Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way






























Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે તે દરેક વ્યક્તિ જેના પર જુમ્માની નમાઝ વાજિબ છે તેના માટે જરૂરી છે કે તે જુમ્માના દિવસે ગુસલ કરે, એવી જ રીતે દાતણ વડે પોતાના દાંત સાફ કરે, અને સારી ખુશ્બુ કે સુગંધ દ્વારા ખુશ્બૂ લગાવે.
આ હદીષમાં નબી ﷺ એ ચાર પ્રકારના કામોથી રોક્યા છે: પહલું: સ્ત્રીને બે દિવસ કે તેથી વધારે પોતાના પતિ કે કોઈ મહરમ વગર સફર કરવાથી રોકવામાં આવી છે, અને મહરમ તે સગા સંબંધીઓ માંથી તે છે જેની જોડે તેના માટે હંમેશા શાદી કરવી હરામ હોય, જેમકે પિતા, પુત્ર, ભત્રીજો, ભાળીયો, કાકા, માંમાં, વગેરે. બીજું: અને બે દિવસે રોઝા રાખવાથી રોક્યા છે, એક ઇદુલ્ ફિત્રનો દિવસ અને બીજો ઇદુલ્ અઝ્હાનો દિવસ, તે કોઈ પણ પ્રકારનો રોઝો કેમ ન હોય, જેમકે નઝરનો રોઝો, નફલી રોઝો, અથવા કફ્ફારાનો રોઝો. ત્રીજું: ફજર પછી થી લઈ સૂર્યોદય સુધી અને અસર પછી થી લઈ સૂર્યાસ્ત સુધી કોઈ પણ પ્રકારની નફિલ નમાઝ પઢવાથી રોકવામાં આવ્યા છે. ચોથું: કોઈ પણ જગ્યાનો તેની મહાનતા સમજી અથવા આ ત્રણ મસ્જિદો સિવાય કોઈ પણ જગ્યાનો એવી માન્યતા રાખી સફર કરવો કે ત્યાં જવાથી નેકીઓમાં વધારો થશે, તો આમ કરવાથી રોકવામાં આવ્યા છે, તેથી આ ત્રણ મસ્જિદો, એક મસ્જિદે હરામ, બીજી મસ્જિદે નબવી, ત્રીજી મસ્જિદે અકસા સિવાય બીજી કોઈ જગ્યાએ નમાઝ પઢવાની નિયતથી સફર કરવામાં ન આવે; કારણકે આ ત્રણ મસ્જિદો સિવાય અન્ય મસ્જિદોમાં નમાઝ પઢવાથી સવાબમાં વધારો થતો નથી.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દિવસના ત્રણ સમયોમાં નફિલ નમાઝ પઢવાથી અને કબરમાં મૃતકોને દફન કરવાથી રોક્યા છે: પહેલો સમય: જ્યારે સુર્ય ઊગવા લાગે, આ ત્યારે થાય છે જ્યારે સુર્ય પહેલી વખત એક ભાલા બરાબર ઉપર આવે છે, અને તેનો સમય અંદાજિત રીતે પંદર મિનિટ જેટલો હોય છે. બીજો સમય: જ્યારે સુર્ય મધ્ય આકાશમાં હોય, અને તેનો પડછાયો પૂર્વ અથવા પશ્ચિમ તરફ ન હોય, અને જ્યાં સુધી તે મધ્ય આકાશ માંથી પશ્ચિમ તરફ ઢળવાનું શરૂ ન કરે, અને જ્યારે તેનો પડછાયો પૂર્વ તરફ દેખાવા ન લાગે ત્યારબાદ ઝુહરની નમાઝનો સમય શરૂ થાય છે, અને તે થોડોક જ સમય હોય છે, અંદાજિત રીતે તે પાંચ મિનિટનો સમય હોય છે. ત્રીજો સમય: જ્યારે સુર્ય ઢળવા લાગે, અહીં સુધી કે તે સંપૂર્ણ રીતે ડૂબી જાય.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકોને જેઓ એક જ કપડાંમાં નમાઝ પઢતા હોય, જેના કારણે તેમના ખભા અને ગળાનો ભાગ ખુલ્લો રહી જાય છે, તેનાથી રોક્યા છે, અને તેને બીજા કપડાં વડે ન ઢાંકતો હોય; જેનું કારણ એ છે કે ભલેને ખભાને (શરીરના અન્ય અંગોને ઢાંકવા જરૂરી છે) ઢાંકવું જરૂરી નથી, પરંતુ તેણે ઢાંકવા અને સારી રીતે તેણે છુપાવવા જરૂરી છે, તે સિવાય તેના દ્વારા અલ્લાહની સમક્ષ નમાઝમાં ઊભા રહેવા પર તેની મહાનતા અને પવિત્રતાની વધુ નજીક છે.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પોતાની આંખો નમાઝના સમયે આકાશ તરફ ઉઠાવવાથી સચેત કર્યા છે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખૂબ જ ગંભીર અને સખત ઠપકો આપતા જણાવ્યું કે જે કોઈ પણ આમ કરશે, તેની આંખોની દૃષ્ટિ છીનવાઇ જશે, અને એટલી જડપી છીનવાઇ જશે કે તેને ખ્યાલ પણ નહીં આવે કે તે પોતાની દૃષ્ટિથી વંચિત થઈ ગયો.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમએ નમાઝમાં સિજદામાં હાથની સ્થિતિ વર્ણન કરી છે, તે એ રીતે કે બન્ને હથેળીઓને જમીન પર રાખી આંગળીઓને કિબલા તરફ કરવામાં આવે, અને બન્ને કોળીઓ અને બાજુઓને જમીન થી ઉપર રાખી ઊંચે ઉઠાવવામાં આવે.
