





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તે પાણી વિશે સવાલ કરવામાં આવ્યો, જેમાં ઢોર અને જાનવર આવીને પાણી પીતા હોય છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «જ્યારે પાણી બે ખોબા જેટલું હોય તો તેમાં ગંદકી આવતી નથી».
رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمدઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તે પાણી વડે પાકી પ્રાપ્ત કરવા માટે સવાલ કરવામાં આવ્યો, જેમાંથી ઢોર, જાનવરો પાણી પીતા હોય છે અને અન્ય જરૂરત પુરી કરતા હોય છે, તે પાણીનો હુકમ પૂછવામાં આવ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: જો તે પાણી બે મોટા ઘડા જેટલું હોય, જો કે તેનું પ્રમાણ લગભગ (૨૧૦) લીટર જેટલું હોય, તો પછી તે નાપાક નથી થતું; અને જો ત્રણ લક્ષણો માંથી એક પણ લક્ષણ બદલાય જાય, તો પછી તે પાણી નાપાક થઈ જશે, તેનો રંગ, તેનો સ્વાદ અને તેમાં વાંસ આવી જાય, તો પછી તે નાપાક ગણાશે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે, તો તે પોતાના નાકને ત્રણ વખત સાફ કરે; કારણકે શૈતાન તેના નાકના કાણાંમાં રાત પસાર કરે છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ ઊંઘ માંથી ઉઠે તો તેણે ત્રણ વખત નાક સાફ કરવું જોઈએ; નાકને સાફ કરવાનો અર્થ એ કે નાકમાં પાણી ચઢાવી તેને સારી રીતે સાફ કરવામાં આવે; કારણકે શૈતાન નાકના કાણાંમાં રાત પસાર કરે છે, -સંપૂર્ણ નાકમાં-.
જાબિર રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: મને ઉમર બિન ખત્તાબ્ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું: એક વ્યક્તિએ વઝૂ કર્યું તો તેને પોતાના પગમાં એક નખ બરાબર જગ્યા સૂકી અર્થાત્ ધોયા વગર છોડી દીધી, તો જ્યારે નબી ﷺ એ તેની તરફ નજર કરી તો કહ્યું: «પાછા જાઓ અને સારી રીતે વઝૂ કરો» તે પાછો ગયો, ફરી તેણે નમાઝ પઢી.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી ﷺ એ એક વ્યક્તિને જ્યારે તેને વઝૂ પૂર્ણ કર્યું ત્યારે જોયું કે તેણે તેના પગમાં એક નખ જેટલી જગ્યા છોડી દીધી છે, જ્યાં વઝૂનું પાણી પહોંચ્યું ન હતું. તો નબી ﷺ એ તે જગ્યા તરફ ઈશારો કરી કહ્યું: જાઓ અને સારી રીતે વઝૂ કરો, અને તેને પૂર્ણ કરો, અને દરેક અંગને તેના હક પ્રમાણે સંપૂણ પાણી આપો, તે વ્યક્તિ પાછો ફરી ગયો, પોતાનું વઝૂ પૂર્ણ કર્યું પછી નમાઝ પઢી.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જયારે ગુસલ (સ્નાન) કરતાં એક સાઅ થી લઈ પાંચ મુદ પાણી વડે કરતાં, અને એક મુદ વડે વઝૂ કરતાં.
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે જનાબતનું સ્નાન કરતાં, તો એક સાઅ થી પાંચ મુદ પાણી વડે સ્નાન કરતાં, અને એક મુદ વડે વઝૂ કરતાં, એક સાઅ: ચાર મુદને કહે છે, અને એક મુદ: મધ્યમ વર્ગના માનવીની બંને હથેળીઓમાં આવતું પાણી.
