





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: જ્યારે આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમની એક દીકરીની મૃત્યુ થયું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા અને કહ્યું: «ત્રણ અથવા પાંચ વખત અથવા તેના કરતાં પણ વધારે બોરડીના પાંદડા પાણી સાથે ભેગા કરી તેનાથી ગુસલ આપો, અને છેલ્લી વખત કપૂરથી અથવા તેના જેવી કંઈક વસ્તુથી, અને જ્યારે ગુસલ આપી તો મને જાણ કરો», જ્યારે ગુસલ આપી દેવામાં આવ્યું, તો આપને જાણ કરવામાં આવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની ઇઝાર આપી અને કહ્યું: «તેને પહેરાવી દો», અને ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: અમે તેના વાળની ત્રણ ચોટલીઓ બાંધી દીધી.
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની દીકરી ઝૈનબ રઝી અલ્લાહુ અન્હાનું મૃત્યુ થયું, તો તેમને ગુસલ આપવા માટે સ્ત્રીઓ દાખલ થઈ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે એકી સંખ્યામાં અર્થાત્ ત્રણ, પાંચ અથવા તેના કરતાં વધુ વખત બોરડીના પાંદડા વડે ગુસલ આપો, તેણીની જરૂરત પ્રમાણે, અને છેલ્લી વખત કપૂરથી ગુસલ આપો, અને જ્યારે ગુસલ આપી દો, તો મને જાણ કરો. જયારે ગુસલ આપી દીધું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક કપડું આપ્યું અને કહ્યું: આ કપડું તેના શરીર પર ઢાંકી દો, અને તેના વાળની ત્રણ ચોટલીઓ બાંધી દો.
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ અન્સારની એક સ્ત્રી જેનું નામ મને અબ્દુલ્લાહ ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) એ જણાવ્યું હતું, પરંતુ રાવી કહે છે કે હું તેનું નામ ભૂલી ગયો હતો, તેને પૂછ્યું: «તમને અમારી સાથે હજ કરવાથી કઈ વસ્તુએ રોકી રાખ્યા?», તે સ્ત્રીએ કહ્યું: અમારી પાસે ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ મારા પુત્રના પિતા (એટલે કે મારા પતિ) અને મારો પુત્રએ હજ કરી, જ્યારે કે બીજા ઊંટને અમારી પાસે પાણી લાવવા માટે છોડીને ગયા, તેની વાત સાંભળી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «જ્યારે રમજાનનો મહિનો આવે તો તમે એક ઉમરહ કરી લે જો; કારણકે (રમજાનમાં) કરવામાં આવેલો ઉમરાહનો સવાબ હજ બરાબર છે».
મુત્તફકુન્ અલયહિજ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પોતાના અંતિમ હજ (હજ્જતુલ્ વદા) તરફથી પાછા ફર્યા, તો અન્સારની એક સ્ત્રી, જેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હજ કરી ન હતી તેને પૂછ્યું: અમારી સાથે તમને હજ કરવાથી કઈ વસ્તુએ રોક્યા? તેણીએ કારણ આપતા જવાબ આપ્યો કે તેમના ઘરમાં ફક્ત બે જ ઊંટ હતા, એક પર સવાર થઈ તેમના પતિ અને તેમના પુત્રએ હજ કરી, જ્યારે કે બીજાને પાણી લાવવા માટે છોડીને ગયા. તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને જણાવ્યું કે રમજાનના મહિનામાં ઉમરાહ કરવાનો સવાબ હજ બરાબર છે.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે જિહાદ (યુદ્ધ) ને સૌથી શ્રેષ્ઠ કાર્ય સમજીએ છીએ, તો શું અમે પણ જિહાદ (યુદ્ધ) ન કરીએ? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «ના, પરંતુ તમારા માટે સૌથી શ્રેષ્ઠ જિહાદ (યુદ્ધ) "હજ્જે મબરૂર" (તે હજછે, જે દરેક પ્રકારના ગુનાહ અને પાપથી બચીને ફકત એક અલ્લાહ માટે નિખાલસ થઈને કરવામાં આવે) છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસહાબા રઝી અલ્લાહુ અન્હુમ (અલ્લાહ તે સૌથી રાજી થાય) અલ્લાહના માર્ગમાં જિહાદ અને દુશ્મનો સાથે યુદ્ધ કરવાને સૌથી શ્રેષ્ઠ કાર્યો માંથી સમજતા હતા, તો આયશ રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) એ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) પાસે જિહાદ (યુદ્ધ) માં ભાગ લેવાની અનુમતિ માંગી? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમનું માર્ગદર્શન તેમના માટે સૌથી શ્રેષ્ઠ જિહાદ (યુદ્ધ) અર્થાત્ જિહાદ હજ્જે મબરૂર તરફ કર્યું, તે હજ જે કુરઆન અને હદીષનું અનુસરણ કરી અને ગુનાહ અને દેખાડાથી બચીને કરવામાં આવે.
