





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
રાફેઅ બિન ખદીજ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે તિહામામાં ઝુલ્ હુલૈફા નામી જગ્યાએ હતા, લોકોને સખત ભૂખ લાગી હતી, ગનીમત (યુદ્ધમાં જીતેલો માલ)માં ઊંટ અને બકરીઓ હતી, અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાછળ હતા, તેઓએ ઉતાવળ કરી, અને જાનવર ઝબેહ કરી દીધા, અને હાડકાઓ ચૂલા પર ચડાવી દીધા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ મુજબ તે ડેગોને ઊંધી કરી દેવામાં આવી, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ગનીમતનો માલ વહેંચવાનું શરૂ કર્યું, તો દસ બકરીઓને એક ઊંટ બરાબર રાખી, અચાનક ગનીમતના માલ માંથી એક ઊંટ ભાગી ગયું, તો લોકો તેને પકડવા માટે દોડ્યા, અહીં સુધી કે તેઓ થાકી ગયા, તો એક વ્યક્તિએ તે ઊંટને તીર માર્યું તો અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને રોક્યા, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે, તો તેની સાથે આમ જ કરો», તો રાફેએ કહ્યું: અમને આશા છે, -અમને ભય છે- કે કદાચ કાલે અમારો સામનો દુશ્મનો સાથે થઈ જાય, અને અમારી પાસે છરીઓ પણ નથી, તો શું અમે આ જાનવરને વાસ વડે ઝબેહ કરી દઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વસ્તુ પણ લોહી વહાવી શકે (તેના દ્વારા ઝબેહ કરો), અને ઝબેહ કરતી વખતે તેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તો તેનું માસ ખાઓ, પરંતુ તે દાંત અને નખ ન હોવા જોઈએ, અને હું તેનું કારણ પણ જણાવું કે દાંત તે એક હાડકું છે, અને નખ હબશીઓની છરીઓ છે».
મુત્તફકુન્ અલયહિરાફેઅ બિન ખદીજ રઝી અલ્લાહુ અન્હુ જણાવે છે કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે તિહામામાં ઝુલ્ હુલૈફા નામની જગ્યાએ હતા, તો લોકોને સખત ભૂખ લાગી, અને તેમને મુશરીકો સાથે યુદ્ધમાં ગનીમત (યુદ્ધમાં જીતેલો માલ)માં ઊંટ અને બકરીઓ મળી હતી, અને તેઓએ ગનીમતના માલની વહેંચણી પહેલા ઉતાવળ કરી, અને જાનવર ઝબેહ કરી દીધા, અને હાડકાઓ ચૂલા પર ચડાવી દીધા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમપાસે પરવાનગી લીધા વિના, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૌથી પાછળ હતા, તો જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જાણ થઈ, તો તે ડેગોને ઊંધી કરવાનો આદેશ આપ્યો, અને તેના શેરવાને બહાર ફેંકી દેવામાં આવ્યો, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની વચ્ચે ગનીમતનો માલ વહેંચવાનું શરૂ કર્યું, તો દસ બકરીઓને એક ઊંટ બરાબર રાખી, અચાનક ગનીમતના માલ માંથી એક ઊંટ ભાગી ગયું, તો લોકો તેને પકડવા માટે દોડ્યા, અહીં સુધી કે તેઓ થાકી ગયા, અને થોડાક જ ઘોડા હતા, તો તેમના માંથી એક વ્યક્તિએ તે ઊંટને તીર માર્યું તો અલ્લાહએ તેને રોકી દીધું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર આ (પાળવા લાયક) જાનવરોમાં પણ જંગલી જાનવરો જેવી વૃત્તિ હોય છે, તેથી જો તેમાંથી કોઈ નિયંત્રણ ગુમાવી દે અને તમે તેને પકડવામાં અસક્ષમ થઈ જાઓ તો તેની સાથે આમ જ કરો. તો રાફેએ કહ્યું: અમને આશા છે કે કદાચ કાલે અમારો સામનો દુશ્મનો સાથે થઈ જાય, અને ભય છે કે અમારા હથિયારોના કિનારા ઝબેહ કરેલ જાનવરને નુકસાન પહોંચાડી શકે છે, જે અમે વાપર્યે છીએ, અમને ઝબેહ કરવાની સખત જરૂરત છે, અને અમારી પાસે છરીઓ પણ નથી, તો શું અમે આ જાનવરને વાસ વડે ઝબેહ કરી દઈએ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે વસ્તુ પણ લોહી વહાહી શકે (તેના દ્વારા ઝબેહ કરો), અને ઝબેહ કરતી વખતે જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, તેનું માસ ખાઓ, પરંતુ તે દાંત અને નખ ન હોવા જોઈએ, અને હું તેનું કારણ પણ જણાવું કે દાંત તે એક હાડકું છે, અને નખ હબશીઓની છરીઓ છે.
