





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અસ્વદ બિન્ યઝીદ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં આયશા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કર્યો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઘરમાં શું કરતા હતા? આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરવાળાઓની સેવામાં વ્યસ્ત રહેતા અને જ્યારે નમાઝનો સમય થતો, તો આપ નમાઝ માટે જતા.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆયશા રઝી અલ્લાહુ અન્હાને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સ્થિતિ સવાલ કરવામાં આવ્યો કે આપની સ્થિતિ ઘરમાં શું હતી? આપ કંઈ રીતે રહેતા હતા? તો આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: તેઓ એક સામાન્ય વ્યક્તિની જેમ જ રહેતા, તે દરેક કામ કરતા, જે લોકો પોતાના ઘરમાં કરતા હોય છે, તેઓ ઘરના લોકોની સેવા કરવામાં વ્યસ્ત રહેતા, બકરીનું દૂધ દોહતા, કપડાં સીવતા, ચપ્પલ સીવતા અને ડોલ બરાબર કરતા, જ્યારે નમાઝનો સમય થઈ જતો, તો નમાઝ માટે જતા.
બુસ્ર બિન્ સઇદ રિવાયત કરે છે કે ઝૈદ બિન્ ખાલિદ જુહની રઝી અલ્લાહુ અન્હુએ તેમને અબૂ જુહૈમ રઝી અલ્લાહુ અન્હુ પાસે મોકલ્યા કે તેઓ જાણીને લાવે કે તેઓએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા નમાઝ પઢનારની આગળ જવા બાબતે શું આદેશ સાંભળ્યો છે? અબૂ જુહૈમે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો કોઈ વ્યક્તિ નમાઝ પઢવા વાળા વ્યક્તિની આગળથી નીકળવાનો ગુનોહ જાણી લે કે તેના પર કેટલો મોટો ગુનોહ થશે તો તે ચાળીસ સુધી ત્યાં જ ઉભા રહેવાને પ્રાથમિકતા આપતો» અબૂન્ નઝરે કહ્યું: હું નથી જાણતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાળીસ દિવસ કહ્યા કે પછી ચાળીસ મહિના કે પછી ચાળીસ વર્ષ?
મુત્તફકુન્ અલયહિઅનિવાર્ય નમાઝ અથવા નફિલ નમાઝ પઢનાર વ્યક્તિની સામેથી પસાર થવાથી બચવું, જો પસાર થનાર વ્યક્તિ જાણી લે કે તેના પર નમાઝ પઢનારની આગળથી પસાર થવું કેટલો મોટો ગુનોહ છે, તો તે ચાળીસ સુધી ત્યાં જ ઉભા રહેવાનું પસંદ કરશે, ત્યાંથી પસાર થવાના બદલામાં. હદીષ વર્ણન કરનાર અબૂન્ નઝરે કહ્યું: હું નથી જાણતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાળીસ દિવસ કહ્યા, ચાળીસ મહિના કહ્યા કે પછી ચાળીસ વર્ષ કહ્યા.
