





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ મસ્જિદે નબવીની મહત્ત્વતા વર્ણન કરી છે કે તે મસ્જિદમાં નમાઝ પઢવાનો સવાબ અન્ય મસ્જિદોમાં નમાઝ પઢયા કરતા એક હજાર ઘણો વધારે આપવામાં આવે છે, સિવાય મસ્જિદે હરામના, તેમાં નમાઝ પઢવી નબી ﷺ ની મસ્જિદમાં નમાઝ કરતા પણ વધુ સવાબ મળે છે.
અબૂ કતાદહ અસ્ સલમી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તમારા માંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બેસતા પહેલા તેણે બે રકઅત નફીલ નમાઝ પઢી લેવી જોઈએ».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ એ તાકીદ કરી છે કે જે વ્યક્તિ કોઈ પણ સમયે મસ્જિદમાં દાખલ થાય કોઈ પણ હેતુ માટે તો તે બેસતા પહેલા બે રકઅત નમાઝ પઢી લે, અને આ બંને રકઅતનું નામ તહય્યતુલ્ મસ્જિદ છે.
અબૂ હુમૈદ અથવા અબૂ ઉસૈદ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ પોતાની કોમને માર્ગદર્શન આપ્યું કે જ્યારે તે મસ્જિદમાં પ્રવેશ કરે તો તે આ દુઆ પઢે: (اللَّهُمَّ افْتَحْ لي أَبْوابَ رَحْمَتِكَ), અલ્લાહ પાસે તેની કૃપાનો સવાલ કરે, અને જ્યારે મસ્જિદ માંથી નીકળે તો આ દુઆ પઢીને નીકળે: (اللَّهُمَّ إني أَسْأَلُك مِن فَضْلِكَ), અલ્લાહના ફઝલનો સવાલ કરે, અને હલાલ રોજી માંથી તેનો ઉપકાર માંગી રહી રહ્યો છે.
સાલિમ બિન અબીલ્ જઅદે કહ્યું: એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તો લોકોએ તેને ઠપકો આપ્યો કે આ વ્યક્તિ તો નમાઝને તકલીફ સમજે છે, તો તેણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «હે બિલાલ ! નમાઝ માટે ઈકામત કહો અને અમને આરામ પહોંચાડો».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસહાબાઓ માંથી એક વ્યક્તિએ કહ્યું: કાશ કે હું નમાઝ પઢી લેતો તો મને શાંતિ મળી જાત, તેની આજુબાજુ અન્ય સહાબાઓએ સાંભળ્યું તો તેને ઠપકો આપવા લાગ્યા, તો તેણે કહ્યું કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા કે આપ ﷺ બિલાલ ! રઝી અલ્લાહુ અન્હુને કહી રહ્યા હતા, હે બિલાલ ! ઉઠો અને નમાઝ માટે અઝાન અને ઈકામત કહો, જેથી કરીને અમને શાંતિ મળે, એટલા માટે કે તેમાં અલ્લાહથી આજીજી સાથે દુઆઓ અને રુહ તેમજ દિલને રાહત મળે છે.
અબૂ હાઝિમ બિન દીનાર રિવાયત કરે છે: કેટલાક લોકો સહલ બિન સઅદ પાસે આવ્યા, તેમના વચ્ચે વિવાદ હતો કે નબી ﷺ ના મિંબરની લાકડી ક્યાં ઝાડની હતી, એટલા માટે સઅદ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું, તેમણે કહ્યું: અલ્લાહની કસમ ! હું જાણું છું કે આપ ﷺ ના મિંબરની લાકડી ક્યાં ઝાડની છે, પહેલા દિવસે જ્યારે તેને મુકવામાં આવ્યું, અને જ્યારે સૌ પ્રથમ વખત આપ ﷺ બેઠા, આપ ﷺ એ અન્સારની ફલાણી સ્ત્રી પાસે જેમનું નામ સહલ નામ પણ જણાવ્યું હતું, તેણી પાસે એક વ્યક્તિને મોકલ્યા કે તેઓ પોતાના સુથાર ગુલામને કહી મારી આ લાકડી જોડી આપી, એટલા માટે કે જ્યારે મને કંઈ કહેવું હોય તો હું આના પર બેસીને કહું, તેણીએ પોતાના ગુલામને કહ્યું તો તે જંગલની ડાળીઓ માંથી બનાવી લાવ્યો, અન્સારી સ્ત્રીએ તેને આપ ﷺ પાસે મોકલી આપી,આપ ﷺ એ આ બાજુ તેને મુકવાનો આદેશ આપ્યો, મેં જોયું કે આપ ﷺ એ તેના પર નમાઝ પઢાવી અને તેના પર ઉભા ઉભા તકબીર કરી અને તેના પર રુકૂઅ કર્યો, પછી થોડાક નીચે ઉતરી મિમ્બરની નીચે ઉતરી બાજુમાં સિજદો કર્યો, અને બીજી વખત પણ આપ ﷺ એ આ પ્રમાણે જ કર્યું, નમાઝ પઢી આપ ﷺ એ સહાબા સામે ધ્યાન આપ્યું અમે કહ્યું: «હે લોકો ! આવું મેં એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝ પઢવાનો તરીકો શીખી લો».
