





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺએ કહ્યુ: «મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની સમક્ષ રજૂ કરવામાં કોઈ વાંધો નથી અને જે મારા પર જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ આદેશ આપ્યો કે જો તમારી પાસે થોડું પણ જ્ઞાન હોય તો બીજા સુધી પહોંચાડો, ભલેને કુરઆનની નાની આયત હોય અથવા કોઈ હદીષ, પરંતુ શરત એ છે કે તમે જાણતા હોઇ. ફરી નબી ﷺ એ જણાવ્યું કે બની ઇસ્રાલના લોકોની તે સ્થિતિ વર્ણન કરવામાં કોઈ વાંધો નથી, જેનો આપણી શરીઅત સાથે વિરોધ ન હોય. ફરી નબી ﷺ એ પોતાના પર જૂઠ બાંધવાથી સચેત કર્યા, અને જણાવ્યું કે જે વ્યક્તિ પણ તેમના પર જૂઠી વાતો કહે છે તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે.
મિકદામ બિન મઅદિકરિબ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું: «ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે, અમે તેમાં જે વસ્તુ હરામ જોઈશું તેને અમે હરામ સમજીશું અને જેને હલાલ જોઈશું તેને હલાલ સમજીશું, (જાણી લો !) ખરેખર જે વસ્તુને નબી ﷺ એ હરામ કરી તે એવી રીતે જ હરામ છે જેવી અલ્લાહએ કરેલ વસ્તુઓ હરામ છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ ખબર આપી કે નજીકમાં જ એવો સમય આવશે કે જેમાં એવા લોકોનું એક જૂથ બેઠું હશે, તેમના માંથી એક પોતાના પલંગ પર ટેકો લગાવીને બેઠો હશે, તેની પાસે નબી ﷺ ની હદીષ પહોંચાડવામાં આવશે, તો તે કહેશે: અમારી અને તમારી વચ્ચેની બાબતોમાં કુરઆન મજીદ છે, જે અમારા માટે પૂરતું છે, જે વસ્તુ અમને તેમાં હલાલ જોવા મળશે અમે તેના પર અમલ કરીશું અને જે હરામ જોવા મળશે, અમે તેનાથી દૂર રહીશું. ફરી નબી ﷺ એ વર્ણન કર્યું કે તે દરેક બાબતો જે નબી ﷺ એ હરામ કરી અથવા જેનાથી રોક્યા છે, તે એવી રીતે જ હરામ છે જેવી રીતે અલ્લાહએ કોઈ વસ્તુને પોતાની કિતાબમાં હરામ કરી છે; કારણકે તેની જાણકારી તેમના પાલનહારે તેમને આપી છે.
ઇરબાઝ બિન સારિયહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે, તેઓ કહે છે: એક દિવસે નબી ﷺ એ અમને નમાઝ પઢાવી, અમને ખૂબ જ ફાયદાકારક નસીહત કરી, જેના કારણે અમારા દિલ નરમ થઈ ગયા અને અમારી આંખો માંથી આંસુ નીકળી આવ્યા, એક વ્યક્તિએ કહ્યું, હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, તો તમે અમને શું નસીહત કરી રહ્યા છો? નબી ﷺ એ કહ્યું: «તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી સાથે થામી લો, તેને પોતાના અણીદાર દાંતો વડે મજબૂત પકડી લેશો અને દીનમાં ઘઢી કાઢેલી નવી વાતોથી બચીને રહેજો, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતા છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ સહાબાઓને અસરકારક નસીહત કરી, જેના કારણે દિલ નરમ પડી ગયા અને આંખો માંથી આંસુ આવી ગયા, સહાબાઓએ સવાલ કર્યો: હે અલ્લાહના રસૂલ ! આ તો કોઈ વિદાય લેનાર વ્યક્તિની નસીહત લાગી રહી છે, જ્યારે તેમણે જોયું કે નબી ﷺ ની નસીહતમાં વ્યાપક શબ્દો અને ગંભીર સ્થિતિ જોવા મળી, એટલા માટે તે લોકોએ વસિયત તલબ કરી, જેથી તેમના પછી તેઓ તેના પર અડગ રહી શકે, નબી ﷺ એ કહ્યું: હું તમને અલ્લાહના તકવાની વસિયત કરું છું, અને તે એ કે તેના અનિવાર્ય કામોને કરવામાં આવે અને અવેદ્ય કામોને છોડી દેવામાં આવે. ઈતાઅત અને અનુસરણ: અર્થાત્: અમીરો અને હોદ્દેદારોનું અનુસરણ, ભલેને તમારો હોદ્દેદાર અથવા તમારો જવાબદાર એક ગુલામ જ કેમ ન હોય, અર્થાત્ તમારા પર એક તુચ્છ ગુલામ જ જવાબદાર હોય, તમે તેની અવજ્ઞા નથી કરી શકતા, પરંતુ તમારે તેની ઈતાઅત અને અનુસરણ કરવું પડશે, ભ્રષ્ટાચાર ઉભો ના થાય તેના માટે, કારણકે તમારા પછી તમે ઘણા વિવાદ જોવાનો છો, ત્યારબાદ આ વિવાદથી નીકળવાનો માર્ગ બતાવ્યો, અને તે માર્ગ એ હતો કે અલ્લાહના રસૂલ ﷺ ની સુન્નત અને માર્ગદર્શિત ખુલફાએ રાશિદીન, અબૂ બકર સિદ્દીક, ઉમર બિન ખત્તાબ, ઉષ્માન બિન અફ્ફાન, અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુમ ના તરીકા પર મજબૂતી સાથે અડગ રહેવું, અને તેને પોતાના દાતો વડે મજબૂતી સાથે પકડી રાખો, -નોકીલા દાતો વડે-: આ ઉદાહરણ દ્વારા મજબૂતી સાથે સુન્નત પર અડગ રહેવાનું કહ્યું છે, અને તેમને દીનમાં નવી વાતો અને બિદઅતથી બચવાની ચેતવણી આપી, કારણકે દરેક બિદઅત પથ્ભ્રષ્ટતાના માર્ગ તરફ લઈ જાય છે.
