





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સ્ત્રીઓની નજીક જવાથી બચો», એક અન્સારી સહાબીએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! દેવર વિશે શું હુકમ છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દેવર તો મોત છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજાણી સ્ત્રીઓથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે અને કહ્યું: તમે અજાણી સ્ત્રીઓથી બચો કે તમે તેમની પાસે જાઓ, અને સ્ત્રીઓ પણ અજાણ પુરુષ પાસે દાખલ થવાથી બચે. અન્સારી સહાબી માંથી એક સહાબીએ સવાલ કર્યો: પતિના સગા સંબંધીઓ વિશે શું આદેશ આપો છો; પતિનો ભાઈ તેના છોકરાઓ, કાકા અને તેના છોકરો, ભાણિયા, અને અન્ય તે લોકો જેની સાથે તે લગ્ન કરી શકતી હોય? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: એવી રીતે બચો જેવી રીતે તમે મૌતથી બચો છો! કારણકે દેવર સાથે એકાંતમાં રહેવું, ફિતનાનું કારણ અને દીનમાં નષ્ટતાનું કારણ છે, સસરા અને પોતાના દીકરાઓ સિવાય નજીકના સંબંધીઓથી અજાણ પુરુષ કરતા પણ વધારે સચેત રહેવું જોઈએ; કારણકે પતિના સંબંધીઓ સાથે એકાંતમાં મળવું અન્ય લોકો કરતા વધુ સરળ હોય છે, અને બુરાઈ અને ગુનોહ થવાની પુરી સંભાવના હોય છે, જેથી ફિતનામાં પડી શકે છે; કારણકે તેમની વચ્ચે રોકટોક વગર એકાંતનો માહોલ હોય છે, અને તે જરૂરી છે, અને તેને રોકવું શક્ય નથી, કારણ કે તેમાં નરમ રહેવાનો રિવાજ છે, તેથી તે માણસ તેના ભાઈની પત્ની સાથે એકલો છે; તે કુરૂપતા અને ભ્રષ્ટાચારના સંદર્ભમાં મૃત્યુની માફક છે, એક અજાણ પુરુષ વિરુદ્ધ ચેતવણી આપવામાં આવી છે કે તેનથી સચેત રહેવામાં આવે.
માલિક બિન ઓસ બિન હસષાન રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું લોકો વચ્ચે કહેતો આયો કે સોનાના બદલામાં દિરહમ કોણ બદલી આપશે? તો તલ્હા બિન ઉબૈદુલ્લાહએ કહ્યું: અને તેમની વચ્ચે ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પણ હતા, તમારું સોનુ બતાવો, થોડીક વાર પછી અમારી પાસે આવજો જ્યારે અમારો સેવક આવી જશે, તો અમે તમને ચાંદીના દિરહમ આપી દઈશું, ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કદાપિ નહીં, અલ્લાહની કસમ ! યા તો તમે એમને ચાંદી આપો અથવા તમે તેમને સોનુ આપો, એટલા માટે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «સોનાના બદલામાં ચાંદીનો વેપાર વ્યાજ છે, પરંતુ રોક્કડ હોય તો વાંધો નથી, ઘઉંના બદલામાં ઘઉં વ્યાજ ગણાશે, પરંતુ જો રોકકડ સોદો થતો હોય તો વાંધો નથી, તેમજ જુવારીના બદલામાં જુવારી વ્યાજ છે, પરંતુ જો તેનો સોદો રોકકડ થાય તો વાંધો નથી, તેમજ ખજૂરના બદલામાં ખજૂર પણ વ્યાજ છે, પરંતુ તે પણ રોકકડ સોદો થાય તો વાંધો નથી».