મુત્તફકુન્ અલયહિકેટલાક લોકો સહાબા માંથી એક સહાબી પાસે આપ ﷺ ના મિંબર વિશે સવાલ કરતા આવ્યા કે તે મીંબર શાના વડે બનાવવામાં આવ્યું છે? આ બાબતે તેઓ ઝઘડો કરવા લાગ્યા અને વિવાદ કરવા લાગ્યા, સહાબીએ તેમને કહ્યું કે આપ ﷺ એ એક વ્યક્તિને અન્સારી સ્ત્રી પાસે મોકલ્યો જેમનો સેવક સુથાર હતો, અને કહ્યું: તમારા સેવકને કહો કે તે મારા માટે એક મીંબર બનાવી લાવે જેથી કરીને હું લોકો સામે અગત્યની વાતચીત કરવા માટે તેના પર બેસું, સ્ત્રીએ આપ ﷺ ની વાત માની અને પોતાના સેવકને આદેશ આપ્યો, એક ખાસ પ્રકારની આમલીનું ઝાડની લાકડી વડે મીંબર બનાવવાનો આદેશ આપ્યો, જ્યારે તે બની ગયું તો તેણીએ તે મિંબર આપ ﷺ પાસે મોકલ્યું, આપ ﷺ એ મસ્જિદમાં એક જગ્યા પર મુકવાનો આદેશ આપ્યો, પછી તેના પર આપ ﷺ એ નમાઝ પઢી, તેના પર તકબીર પઢી, અને તેના પર જ રુકૂઅ કર્યો, પછી મોઢું ફેરવ્યા વગર જ મીંબર પર થી સહેજ નીચે ઉતરી, મિંબરની નીચે સિજદો કર્યો, બીજી રકઅત પણ એવી જ રીતે પઢી, નમાઝ પઢી લોકો તરફ ધ્યાન કર્યું અને કહ્યું: હે લોકો ! આવું એટલા માટે કર્યું કે તમે મારું અનુસરણ કરો અને મારી પાસેથી નમાઝનો તરીકો શીખી લો.
