Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way






























Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવ્યું કે જ્યારે નમાઝ પઢનાર વ્યક્તિ નમાઝની સ્થિતિ બાબતે શંકામાં પડી જાય તો, અને તેને યાદ ન હોય કે તેણે કેટલી રકઅત પઢી છે, ત્રણ કે ચાર? તો જે વધુ નંબર હોય તેને હટાવી અને નાના આંકડાના નંબર પર અમલ કરે, અને તે ત્રણ છે; કારણકે ત્રણ પર તો યકીન છે જ, અને ચોથી રકઅત પઢી લે, અને સલામ ફેરવતા પહેલા બે સિજદા કરી લે. જો કદાચ તેણે ચાર રકઅત પઢી હોય તો વધારાની એક રકઅત પાંચ થઈ જશે, અને બે સિજદા એક રકઅતના બદલામાં ગણવામાં આવશે, તો આમ તે સંખ્યા બેકી થઈ જશે, એકી સંખ્યા નહીં રહે, અને વધારાની નમાઝ જો ચાર થતી હશે તો તેના પર જે અનિવાર્ય હતું તેણે એટલી નમાઝ પઢી, કોઈ વધારો કે નુકસાન કર્યા વગર. આપણાં બંને સજદાએ સહ્વ (ભૂલના સિજદા), શૈતાનને અપમાનિત કરવા અને તેને હરાવવા માટે છે, તેના દ્વારા માનવી તેને નિરાશા તરીકે નકારી કાઢ્યો, તે જે ઇચ્છતો હતો તેનાથી દૂર; કારણ કે તેણે તેની નમાઝ બાબતે મૂંઝવણમાં મૂકી દીધો હતો, જે અધૂરી રહી અતિ અથવા બેકાર થઈ જતી, પરંતુ આદમના પુત્રની નમાઝ ત્યારે પૂર્ણ થઈ હતી, જ્યારે તેણે સર્વશક્તિમાન અલ્લાહની આજ્ઞા પ્રમાણે સિજદો કર્યો, અને તેના દ્વારા ઈબ્લીસ શૈતાનની અવજ્ઞા કરી, જ્યારે તેણે અલ્લાહના અનુસરણ મુજબ આદમને સિજદો કરવાથી ના પાડી દીધી હતી.
આ હદીષમાં આયશ રઝી અલ્લાહુ અન્હા જણાવી રહ્યા છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હંમેશા નફિલ નમાઝની પાબંદી કરતાં હતા, અને ઘરમાં પઢતા હતા, તે નમાઝો ક્યારેય છોડતા ન હતા, ચાર રકઅત બે સલામ દ્વારા ઝોહર પહેલા અને બે રકઅત ફજર પહેલા.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે લોકોને જેઓ ઝોહર પહેલા અને પછી ચાર રકઅત નફિલ નમાઝ પઢવાની પાબંદી કરે છે, તેમને ખુશખબર આપી છે, અને જે પાબંદી સાથે પઢશે, તો અલ્લાહ તેમના પર જહન્નમની આગ હરામ કરી દે શે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફજરની સુન્નતમાં સૂરે ફાતિહા પછી પહેલી રકઅતમાં સૂરે કાફિરૂના અને બીજી રકઅતમાં સૂરે ઇખલાસ પઢવાનું પસંદ કરતાં હતા.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ઈમામ અને જમાઅત (જૂથ) સાથે પઢેલી વ્યક્તિની નમાઝ ઘરમાં અને બજારમાં પઢવામાં આવતી એકલા વ્યક્તિની નમાઝ કરતાં પચ્ચીસ ઘણી સવાબમાં વધારે છે, ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે દિવસ અને રાતના ફરિશ્તાઓ ફજરની નમાઝમાં ભેગા થાય છે, ફરી અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુએ કુરઆનની આયત દ્વારા દલીલ પકડીને કહ્યું: તમે ઈચ્છો તો પઢો: {ખરેખર ફજરના સમયે કુરઆન પઢવાની (ફરિશ્તાઓ) સાક્ષી આપે છે} [અલ્ ઇસ્રા: ૭૮], અર્થાત્: ખરેખર ફજરની નમાઝમાં દિવસ અને રાતના ફરિશ્તાઓ ભેગા થાય છે.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એજણાવ્યું કે પુરુષોની નમાઝમાં સૌથી શ્રેષ્ઠ, સવાબ અને મહત્ત્વતામાં વધારે સફ પહેલી સફ છે; કારણકે તેઓ ઈમામ (નમાઝ પઢાવનાર)ની ખૂબ જ નજીક હોય છે, તેની તિલાવત સાંભળે છે, અને સ્ત્રીઓથી ખૂબ જ દૂર હોય છે, અને પુરુષોની સૌથી ખરાબ અને સવાબમાં ખૂબ જ ઓછી, અને શરીઅતની માંગથી દૂર છેલ્લી સફ છે, અને સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી સફ છે; કારણકે તેણીઓ પડદા પાછળ અને પુરુષો સાથે ભેગી થવાથી, ફિતના અને બુરાઈમાં સપડાવવાથી ખૂબ જ દૂર હોય છે, અને સૌથી ખરાબ સફ પહેલી સફ છે; કારણકે તેણીઓ પુરુષોની નજીક હોય છે, અને ફિતનામાં સપડાઈ શકે છે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વ્યક્તિને સફની પાછળ એકલો નમાઝ પઢતા જોયો તો તેને ફરીવાર નમાઝ પઢવાનો આદેશ આપ્યો, કારણકે તે સ્થિતિમાં નમાઝ સહીહ નહીં ગણાય.