મુત્તફકુન્ અલયહિતાબઇ માલિક બિન ઓસ પાસે સોનાના દિરહમ હતા અને તેઓ તેને ચાંદીના સિક્કા વડે બદલવા માગતા હતા, તલ્હા બિન ઉબૈદુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તમારા સોનાના દિરહમ અમને જોવા માટે આપો, જ્યારે તેઓએ દિરહમ જોયા પછી તેમને ખાતરી થઈ ગઇ, તો તેમણે કહ્યું કે થોડી વારમાં મારો સેવક આવે છે તો હું તમને આ સોનાના બદલામાં ચાંદી બદલી આપું છું, આ મજલિસમાં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ પણ હાજર હતા, તેમણે આ પ્રમાણેનો સોદો કરવાથી રોક્યા, તેમણે તલ્હા માટે કસમ ખાધી અને કહ્યું: હમણાં જ ચાંદી પાછું લઈ લો અથવા તેને તેનું સોનુ પાછું આપી દો, અને તેનું કારણ વર્ણન કયું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાંદીનો વેપાર સોના વડે અથવા સોનાના વેપાર ચાંદી વડે બન્ને સરખું તરત જ બરાબર બરાબર બદલી લેવામાં આવે, એ વગર કોઈ પણ પ્રકારનો સોદો થશે તો વ્યાજ ગણવામાં આવશે જો કે તે હરામ છે, અને વેપાર પણ બાતેલ ગણાશે, એટલા માટે તમે ચાંદીના બદલામાં સોનુ અથવા સોનાના બદલામાં ચાંદીનો વેપાર ન કરો, જો કે હાથો હાથ એક જ મજલીસમાં તરત જ બરાબર બરાબર વેપાર કરવામાં વાંધો નથી, એવી જ રીતે ઘઉંના બદલે ઘઉં, જુવારીના બદલે જુવાર અને ખજૂરના બદલામાં ખજૂરનો વેપાર જાઈઝ નથી પરંતુ જો બરાબર બરાબર બદલવું પડે, વજનમાં બન્ને સરખું હોવું જોઈએ, અને સોદો તરત જ હોવો જોઈએ, બન્નેમાં વિલંબ કરવો જાઈઝ નથી, અને કબજો લેતા પહેલા બન્નેએ અલગ ન થવું જોઈએ.
ઉષ્માન બન અબુલ્ આસ અષ્ ષકફી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફરિયાદ કરી, તેમના શરીરના તે દુઃખાવા વિશે, જે ઇસ્લામ લાવ્યા પછી તેમને દુઃખતું હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યાં તમને દુખાવો થતો હોય ત્યાં તમારો હાથ મુકો અને ત્રણ વખત બિસ્મિલ્લાહ પઢો, અને સાત વખત આ દુઆ પઢો, "અઊઝુ બિલ્લાહિ વ કુદરતિહી મિન્ શર્રિ મા અજિદુ વ ઉહાઝિરુ" અર્થ: હું અલ્લાહથી પનાહ માગું છું તે વસ્તુની બુરાઇથી, જેને હું (મારા શરીરમાં) અનુભવું છું અને જેનાથી હું ડરી રહ્યો છું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉષ્માન બિન અબુલ્ આસ રઝી અલ્લાહુ અન્હુને સખત દુખાવાથી તકલીફ થઈ રહી હતી, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમની ખબર અંતર પૂછવા આવ્યા અને તેમને એક દુઆ શીખવાડી જેના કારણે અલ્લાહ આ બીમારીની દૂર કરી દેશે, જે જગ્યા એ દુખાવો થઈ રહયો છે તે જગ્યા પર તમારો હાથ મૂકી ત્રણ વખત કહો: (બિસ્મિલ્લાહ) અને પછી સાત વખત આ દુઆ પઢો(અઊઝુ) હું પનાહ માગું છું, સુરક્ષા અને હિફાજત તલબ કરું છું (બિલ્લાહિ વ કુદરતિહી મિન્ શર્રિ મા અજિદુ) અત્યારે જે મને દુખાવો થઈ રહ્યો છે, (વ ઉહાઝિરુ) ભવિષ્યમાં મને જે દુઃખ દર્દ મળશે તેનાથી, અથવા મારા શરીરમાં થઇ રહ્યો સખત દુખાવાથી અથવા મારા શરીરમાં ફેલાતા ઇન્ફેક્શન (ચેપ)થી.