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા.
મુત્તફકુન્ અલયહિઅનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે હું અને મારી વયનો જ એક બીજો છોકરો, જ્યારે આપ બાથરૂમ માટે જતા, તો અમે બન્ને આપની પાછળ જતા, અને એક લાકડી સાથે લઈ જતા, જેમાં ભાલા માફક ઉપરના ભાગમા ધારદાર ષટકોણ બનેલું હતું, તે લાકડી હાજત વખતે પડદો કરવા તેમજ નમાઝ વખતે સુતરહ (આડ) માટે કામમાં આવતી, એવી જ રીતે તેની સાથે સાથે અમે એક પાણીથી ભરેલું ચામડાનું વાસણ પણ લઈ જતા, જ્યારે આપ પોતાની હાજત પૂર્ણ કરી લેતા, તો અમારા માંથી કોઈ એક તે વાસણ આપને આપી દેતો, તો આપ તેમાંથી ઇસ્તિન્જા કરી લેતા.
હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હાતો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એક કોમના કચરો ફેંકવાની જગ્યાએ આવ્યા અને ઊભા ઊભા પેશાબ કરી, તો હું થોડોક દૂર જતો રહ્યો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું: «નજીક આવો», તો હું એટલો નજીક આવ્યો કે હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ની એડીઓની નજીક ઊભો થઈ ગયો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વઝૂ કર્યું અને બંને મોઝા પર મસોહ કર્યો.
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) જણાવી રહ્યા છે કે તેઓ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સાથે હતો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ પેશાબ કરવાનો ઇરાદો કર્યો, તો તેઓ એક કોમના કચરા ફેંકવાની જગ્યાએ આવ્યા; આ તે જગ્યા છે જ્યાં ઘરોના કચરો અને ગંદકી ફેંકવામાં આવે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ ત્યાં ઊભા રહીને પેશાબ કરી, સામન્ય રીતે તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) બેસીને જ પેશાબ કરતાં હતા. તો હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) તેમનાથી દૂર થઈ ગયા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ તેમને કહ્યું: નજીક આવો, તો હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) તેમની નજીક આવ્યા, અહીં સુધી કે તેમના પગની નજીક આવીને ઊભા થઈ ગયા, જેથી તે તેમના માટે આ સ્થિતિમાં પડદો બની જાય. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ વઝૂ કર્યું, અને પગ ધોવાની જગ્યાએ ફક્ત મોઝા પર મસોહ કર્યો, -તે મોઝા જેને પાતળા ચામડા વડે બનાવવામાં આવ્યા હતા, અને જેને પગમાં પહેરવામાં આવે છે, જે બંને ઘૂંટીઓને ઢાંકે છે-, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) બંને મોઝાને કાઢ્યા નહીં.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મદીનહના કોઈક રસ્તા પર તેમની મુલાકાત થઇ, તે સમયે તેઓ જનાબતની (અપવિત્ર) સ્થિતિમાં હતા, ત્યાંથી ધીમે રહીને તેઓ ખસ્કી નીકળી ગયા, તેઓએ સ્નાન કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને શોધતા રહ્યા, જ્યારે તેઓ આવ્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ હુરૈરહ! ક્યાં જતા રહ્યા હતા? તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું જનાબતની સ્થિતિમાં હતો અને મને સારું ન લાગ્યું કે હું એ સ્થિતિમાં આપની સાથે બેસું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « અલ્લાહ અત્યંત પવિત્ર છે, ખરેખર મોમિન નાપાક (અપવિત્ર) નથી હોતો».
મુત્તફકુન્ અલયહિમદીનહના એક રસ્તા પર અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની મુલાકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે થઇ, અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ તે સમયે જનાબત (અપવિત્ર) સ્થિતિમાં હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહાનતાના કારણે તે સ્થિતિમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેસવું સારું ન લાગ્યું, જેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને ગુસલ (ધાર્મિક સ્નાન) કરી પરત આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને પૂછ્યું કે ક્યાં જતા રહ્યા હતા? તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અનહુએ પોતાની સ્થિતિ વિષે જણાવ્યુ કે તેઓ નાપાક હતા અને તે સ્થિતિમાં આપની સાથે બેસવું સારું ન લાગ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આશ્ચર્ય થયું, અને તેમને કહ્યું: ખરેખર મોમિન પવિત્ર હોય છે, તે કોઈ પણ સ્થિતિમાં અપવિત્ર કે નાપાક નથી હોતો, ન તો જીવતે જી અને ન તો મૃત્યુ પછી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મૃતકની દફનવિધિમાં ઉતાવળ કરો, કારણકે જો તે સદાચારી હશે, તો તમે તેને ભલાઈ તરફ લઈ જશો, અન્યથા જો તે દુષ્ટ હશે તો તમે પોતાના ગળા પરથી ભાર ઊતારશો».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મૃતકની દફનવિધિ અને જનાઝહની નમાઝ પઢવા બાબતે ઉતાવળ કરવાનો આદેશ આપ્યો છે, જો મૃતક સદાચારી હશે તો, તમને તેને કબરની નેઅમતો (આનંદ)માં મોકલશો, અને જો તે દુષ્ટ હશે તો પોતાના ખભા પરથી ભાર ઉતારશો.