હિત્તાન બિન અબ્દુલ્લાહ અર્ રકાશી રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ સાથે નમાઝ પઢી, જ્યારે તેઓ કઅદહમાં બેઠા તો એક વ્યક્તિએ કહ્યું કે નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, જ્યારે અબૂ મૂસાએ નમાઝ પઢી લીધી તો તેમણે પાછળ જોયું અને કહ્યું: તમારા માંથી આવી વાત કોણે કહી? તો દરેક લોકો ભયના કારણે ચૂપ રહ્યા, ફરીવાર પૂછ્યું કે તમારા માંથી આ વાત કોણે કહી? તો લોકો ભયના કારણે ચૂપ રહ્યા, તો અબૂ મૂસાએ કહ્યું કે હે હિત્તાન મને લાગે છે કે તે આ વાત કરી છે? તો હિત્તાને કહ્યું કે મેં આ વાત નથી કરી, હા મને ભય જરૂર હતો કે આપ આના કારણે મારી પકડ કરશો, તરત જ લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું કે આ વાત મેં કહી હતી, અને મારો હેતુ ભલાઈ સિવાય કંઈ ન હતો, અબૂ મૂસાએ કહ્યું: શું તમે જાણતા નથી કે તમારે તમારી નમાઝમાં શુ કહેવું જોઈએ? આપ ﷺ એ ખુતબો આપ્યો, આપે સુન્નતને સ્પષ્ટ કરી અને નમાઝનો તરીકો શીખવાડયો, અને કહ્યું: «જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તકબીર કહેશો, અને જ્યારે તે આ આયત પઢી લે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} તો તમે આમીન કહો, અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું, (રુકુઅમાં મુક્તદી તરફથી થતી વાર આ વસ્તુનું બદલ ગણાશે, જે વાર) માથું ઉઠવતી વખતે થાય છે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે, કારણકે આ વાક્યો પયગંબરની જબાને કહ્યા છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, ઇમામ પહેલા સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, અલ્લાહના રસૂલ ﷺએ કહ્યું તો આ વાર મુકતદીએ કરેલી વારનો બદલ હશે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારો સૌ પ્રથમ દુઆ હશે, التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ، السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસહાબી અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ એ નમાઝ પઢાવી, જ્યારે તેઓ કઅદહમાં બેઠા અર્થાત્ તશહ્હુદની બેઠકમાં તો એક વ્યક્તિએ પાછળથી કહ્યું કે કુરઆન મજીદમાં નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, જ્યારે અબૂ મૂસાએ નમાઝ પઢી લીધી તો તેમણે મુક્તદી સામે જોયું અને કહ્યું: તમારા માંથી આવી વાત કોણે કહી? કે કુરઆન મજીદમાં નમાઝને નેકી અને ઝકાત સાથે વર્ણન કરવામાં આવી છે, તો દરેક લોકો ભયના કારણે ચૂપ રહ્યા, ફરીવાર તેમનો સવાલ રિપીટ કર્યો, તો લોકો ભયના કારણે ચૂપ રહ્યા, તો અબૂ મૂસાએ કહ્યું કે હે હિત્તાન મને લાગે છે કે તે આ વાત કરી છે? તેમની નીડરતા, નિકટતા અને તેમની સાથેના સબંધના કારણે કહ્યું, આ વાત પર તેની પકડ કરવામાં નહીં આવે, માટે ખરેખર જેણે આ વાત કહી હોય તે તેનો સ્વીકાર કરી લે, તો હિત્તાને કહ્યું કે મેં આ વાત નથી કરી, હા મને ભય જરૂર હતો કે આપ આના કારણે મારી પકડ કરશો, તરત જ લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું કે આ વાત મેં કહી હતી, અને મારો હેતુ ભલાઈ સિવાય કંઈ ન હતો, અબૂ મૂસાએ કહ્યું : શુ તમે જાણતા નથી કે તમારે તમારી નમાઝમાં શુ કહેવું જોઈએ? ઠપકો આપવા માટે આ વાત કહી, નબી ﷺ એ ખુતબો આપ્યો,આપે શરીઅત સ્પષ્ટ કરી અને નમાઝનો તરીકો શીખવાડયો, અને કહ્યું: જ્યારે તમે નમાઝ માટે ઉભા થાઓ તો પોતાની સફ સીધી કરી લો, અને