





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મારા દોસ્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને ત્રણ વાતોની વસિયત કરી, પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા, ચાષ્તની બે રકઅત્ નમાઝ પઢવી, અને સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી.
મુત્તફકુન્ અલયહિઅબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ જણાવી રહ્યા છે કે તેમના પ્રિય અને તેમના સાથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને ત્રણ વાતોની નસીહત કરી અને તેમને ત્રણ સારી આદતો તરફ ધ્યાન દોર્યું: પહેલી: પ્રત્યેક મહિનાના ત્રણ રોઝા રાખવા. બીજી: પ્રત્યેક દિવસે ચાષ્તની બે રકઅત નમાઝ પઢવી. ત્રીજી: સૂતા પહેલા વિતરની નમાઝ પઢવી; આ તે લોકો માટે જેમને ભય હોય છે કે તેઓ રાતના છેલ્લા પહોરે ઉઠી નહીં શકે.
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જ્યારે તમે (રમઝાન)નો ચાંદ જુઓ, તો રોઝા રાખો અને (શવ્વાલ)નો ચાંદ જોવો તો રોઝો છોડી દો અને જો વાદળ છવાઇ જાય તો ગણતરી પુરી કરો (અર્થાત્ ત્રીસ દિવસ પુરા કરી લો)».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રમઝાન મહિનો શરૂ થવા અને ખતમ થવાની નિશાની જણાવતા કહ્યું: જ્યારે તમે રમઝાનનો ચાંદ જોવો તો રોઝા રાખો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો શઅબાન મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો, અને જો શવ્વાલ મહિનાનો ચાંદ નજર આવી જાય, તો રોઝા છોડી દો, જો વાદળ આવી જાય અને ચાંદ નજર ન આવે, મામલો શંકાસ્પદ બની જાય તો રમઝાનના મહિનાની ત્રીસ દિવસની ગણતરી પુરી કરો.
અબૂલ્ હવરાઅ અસ્ સઅદી રિવાયત કરે છે તેમણે કહ્યું: મેં હસન બિન અલી રઝી અલ્લાહુ અન્હુમાને કહ્યું: તમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી શું યાદ કર્યું છે? તેઓએ કહ્યું: મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ યાદ કર્યો છે: «જે વસ્તુ તમને શંકામાં નાખે, તેને છોડી તે વસ્તુ અપનાવો જે શંકામાં ન નાખે; કારણકે સત્યતામાં સંતુષ્ટિ છે અને જૂઠ દિલને બેચેન કરી નાખે છે».
رواه الترمذي والنسائي وأحمدઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એવા કાર્યો અને વાતોથી દૂર રહેવાનો આદેશ આપ્યો, જેના વિષે શંકા ઊભી થાય કે તેનાથી રોકવામાં આવ્યો છે કે નહીં? શું તે હલાલ છે કે હરામ, માનવીએ એવા કાર્યો કરવા જોઈએ જેના સારા અને હલાલ હોવા પર યકીન હોય; કારણકે તેનાથી માનવીનું દિલ સંતુષ્ટ રહે છે, જ્યારે કે શંકાસ્પદ બાબતો માનવીના દિલને બેચેન અને વિચલિત કરી દે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «વ્યક્તિની જમાઅત સાથે પઢવામાં આવેલી નમાઝ બજાર અથવા ઘરમાં પઢવામાં આવેલી નમાઝની તુલનામાં (નેકી પ્રમાણે) વીસ કરતા પણ વધુ દરજ્જો ધરાવે છે, તેનું કારણ એ છે કે જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે છે, અને તે નમાઝ પઢવા માટે મસ્જિદ તરફ આવે છે, તેને નમાઝ સિવાય બીજી કોઈ વસ્તુએ ઘરની બહાર નથી કાઢ્યો, તેનો ઈરાદો ફક્ત નમાઝ પઢવાનો જ છે, તો જે પણ ડગલું તે ઉઠાવશે તેના કારણે તેનો એક દરજ્જો બુલંદ થશે