણ ધ્યાન રાખજો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું કે જ્યારે શેરવો બનાવો (શાક બનાવો), તો તેમાં પાણી નાખી તેની માત્રા વધારી દો, અને પોતાના પાડોસીઓનું ધ્યાન રાખો અને તેમની ચકાસણી કરતાં રહો.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: જિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શુ તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા», જિબ્રઇલે કહ્યું: «"બિસ્મિલ્લાહિ અરકીક, મિન્ કુલ્લિ શયઇન્ યુઅઝિક, મિન શર્રિ કુલ્લિ નફ્સિન્ અવ્ અય્નિન્ હાસિદિન્, અલ્લાહુ યશ્ફીક બિસ્મિલ્લાહિ અરકીક" (અર્થ: અલ્લાહના નામથી હું આપના પર દમ કરું છું, તે દરેક વસ્તુથી જે આપને તકલીફ પહોંચાડે, દરેક સજીવ અને ઈર્ષા કરનારની નજરની દુષ્ટતાથી (હિફાજત માટે), અલ્લાહ તમને શિફા આપે, હું અલ્લાહના નામથી તમારા પર દમ કરું છું)».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેજિબ્રઇલ અલૈહિસ્ સલામ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યા અને કહ્યું: હે મુહમ્મદ! શું તમે બિમાર છો? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હા. તો જિબ્રઇલ અલૈહિસ્ સલામએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ દુઆ દ્વારા દમ કર્યો: «"બિસ્મિલ્લાહિ" (અલ્લાહના નામથી)», અલ્લાહથી મદદ માંગતા, «"અરકીક" (હું તમારા પર દમ (રુકિય્યહ) કરું છું )», તારી શરણ ઈચ્છું છું, «"મિન કુલ્લિ શયઇન્ યુઅઝિક" (દરેક વસ્તુથી જે તમને ઈજા પહોંચાડે છે)», તે મોટી હોય કે નાની, «"મિન શર્રિ કુલ્લિ નફ્સિન્" (દરેક આત્માની દુષ્ટતાથી)» નાપાક લોકો, «"અવ્ અય્નિન્ હાસિદિન્" (દરેક ઈર્ષા કરનારની નજરથી)», જે તમારા પર પડે છે, તો અલ્લાહ «"યશ્ફીક" (તમને શિફા આપે)», દરેક પ્રકારની બીમારીઓથી અલ્લાહ તમારી રક્ષા કરે, «"બિસ્મિલ્લાહિ અરકીક" (અલ્લાહના નામથી હું તમારા પર દમ કરું છું)», પુષ્ટિ માટે બે વખત વર્ણન કર્યું, અને દુઆની શરૂઆત અને અંત પણ તેની સાથે જ કર્યો, જેથી તે વાતની પુષ્ટિ થઇ જાય કે અલ્લાહ સિવાય કોઈ ફાયદો અને નુકસાન પહોંચાડી શકતું નથી.
અબૂ હુમૈદ સાઈદી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બનૂ સુલૈમ નામના કબીલાની ઝકાત ઉઘરાવવા માટે જે ઈબ્ને લુત્બિય્યહ નામના વ્યક્તિને મોકલ્યા, જ્યારે તે માલ લેવા માટે આવ્યા તો કહેવા લાગ્યા: આ તમારો માલ છે (અથાત્ મુસલમાનોનો છે) અને આ મારો હદીયો છે. તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પછી તમે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત, તો હદીયો જાતે જ તમારા ઘરે આવી જતો», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને ખુતબો આપ્યો અને અલ્લાહના વખાણ કર્યા, ફરી કહ્યું: «જુઓ, હું તમારા માંથી એક વ્યક્તિને એ કામ માટે જવાબદાર બનાવું છું, જે કામ માટે મને અલ્લાહએ જવાબદાર બનાવ્યો છે, પછી તે વ્યક્તિ આવે છે અને કહે છે કે આ માલ તમારો છે અને આ મને હદિયો આપવામાં આવ્યો છે, તેણે પોતાના માતા-પિતાના ઘરે જ બેસી રહેવું જોઈએ, ત્યાંજ તેનો હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે, તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે એ વસ્તુને ઉઠાવી રાખી હશે, જો કે હું તમારા માંથી તે દરેક વ્યક્તિને ઓળખી જઈશ, જે અલ્લાહ પાસે આ પ્રકારની સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે ઊંટ પકડી રાખ્યું હશે, જે અવાજ કરતું હશે, એવી જ રીતે ગાય લઇને આવશે, જે રડી રહ્યું હશે, એવી જ રીતે બકરી પણ, જે રડી રહી હશે», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ ઉઠાવ્યો, અહીં સુધી કે આપના બગલની સફેદી નજર આવી અને કહ્યું: «હે અલ્લાહ! શુ મેં પહોંચાડી દીધું?» આ શબ્દો કહેતા મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને મારી આંખેથી જોયા અને મારા કાન વડે સાંભળ્યું.