લકીત બિન્ સબિરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું બનૂ મુન્તફિક જૂથનો સરદાર બની અથવા બનૂ મુન્તફિક સાથે જોડાવી આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમ પાસે આવ્યો, જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લ્લમની પાસે આવ્યા, તો આપ ઘરમાં ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ખઝીરા (એક પ્રકારનું ભોજન) તૈયાર કરવાનો આદેશ આપ્યો, તે તૈયાર કરવામાં આવ્યું, અમારા સામે થાળી લાવવામાં આવી, (કુતૈબહએ પોતાની રિવાયતમાં "કન્નાઅ" શબ્દનો ઉપયોગ નથી કર્યો, કન્નાઅ તે થાળી અથવા વાસણને કહે છે, જેમાં ખજૂર મુકેલી હોય છે) પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લ્લમ આવ્યા અને કહ્યું: «શું તમે કંઈ ખાધું? અથવા તમારા માટે કંઈ વસ્તુ તૈયાર કરવામાં આવી છે? અમે જવાબ આપ્યો, હા, હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ! અમે આપની સાથે બેઠા હતા કે અચાનક એક ભરવાડ પોતાની બકરીઓ બાળ તરફ લઈ ગયો, તેની સાથે એક બકરીનું બચ્ચું હતું, જે અવાજ કરી રહી હતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે ફલાણા વ્યક્તિ! શું જન્મ્યું, (નર કે માદા)?» તેણે જવાબ આપ્યો: માદા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તેની જગ્યાએ અમારા માટે એક બકરી ઝબેહ કરો», પછી (લકીત)ને કહ્યું: આ પ્રમાણેનો વિચાર તમારા દિલમાં ન આવે, લકીત રઝી અલ્લાહુ અન્હુ કહે છે કે અહીંયા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લા તહસિબન્ન» «લા તહસબન્ન» નથી કહ્યું, «અમે તેને તમારા માટે ઝબેહ કર્યું છે, પરંતુ વાત એવી છે કે અમારી પાસે સો બકરીઓ છે, અમે તેને વધારવા નથી માંગતા, એટલા માટે જ્યારે કોઈ વચ્ચું જન્મે છે તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરી દઇએ છીએ», લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, જેની જબાન ખૂબ ચાલે છે, (હું શું કરું)? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને તલાક આપી દો», મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! એક સમય સુધી અમે સાથે રહ્યા છે, તેનાથી મારા સંતાનો પણ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તો તમે તેને ભલામણ કરો, જો તેનામાં ભલાઈ હશે તો તમારું અનુસરણ કરશે, તમારી વાત માનશે, અને તમે પોતાની પત્નીઓને આ રીતે ન મારો, જે રીતે તમે તમારી દાસીઓને મારો છો», પછી મેં કહ્યું: અલ્લાહના પયગંબર! મને વઝૂ વિશે જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વઝૂ ખૂબ સારી રીતે કરો, આંગળીઓમાં ખિલાલ કરો, અને નાકમાં પાણી સારી રીતે પહોંચાડો, જો તમે રોઝાથી હોવ, તો વધારે ન ચઢાવશો».
رواه أبو داود والترمذي والنسائي وابن ماجهલકીત બિન સબુરહ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે મારા કબીલા બનૂ મુન્તફિકના અન્ય લોકો સાથે આવ્યો, અને કહ્યું: તો અમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઘરે ન મળ્યા, અમને આયશા રઝી અલ્લાહુ અન્હા મળ્યા, તેમણે અમારા માટે ચરબી અને લોટ બન્ને ભેગી કરીને બનાવવામાં આવેલ ખાવાનું તૈયાર કરવાનો આદેશ આપ્યો, અને અમારા માટે એક થળીમાં ખજૂર રજૂ કરી. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: શું તમારા માટે ભોજનનો બંદોબસ્ત થઈ ગયો છે? અમે કહ્યું: હા, લકીતે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બેઠા હતા અને એટલામાં જ એક ભરવાડ પોતાની બકરીઓને તેની જગ્યા પર લઈ જઈ રહ્યો હતો, એક બકરી બચ્ચાના જન્મ લઈને ખૂબ ચીસો પાડી રહી હતી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું જન્મ થઇ? તેણે કહ્યું: માદા. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો અમારા માટે તેના બદલામાં એક બકરી ઝબેહ કરો: એવું ના વિચારો કે અમે તકલીફ લઇ તમારા માટે તેને ઝબેહ કરી રહ્યા છે, પરંતુ અમારી પાસે ફક્ત સો બકરીઓ છે, અને અમે નથી ઇચ્છતા કે તે આ સંખ્યા કરતાં વધુ થાય, તેથી જો કોઈ નવું બાળક જન્મે છે, તો અમે તેના બદલામાં એક બકરી ઝબેહ કરીએ છીએ, લકીતે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારી એક પત્ની છે, તેની જબાન બહુ ચાલે છે, અપશબ્દો પણ બોલે છે, તેની સાથે હું કેવો વ્યવહાર કરું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તો તેણીને તલાક આપી દો. લકીતે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! મારા લગ્નના ઘણા વર્ષ થઈ ગયા છે અને તેનાથી મારા બાળકો પણ છે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તો તમે તેને શિખામણ આપે, જો તેનામાં ભલાઈ હશે, તો તમારી શિખામણ કબૂલ કરશે, તમે પોતાની પત્નીને તે પ્રમાણે સખત માર ન મારશો, જે પ્રમાણે તમે પોતાની દાસીઓને મારતા હોવ છો. પછી લકીત રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને વઝૂ વિશે જણાવો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: વઝૂ કરતી વખતે સંપૂર્ણ પાણી તેના અંગો સુધી પહોંચાડો, દરેક અંગનો હક અદા કરો, તેની ફરજ અને સુન્નત કાર્યો ન છોડો, હાથ અને પગ ધોતી વખતે આંગળીઓ વચ્ચે ખિલાલ કરો, તેમજ નાકમાં પાણી વધુ ચઢાવો, અંદર ખેંચતી વખતે પણ અને કાઢતી વખતે પણ, પરંતુ જો રોઝાની સ્થિતિમાં હોય, તો પાણી વધુ ન ચઢાવશો.
ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે એક સફરમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા, આપ પોતાની હાજત માટે ગયા, અમે નાનકડું (લાલ રંગનું) પંખી જોયું, જેની સાથે બે બચ્ચાઓ પણ હતા, અમે તેના બન્ને બચ્ચાઓને પકડી લીધા, તે પંખી આવીને તેમની ચારેય બાજુ ચક્કર લગાવવા લાગ્યું, એટલામાં જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: «આ પક્ષીના બચ્ચા લઈ કોણે તેને તકલીફ પહોંચાડી છે? તેને તેના બચ્ચાઓ પાછા આપી દો», પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કીડીઓનો એક દર જોયો જેને અમે બાળી નાખ્યો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ દર કોણે બાળી નાખ્યો»? અમે કહ્યું: અમે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આગના પાલનહાર સિવાય કોઈ પણ આગની સજા આપી શકતો નથી».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ એક કિસ્સો વર્ણન કર્યો કે અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે એક સફરમાં હતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હાજત પુરી કરવા દૂર ગયા, સહાબાઓ એક લાલ રંગનું પક્ષી જોયું, જેની સાથે બે બચ્ચાઓ પણ હતા, અમે તે બન્ને બચ્ચાઓને લઈ લીધા, તે પક્ષી સહાબાની મજલીસમાં ચક્કર લગાવતું રહ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: તેના બાળકોને લઈ કોણે તે પક્ષીને તકલીફ આપી છે અને ડરાવી છે?! પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે બચ્ચાઓને પરત આપી દેવાનો આદેશ આપ્યો. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક કીડીનો દર જોયો જેમાં આગ લગાવી હતી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે અહીંયા આગ કોણે લગાવી? કેટલાક સહાબાઓએ કહ્યું: અમે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: કોઈ જીવિતને આગ દ્વારા સજા આપવી જાઈઝ નથી, ફક્ત અલ્લાહ માટે જ જાઈઝ છે, જે તેનો સર્જક છે.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક ગામડિયો આવ્યો અને મસ્જિદમાં જ પેશાબ કરવા લાગ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાથીઓએ તેને ના, ના કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: «તેને પેશાબ કરતા ન રોકો, તેને પેશાબ કરી લેવા દો», સહાબાઓએ તેને છોડી દીધો અને પેશાબ કરી લેવા દીધી, જ્યારે તે પેશાબ કરી રહ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને બોલાવ્યો અને કહ્યું: «આ મસ્જિદ છે, અહીંયા પેશાબ કરવી અથવા અન્ય કોઈ ગંદકી કરવી યોગ્ય નથી, મસ્જિદ તો નમાઝ, ઝિક્ર અને કુરઆનની તિલાવત માટે બનાવવામાં આવી છે», અને આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમએ પાણીની એક ડોલ ભરીને તેના પર રેડી દેવાનો આદેશ આપ્યો.