અથવા એક ગુનોહ માફ કરી દેવામાં આવશે, અહીં સુધી કે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે, જ્યારે તે મસ્જિદમાં પ્રવેશ કરી લે તો તે નમાઝમાં જ છે એમ સમજવામાં આવે છે, જ્યાં સુધી નમાઝ તેના માટે ત્યાં રોકાઇ જવાનું કારણ બનતી હોય, તમારા માંથી જે વ્યક્તિ તે જ જગ્યા પર બેસી રહે જ્યાં તેણે નમાઝ પઢી હતી, તો ફરીશતાઓ તેના માટે દયા અને માફીની દુઆ કરતા કહે છે, તેઓ કહે છે: "અલ્લાહુમ્મર્ હમ્હુ, અલ્લાહુમ્મગ્ ફિર્ લહુ, અલ્લાહુમ્મ તુબ્ અલૈહ" (હે અલ્લાહ ! તેના પર દયા કર, હે અલ્લાહ ! તેને માફ કરી દે, હે અલ્લાહ તેની તૌબા કબૂલ કર), જ્યાં સુધી તે કોઈને તકલીફ ન પહોંચાડે અથવા તેનું વુઝૂ તૂટી ન જાય».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ જણાવી રહયા છે કે જો કોઈ મુસ્લિમ વ્યક્તિ જમાઅત સાથે નમાઝ પઢશે, તો તેની નમાઝ ઘરમાં અથવા બજારમાં પઢવામાં આવેલી નમાઝ કરતાં વીસ ઘણી વધુ દરજ્જાવાળી છે. ફરી નબી ﷺ એ તેનું કારણ જણાવ્યું: જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે અને પછી તે મસ્જિદ તરફ જવા નીકળે, તેનું નીકળવું ફક્ત નમાઝ માટે જ હોય, તો તેના માટે પ્રત્યેક ડગલે એક દરજજો બુલંદ કરવામાં આવે છે અને એક ગુનોહ માફ કરવામાં આવે છે, ફરી તે મસ્જિદમાં પ્રવેશ કરે અને નમાઝની રાહ જોતા બેસી રહે, તો તેને નમાઝ પઢનારની જેમ જ સવાબ આપવામાં આવશે, અને ફરીશતાઓ ત્યાં સુધી તેના માટે દુઆ કરતા રહે છે જ્યાં સુધી તે નમાઝની જગ્યાએ બેસી રહે છે, અને તેઓ કહે છે: "અલ્લાહુમ્મગ્ ફિર્ લહુ, અલ્લાહુમ્મર્ હમ્હુ, અલ્લાહુમ્મ તુબ્ અલૈહ" (હે અલ્લાહ ! તેના પર દયા કર, હે અલ્લાહ ! તેને માફ કરી દે, હે અલ્લાહ તેની તૌબા કબૂલ કર) જ્યાં સુધી તે લોકોને અથવા ફરીશતાઓને તકલીફ ન પહોંચાડે અથવા તેનું વુઝૂ તૂટી ન જાય.
ઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «કોઈ પણ મુસલમાનના પ્રાણ ફક્ત ત્રણ કારણો થી હલાલ થાય છે: પહેલો: તે પરિણીત વ્યક્તિ જે વ્યભિચાર કરે, બીજો: જીવના બદલામાં જીવ લેવો, ત્રીજો: તે વ્યક્તિ જે પોતાનો ધર્મ (ઇસ્લામ) છોડી મુસ્લિમ સમુદાયથી અલગ થઇ જાય».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે મુસલમાનના પ્રાણ લેવા હરામ છે, સિવાય કે જો તે ત્રણ કાર્યો માંથી કોઈ એક કાર્ય કરે: પહેલું: તે વ્યક્તિ જે વ્યભિચાર કરે અને તેના લગ્ન યોગ્ય રીતે થયા હોય, તો તેને પથ્થર મારી સંગસાર કરવો માન્ય છે. બીજું: તેણે જાણી જોઈને અન્યાયી રીતે કોઈ નિર્દોષનું કતલ કર્યું હોય, તો આ પ્રકારના વ્યક્તિને કેટલીક શરતો સાથે કતલ કરવામાં આવશે. ત્રીજું: જે મુસલમાનના સમુદાયથી અલગ થઈ ગયો હોય, ભલે ને તે સંપૂર્ણ રીતે ઇસ્લામ માંથી નીકળી જાય અથવા અમુક એવા કાર્યો કરે, જેનાથી તે સમુદાયથી અલગ થઈ ગયો હોય, જેવું કે વિદ્રોહ કરે, રસ્તામાં લુંટફાટ કરે અને મુસલમાનો સાથે યુદ્ધ કરવા લાગે વગેરે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો લોકોને તેમના દાવા પ્રમાણે આપવામાં આવે, તો કેટલાક લોકો બીજાના માલ અને જાનનો દાવો કરવા લાગશે, પરંતુ આમ નથી, શરીઅતનો કાયદો એ છે) કે દાવો કરનારે દલીલ આપવી પડશે, અને ઇન્કાર કરનારાએ કસમ ખાવી પડશે».
