





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ ઉમામા બાહિલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કુરઆન પઢતા રહો, કારણકે તે કયામતના દિવસે પોતાના પઢનાર માટે ભલામણ કરનાર બની આવશે, બે ચમકતી સૂરતો: સૂરે બકરહ અને સૂરે આલે ઈમરાન પઢો, કારણ કે તે બંને કયામતના દિવસે એ સ્થિતિમાં આવશે તે બંને વાદળ હોય, અથવા છાંયડો હોય, અથવા પંખીઓના બે ટોળાં બની આવશે, જે લાઇનમાં ઊભા હોય, તે બંને સૂરતો પોતાને પઢનારના બચાવ માટે ચર્ચા કરશે, સૂરે બકરહ જરૂર પઢો: કારણકે તેને પઢવું બરકત છે, અને તેને છોડવું અફસોસ છે, અને જાદુગરો તેનો સામનો નથી કરી શકતા».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સતત કુરઆનની તિલાવત કરવા પર ઉભાર્યા છે, કારણકે તે કયામતના દિવસે તેના અમલ કરનાર લોકો માટે ભલામણ કરશે, ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ભારપૂર્વક બે ચમકતી સૂરતો સૂરે બકરહ અને આલિ ઈમરાનનું નામ લઈ પઢવાનું કહ્યું; તેના પ્રકાશ અને માર્ગદર્શનના કારણે, અને તેને પઢવા, અને તેમાં ચિંતન-મનન કરવાનો બદલો કયામતના દિવસે એ રૂપે આપવામાં આવશે કે તે બે વાદળ અથવા કોઈ અન્ય રૂપમાં આવશે, જેમકે તે પંખીઓના બે ટોળાં છે, જે પોતાની પાંખો ફેલાવી એકબીજા સાથે જોડાઈલા છે, જેથી પોતાના સાથીની રક્ષા કરશે. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સૂરે બકરહ પઢવા અને તેના અર્થોમાં ચિંતન-મનન કરવા, અને તેમાં રહેલા આદેશો મુજબ અમલ કરવા પર ઊભાર્યા, અને તે પણ જણાવ્યું કે તેના દુનિયા અને આખિરતમાં ઘણા ફાયદા છે, અને તેને છોડવું કયામતના દિવસે અફસોસનું કારણ છે, એવી જ આ સૂરહની એક ખૂબી એ કે જાદુ તેને પઢનારને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે.
જુન્દુબ બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી કુરઆન શીખ્યા, તેથી અમારું ઇમાન ઘણું વધી ગયું.
આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેજુન્દુબ બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને તે સમયે અમે યુવાન હતા, પુખ્તવયની નજીક હતા, મજબૂત અને શક્તિશાળી હતા, તો અમે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કુરઆન શીખતાં પહેલા ઇમાન વિશે જાણ્યું અને ઇમાન શીખી લીધા પછી કુરઆન શીખ્યા, તો અમારું ઇમાન ઘણું વધી ગયું.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક પયગંબરને અલ્લાહ તઆલાએ કંઈક ને કંઈક મુઅજિઝો જરૂર આપ્યો છે, અને તે પ્રમાણે ઘણા લોકો તેના પર ઈમાન લાવ્યા, અને અલ્લાહ તઆલાએ મારા પર એક એવી કિતાબ (કુરઆન મજીદ) ઉતારી છે, જે દરેક મુઅજિઝહ કરતા વધારે મોટો મુઅજિઝહ છે અને મને આશા છે કે મારા અનુસરણ કરનારની સંખ્યા ક્યામતના દિવસે સૌથી વધારે હશે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ દરેક પયગંબરોની ભરપૂર મદદ કરી અને તેમને નિશાનીઓ તેમજ ચમત્કારીક મુઅજિઝા આપ્યા, જે તેમની પયગંબરીનો પુરાવો હતો અને જે પણ તેને જુએ તે ઈમાન લઇ આવે, અને તે લોકો તેમના ચેલેન્જ સામે હારી જાય છે, અને છેવટે તે પોતાને (કુફ્ર) થી બચાવી નથી શકતા અને હઠીલા બની જાય છે. આપ સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમને જે મુઅજિઝો આપવામાં આવ્યો હતો તે કુરઆન છે, જે આપની તરફ વહી કરવામાં આવી, તેમાં રહેલા સ્પષ્ટ અને સતત ચમત્કાર અને તેના પુષ્કળ ફાયદા અને વ્યાપક ઉપયોગીતાને કારણે, કારણ કે તેમાં દઅવત, પુરાવા અને ભવિષ્યના સમાચારનો સમાવેશ થાય છે, તેથી તેનો લાભ હાજર રહેલ, ગેરહાજર, અસ્તિત્વમાં રહેલા અને જે નજીકમાં અસ્તિત્વમાં આવશે તે દરેક લોકો માટે છે, ફરી કહ્યું: મને આશા છે કે કયામતના દિવસે મારા અનુયાયીઓ સૌથી વધુ હશે.