સીધા ઉભા રહી જાઓ, પછી તમારા માંથી એક વ્યક્તિ તમારી ઇમામત કરાવશે, જ્યારે તે તકબીરે તહરીમા અલ્લાહુ અકબર કહેશે તો તમે પણ તેના જેવી જ તકબીર કહેશો, અને સૂરે ફાતિહા પઢો અને જ્યારે તે આ આયત પહોંચે: {غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلا الضَّالِّينَ} (સૂરે ફાતિહા : ૭), તો તમે આમીન કહો, જો તમે આ પ્રમાણે કરશો તો અલ્લાહ તમારી દુઆ કબૂલ કરશે, પછી ઇમામ અલ્લાહુ અકબર કહી રુકૂઅ કરે તો તમે પણ અલ્લાહું અકબર કહી રુકૂઅ કરો, ઇમામ તમારા કરતા પહેલા રુકૂઅમાં જશે અને તમારા કરતા પહેલા રુકૂઅ માંથી ઉભો થશે, તમારે એમના કરતા પહેલા ઉભા નથી થવાંનું; કારણ કે જે ક્ષણમાં ઈમામ રુકૂઅમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી રુકૂઅમાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે જ ક્ષણ છે અને તમારા રુકુઅની લંબાઈ સમાન થઈ જશે, જ્યારે ઇમામ સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તમે કહો અલ્લાહુમ્મ રબ્બના લકલ્ હમ્દ્, અલ્લાહ તમારી વાત સાંભળશે; કારણકે આ પયગંબરની જબાન વડે કહી છે, અલ્લાહએ તેની વાત સાંભળી જેણે તેની પ્રશંસા કરી, પછી ઇમામ જ્યારે અલ્લાહુ અકબર કહે અને સિજદો કરે તો તમે પણ અલ્લાહુ અકબર કહો અને સિજદો કરો, અને આ બન્ને તમારા પર ફરજીયાત છે, ઇમામ સિજદામાં જશે અને સિજદા માંથી પહેલા માથું ઉઠાવશે, કારણ કે જે ક્ષણમાં ઈમામે ઝુકાવમાં તમારી આગળ વધ્યા હતા તે ક્ષણ તમારા માટે ફરજીયાત છે કે તેણે તેને ઉભા કર્યા પછી ઝૂકવામાં તમને એક ક્ષણ માટે વિલંબ કરો, તેથી તે ક્ષણ તે ક્ષણ છે અને તમારા સિજદાની લંબાઈ સમાન થઈ જાય છે, અને જ્યારે તે કઅદહમાં જાય તો તમારે સૌ પ્રથમ આ દુઆ પઢવાની રહેશે , التَّحِيَّاتُ الطَّيِّبَاتُ الصَّلَوَاتُ لِلهِ، સામ્રાજ્ય, અસ્તિત્વ અને મહાનતા સર્વશક્તિમાન અલ્લાહ માટે જ છે.અને એવી જ રીતે પાંચેય નમાઝ પણ અલ્લાહ માટે જ છે, السَّلَامُ عَلَيْكَ أَيُّهَا النَّبِيُّ وَرَحْمَةُ اللهِ وَبَرَكَاتُهُ، السَّلَامُ عَلَيْنَا وَعَلَى عِبَادِ اللهِ الصَّالِحِينَ، અલ્લાહથી દરેક ખામી અને નુકસાનથી બચવાનો સવાલ કરવો જોઈએ, પછી અમે આપ ﷺ પર અને દરેક સદાચારી લોકો માટે સલામતીનો સવાલ કરીએ છીએ, જે અધિકાર અલ્લાહ અને તેના બંદાઓ પર છે, તેને પુરા પાડીએ છીએ, أَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓએ કહ્યું: અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ દરેક નમાઝમાં તકબીર કહેતા હતા, તે નમાઝ ફર્ઝ હોય કે ન હોય, રમઝાનનો મહિનો હોય કે બીજો કોઈ મહિનો, જ્યારે તેઓ નમાઝ પઢવા ઉભા થતા તો તકબીર કહેતા, રુકૂઅમાં જતા ત્યારે તકબીર કહેતા, પછી સમિઅલ્લાહુ લિમન હમીદહ કહેતા તો તેના પછી રબ્બના લકલ્ હમ્દ્ કહેતા, સિજદો કરતા પહેલા, જ્યારે સિજદો કરવા ઝુકતા તો અલ્લાહુ અકબર કહેતા, જયારે સિજદા માંથી માંથી ઉઠાવતા ત્યારે પણ અલ્લાહુ અકબર કહેતા, પછી ફરીવાર સિજદા માટે અલ્લાહુ અકબર કહેતા અને માથું ઉઠાવી અલ્લાહુ અકબર કહેતા, પછી જ્યારે બે રકઅત પઢી કઅદહ માંથી ઉભા થતા તો અલ્લાહુ અકબર કહેતા, આ પ્રમાણે દરેક નમાઝમાં કરતા, અહીં સુધી કે નમાઝ ન પઢી લેતા, પછી લોકો તરફ ધ્યાન આપતા અને કહેતા: કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, હું તમારા કરતા સૌથી વધારે નમાઝમાં નબી ﷺ થી નજીક છું, પછી આપ આ પ્રમાણે જ નમાઝ પઢતા રહ્યા અહીં સુધી કે આ દુનિયાથી જતા રહ્યા.