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ શુક્રવારના દિવસે બાબુલ્ કઝા નામના દ્વારથી પ્રવેશ કર્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે સીધો આપની સામે આવી ઉભો થઇ ગયો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! માલ (ઢોર) નષ્ટ થઈ ગયો અને રસ્તા પણ ખરાબ થઈ ગયા, અલ્લાહથી દુઆ કરો કે અમારા પર તે વરસાદ વરસાવે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને અલ્લાહથી દુઆ કરી: «"અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના" (અર્થ: હે અલ્લાહ! અમારા પર ફાયદાકારક વરસાદ વરસાવ, અમારા પર પાણી વરસાવ, અમારા પર વરસાદ વરસાવ)», અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! આકાશ પર કોઈ પણ વાદળ અથવા વાદળનો ટુકડો દેખાતો ન હતો, તેમજ અમારા અને સિલઅ પર્વત વચ્ચે કોઈ મકાન પણ ન હતું, (જેથી અમે વાદળ જોઈ શકીએ) એટલામાં જ પર્વત પાછળથી એક વાદળ આવ્યું અને આકાશ વચ્ચે આવી ફેલાય ગયું, અને વરસવા લાગ્યો, અલ્લાહની કસમ! (એટલો વરસાદ પડ્યો) કે અઠવાડિયા સુધી અમે સૂર્ય ન જોયો, પછી બીજા શુક્રવારે એક વ્યક્તિ તે જ દ્વારથી આવ્યો આપની સામે ઉભો રહ્યો, આપ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તેણે કહ્યું: માલ (ઢોર) નષ્ટ થઇ ગયો, અને રસ્તા પણ ખતમ થઈ ગયા, તેથી અલ્લાહથી દુઆ કરો કે તે વરસાદ રોકી લે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યા, અને દુઆ કરી: «"અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલયના, અલ્લાહુમ્મ અલલ્ આકામિ, વઝ્ ઝિરાબિ, વ બુતૂનિલ્ અવ્દિયતિ, વ મનાબિતિશ્ શજરિ" (અર્થ: હે અલ્લાહ! અમારી આજુબાજુ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ, હે અલ્લાહ! ટેકરીઓ, પર્વતો અને વાદીઓ વચ્ચે અને ઝાડ ઉગવાની જગ્યા પર વરસાવ"», આ દુઆ કર્યા પછી વરસાદ રુકી ગયો અને અમે નમાઝ પછી સૂર્યના તડકામાં ચાલ્યા, શરીકે કહ્યું: મેં અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછ્યું: શું આ તે જ વ્યક્તિ હતો, જે પહેલા આવ્યો હતો, તો અનસ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: «હું નથી જાણતો».