સમુરહ બિન જુનદુબ અને મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તે બંને એ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું: «જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે».
رواه مسلم في مقدمتهઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે જે વ્યક્તિ પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા કોઈ પણ હદીષ વર્ણન કરે અને તે જાણતો હોય અથવા તેને શંકા હોય અથવા તેને યકીન હોય કે આ હદીષ જૂઠ્ઠી છે, તો તે જુઠ્ઠો છે, અને તેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તરફથી જૂઠ બાંધ્યું, અને રિવાયત કરનાર પણ તે જૂઠમાં ભાગીદાર છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હું રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ મારા તરફથી જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે વ્યક્તિ પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે»
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે કોઈ વ્યક્તિ તેમના પર કોઈ વાત અથવા કોઈ કાર્ય વડે જુઠાણું બાંધે, તો આખિરતમાં તેનું ઠેકાણું જહન્નમ છે; કારણકે આ તેના તે કાર્યનો બદલો હશે જે તેણે નબી ﷺ તરફથી જૂઠી વાત નકલ કરી.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું: «અંતિમ સમયમાં મારી કોમમાં કેટલાક એવા લોકો હશે, જે તમારી સમક્ષ એવી હદીષો વર્ણન કરશે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય અને ન તો તમારા પૂર્વજોએ સાંભળી હશે, તમે આવા લોકોથી બચીને રહેજો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ જણાવી રહ્યા છે કે અંતિમ સમયમાં મારી કોમ માંથી જ એવા લોકો ઉભા થશે, જેઓ મારા વિશે જુઠાણું બાંધશે, અને એવી વાતો કહેશે જે વાતો આજ પહેલા કોઈએ નહીં કહી હોય, વિવિધ પ્રકારની જૂઠી હદીષો વર્ણન કરશે, નબી ﷺ એ આવા લોકોથી અળગા રહેવા અને તેમની સાથે બેસવાથી દૂર રહેવાનો આદેશ આપ્યો, અને તેમણે વર્ણન કરેલ હદીષો સાંભળવામાં ન આવે, ક્યાંક એવું ન થાય કે મનમાં કોઈ ખોટી વાત બેસી જાય, કારણકે આપણે તેનાથી આજીઝ છે.