મુત્તફકુન્ અલયહિઅબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નમાઝનો સંક્ષિપ્ત તરીકો વર્ણન કરી રહ્યા છે, અને જણાવ્યું કે જ્યારે ઇમામ નમાઝ પઢાવવા ઉભો થાય તો તે તકબીરે તહરીમાં કહેશે, પછી જ્યારે રુકૂઅમાં જવાનું થાય ત્યારે અલ્લાહુ અકબર કહેશે, જ્યારે સિજદામાં જવાનું થાય ત્યારે, જ્યારે સિજદા માંથી માથું ઉઠાવે ત્યારે, ફરી બીજો સિજદો કરવા માટે અલ્લાહુ અકબર કહેશે, જ્યારે ત્રણ અથવા ચાર રકઅતની નમાઝ પઢતો હોય ત્યારે તેણે બીજી રકઅતમાં તશહ્હુદ માંથી ઉઠીને અલ્લાહુ અકબર કહેશે, પછી આ પ્રમાણે સંપૂર્ણ નમાઝ પુરી કરશે, જ્યારે રુકૂઅ માંથી ઉઠી સમિઅલ્લાહુ લિમન હમિદહ કહેશે તો તેની તેના જવાબમાં રબ્બના લકલ્ હમદ પઢતા હતા. નમાઝ પૂર્ણ થયા પછી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ પાછળ ફરી જતા અને કહેતા: કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, હું તમારા કરતા સૌથી વધુ નમાઝના તરીકા બાબતે અલ્લાહના રસૂલ ﷺ થી નજીક છું, તેઓ આ પ્રમાણે જ નમાઝ પઢતા ગયા અને દુનિયાથી ચાલ્યા ગયા.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું: «લોકોમાં સૌથી મોટો ચોર નમાઝનો ચોર છે, જે પોતાની નમાઝમાં ચોરી કરે છે», કહ્યું: કોઈ પોતાની નમાઝમાં કંઈ રીતે ચોરી કરી શકે છે? કહ્યું: તે રુકૂઅ અને સિજદો પૂરેપૂરા નથી કરતો».
આ હદીષને ઈમામ ઈબ્ને હિબ્બાન રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ જણાવ્યું કે લોકો માંથી સૌથી મોટો ચોર જે પોતાની નમાઝમાં ચોરી કરતો હોય, એટલા માટે ક્યારેક તો ચોરી કરેલો માલ તેને દુનિયામાં ફાયદો પહોંચાડે છે, આવા ચોરની વિરુદ્ધ, આ તો પોતે પોતાના બદલા અને સવાબ માંથી ચોરી કરે છે, સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! તે પોતાની નમાઝ માંથી કઈ રીતે ચોરી કરી શકે છે? આપ ﷺ એ કહ્યું કે તે રુકુઅ અને સિજદા બરાબર નથી કરતો, અર્થાત્ રુકૂઅ અને સિજદામાં અત્યંત ઉતાવળ કરે છે, જેના કારણે તે પૂરેપૂરા અને બરાબર નથી થઈ શકતા.
ઈબ્ને અબી અવફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: નબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: «સમિઅલ્લાહુ લિમન હમિદહ, અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલું ભરીને અને તેના સિવાય જે ઈચ્છે, તેના જેટલી અમે પ્રશંસા કરીએ છીએ.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ જ્યારે રુકૂઅ માંથી પોતાની પીઠ ઉઠાવતા તો કહેતા: "સમિઅલ્લાહુ લિમન હમિદહ", અર્થાત્ અલ્લાહ તઆલાએ સાંભળ્યું, જેણે તેની પ્રશંસા કરી, તેણે તેમની પ્રશંસા કબૂલ કરી અને તેમને ઇનામ આપ્યું પછી આ શબ્દો વડે અલ્લાહના વખાણ કર્યા, હે અલ્લાહ ! તારા માટે જ વખાણ છે, આકાશ જેટલુ ભરીને, જમીન જેટલુ ભરીને અને તેના સિવાય જે ઈચ્છે તેના જેટલી પ્રશંસા છે, જમીન અને આકાશ તેમજ તે બંને વચ્ચે જેટલું છે તેટલી પ્રશંસા અમે કરી અને અલ્લાહ જેટલી ઈચ્છા કરે એટલી ભરીને તેની પ્રશંસા કરીએ છીએ.