અબૂ કતાદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરઅત (કુરઆનની તિલાવત) કેમની હતી? તો તેમણે કહ્યું: «મદની સાથે», પછી {બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ} [સૂરે ફાતિહા: ૧] પઢીને બતાવ્યું, અને બિસ્મિલ્લાહના લામને, રહમાનના મિમને તેમજ રહીમની હાને ખેંચીને પઢતા હતા.
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુને સવાલ પૂછવામાં આવ્યો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆન મજીદની કિરઆત કંઈ રીતે કરતા હતા? તો તેમણે કહ્યું: મદ કરતા આપનો અવાજ બુલંદ થતો અને ખેંચીને પઢતા; અલ્લાહના નામમાં હા પહેલા લામને ખેંચીને પઢતા, રહમાનમાં નૂન પહેલા મિમને ખેંચીને પઢતા અને રહીમમાં હાને ખેંચીને પઢતા હતા.
ઈબ્ને અબૂ મુલૈકહ રિવાયત કરે છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર પત્નીઓ માંથી કોઈ એક, -અબૂ આમિરે કહ્યું: નાફીએ કહ્યું: મારું અનુમાન છે કે હફસા રઝી અલ્લાહુ અન્હા- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરાઅત (કુરઆનની તિલાવત) વિશે પૂછવામાં આવ્યું તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, કહ્યું: તો પણ તમે જણાવો, તો અબૂ આમિરની સામે આ તિલાવત કરી જે અબૂ મુલૈકહએ સૂરે ફાતિહામાં અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ (રુકિ જવું) કર્યું, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}.
આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઉમ્મુલ્ મુઅમિનીન હફસા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કરવામાં આવ્યો: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆનની તિલાવત કઈ રીતે કરતા હતા? તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, તો તેમને કહેવામાં આવ્યું: અમને જણાવો તો ખરા. નાફિએ કહ્યું: ઈબ્ને અબૂ મુલૈકહએ ધીમે ધીમે તિલાવત કરીને બતાવ્યું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જેમ તિલાવત કરવાનો પ્રયત્ન કર્યો, અને પઢયું: અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ કર્યો, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩], પછી રુકી ગયા, {માલિકિ યવ્મિદ્ દીન}.
અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા.