મુત્તફકુન્ અલયહિશુક્રવારે એક ગામડિયો ઉમર ઇબ્ને ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુના ઘરની સામે, મસ્જિદના પશ્ચિમી દરવાજા માંથી મસ્જિદે નબવીમાં પ્રવેશ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે વ્યક્તિ આપની સામે આવી અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! પશુધન મરી ગયા અને રસ્તાઓ પરિવહન કરતા પ્રાણીઓના મૃત્યુને કારણે અથવા ભૂખમરાથી તેમની નબળાઈને કારણે બંધ થઈ ગયા છે, તેથી અલ્લાહ પાસે દુઆ કરો કે તે અમારા પર વરસાદ મોકલે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને અલ્લાહથી દુઆ કરી: "અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના, અલ્લાહુમ્મ અગિષ્ના: (અર્થ: હે અલ્લાહ! અમારા પર ફાયદાકારક વરસાદ વરસાવ, અમારા પર પાણી વરસાવ, અમારા પર વરસાદ વરસાવ). અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અલ્લાહની કસમ! આકાશ પર કોઈ પણ વાદળ અથવા વાદળનો ટુકડો દેખાતો ન હતો, તેમજ અમારા અને સિલઅ પર્વત વચ્ચે કોઈ મકાન પણ ન હતું, જેથી અમે વાદળ સ્પષ્ટ જોઈ શકીએ. અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તેની પાછળથી એક ગોળાકાર વાદળ નીકળ્યું જે એક નાની ઢાલ જેવું હતું, જ્યારે તે મદીનહ પર આકાશની મધ્યમાં પહોંચ્યું, ત્યારે તે ફેલાયું અને પછી વરસાદ પડ્યો, અલ્લાહની કસમ! આવતા શુક્રવાર સુધી વરસાદને કારણે સૂર્ય ન દેખાયો, તે માણસ આવતા શુક્રવારે ફરીવાર તે દરવાજા માંથી પ્રવેશ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉભા ઉભા ખુતબો આપી રહ્યા હતા, તે સામે આવ્યો અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! ઢોર નષ્ટ થઈ ગયા, માર્ગ બંધ થઈ ગયા, તમે અલ્લાહથી દુઆ કરો કે વરસાદ રોકી દે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હાથ ઉઠાવ્યો અને દુઆ કરી: "અલ્લાહુમ્મ હવાલય્ના વલા અલયના, અલ્લાહુમ્મ અલલ્ આકામિ, વઝ્ ઝિરાબિ, વ બુતૂનિલ્ અવ્દિયતિ, વ મનાબિતિશ્ શજરિ" (અર્થ: હે અલ્લાહ! અમારી આજુબાજુ વરસાદ વરસાવ, અમારા પર ન વરસાવ, હે અલ્લાહ ! ટેકરીઓ, પર્વતો અને વાદીઓ વચ્ચે અને ઝાડ ઉગવાની જગ્યા પર વરસાવ). અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: વરસાદ રુકી ગયો અને અમે તડકામાં હરવા ફરવા લાગ્યા.
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે તેઓએ કહ્યું: અમને જનાઝા પાછળ જવાથી રોકવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રતિબંધતા અમારા માટે અનિવાર્ય ન હતી.
મુત્તફકુન્ અલયહિઉમ્મે અતિય્યહ અન્સારીય્યહ રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને જનાઝા પાછળ ચાલવાથી રોક્યા છે; શક્યતા છે આ તેણીઓ માટે ફિતનામાં સપડાઈ જવાનું કારણ બનશે, તેણીઓનું સબરન કરવાના કારણે, ફરી સહાબીયા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્ય બાબતોની જેમ સખતી નથી કરી.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પત્ની રિવાયત કરે છે: એક દિવસ મારી પાસે એક સ્ત્રી આવી, તેણીની સાથે તેની બે બાળકીઓ પણ હતી, તેણે મારી પાસે કંઈક માગ્યું, પરંતુ તેને મારી પાસેથી એક ખજૂર સિવાય કંઈ જ ન મળ્યું, મેં તેને એક ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી અને પોતે તેમાંથી કંઈ જ ન ખાધું, પછી તે ઉભી થઇ જતી રહી, એટલા માંજ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, મેં સંપૂર્ણ કિસ્સો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિની આ બાળકીઓના કારણે કસોટી કરવામાં આવી અને તેણે તેમની સાથે સારો વ્યવહાર કર્યો, તો તે તેના માટે જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરી રહ્યા છે કે એક સ્ત્રી પોતાની સાથે તેની બે બાળકીઓ લઈને આવી, મારી પાસે તેણે કંઈક ખાવાનું માગ્યું, પરંતુ મારી પાસે એક ખજૂર સિવાય કંઈ જ ન હતું, મેં તેને તે ખજૂર આપી દીધી, તેણે તે ખજૂર પોતાની બન્ને બાળકીઓ વચ્ચે વહેંચી દીધી, અને પોતે કંઈ ન ખાધું, પછી તે ઉભી થઇ અને જતી રહી, એટલામાં જ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા, આયશા રઝી અલ્લાહુ અન્હાએ સંપૂર્ણ કિસ્સો સંભળાવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જે વ્યક્તિની બાળકીઓ દ્વારા કસોટી કરવામાં આવી હોય અને જો તે વ્યક્તિ તેમની સાથે સારો વ્યવહાર કરે, તેમને શિષ્ટા શીખવાડે, તેમના ખાનપાનનો ખર્ચો ઉઠાવે, તેમને કપડાં પહેરાવે, અને સબર કરે, તો તેઓ જહન્નમની આગ વચ્ચે પડદો બની જશે.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જેટલું ધ્યાન ફજરની બે નફિલ નમાઝનું રાખતા હતા, એટલું ધ્યાન અન્ય નફિલ નમાઝનું રાખતા ન હતા.
મુત્તફકુન્ અલયહિમોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે પ્રમાણે ફજરની નમાઝ પહેલા બે સુન્નતોનું ધ્યાન રાખતા, એટલું ધ્યાન અન્ય નફિલ નમાઝ માટે રાખતા ન હતા.