અબ્દુલ્લાહ બિન ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે: હું દરેક હદીષ, જે નબી ﷺ પાસેથી સાંભળતો તેને યાદ રાખવા માટે લખી લેતો હતો, તો કુરૈશના લોકોએ મને લખવાથી રોક્યો, અને કહ્યું કે શું તમે નબી ﷺ પાસેથી સાંભળેલી દરેક વાત લખી રહ્યા છો? જો કે નબી ﷺ માણસ છે, ખુશી અને ગુસ્સા બંને સ્થિતિમાં વાતો કરતા હોય છે, તો મેં લખવાનું છોડી દીધું, આ વિશે અલ્લાહના રસૂલ ﷺ ને જણાવ્યું તો નબી ﷺ એ પોતાની આંગળીથી પોતાના મોઢા તરફ ઈશારો કર્યો અને કહ્યું: «લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આનાથી સાચી વાત સિવાય કંઈ નથી નીકળતું».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅબ્દુલ્લાહ બિન અમ્ર રઝી અલ્લાહુ અન્હુમા એ કહ્યું: હું તે દરેક વસ્તુ જે નબી ﷺ પાસેથી સાંભળતો તેને યાદ રાખવા માટે લખી લેતો હતો, તો કુરૈશન લોકોએ મને રોક્યો, અને કહ્યું: અલ્લાહના રસૂલ તો એક માણસ છે, તેઓ ખુશી અને ગુસ્સાની બંને સ્થિતિમાં જોવા મળે છે, ક્યાંક ભૂલ થઈ શકે છે, તો મેં લખવાથી હાથ રોકી દીધા. આ વિશે મેં નબી ﷺ ને મેં જણાવ્યું, તો નબી ﷺ એ પોતાની આંગળી વડે મો તરફ ઈશારો કર્યો અને કહ્યું: લખતા રહો, કસમ છે તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, દરેક સ્થિતિમાં આ જબાન વડે સાચી વાત જ નીકળે છે, ખુશીમાં હોય કે ગુસ્સામાં. અલ્લાહ તઆલા એ પોતાના પયગંબર ﷺ વિશે જણાવ્યું: {તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા.* જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે.} [અન્ નજમ: ૩-૪].
અબૂ અબ્દુર રહમાન અબ્દુલ્લાહ બિન્ ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે: સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, બૈતુલ્લાહનો હજ કરવી, રમઝાન મહિનાના રોઝા રાખવા».
رواه البخاري ومسلمઆ હદીષમાં નબી ﷺ એ ઇસ્લામના પાંચ સ્તંભો વર્ણન કરતા એક નક્કર માળખા સાથે સરખાવ્યું, જે તે બંધારણને સમર્થન આપે છે, અને ઇસ્લામની બાકીની લાક્ષણિકતાઓ બંધારણની પૂર્ણતા દર્શાવે છે, તે પાંચ સ્તભો માંથી પહેલું: શહાદતાન (બે ગવાહી આપવી): પહેલી ગવાહી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને મોહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને આ બન્ને ગવાહી એક જ રુકન છે, એકને બીજાથી અલગ કરવામાં ન આવે, બંદો બન્ને ગવાહી જબાન વડે કહેશે, અલ્લાહ ફક્ત એક જ છે, અને તે જ ઈબાદતને લાયક છે, તેના સિવાય કોઈ ઈબાદતને લાયક નથી આ વાત સમજીને કહેશે, તેની લાક્ષણિકતાઓને પુરી કરશે અને મોહમ્મદ ﷺ ની પયગંબરીનો સ્વીકાર કરી તેમના અનુસરણ કરશે. બીજો રુકન: નમાઝ કાયમ કરવી, દિવસ અને રાતમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ અદા કરવી: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઈશા, તેની શરતો, રુકનો અને તેના વાજિબ કાર્યો સાથે યાદ કરવી. ત્રીજો રુકન: ફર્ઝ ઝકાત કાઢવી, માલ વડે કરવામાં આવતી ફર્ઝ ઈબાદત, તે દરેક માલ, જે શરીઅતે નક્કી કરેલ સમય અને પ્રમાણ સુધી પહોંચી જાય, તે માલ કાઢી અને તેના હકદાર સુધી પહોંચાડવો. ચોથો રુકન: હજ કરવી, તે અલ્લાહની ઈબાદત માટે હજના જરૂરી કાર્યો અદા કરવા માટે મક્કહ શરીફનો સફર કરવો. પાંચમો રુકન: રમઝાન મહિનાના રોઝા, અલ્લાહની ઈબાદત કરવાની નિયત કરી ખાવાપીવાથી રુકી જવું, તેમજ જેનાથી રોઝો તૂટી જાય તેનાથી રુકી જવું, ફજરથી લઈ કે સૂર્યાસ્ત સુધી.
અબૂ અબ્દુર રહમાન અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અમને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું, જેઓ સાચા લોકો માંથી ખૂબ જ સાચા છે: «તમારા દરેકના સર્જનનો પદાર્થ તેની માતાના ગર્ભમાં ચાલીસ દિવસ સુધી શુક્રાણુના રૂપમાં સંગ્રહિત કરવમાં આવે છે, પછી એટલા જ દિવસ તે ગંઠાઈ ગયેલા લોહીના સ્વરૂપમાં રહે છે, પછી એટલા જ દિવસો માંસના સ્વરૂપમાં રહે છે, પછી તેની તરફ ફરિશ્તાને મોકલવામાં આવે છે, જે તેમાં રુહ ફૂંકે છે, અને તેને ચાર વસ્તુઓ લખવાનો આદેશ આપવામાં આવે છે: તેની રોજી, તેનો સમયગાળો, તેની ઉંમર અને તેનો અમલ, તે એ કે તે સદાચારી છે કે દુરાચારી, તે ઝાતના સોગંદ જેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તમારા માંથી કોઈ જન્નતમાં જવા જેવા કાર્યો કરતો રહે છે, અહીં સુધી કે તેના અને જન્નત દરમિયાન એક હાથનું જ અંતર રહી ગયું હોય છે, તો તેના વિશે તકદીરનું લખાણ જાહેર થાય છે અને તે જહન્નમના કાર્યો કરવા લાગે છે, છેવટે તે જહન્નમમાં દાખલ થઈ જાય છે, તમારા માંથી કોઈ જહન્નમમાં જવા જેવા કાર્યો કરતો રહે છે, અહીં સુધી કે તેના અને જહન્નમ દરમિયાન એક હાથનું જ અંતર રહી ગયું હોય છે, તો તેના વિશે તકદીરનું લખાણ જાહેર થાય છે અને તે જન્નતના કાર્યો કરવા લાગે છે, છેવટે તે જન્નતમાં દાખલ થઈ જાય છે».