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દરેક લોકો કરતાં સૌથી વધારે દાનવીર હતા, ખાસ કરીને રમજાનના મહિનામાં જ્યારે જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાત થતી, તો વધુ દાન કરતા હતા, જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) રમજાનમાં દરરોજ રાત્રે મુલાકાત લેતા, અને કુરઆન મજીદ સંભળાવતા, આવી સ્થિતિમાં અલ્લાહના પયગંબર આંધી કરતાં પણ વધુ જડપથી દાન કરવા લાગતા.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) લોકોમાં સૌથી વધારે સખી હતા, અને દાન આપવવાની સ્થિતિ રમજાન મહિનામાં વધી જતી હતી, અને જે વ્યક્તિ જે કંઈ વસ્તુની ઈચ્છા કરતો, તે તેને આપી દેતા, અને વધુ પ્રમાણમાં દાન કરવાના બે કારણો હતા: પહેલું: જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાતના કારણે. 2- કુરઆન પઢવાના કારણે, જે દિલથી પઢવામાં આવતું હતું. બસ જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સંપૂર્ણ ઉતારવામાં આવેલ કુરઆનનો દૌર કરાવતા, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) સત્કાર્યો કરવાના હેતુથી ખૂબ જ દાન કરતાં, અને અલ્લાહના સર્જનને ફાયદો પહોંચાડવા માટે વરસાદની માફક ભલાઈના કામમાં ભાગ લેતા.
અબૂ ઝુહૈર ઉમારહ બિન રુવયબહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલાની નમાઝની પાબંદી કરશે, તે વ્યક્તિ ક્યારેય જહન્નમમા દાખલ નહીં થાય».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે વ્યક્તિ પર જહન્નમની આગ હરામ છે, જે વ્યક્તિ ફજર અને અસરની નમાઝની પાબંદી કરતો હશે, તે બન્ને નમાઝ હમેંશા પઢતો હશે, ખાસ કરીને આ બન્ને નમાઝોનું વર્ણન એટલા માટે કરવામાં આવ્યું કે આ બન્ને નમાઝનો સમય ભારે સમય છે, ફજરનો સમય મીઠી ઊંઘનો સમય હોય છે, તેમજ અસરનો સમય દિવસ દરમિયાન કામકાજ અને વેપારધંધાનો સમય હોય છે, એટલા માટે જે વ્યક્તિ આ કષ્ટ હોવા છતાંય આ બન્ને નમાઝોની પાબંદી કરશે, તેઓ બાકીની ત્રણેય નમાઝની જરૂર પાબંદી કરતા હશે.
ઉષમાન રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા: «કોઈ પણ મુસલમાન જ્યારે તની ફર્ઝ નમાઝનો સમય થઈ જાય અને તે તેના માટે સારી રીતે વઝૂ કરે, અને તે નમાઝને ખુશૂઅ (દિલની સંપૂર્ણ હાજરી) સાથે પઢે, અને સારી રીતે રુકૂઅ કરે, તો તે નમાઝ તેના માટે તેના પાછલા ગુનાહોનો કફ્ફારો બની જાય છે, સિવાય એ કે તે મોટા ગુનાહ ન કરે, અને આ મહત્ત્વતા હંમેશા માટે રહે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કોઈ પણ મુસલમાન જ્યારે પણ કોઈ ફર્ઝ નમાઝનો સમય થઈ જાય છે, તો તે સારી રીતે વઝૂ કરે છે અને તેને પૂર્ણ કરે છે, ફરી તે નમાઝમાં ખુશૂઅ એવી રીતે અપનાવે છે કે તેનું દિલ અને તેના શરીરના દરેક અંગો અલ્લાહને સમર્પિત છે, અને તે નમાઝના દરેક કાર્યો જેમકે રુકૂઅ, સિજદો વગેરે પૂરા કરે છે, તો તે નમાઝ તેના માટે પાછલા નાના ગુનાહો માટે કફ્ફારો (પ્રાયશ્ચિત) બની જાય છે, જો તે મોટા મોટા ગુનાહો માંથી કોઈ ગુનોહ ન કરે આ મહાનતા અને મહત્ત્વતા દરેક નમાઝ સાથે લાગુ પડે છે.
કઅબ બિન ઉજરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું: «તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ એવા અઝકાર (દુઆઓ) જણાવ્યા કે તેને પઢનાર કદાપિ અસફળ નથી થતો, પરંતુ તેને તેનો સવાબ જરૂર મળશે, જે એક પછી એક પછી કહેવામાં આવે છે, અને તેને દરેક ફર્ઝ નમાઝ કહેવામાં આવે છે, તે નીચે પ્રમાણે છે: "સુબ્હાનલ્લાહ" (અલ્લાહ દરેક પ્રકારની ખામીઓથી પાક છે) તેત્રીસ વખત, અર્થાત્: અલ્લાહને દરેક પ્રકારની ખામીઓથી પવિત્ર કરવો. અને "અલ્ હમ્દુ લિલ્લાહ" (દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે), તેત્રીસ વખત, અને તેનો અર્થ એ કે અલ્લાહ તઆલાને દરેક પ્રકારની મોહબ્બત અને સન્માન અને મહાનતા પ્રમાણે સંપૂર્ણ જણાવવો. અને "અલ્લાહુ અકબર" (અલ્લાહ સૌથી મોટો છે), ચોત્રીસ વખત, જેનો અર્થ થાય છે કે અલ્લાહ દરેક વસ્તુઓથી મોટો, ઉચ્ચ અને સર્વ શ્રેષ્ઠ છે.