رواه البيهقيઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ જણાવ્યું કે જો લોકોને આમ જ સામાન્ય દાવો કરવા પર, કોઈ પુરાવા અને પ્રમાણના માપદંડ વગર જ આપવામાં આવે, તો કેટલાક લોકો બીજાના માલ અને પ્રાણ સુધીનો પણ દાવો કરવા લાગશે, તેથી જરૂરી છે કે દાવો કરનારાએ પ્રમાણ (દલીલ) આપવું પડશે, જેનો તે દાવો કરી રહ્યો છે, જો તેની પાસે કોઈ પ્રમાણ ન હોય, તો તેનો દાવો રદ કરવામાં આવશે, તેમજ ઇન્કાર કરનારા માટે કસમ ખાવી જરૂરી છે, જો તે કસમ ખાઈ લેશે, તો તે નિર્દોષ ગણવામાં આવશે.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સામે કેટલીક હાંડીઓ લાવવામાં આવી, જેમાં શાક બનાવેલું હતું , આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેની ખુશ્બુ આવી તો તેના વિશે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ લોકોને પૂછ્યું: આ હાંડીઓને મારા કોઈ સહાબીની નજીક લઈ જાઓ, જ્યારે તે હાંડીઓ તેમની નજીક લઈ જવામાં આવી, તો તેમણે પણ તેને નાપસંદ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે તેને ખાઈ લો એટલા માટે કે હું તે લોકોથી વાત કરું છું, જેની સાથે તમે નથી કરતા». અને મુસ્લિમની હદીષ છે કે જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ આ કાચું લસણ, -આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક વખત કહ્યું: જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી અને લિલી ડુંગળી ખાઈ લે તે અમારી મસ્જિદની નજીક ન આવે, એટલા માટે કે ફરિશ્તાઓને પણ તે વસ્તુઓથી તકલીફ થાય છે જેના કારણે માનવીઓને તકલીફ થતી હોય છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ મસ્જિદમાં આવવાથી રોક્યા છે, જેથી કરીને જે જમાઅત સાથે નમાઝ પઢનાર ભાઈઓને તેની દુર્ગંધથી તકલીફ ન પહોંચે, મસ્જિદમાં આવવા પર રોક તન્ઝીહી (અર્થાત્ ન આવો તો સારું) ગણવામાં આવશે, તેના ખાવા પર રોક નથી કારણકે તે બન્ને તો હલાલ વસ્તુ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે શાક બનાવેલી હાંડી લાવવામાં આવી, જ્યારે આપને ખબર પડી કે અંદર શું નાખ્યું છે તો આપ ખાવાથી રુકી ગયા અને તેને સહાબાઓની નજીક કરી દીધી, પરંતુ સહાબાઓએ પણ આપનું અનુસરણ કરતા તેને ખાવાને નાપસંદ કર્યું, જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જોયું તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખાઓ! મારી પાસે ફરિશ્તા વહી લઈને આવે છે અને વાતચીત કરે છે. અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું કે ફરિશ્તાઓને પણ તે વસ્તુની દુર્ગંધથી તકલીફ થાય છે, જેનાથી માનવીઓને તકલીફ થતી હોય છે.
અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી ﷺને કહેતા સાંભળ્યા: «તમારું શું કહેવું છે, જો તમારા માંથી કોઈના દરવાજા પાસે નહેર વહેતી હોય અને તે દરરોજ તેમાં પાંચ વખત સ્નાન કરતો હોય, તો શું તેના શરીર પર કંઈ પણ મેલ બાકી રહી જશે» સહાબાઓએ કહ્યું: ના, તેના શરીર પર કંઈ પણ મેલ બાકી નહીં રહે, નબી ﷺએ કહ્યું: «આજ ઉદાહરણ પાંચ નમાઝોનું છે કે અલ્લાહ તેના દ્વારા બંદાઓના ગુનાહ માફ કરી દે છે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺએ દરરોજ દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝ પઢનાર વ્યક્તિના ગુનાહોને ખતમ કરવા માટે અને તેનો કફ્ફારાનું ઉદાહરણ એવી રીતે આપ્યું કે એક વ્યક્તિ જેના દરવાજા પાસે નહેર હોય, અને તે દરરોજ પાંચ વખત તેમાં સ્નાન કરતો હોય, તો તેના શરીર પર કોઈ પણ પ્રકારનો મેલ બાકી નહીં રહે.
અમ્ર બિન શુએબ તેઓ તેમના પિતા અને તેઓ તેમના દાદાથી રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું: «જ્યારે તમારું બાળક સાત વર્ષનું થઈ જાય તો તેને નમાઝ પઢવાનો આદેશ આપો, અને જો દસ વર્ષનું થઇ જાય તો તેમને નમાઝમાં ગફલત કરવા પર મારો અને તેમની પથારી પણ અલગ અલગ કરી દો».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે પિતાએ તેમના બાળકોને -બાળકો તેમજ બાળકીઓ- જ્યારે તેઓ સાત વર્ષના થાય ત્યારે નમાઝ પઢવાનો આદેશ આપવો જોઈએ, અને તેમને તે કરવા માટે શું કરવાની જરૂર છે તે શીખવવું જોઈએ. જ્યારે તેઓ દસ વર્ષના થાય, ત્યારે મામલો વધી જાય છે, અને નમાઝમાં બેદરકારી બદલ તેમને મારવામાં આવે, અને તેમની પથારી અલગ કરી દેવી જોઈએ.