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે અલ્લાહ તઆલા કયામતના દિવસે આગલા અને પાછલા દરેક લોકોને ભેગા કરશે, તો દરેક વચનભંગ કરનાર માટે એક ઝંડો ઊંચો કરવામાં આવશે, અને કહેવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રના વચનભંગનું (નિશાન) છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા કયામતના દિવસે દરેક આગલા અને પાછલા લોકોને તેમનો હિસાબ લેવા માટે ભેગા કરશે, દરેક વિદ્રોહી, જેણે અલ્લાહ અથવા લોકો સાથે કરેલ વચનમાં વિશ્વાસઘાત કાર્યો હશે, તો એક નિશાની દ્વારા તેમના વિશ્વાસઘાતને જાહેર કરવામાં આવશે, અને તે દિવસે તેમને આ રીતે બોલાવવામાં આવશે: આ ફલાણા અને ફલાણાના પુત્રનો વિશ્વાસઘાત છે; જેથી મહેશરના લોકો સામે તેમના ખરાબ કૃત્યોને જાહેર કરવામાં આવે.
બરાઅ બિન આઝિબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સાત વસ્તુ કરવાનો આદેશ આપ્યો અને સાત વસ્તુથી રોક્યા, અમને બીમારની ખબરગીરી કરવા, જનાઝહમાં જવા, છીંકનારનો જવાબ આપવા, સોગંદ પૂરી કરવા, અથવા સોગંદ ઊઠાવનાર પીડિત વ્યક્તિની મદદ કરવા, દાવત આપનારનો જવાબ આપવા અને સલામ ફેલાવવાનો આદેશ આપ્યો, અને અમને સોના અથવા સોનાની વીંટી પહેરવા, ચાંદીના વાસણોમાં ખાવાપીવા, મયાષિર (રેશમના વસ્ત્રોથી), ઈજિપ્ત અને શામમાં બનાવેલ રેશમના કપડાં, તેમજ સામાન્ય રેશમના વસ્ત્રો પહેરવા, મોટા (જાડા) રેશમના કપડાંથી, દિબાજ (રેશમના સુંદર વસ્ત્રો)થી રોક્યા છે.
મુત્તફકુન્ અલયહિઅલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને સાત વસ્તુઓ કરવાનો આદેશ આપ્યો અને સાત વસ્તુઓથી રોક્યા, આદેશ આપેલ કાર્યો નીચે મુજબ છે: પહેલું: બીમારની ખબરગીરી કરવી. બીજું: જનાઝહમાં જવું, નમાઝ, દફનવિધિ, તેમજ દુઆમાં શરીક થવું. ત્રીજું: છીંકનાર વ્યક્તિ જ્યારે અલ્ હમ્દુ લિલ્લાહ કહે તો તેના માટે દુઆ કરવી અને કહેવું: યર્હમકલ્લાહ (અલ્લાહ તમારા પર કૃપા કરે). ચોથું: સોગંદ લેનાર વ્યક્તિની સોગંદ પૂરી કરવી અને તેના પર વિશ્વાસ રાખવો, તેનો અર્થ એ કે જો કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ પર સોગંદ લે અને તમે તેને પૂર્ણ કરવામાં સક્ષમ હોવ તો, તમે તેમ કરો, જેથી તેને તેની સોગંદનો કફ્ફારો આપવો ન પડે. પાંચમું: પીડિત વ્યક્તિની મદદ કરવી, જાલિમ તરફથી આવતા દરેક નુકસાનને પોતાની શક્તિ વડે રોકવા અને દૂર કરવા. છઠ્ઠું: જો કોઈ વ્યક્તિ તમને વલીમાની દાવત આપે, તો તેની દાવત સ્વીકારવી, જેમકે શાદીના વલીમાની દાવત, અકીકાની દાવત વગેરે. સાતમું: સલામ કરવું, સલામ ફેલાવવું અને તેનો જવાબ આપવો. અને જે કાર્યોથી રોક્યા છે તે નીચે મુજબ છે: પહેલું: સોનાની વીંટી પહેરાવથી અને તેને શણગાર રૂપે અપનાવવી. બીજું: ચાંદીના વાસણોમાં પીવું. ત્રીજું: મયાષિર પર બેસવાથી, તે રેશમની ગાદીઓ, જે ઘોડાની કાઠી અથવા ઊંટની ખૂંધ પર મૂકવામાં આવે છે. ચોથું: રેશમ સાથે મીક્ષણ કરી બનાવવામાં આવેલા કપડાં જેને (અલ્ કસ્સી) કહેવામાં આવે છે. પાંચમું: રેશમના કપડાં પહેરવાથી. છઠ્ઠું: ઇસ્તબ્રક પહેરવાથી, અને તે: રેશમના મોટા (જાડા) કપડાંથી. સાતમું: દિબાજ પહેરવાથી, અને તે: રેશમના ખૂબ જ કીમતી અને શ્રેષ્ઠ પ્રકારના વસ્ત્રો છે.