સઅદ બિન અબી વકકાસ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ અઝાન કહેનારની અઝાન સાંભળી કહે "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ, વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ, રઝીતુ બિલ્લાહી રબ્બવ વબિલ્ ઇસ્લામિ દીના વબિ મુહમ્મદિન્ નબિય્યા" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે, હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી, અને ઇસ્લામના દીન હોવાથી, અને મુહમ્મદ ﷺના નબી હોવાથી, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ મુઅઝ્ઝિન અઝાન સાંભળી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ, વહદહુ લા શરીક લહુ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી), અર્થાત્: તે તે વાતનો એકરાર કરે છે અને સ્વીકારે છે અને જણાવે છે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને તેના સિવાયના દરેક ઇલાહ ખોટા છે, "વ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહુ" (અને એ પણ સાક્ષી આપું છું કે મુહમ્મદ ﷺ અલ્લાહના બંદા અને તેના રસૂલ છે), અર્થાત્: નબી ﷺ અલ્લાહના એક બંદા છે, તેમની ઈબાદત કરવામાં નથી આવતી, અને તે એક પયગંબર છે, જે જૂઠ્ઠુ નથી બોલતા, "રઝીતુ બિલ્લાહી રબ્બન" (હું રાજી છું અલ્લાહના પાલનહાર હોવાથી) અર્થાત્: અલ્લાહની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (ઇલાહ હોવામાં) અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં). "વબિ મુહમ્મદિન્ નબિય્યા" (અને મુહમ્મદ ﷺ ના નબી હોવાથી) અર્થાત્: તે દરેક વસ્તુ સાથે જેની સાથે તેમને મોકલવામાં આવ્યા, અને જે તેમણે આપણાં સુધી પહોંચાડ્યું, "વ વબિલ્ ઇસ્લામિ" (અને ઇસ્લામથી) અર્થાત્: ઇસ્લામના દરેક આદેશોથી, "દીના" (દીન હોવા પર) અર્થાત્: અકીદો અને માન્યતાથી, "તેના ગુનાહ માફ કરી દેવામાં આવે છે" અર્થાત્: નાના ગુનાહો માંથી.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે: એક વ્યક્તિએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! અમે સમુંદરનો સફર કરીએ છીએ અને અમારી પાસે થોડુંક જ પાણી હોય છે, જો અમે તેનાથી વઝૂ કરી લઈશું તો પ્યાસા રહી જઈશું, શુ અમે સમુંદરના પાણીથી વુઝુ કરી લઈએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «સમુંદરનું પાણી પાકી માટે ઉપયોગમાં લઇ શકાય છે અને તેનું મૃતક પણ હલાલ છે».
رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمدઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક વ્યક્તિએ સવાલ કર્યો અને કહ્યું: અમે સમુંદરમાં શિકાર અથવા વેપાર ધંધાના હેતુથી સફર કરીએ છીએ, અમારી પાસે ચોખ્ખું પાણી થોડુંક જ હોય છે, જો અમે તેને વઝૂ અથવા સ્નાન માટે ઉપયોગમાં લઈશું તો અમારી પાસે પીવા માટે પાણી નહીં રહે, તો શું અમે સમુંદરના પાણીથી વઝૂ કરી શકીએ છીએ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો કે સમુંદરનું પાણી પાક પાણી છે અને તેમાં પાક કરવાની ગુણવત્તા હોય છે, તેનો ઉપયોગ વઝૂ અને સ્નાન માટે કરી શકો છો; અને તેમાંથી જે કંઈ માછલી,વ્હેલ વગેર, ભલેને તે મૃતક સ્થિતિમાં હોય, અને તે પાણીના તરીયે તરતી હોય.