ઉકબા બિન આમિર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમારી ઊંટ ચરવવાની જવાબદારી હતી, અને જ્યારે મારી વારી આવી તો હું સાંજે ઊંટોને લઈને પાછો આવ્યો, તો જોયું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ઊભા થઈ લોકોને હદીષ સંભળાવી રહ્યા હતા, મેં તેમને કહેતા સાંભળ્યા: «જો કોઈ મુસલમાન સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ કિબ્લા તરફ મોઢું કરી બે રકઅત નમાઝ પઢે, તો તેના માટે જન્નત અનિવાર્ય થઈ જાય છે", ઉકબા બિન આમિર કહે છે કે મેં કહ્યું: કેટલી સારી વાતો છે, તો આ સાંભળી મારી નજીકના એક વ્યક્તિએ કહ્યું: આના કરતાં પહેલાંની વાતો વધુ સારી હતી, મેં જોયું કે તે ઉમર રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) હતા, તેમણે કહ્યું: મેં જોયું કે તમે હમણાં જ આવ્યા છો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: તમારા માંથી જે વ્યક્તિ પણ સંપૂર્ણ રીતે વઝૂ કરે, અને કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે.") તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જેમાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ બે ભવ્ય મહત્ત્વતાઓ વર્ણન કરી રહ્યા છે: પહેલી: જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે, અને તે વઝૂને દરેક સુન્નત તરીકા વડે પૂર્ણ કરે, અને દરેક અંગો પર સંપૂર્ણ પાણી નાખે અને કોઈ અંગને સૂકો ન છોડે, ફરી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ રસૂલુલ્લાહ" (હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) અલ્લાહના રસૂલ છે), તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જ્યાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે. બીજી: જે વ્યક્તિ આ સંપૂર્ણ વઝૂ કરી, ફરી ઊભો થઈ, બે રકાઅત્ નમાઝ પઢે, સંપૂર્ણ નિખાલસતા અને ખુશૂઅ અને ખુઝૂઅ સાથે, અને દરેક અંગને ઈબાદતમાં ફક્ત અલ્લાહ માટે જ લગાવે, તો તેના માટે જન્નત વાજિબ (અનિવાર્ય) થઈ જાય છે.
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી કોઈ વઝૂ કરે અને મોજા પહેરી લે તો તે મોજા પહેરીને જ નમાઝ પઢી લે, અને તે તેના પર મસહ કરી લે તેને કાઢવાની જરૂર નથી, હા, જો તેં જુનુબી થઈ જાય તો મોજા ઉતારવા પડશે».
આ હદીષને ઈમામ દારુલ્ કુત્ની રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે એક મુસલમાન વઝૂ કરીને મોજા પહેરી લે, અને પછી તેનું વઝૂ તૂટી જાય, તો ફરીવાર તેની વઝૂ કરવાની ઈચ્છા થાય, તો તે બન્ને મોજા પર ફક્ત મસહ કરી શકે છે, અને તેમાં નમાઝ પઢી શકે છે, અને નક્કી કરેલ સમય સુધી તે આ રીતે કરી શકે છે, પરંતુ જો તે જુનુબી થઈ જાય, તો પછી તેને મોજા ઉતારવા પડશે અને ગુસલ કરવું પડશે.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદુલ્ ફિતર અથવા ઈદુલ્ અઝ્હાના દિવસે ઈદગાહ પાસે આવ્યા, તો સ્ત્રીઓ પાસેથી પસાર થયા, તેણીઓને કહ્યું: «હે સ્ત્રીઓનું જૂથ! તમે ખૂબ જ સદકો કરો, કારણકે મેં જહન્નમમ્માં સૌથી વધારે તમને જ જોયા છે» તે સ્ત્રીઓએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! કેમ? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છે, અને પોતાના પતિની નાશુકરી કરો છો, તમે દીનમાં અડધી બુદ્ધિના હોવાના કારણે પણ એક બુદ્ધિશાળી અને અનુભવી માણસને ગાંડો બનાવવામાં તમારા સિવાય બીજો કોઈનો હાથ નથી હોતો», તે સ્ત્રીઓએ કહ્યું: અમારા દીન અને બુદ્ધિમાં કમી કેવી રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું સ્ત્રીઓની સાક્ષી પુરુષોની સાક્ષી કરતાં અધૂરી નથી», તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: «શું એવું નથી કે સ્ત્રીઓ હૈઝના કારણે નમાઝ અને રોઝાથી રોકાઈ જાય છે?» તે સ્ત્રીઓએ કહ્યું: હાં! કેમ નહીં, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «આ જ તેમના દીનમાં કમીનું કારણ છે».