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અબૂ સુફિયાનની પત્ની હિન્દ બિન્તે ઉત્બહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવી, અને કહ્યું: અબૂ સુફિયાન એક કંજૂસ વ્યક્તિ છે, તે મને એટલો ખર્ચો નથી આપતા, જે મારા અને મારી સંતાન માટે પૂરતો થઈ જાય, સિવાય એ કે જે ખર્ચો હું તેમને જણાવ્યા વગર તેમના માલ માંથી લઈ લઉં, શું આમ કરવામાં મારા પર કોઈ ગુનાહ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેના માલ માંથી સારી રીતે લો, જે તમારા અને તમારી સંતાન માટે પૂરતું હોય».
મુત્તફકુન્ અલયહિહિન્દ બિન્તે ઉત્બહ રઝી અલ્લાહુ અન્હા પોતાના પતિ અબૂ સુફિયાન વિષે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે સલાહ લેવા માટે આવ્યા કે તે એક કંજૂસ વ્યક્તિ છે, તેમજ તેઓ પોતાના માલના ખૂબ જ લોભયા પણ છે, મને એટલો ખર્ચો નથી આપતા જેટલો મારા અને મારી સંતાન માટે પૂરતો થઈ જાય, સિવાય એ કે જે માલ હું તેમની માહિતી વગર લઈ લઉં, શું આમ કરવાથી મારા પર કોઈ ગુનાહ છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તેના માલ માંથી પોતાના અને પોતાની સંતાન માટે એટલું લઈ લો જેટલું સામાન્ય રૂપે પૂરતું થઈ જાય, ભલેને તે જાણતા ન હોય.
સહલ બિન સઅદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહના માર્ગમાં એક દિવસ કરેલી રક્ષા દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુથી શ્રેષ્ઠ છે, તથા જન્નતમાં એક કોરડો મૂકવા જેટલી જગ્યા દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે, તથા એક સવાર અથવા એક સાંજ અલ્લાહના માર્ગમાં કાઢવી દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં શ્રેષ્ઠ છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુસલમાનો અને કાફિરો દરમિયાન એક દિવસ મુસલમાનોની નિખાલસતા સાથે સુરક્ષા કરવી દુનિયા અને તેમાં રહેલી દરેક વસ્તુઓ કરતા શ્રેષ્ઠ છે, અને એક કોરડા જેટલી જગ્યા જન્નતમાં જેના દ્વારા અલ્લાહના માર્ગમાં જિહાદ કરવામાં આવે છે, તે દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને દિવસ શરૂ થતા થી લઈ બપોર સુધી અથવા સાંજ સુધી, અને બપોર થી લઈ રાત સુધી, એક વખત અલ્લાહના માર્ગમાં કાઢેલો સમય દુનિયા અને તેની દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બે સિંગડાવાળા કાબરચિતરા ઘેટાંની કુરબાની કરી, બંનેને પોતાના હાથ વડે ઝબહે કર્યા, બિસ્મિલ્લાહ કહ્યું, અલ્લાહુ અકબર કહ્યું, અને પોતાનો પગ બન્નેની ગરદન પર મુક્યો.