رواه أبو داود والترمذي والنسائي وابن ماجه وأحمدઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સાથીઓને કુરઆન શીખવાડતા અને કોઈ પણ સંજોગોમાં તેમને પઢાવતા, ફક્ત જ્નાબત (અશુદ્ધિ)ની સ્થિતિમાં પઢાવતા ન હતા.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: એક વ્યક્તિએ જોયું કે એક વ્યક્તિ વારંવાર ફક્ત આજ સૂરત પઢતો હતો: {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે}, બસ જ્યારે સવાર પડી તો તે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો અને આ વિષે જણાવ્યું, અને તે સમજતા હતા કે તેમાં કોઈ મોટો સવાબ નથી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે તેમણે એક વ્યક્તિને સંપૂર્ણ રાત સૂરે ઇખલાસ {"કુલ્ હુવલ્ લ્લાહુ અહદ" હે પયગંબર! કહી દો, અલ્લાહ એક જ છે} પઢતા સાંભળ્યા, કોઈ પણ વધારો કર્યા વિના, તો જ્યારે સવાર પડી તો તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને આ વિષે જણાવ્યું, અને સવાલ કરનાર (અર્થાત્ અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ) સમજતા હતા કે તેમાં કોઈ મોટો સવાબ નથી, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની પુષ્ટિ માટે કસમ ખાઈને કહ્યું: તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: જયારે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયત ઉતરી: {આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે, અને જે કંઇ પણ તમારા હૃદયોમાં છે ભલે ને તમે જાહેર કરો અથવા તો છુપાવો અલ્લાહ તઆલા તેનો હિસાબ તમારી પાસેથી લેશે, પછી જેને ઇચ્છશે તેને માફ કરી દેશે અને જેને ઇચ્છશે તેને સજા આપશે, અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે} [અલ્ બકરહ: ૨૮૪], કહ્યું: આ આયત અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓને ખુબ જ અઘરી લાગી, તેઓ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, ઘૂંટણિયે પડી ગયા અને કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને એવા કાર્યો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જે અમે કરી શકીએ છીએ, જેમકે નમાઝ, રોઝા, જિહાદ (યુદ્ધ) અને સદકો, પરંતુ તમારા પર આ આયત ઉતરી છે, તેને કરવા પર અમે સક્ષમ નથી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું: «તમે તમારા પહેલાના બે ગ્રંથોના લોકો (યહૂદીઓ અને ઈસાઈઓ) કહેતા હતા એમ કહો છે: અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી? પરંતુ તમે કહો: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે», સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે, જયારે તેમણે આ પઢયુ અને પોતાની જબાન વડે તેની સાક્ષી આપી તો અલ્લાહએ આ આયત ઉતારી: {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા, તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા, તેઓએ કહે છે કે અમે આદેશો સાંભળ્યા અને આજ્ઞાનું પાલન કર્યું, હે અમારા પાલનહાર! અમે તારી માફી ઇચ્છીએ છીએ અને અમને તારી જ તરફ પાછા ફરવાનું છે} [અલ્ બકરહ: ૨૮૫], જયારે તેઓ કરવા લાગ્યા, તો અલ્લાહ તને રદ કરી આ આયત ઉતારી: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો, જો કોઈ વ્યક્તિ સારું કામ કરશે તો તેને તેનો બદલો જરૂર મળશે, અને જો ખોટું કાર્ય કરશે તો તેની સજા તેને જ મળશે, (ઇમાનવાળાઓ અલ્લાહથી આ રીતે દુઆ કરો), હે અમારા પાલનહાર! જો અમારાથી ભુલચૂક થઈ ગઈ હોય તો તેના પર અમારી પકડ ન કરીશ} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં»,{હે અમારા પાલનહાર! અમારા પર એટલો ભાર ન નાખ, જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», {હે અમારા પાલનહાર! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં», {તે અમારાથી ન ઉઠવડાવશો, અમને માફ કરી દે, અને અમારા પર દયા કર, તું જ અમારો માલિક છે, અમને કાફિરો વિરુદ્ધ તું અમારી મદદ કરી} [અલ્ બકરહ: ૨૮૫], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેજયારે અલ્લાહએ પોતાના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર આ આયત ઉતારી, જેમાં પવિત્ર અલ્લાહએ કહ્યું: {આકાશો અને ધરતીની દરેક વસ્તુ અલ્લાહની માલિકી હેઠળ જ છે} સજર્ન, પ્રભુત્વ, નિયંત્રણ અને વ્યવસ્થા માં, {અને જે તમે જાહેર કરો છો} જે તમે જાહેર કરો છે, {જે કંઈપણ તમારા દિલમાં છે} દિલોમાં છે, {અથવા છુપાવો છો} જે કંઈપણ તમે તમારા હૃદયમાં છુપાવો {તેનો અલ્લાહ તમારી પાસે હિસાબ લે શે} કયામતના દિવસે. {પછી જેને ઇચ્છશે તેને માફ કરી દેશે} પોતાની કૃપા અને દયાથી, {અને જેને ઇચ્છશે તેને સજા આપશે} પોતાના ન્યાયથી, {અને અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે} તેના માટે કંઈપણ અશક્ય નથી. જયારે સહાબાઓએ આ આયત સાંભળી, તો તેમના માટે મુશ્કેલી થઇ ગઈ; કારણકે તેમાં દિલમાં આવતા વસવસા પણ પકડની વાત કરવામાં આવી છે. તેઓ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા અને ઘૂંટણિયે પડીને કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમને શારીરિક ઈબાદતોનો આદેશ આપવામાં આવ્યો, જે અમે કરી શકીએ છીએ, જેમકે નમાઝ, રોઝા, જિહાદ (યુદ્ધ) અને સદકો, પરંતુ આ આયત જે તમારા પર ઉતારવામાં આવી છે, જેને કરવા પર અમે સક્ષમ નથી. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને કહ્યું: શું તમે યહૂદીઓ અને ઈસાઈઓ માફક કહો છો: {અમે સાંભળ્યું અને અવજ્ઞા કરી}? પરંતુ કહો: {અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે}, સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ અલ્લાહ અને તેના પયગંબરના આદેશને સ્વીકારી લીધો, અને તેમણે કહ્યું: અમે સાંભળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર! અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે. બસ જયારે મુસલમાનોએ પોતાની જબાન વડે કહ્યું અને તેના પ્રત્યે સમર્પિત થયા; તો અલ્લાહએ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પોતાની કોમથી પવિત્રતા માટે કહ્યું: {પયગંબરો પર જે કંઈ તેમના પાલનહાર તરફથી ઉતર્યું, તેના પર તે પોતે પણ ઇમાન લાવ્યા અને સૌ ઇમાનવાળાઓ પર ઈમાન લાવ્યા}, તેઓ પોતાની જબાન અને હૃદય દ્વારા અલ્લાહના આદેશને આધીન થઇ ગયા. {તેઓ અલ્લાહ તઆલા, અને તેના ફરિશ્તાઓ પર અને તેની કિતાબો પર અને તેના પયગંબરો પર ઇમાન લાવે છે, અને કહે છે કે અમે પયંગબરો માંથી કોઇ પયગંબર વચ્ચે તફાવત નથી કરતા}. પરંતુ તેઓ દરેક પર ઈમાન લાવ્યા {અમે આદેશો સાંભળ્યા } તરા કથન દ્વારા, {અને આજ્ઞાનું પાલન કર્યું}, તારી માફી દ્વારા, {અમને તારી જ તરફ પાછા ફરવાનું છે} અને હિસાબના દિવસે પાછા ફરવાનું છે, બસ જયારે તેઓએ આ પ્રમાણે કર્યું, અને અલ્લાહના આદેશોનું અનુસરણ અને આજ્ઞા પાલન કરતા તે લોકોએ તે જ કહ્યું જે તેમણે કહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો, તો અલ્લાહ આ કોમ પરથી ભાર હળવો કરી દીધો, અને આ આયત દ્વારા તેને રદ કરી દીધો, અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો}, તેમની કુદરત, તાકાત અને મહેનત મુજબ, {તેમના માટે} સવાબ છે, {જે તેમને કર્યું છે} જે સત્કાર્યો કર્યા, {અને તેમના પર} સજા છે, {જે તેમને કર્યું છે} ગુનાહ અને પાપ માંથી, અલ્લાહ કોઈને બીજાના પાપોનો ભાર નથી આપતો, અને ન તો પોતના વિચારો પર જવાબદાર ઠેરવે છે. {હે અમારા પાલનહાર! અમારી પકડ ન કરજે} અને સજા ન આપજે {જો અમે ભૂલી જઈએ} જે અમને યાદ ન હોય, અને અજાણતામાં સાચો માર્ગ અપનાવ્યો ન હોય, તો અલ્લાહએ જવાબ આપ્યો, હા, મેં એમ કર્યું. {હે અમારા પાલનહાર! અમારા પર એટલો ભાર ન નાખ}, બોજ અને સખતી, {જે અમારા પહેલાના લોકો પર નાખ્યો હતો} ઇસ્રાઈલની સંતાન માંથી વગેરે, તો અલ્લાહએ જવાબ આપ્યો: હા, મેં એમ કર્યું. {હે અમારા પાલનહાર! જે ભાર અમે ઉઠાવી ન શકતા હોય, તે અમારાથી ન ઉઠવડાવશો} જે તકલીફો કઠિનતાઓ અને કાર્યો, જેનો ભાર ઉઠાવવામાં અમે અસક્ષમ હોય, અલ્લાહએ કહ્યું: હા, મેં એમ કર્યું, {અમારા પાપો પર દરગુજર કર} અમારા પાપોને ખત્મ કરી દે, {અમને માફ કરી દે} અમારા પાપો પર પડદો કર અને તેને દરગુજર કર, {અને અમારા પર દયા કર} તારી વિશાળ કૃપા દ્વારા, {તું જ અમારો માલિક છે}, અમારો માલિક; {તું અમારી મદદ કરી} દીનને પ્રભુત્વ આપી અને પુરાવો સ્થાપિત કરી, {કાફિરો વિરુદ્ધ} તેમની સાથે ઝગડા અને યુદ્ધમાં, તો અલ્લાહએ જવાબ આપ્યો, તો કહ્યું: હા, મેં એમ કર્યું.
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: યહૂદીના એક વ્યક્તિએ ઉમર રઝી અલ્લાહુ અન્હુને કહ્યું: હે મોમિનોના અમીર!, અલ્લાહની કિતાબમાં એક આયત છે, જેને તમે પઢો છો, જો આ આયત યહૂદી માટે ઉતરતી તો યહૂદી તે દિવસને યહૂદી ઈદનો દિવસ મનાવતા, તેમણે કહ્યું: કંઈ આયત? તે વ્યક્તિએ કહ્યું: {આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો} [માઈદહ: ૩], ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે દિવસને હું જાણું છું અને આયત જે જગ્યાએ ઉતરી, તે જગ્યાને પણ જાણું છું, આ આયત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અરફહમાં જુમ્માના દિવસે ઉતરી.
મુત્તફકુન્ અલયહિએક યહૂદી વ્યક્તિ મોમિનોના અમીર ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે આવ્યો અને કહ્યું: કુરઆન મજીદમાં તમે એક આયત પઢો છો, જો તે આયત યહૂદી પંથ માટે ઉતરતી, અર્થાત્ અમારી કિતાબ તૌરાતમાં, તો અમે તે દિવસને ઈદનો દિવસ મનાવતા, આ મહાન આયત ઉતારી, તે બદલ પાલનહારનો આભાર વ્યક્ત કરતા, ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કંઈ આયત છે? તેણે કહ્યું: {આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો}. ઉમર રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: તે દિવસને હું પણ જાણું છું અને જે જગ્યા પર આ આયત ઉતરી તે જગ્યાને પણ જાણું છું, આ ઈદના દિવસે ઉતરી અને તે જુમ્માનો દિવસ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જુમ્માના દિવસે અરફહમાં ઉભા હતા, અને તે બન્ને દિવસો મુસલમાન માટે મહાન છે.