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઈદના દિવસે ઈદગાહ તરફ નીકળ્યા, અને સ્ત્રીઓને વચન આપ્યું હતું, કે તે સ્ત્રીઓને એકાંતમાં નસીહત કરશે, અને તે વચન તે દિવસે પૂર્ણ કર્યું અને કહ્યું: હે સ્ત્રીઓનું જૂથ! ખૂબ સદકો અને ઇસ્તિગફાર કરો; કારણકે તે ગુનાહોને ખતમ કરવાનો સૌથી મોટો સ્ત્રોત છે, અને મેં ઇસ્રાના સફરમાં જહન્નમમાં સૌથી વધારે સ્ત્રીઓને જોઈ છે. તેમાંથી એક બુદ્ધિશાળી અને પ્રતિષ્ઠિત સ્ત્રીએ કહ્યું: અમે જ કેમ જહન્નમમાં સૌથી વધારે હશું? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: કેટલાક કારણોથી: તમે ખૂબ જ મહેણાંટોણાં કરો છો, અને પતિના અધિકારો પૂરા નથી પડતાં. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમનો ગુણ જણાવતા કહ્યું: બુદ્ધિ અને દીનમાં કમી ધરાવનાર તમારી માફક મેં અન્યને નથી જોયા જે બુદ્ધિશાળી, મક્કમ અને સંતુલિત વ્યક્તિ પર પ્રભુત્વ મેળવે છે. તે સ્ત્રીએ કહ્યું: અમારી બુદ્ધિ અને દીનમાં કમી કઈ રીતે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: બુદ્ધિમાં કમી એ રીતે કે બે સ્ત્રીઓની સાક્ષી એક પુરુષ બરાબર છે; અને આ બુદ્ધિમાં કમી છે, અને દીનમાં કમી તે સત્કાર્યમાં કમીના કારણે છે કે તમે હૈઝના દિવસોમાં રાત અને દિવસ દરમિયાન નમાઝ નથી પઢી શકતા, અને એવી જ રીતે હૈઝના કારણે રમજાનના રોઝા પણ નથી રાખી શકતા, અને આ જ દીનમાં કમી છે, પરંતુ તેના કારણે તેમને ગુનેગાર અને અપરાધી ઠેહરાવવામાં નથી આવતા, અને ન તો તેના વિષે તેમની પકડ થશે, કારણકે આ જ સ્થિતિ તેમના સર્જનમાં છે, જેવી રીતે માનવી પ્રાકૃતિક રૂપે માલને મોહબ્બત કરનાર, અને કાર્યોમાં જલ્દી કરનાર અને અજ્ઞાનતા કરનાર પેદા કરવામાં આવ્યો છે.... વગેરે, પરંતુ તેને તેમાં સપડાવવાથી સચેત કરવામાં આવ્યો છે.
ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિયાવત કરે છે કે તેમણે નબી ﷺ ના હાથ પર બૈઅત કરી, તેમણે કહ્યું: અમે પાકી પ્રાપ્ત કરી લીધા પછી કુદરહ અને સુફરહ (પીળા અથવા માટી જેવા રંગના પાણી) ની ગણતરી કરતાં ન હતા.
رواه أبو داود بهذا اللفظ ورواه البخاري بدون زيادة (بعد الطهر)સહાબીયા ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે સ્ત્રીઓ નબી ﷺ ના સમયમાં હૈઝ (માસિક)થી પાક થયા પછી તે પાણીની ગણતરી ન હતી કરતી, જે તેમના ગુપ્તાંગ માંથી નીકળતું હતું, જે કાળા અથવા પીળા રંગનું હોતું, તેના કારણે તેઓ નમાઝ પઢવાનું અને રોઝા રાખવાનું ન હતા છોડતા.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: ઉમ્મે હબીબહ રઝી અલ્લાહુ અન્હા જે અબ્દુર રહમાન બિન ઔફ રઝી અલ્લાહુ અન્હુની પત્ની હતા, તેમણે નબી ﷺ પાસે (માસિક પછી પણ) સતત લોહી આવવાની ફરિયાદ કરી, તો નબી ﷺ એ તેમને કહ્યું: «તમે એટલા દિવસ નમાઝ પઢવાથી રુકી જાઓ, જેટલા દિવસ તમને તમારું હૈઝ (માસિક) નમાઝ પઢવાથી રોકતું હતું, ત્યારબાદ ગુસલ કરી લો». જેથી તે દરેક નમાઝ માટે ગુસલ કરતાં હતા.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક સહાબીયાએ (માસિક પછી પણ) સતત લોહી આવવાની ફરિયાદ નબી ﷺ પાસે કરી, તો નબી ﷺ એ તેમને આ પ્રકારનું લોહી નીકળતા પહેલા નમાઝથી જ્યાં સુધી હૈઝ આવે ત્યાં સુધી રુકી જવાનો આદેશ આપ્યો, ફરી ગુસલ કરો અને નમાઝ પઢો, તો તે દરેક નમાઝ માટે ગુસલ કરતાં હતા.