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને જેમને ઈબ્ને લુત્બિય્યહના નામે લોકો ઓળખતા હતા, બનૂ સાલિમ કબીલાની ઝકાત વસૂલવા માટે મોકલ્યા, જ્યારે તેઓ હિસાબ કરી મદીનહ પાછા આવ્યા, તું ઈબ્ને લુત્બિય્યહ વ્યક્તિએ કહ્યું: આ તમારો માલ છે, જે મેં ઝકાતનો ભેગો કર્યો છે, અને આ મારો માલ છે, જે મને હદીયા (ભેટ) તરીકે મળ્યો છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે તમારા માતા-પિતાના ઘરે જ કેમ બેસી ન રહ્યા, જો તમે સાચા હોત તો ત્યાં જ તમારો હદીયો પહોંચી જાત; જેના કામ માટે તમને નક્કી કરવામાં આવ્યા, તે કામ જ તમને હદીયો મળવાનું કારણ છે, જો તમે ઘરમાં હોત, તો તમને આ હદીયા ન મળતો, તેથી તમે તેને ફક્ત એટલે માન્ય ન સમજો કે આ (માલ) તમને ભેટ રૂપે આપવામાં આવ્યો છે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મિન્બર પર ચઢી ગયા અને ખુતબો આપ્યો, અને આપ ગુસ્સાની સ્થિતિમાં હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના વખાણ કર્યા, તેની પ્રશંસા કરી, પછી કહ્યું: અલ્લાહના વખાણ પછી, અલ્લાહએ મને જે ઝકાત અને ગનીમતના માલની જવાબદારી સોંપી છે, તો હું તમારા માંથી તેને વસૂલવા માટે કોઇને જવાબદાર બનાવું છું, તો તે કામ પર જઈને આવીને મને કહે છે: આ તમારો માલ છે અને આ મારો માલ છે જે માણે ભેટ રૂપે આપવામાં આવ્યો છે! તો તે પોતાના માતા-પિતાના ઘરે કેમ બેસી ન રહ્યા, ત્યાં જ તેને હદીયો પહોંચી જતો, અલ્લાહની કસમ! તમારા માંથી જે વ્યક્તિ પોતાના અધિકાર સિવાય કંઈ પણ લેશે તો તે અલ્લાહ પાસે એવી સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે તે વસ્તુને પોતાના ગળા પર લટકાવી રાખી હશે, પછી ભલે તે ઊંટ હોય જે રડી રહ્યું હોય અથવા રડતી ગાય હોય કે બકરી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાનો હાથ એટલો ઉંચો કર્યો કે અમને આપની બગલની સફેદી નજર આવી, અને કહ્યું: હે અલ્લાહ! મેં તારો નિર્ણય તમારા પહોંચાડી દીધો. પછી અબૂ હુમૈદ સાઇદી રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: મેં જાતે જ આ શબ્દો કહેતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જોયા અને મારા કાનથી સાંભળ્યું.
ઇયાસ બિન્ અબ્દુલ્લાહ બિન્ અબૂ ઝુબાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહની બંદીઓ (અર્થાત્ પોતાની પત્નીઓ) ને ન મારો», આ આદેશ પછી ઉમર રઝી અલ્લાહુ અન્હુ અલ્લાહના પયગંબર પાસે આવ્યા અને કહ્યું: સ્ત્રીઓ પોતાની પતિઓ પ્રત્યે નીડર થઈ ગઈ છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણીઓને મારવાની પરવાનગી આપી દીધી, ત્યાર પછી ઘણી સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્નીઓ પાસે પોતાના પતિઓને ફરિયાદ લઈ આવી કે તેઓ તેણીઓને ખૂબ મારે છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઘણી સ્ત્રીઓ પોતાના પતિઓની ફરિયાદ લઈ મુહમ્મદની પત્નીઓ પાસે તેમના પતિઓની ફરિયાદ લઈ આવે છે, યાદ રાખો! તેઓ તમારા માંથી સારા લોકો નથી».
رواه أبو داود وابن ماجهઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની પત્નીઓને મારવા પર રોક લગાવી છે, ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી આવ્યા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! સ્ત્રીઓ તેમના પતિઓ પ્રત્યે ઘણી નીડર થઈ ગઈ છે અને આ સારી આદત નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેણીઓને એવી રીતે મારવાની પરવાનગી આપી જે કઠીન ન હોય અને યોગ્ય કારણ સાથે હોય, જેમકે પતિના અધિકારો પુરા ન પાડવા અને અવજ્ઞા કરવી. તો પછી કેટલીક સ્ત્રીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્નીઓ પાસે પોતાના પતિઓના વધારે મારવાની ફરિયાદ લઈને આવી અને તેઓ આ છૂટનો દુરુપયોગ કરી રહ્યા છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું: જે લોકો પોતાની પત્નીઓને સખત માર મારતા હોય છે, તેઓ સારા લોકો નથી.
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ પણ મુસલમાન માટે યોગ્ય નથી કે તેની પાસે કોઈ વસ્તુ હોય, જેના વિષે તે વસીયત લખવા ઈચ્છતો હોય, અને તે વસીયત લખ્યા વિના બે રાતો પણ પસાર કરે», અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: «જ્યારથી મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત સાંભળી છે, ત્યારથી મારી એક પણ રાત વસીયતનામુ લખ્યા વિના પસાર નથી થઈ».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જે કોઈ પણ મુસલમાન પાસે વસીયત કરવા માટે કોઈ મિલકત અથવા અધિકાર હોય, ભલે તે નાની હોય કે મોટી, તો તે ત્રણ રાતો કરતાં વધુ તે વસીયત લખ્યા વિના પસાર ન કરે. અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: જ્યારથી મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા આ વાત સાંભળી છે ત્યારથી મારી એક પણ રાત વસીયતનામુ લખ્યા વિના પસાર નથી થઈ.
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ સ્ત્રી કોઈ મૃતક પર ત્રણ દિવસ કરતા વધુ શોક ન મનાવે, સિવાય પોતાના પતિ પર ચાર મહિના અને દસ દિવસ શોક મનાવી શકે છે, (આ દિવસોમાં) તે રંગીન કપડા ન પહેરે ફક્ત અસબ (એક પ્રકારનો અપ્રાકૃતિક યમની પોષક), અને ન તો સુરમો લગાવે ન તો સુગંધ લગાવે, પરંતુ જયારે તે માસિકથી પાક થાય, તો કુસ્ત અથવા અઝ્ફાર (બખૂરના પ્રકાર)ની સુગંધ લગાવી શકે છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓને શોક મનાવવાથી રોક્યા છે અર્થાત્ સુગંધ, સુરમો લગાવવો, ઘરેણા અને સારા કપડા પહેરવાની છોડી દેવું, કોઈના પણ મૃત્યુ વખતે ભલે તે પિતા હોય, ભાઈ હોય અથવા પુત્ર હોય, ત્રણ દિવસથી વધુ શોક ન મનાવે ફક્ત પતિના શોકમાં જે ચાર મહિના અને દસ દિવસ છે, પોતાના પતિના શોકના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારના રંગીન કપડા ન પહેરે ફક્ત અસબ કપડા પહેરે, એક યમની પોષક જે સીવતા પહેલા રંગવામાં આવે છે, એવી જ રીતે શણગાર માટે સુરમો પણ લગાવે, અને ન તો સુગંદ કે અત્તરનો ઉપયોગ કરે, પરંતુ જયારે તે માસિકથી પાક થાય અને ગુસલ કરે તો ત્યાર પછી કુસ્ત અથવા અઝ્ફારનો નાનો ટુકડાનો ઉપયોગ કરી શકે છે, તે બખૂરનો બે પ્રકાર છે, પરંતુ તે સુગંધ માટે ન હોય, માસિકથી પાક થયા પછી વઝૂ કરી અપ્રિય ગંધ દૂરકરવા માટે ઉપયોગ કરી શકે છે, તેને યોનિમાર્ગમાં લોહીના નિશાનને દૂર કરવા માટે ઉપયોગ કરે સુગંધ માટે નહીં.
અબ્દુલ્લાહ બિન્ યઝીદ ખત્મી રિવાયત કરે છે તેઓ કહે છે કે મને બરાઅ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું અને જેઓ જુઠા નથી: જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમિઅલ્લાહુ લિમન્ હમિદહ કહેતા, તો અમારા માંથી કોઈ ત્યાં સુધી કમર નહતું ઝુકાવતું, જ્યાં સુધી આપ સિજદામાં જતા ન રહેતા, ત્યાર પછી અમે સિજદામાં જતા હતા.
મુત્તફકુન્ અલયહિબરાઅ બિન્ આઝિબ રઝી અલ્લાહુ અન્હુ જે સાચા છે, જણાવ્યું કે જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રુકૂઅ કરી માથું ઉઠાવતા અને કહેતા: સમિઅલ્લાહુ લિમન્ હમિદહ, તેમની પાછળના લોકો ઊભા રહેતા અને કોઈ પણ સિજદામાં ન જતા, જ્યાં સુધી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાનું કપાળ જમીન પર ન મુકતા અને પછી તેઓ તેમની પાછળ સિજદો કરતા.