رواه البخاري ومسلمઈબ્ને મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે: અમને નબી ﷺ એ આ વાત વર્ણન કરી જેઓ પોતાની વાતોમાં અત્યંત સાચા છે, અને જેમને અલ્લાહ તઆલા એ સાચા જણાવ્યા છે, નબી ﷺ એ કહ્યું: તમારા માંથી દરેક વ્યક્તિના જન્મનો આધાર તેની માતાના પેટમાં (એક વીર્યના ટીપના સ્વરૂપમાં) હોય છે, જ્યારે એક પોતાની પત્ની સાથે સંગમ કરે છે તો તેની વિખરાયેલું વીર્યનું પાણી સ્ત્રીના ગર્ભમાં ચાલીસ દિવસ માટે એકઠું કરવામાં આવે છે, પછી તેને એક લોહીનો લોથડો બનાવે છે અર્થાત્ ભેગું થયેલ લોહીનો જથ્થો, અને આ બીજો તબક્કો ચાલીસ દિવસનો હોય છે, પછી માંસનો એક ટુકડો બની જાય છે અર્થાત્ જે માંસનો એક ભાગ હોય છે, જેનું મૅપ એટલું જ હોય છે જેટલું કે ચવવામાં આવતું માંસ અને આ ત્રીજો તબક્કો પણ ચાલીસ દિવસનો હોય છે, ફરી ત્રીજા ચાળીસ દિવસના સમયગાળા પછી એક ફરિશ્તો મોકલવામાં આવે છે, જે તેનામાં રુહ ફૂંકે છે, તે ફરિશ્તાને ચાર વસ્તુઓ લખવાનો આદેશ આપવામાં આવે છે, તેની રોજી, અર્થાત્ તે પોતાની ઉંમરમાં નેઅમતો માંથી કેટલી રોજી પ્રાપ્ત કરશે, તેનું મૃત્યુ, અર્થાત્ તેનો દુનિયામાં જીવિત રહેવાનો સમય, તેનો અમલ, અર્થાત્ તે શું કરશે? સદાચારી લોકો માંથી હશે કે દુરાચારી લોકો માંથી. પછી આપ ﷺ એ કસમ ખાઈને કહ્યું કે એક વ્યક્તિ જન્નતના લોકો જેવા અમલ કરતો રહે છે, તેનો અમલ નેક હોય છે, અર્થાત્ લોકોમાં તે સદાચારી હશે, અને એવી જ રીતે તેની અને જન્નતની વચ્ચે એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, બસ એટલું જ બાકી રહી ગયું હોય છે જેટલું ઝમીન પર એક હાથ જેટલી જગ્યા બાકી રહી ગઈ હોય, અચાનક તેની તકદીર તેના પર ગાલિબ આવી જાય છે, જે પહેલાથી જ લખવામાં આવી છે, તે જહન્નમના લોકોનો અમલ કરે છે, તેનો અંત પણ તેમાં જ થાય છે, અને તે જહન્નમમાં દાખલ થઈ જાય છે; એટલા માટે જ અમલ કબૂલ થવાની શરત છે કે તેના પર અડગ રહેવામાં આવે અને તેની બદલી નાખવામાં ન આવે, અને એવી જ રીતે અંત સુધી એક વ્યક્તિ જહન્નમના લોકોની જેમ અમલ કરતો રહે છે, બસ તેમાં દાખલ થવાની નજીક જ હોય છે, જેવું કે ઝમીન પર એક હાથ જેટલું અંતર રહી ગયું હોય છે, તેની તકદીરમાં જે કંઈ પહેલાથી લખવામાં આવ્યું છે તે ગાલિબ આવી જાય છે તે જન્નતી લોકોનો અમલ કરતો થઈ જાય છે અને તે જન્નતમાં દાખલ થઈ જાય છે.