મુત્તફકુન્ અલયહિઅનસ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ બકરીઈદના દિવસે બે સિંગડાવાળા, કાબરચિતરા ઘેટા પોતાના હાથ વડે ઝબહે કર્યા, જેમાં કાળો રંગ ભળેલો હતો, અને કહ્યું: બિસ્મિલ્લાહ, અલ્લાહુ અકબર અને પોતાના પગ તેની ગરદન પર મુક્યા.
અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ ફક્ત મુસલમાનોના માલ હડપ કરવા માટે જૂઠી સોગંદ લે, તો તે અલ્લાહ સાથે એ સ્થિતિમાં મુલાકાત કરશે કે અલ્લાહ તેના પર સખત ગુસ્સે હશે», રિવાયત કરનારે કહ્યું: અશ્અષ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! મારા અને એક યહૂદી વ્યક્તિ વચ્ચે જમીન બાબતે ઝગડો હતો, તેણે ઇન્કાર કર્યો, તો તેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ કેસ રજૂ કર્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમારી પાસે કોઈ સાક્ષી છે?» મેં કહ્યું: ના, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ યહૂદીને કહ્યું: «શું તું સોગંદ ખાઈ છે?», તો મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! ત્યારે તો આ જૂઠી કસમ લઈ મારો માલ હડપી લેશે, તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી: {નિઃશંક જે લોકો અલ્લાહ તઆલાના વચન અને પોતાની સોગંદોને નજીવી કિંમતે વેચી નાખે છે તેઓ માટે આખિરતમાં કોઇ ભાગ નથી, અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે, ન તો તેઓની તરફ કયામત ના દિવસે જોશે, ન તો તેઓને પવિત્ર કરશે અને તેઓ માટે દુઃખદાયી અઝાબ છે.} સંપૂર્ણ આયત.
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જૂઠા સોગંદ લેવા પર ચેતવણી આપી છે કે અન્ય વ્યક્તિના માલને અન્યાયી રૂપે હડપ કરવા માટે જૂઠું બોલે, બસ જ્યારે આ પ્રકારનો વ્યક્તિ અલ્લાહ સાથે મુલાકાત કરશે તો અલ્લાહ તેની સાથે નારાજ હશે, ફરી અશ્અષ બિન કૈસ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વાત ત્યારે જણાવી કે જ્યારે તેમના અને એક યહૂદી વચ્ચે એક જમીન બાબતે ઝધડો થઈ ગયો હતો, તે બંને પોતાનો કેસ લઈ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપાસે આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અશ્અષ રઝી અલ્લાહુ અન્હુ ને કહ્યું: તમારે તમારી વાતની પુષ્ટિ માટે પુરાવો આપવો પડશે, જો તમે આમ કરવામાં અસક્ષમ છો, તો તમારા વિરોધી પાસે સોગંદ લેવામાં આવશે, તો અશ્અષે કહ્યું: હે અલ્લાહના પયગંબર! આમ તો આ યહૂદી વ્યક્તિ સોગંદ ખાઇ મારો માલ હડપી લેશે, તો અલ્લાહ તઆલાએ આ વાતના પુરાવા માટે કુરઆનમાં આયત ઉતારી: {નિઃશંક જે લોકો વેપાર કરે છે} અદલા બદલી કરે છે {અલ્લાહ તઆલાના વચન દ્વારા}, મોમિનો માટે અમાનત આપવા બાબતે વસીયત, {અને પોતાની સોગંદોને} અલ્લાહના નામ પર તેમણે લીધેલી જૂઠી સોગંદો, {નજીવી કિંમતે} દુનિયાના ફાયદાનાં કારણે, {તેઓ માટે આખિરતમાં કોઇ ભાગ નથી} કોઈ હિસ્સો નથી, {અલ્લાહ તઆલા ન તો તેઓ સાથે વાતચીત કરશે} એવા શબ્દો વડે જે તેમને આનંદ અને લાભ આપે, પરંતુ તે તેમનાથી ગુસ્સે હશે, {ન તો તેઓની તરફ કયામતના દિવસે જોશે} રહેમત અને કૃપાની નજર વડે, {ન તો તેઓને પવિત્ર કરશે} સારા વખાણ દ્વારા, અને ન તો તેમના ગુનાહો અને ગંદકીઓને માફ કરી તેમને પાક કરશે, {અને તેઓ માટે દુ:ખદાયી અઝાબ છે} તેઓના ખરાબ કૃત્યોના બદલે તેમના દુ:ખદાયી અઝાબ હશે.