એક દિવસ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ ફજરની નમઝ પઢાવી, ફરી પૂછ્યું: શું કેટલાક લોકો આપણી આ નમાઝ સાથે હાજર છે? સહાબાઓએ કહ્યું; ના. ફરી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: ફલાણો વ્યક્તિ આવ્યો છે? બીજા વ્યક્તિ માટે આ સવાલ કર્યો, સહાબાઓએ કહ્યું: ના. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: ખરેખર ફજર અને ઈશાની નમાઝ મુનાફિકો માટે તેમની સુસ્તીના કારણે પઢવી કઠિન છે; કારણકે તે સમયે અંધારાના કારણે લોકો તેમને જોઈ નથી શકતા, તેથી તેઓ તેમાં હાજર થતાં નથી. અને હે મોમિનો! જો તમે ફજર અને ઈશાની નમાઝમાં મળતા સવાબને જાણી લેતા, -સવાબ અલ્લાહની ઈચ્છા પ્રમાણે આપવામાં આવે છે- તો તમે તેને પૂરી કરવા માટે હાથ અથવા પગ વડે ઘસડાઈને ચાલીને આવવું પડતું, તો પણ આવતા. અને ખરેખર પહેલી સફ ઈમામની નજીક હોવાના કારણે, ફરિશ્તાઓની સફની માફક છે;કારણકે તેમની પણ પહેલી સફ અલ્લાહની નજીક હોય છે, અને જો મોમિનો પહેલી સફની મહત્ત્વતા જાણી લેતા, તો તેને પ્રાપ્ત કરવા માટે હરીફાઈ કરતાં, અને એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે પઢવામાં આવેલ નમાઝ તેના એકલા નમાઝ કરતાં સવાબ અને વધુ અસરકારક છે, અને તેની બે વ્યક્તિઓ સાથે પઢેલ નમાઝ એક વ્યક્તિ સાથે પઢેલ નમાઝ કરતાં વધુ શ્રેષ્ઠ છે, અને જે નમાઝમાં મુસ્લીઓ વધારે હોય, તે નમાઝ અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ અને પ્રિય હોય છે.
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીને પોતે જ પોતાના વાલીની પરવાનગી વગર શાદી કરવાથી રોક્યા છે, અને જો તે શાદી કરી લે, તો તેની શાદી અમાન્ય ગણાશે, અને આ જ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ત્રણ વખત કહી, જેવુ કે કહી જ ન હોય. બસ જે વ્યક્તિ પરવાનગી વગર શાદી કરનારી સ્ત્રી સાથે સમાગમ કરે તો તેણે સંપૂર્ણ મહેર આપવી પડશે, તેણી સાથે સમાગમ કરવાના કારણે. ફરી જો વાલીઓ શાદીના બંધન વિષે મતભેદ કરે - અને તેમના દરજ્જા બરાબર હોય -, તે વચન તેના માટે છે, જેણે પહેલા વચન કર્યું હોય, જો વાલી શાદીથી ઇન્કાર કરતા હોય, તો તેમનો કોઈ વાલી નથી, તો આ સ્થિતિમાં શાસક અથવા કાઝી તેમના વાલી બનશે, નહીં તો વાલીની હાજરીમાં કોઈની જવાબદારી નહીં હોય.