મુત્તફકુન્ અલયહિસહાબા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મસ્જિદમાં બેઠા હતા, એક ગામડિયો આવ્યો અને મસ્જિદના એક ખૂણામાં પેશાબ કરવા લાગ્યો. સહાબાઓએ તેને બોલ્યા અને કહ્યું: રુકી જા ભઈ, ના કર. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: તેને છોડી દો, તેને પેશાબ કરવાથી વચ્ચે ન રોકો, સહાબાઓએ તેને છોડી દીધો, ગામડિયએ પેશાબ કરી લીધી. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને બોલાવ્યો અને કહ્યું: મસ્જિદોમાં પેશાબ અને ગંદકી કરવી યોગ્ય નથી, મસ્જિદ તો અલ્લાહનો ઝિક્ર કરવા, નમાઝ પઢવા અને કુરઆનની તિલાવત કરવા તેમજ અન્ય ઈબાદત માટે હોય છે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓ માંથી એક સહાબીને તેના પર એક ડોલ પાણી રેડી દેવાનો આદેશ આપ્યો.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગોબર સને હાડકા વડે સફાઈ પ્રાપ્ત કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તેનાથી સફાઈ પ્રાપ્ત થઈ શકતી નથી».
આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શૌચ કર્યા પછી જાનવરોના હાડકા તેમજ ઢોરોના ગોબર વડે ગંદકી સાફ કરવાથી રોક્યા છે; અને કહ્યું: તે બન્ને વસ્તુ ગંદકી દૂર નથી કરી શકતી, અને ન તો તેનાથી સફાઈ પ્રાપ્ત થઇ શકે છે.
ઉમ્મુલ્ મુઅમિનિન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે: જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શૌચાલય માંથી બહાર નીકળતા, તો કહેતા: «ગુફ્ રાનક» અર્થાત હે અલ્લાહ! હું તારી પાસે માફી માગું છું.
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેજ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શોચાલય માંથી પેશાબ અથવા હાજત પુરી કરી બહાર નીકળતા, તો કહેતા: હે અલ્લાહ! હું (તારી પાસે માફીનો) સવાલ કરું છું.
સલમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મુશરિકોએ અમને કહ્યું: અમે જોઈએ છીએ કે તમારો નબી તમને બધી જ શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે, સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને જમણા હાથ વડે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ગોબર અને હાડકાથી સફાઈ કરવાથી રોક્યા છે, અને કહ્યું: «તમારા માંથી કોઈ ત્રણ પથ્થર કરતા ઓછા પથ્થરથી ઇસ્તિન્જા (સફાઈ) ન કરે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસલમાન ફારસી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: મુશરિકોએ અમારો મજાક કરતા અમને કહ્યું: તમારા પયગંબર તો તમને દરેક વસ્તુઓની શિક્ષા આપી રહ્યા છે, અહીં સુધી કે શૌચલયના આદાબ પણ શીખવાડી રહ્યા છે! સલમાન રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હા, કેમ નહીં, અમને તો અમારા પયગંબર તો શૌચલયના પણ આદાબ શીખવાડે છે; તેમાંથી એક એ કે અમને જમણા હાથ વડે શૌચ કર્યા પછી અશુદ્ધતાથી બચવાનો આદેશ આપ્યો છે તેમજ કિબ્લા તરફ મોઢું કરીને શૌચલય કરવાથી રોક્યા છે, એવી જ રીતે ઢોરની ગંદકી જેમ કે ગોબર અને હાડકાંથી સફાઈ કરવાથી રોક્યા છે, અને ત્રણ પથ્થરોથી ઓછા પથ્થર વડે સફાઈ કરવાથી રોક્યા છે.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: સુન્નત તરીકો એ છે કે જ્યારે અઝાન આપનાર ફજરની અઝાનમાં "હય્ય અલલ્ ફલાહ" કહે, તો તેના પછી કહે: "અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ".
رواه ابن خزيمة والدارقطني والبيهقيઅનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની સુન્નતમાં જે વસ્તુઓ નક્કી કરી તેમાંથી એ પણ છે કે મુઅઝ્ઝિન ખાસ કરીને ફજરની અઝાનમાં ("હય્ય અલલ્ ફલાહ" આવો સફળતા તરફ) કહ્યા પછી, કહે: ("અસ્ સલાતુ ખૈરુમ્ મિનન્ નવ્મ" નમાઝ ઊંઘ કરતાં વધુ શ્રેષ્ઠ છે).