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નમાઝ સમાપ્ત કરતાં, તો જમણી અને ડાબી બાજુ મોઢું ફેરવી સલામ કરતા, અને જમણી બાજુ મોઢું કરી કહેતા: ("અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે), અને એવી જ રીતે ડાબી બાજુ પણ પોતાનું મોઢું ફેરવી સલામ કરતાં અને કહેતા: ("અસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહ વબરકાતુહુ" (તમારા પર સલામતી અને અલ્લાહની રહેમતો તેમજ બરકતો ઉતરે).
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ ફર્ઝ નમાઝ પઢયા પછી આ અઝકાર પઢશે: તેત્રીસ વખત: "સુબ્હાનલ્લાહ (અલ્લાહ પવિત્ર છે)", તે એ કે અલ્લાહ દરેક પ્રકારની ખામીઓથી પાક છે. તેત્રીસ વખત: "અલ્ હમ્દુ લિલ્લાહ (દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે જ છે)", તેના સંપૂર્ણ ગુણોનું સન્માન અને મોહબ્બત સાથે વખાણ કરવા. અને તેત્રીસ વખત: "અલ્લાહુ અકબર (અલ્લાહ સૌથી મોટો છે)", તે એ કે ખરેખર અલ્લાહ દરેક વસ્તુથી મોટો અને મહાન છે. સો ની ગણતરી પુરી કરવા માટે આ ઝિક્ર પઢવો જોઈએ: "લા ઇલાહ ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વલહુલ્ હમ્દુ, વહુવ અલા કુલ્લિ શયઇન કદીર (અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે એકલો જ છે, અને તેનો કોઈ ભાગીદાર નથી, તેના માટે જ સામ્રાજ્ય છે અને તેના માટે જ પ્રસંશા છે, અને તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે)", અર્થાત: એક અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અને એ કે પવિત્ર અલ્લાહ માટે જ સંપૂર્ણ માલિકી છે, તેની ઇઝ્ઝત અને મોહબ્બત કરતા દરેક પ્રકારની પ્રશંસા અને વખાણ ફક્ત તેના માટે જ છે, બીજા કોઈને માટે નથી, અને એ કે તે સંપૂર્ણ કુદરત ધરાવે છે, તેને કોઈ વસ્તુ હરાવી નથી શકતી. જે વ્યક્તિ આ અઝકાર પઢશે, તો તેની ભૂલો અને ગુનાહો માફ કરી દેવામાં આવશે, ભલે ને તેના ગુનાહ સમુદ્રની ફીણ બરાબર કેમ ન હોય, જે ફીણ સમુદ્રની મોજ વખતે તેના કિનારા ઉપર જોવા મળતી હોય છે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જે વ્યક્તિ દરેક ફર્ઝ નમાઝ પછી આયતુલ્ કુરસી પઢશે, તો તેને મોત સિવાય કોઈ વસ્તુ જન્નતમાં પ્રવેશ કરવાથી રોકી નહીં શકે, અને તે સૂરે બકરહમાં છે, અલ્લાહ તઆલા કહે છે: {અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે}. [અલ્ બકરહ: ૨૫૫].