





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમ્મુલ મુઅમિનીન ઉમ્મે અબ્દુલ્લાહ આઈશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ અમારા આ દીનમાં કોઈ એવી વસ્તુ અવિષ્કાર કરશે, જે દીનનો ભાગ નથી, તો તે અમાન્ય અને અસ્વીકાર્ય છે». મુસ્લિમની રિવાયતમાં આ પ્રમાણેના શબ્દો છે: «જે વ્યક્તિ કોઈ એવો અમલ કરશે, જે અમારી શરીઅત મુજબ નથી, તો તેનો તે અમલ રદ કરવામાં આવશે».
رواه البخاري ومسلمઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિએ દીનમાં નવી બાબત ઘડી, અથવા એવું કાર્ય કર્યું, જેના વિશે કુરઆન અને હદીષમાં કોઈ દલીલ નથી મળતી, તો તે વાત અથવા કાર્ય અલ્લાહ પાસે અમાન્ય ગણાશે.
અબૂ હુરૈરહ રઝી અબ્દુર્ રહમાન બિન્ સખ્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «હું તમને જે વસ્તુથી રોકું, તેનાથી રુકી જાઓ અને જેના પર અમલ કરવાનો આદેશ આપું તેને પોતાની શક્તિ પ્રમાણે કરો, એટલા માટે કે તમારા કરતા પહેલાના લોકોને વધુ પડતા વ્યર્થ સવાલ અને પોતાના નબીઓ સાથે વિવાદ કરવાના કારણે નષ્ટ કરી દેવામાં આવ્યા».
رواه البخاري ومسلمઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે જ્યારે હું કોઈ વસ્તુથી તમને રોકુ, તો જરૂરી છે કે કંઈ પણ શંકા કર્યા વગર તેનાથી બચો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને કોઈ અમલ કરવાનો આદેશ આપ્યો હોય તેને શક્ય હોય એટલે અંશ સુધી કરવાનો પ્રયત્ન કરવો. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે આપણે પાછળ પસાર થયેલી કોમો જેવા કાર્યો ન કરીએ, જેમણે પોતાના પયગંબરોને ઘણા સવાલો કર્યા અને તેમની સાથે વિવાદ કર્યા, જેના કારણે અલ્લાહ તઆલાએ તેમને અલગ અલગ પ્રકારના અઝાબમાં નાખી તેમને નષ્ટ કરી દીધા, એટલા માટે આપણે તેમના જેવું ન થવું જોઈએ, જેથી આપણે નષ્ટ ન થઈ જઈએ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું} અને કહ્યું: {હે ઇમાનવાળાઓ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ}, ફરી એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો, જે એક લાંબો સફર કરે છે, સફરના કારણે તેના વાળ વિખેરાયેલા તેમજ તેના મોઢા પર ધૂળ ચોંટેલી હોય છે, તે પોતાના હાથ ઉઠાવે છે અને દુઆ કરે છે કે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! (મારી દુઆ કબૂલ કર) જ્યારે કે તેનો ખોરાક હરામ, તેનું પીણું હરામ, તેનો પોશાક હરામ અહીં સુધી કે તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું હોય, તો પછી તેની દુઆ કેવી રીતે કરી કબૂલ કરવામાં આવે?».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પવિત્ર, પ્રતિષ્ઠિત છે, દરેક ખામી અને નુકસથી સંપૂર્ણ રીતે પાક છે, તે સંપૂર્ણતાનો માલિક છે, તે તે જ કાર્યો, વાતો અને માન્યતાઓને સ્વીકારે છે જે પવિત્ર હોય, અને જેને ફકત તેની પ્રસન્નતા માટે અને તેના પયગંબરના તરીકા મુજબ કરવામાં આવ્યા હોય, ફક્ત આ જ માર્ગ અપનાવી આપણે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી શકીએ છીએ, મોમિન માટે તેમના અમલની પવિત્રતા પ્રાપ્ત કરવા માટેનો એક ભવ્ય માર્ગ એ કે તેનું ખાવાનું હલાલ હોવું જોઈએ, હલાલ ખાવાના કારણે તેના કાર્યો પાક થઈ જાય છે, આજ કારણે અલ્લાહએ પયગંબરને હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો એ જ રીતે મોમિનોને પણ હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો, અને અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું}. એક બીજી જગ્યાએ કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ}. ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હરામ માલ ખાવાથી રોક્યા; કારણકે તે અમલને બાતેલ કરે છે અને અમલ કબૂલ થવામાં રોક લગાવે છે, ભલે ને તે કબૂલ થવા માટે ઘણો પ્રયત્ન કેમ ન કરતો હોય; તેમાંથી: પહેલું: કોઈ સત્કાર્ય જેમકે હજ, જિહાદ (યુદ્ધ) અને સંબંધ જોડવા માટે તે લાંબો સફર કરે છે. બીજું: માનવીનું પરેશાન થવું, જેમકે તેના વાળ વિખેરાયેલા હોય, અને માટી લાગવાના કારણે તેના શરીર અને કપડાંનો રંગ બદલાય ગયો હોય. ત્રીજું: દુઆ કરતા આકાશ તરફ હાથ ઉઠાવવા. ચોથું: અલ્લાહના પવિત્ર નામોને વસીલો બનાવી ખૂબ વિનંતી સાથે દુઆ કરવી, જેમકે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! કહેવું. દુઆ કબૂલ થવાના દરેક કારણ હોવા છતાંય માનવીની દુઆ કબૂલ કરવામાં નથી આવતી, કારણકે તેનું ખાવાનું હરામ, તેનું પીવાનું હરામ, તેના કપડાં હરામના છે, અને તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો તેની દુઆ કઈ રીતે કબૂલ થઈ શકે?!
અબૂ અબ્બાસ અબ્દુલ્લાહ બિન્ અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે હું એક દિવસે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે સવારી પર બેઠો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હે બાળક! હું તને કેટલીક (જરૂરી) વાતો શીખવાડવુ છું (તેને યાદ રાખજે): તું અલ્લાહના (આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કર, અલ્લાહ તારી રક્ષા કરશે, અલ્લાહના (અધિકારો)ની રક્ષા કર, તો તું તેને પોતાની સામે જોશો, જ્યારે તું કોઈ વસ્તુ માંગે તો ફક્ત અલ્લાહ પાસે જ માંગ, જ્યારે તને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ, અને એક વાત સારી રીતે જાણી લે કે દરેક લોકો ભેગા થઈ તને કોઈ ફાયદો પહોંચાડવા ઈચ્છે, તો તેઓ તને તેના કરતાં વધારે ફાયદો પહોંચાડી શકતા નથી, જેટલો અલ્લાહએ તારા માટે લખી દીધો છે, અને જો તે લોકો તને નુકસાન પહોંચાડવા માટે ભેગા થઈ જાય તો તેઓ તને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન અલ્લાહએ તારા માટે લખી દીધું હોય, કલમ ઉપાડી લેવામાં આવી અને સહિફા (પુસ્તકો) સુકાઈ ગયા છે». જ્યારે કે તિર્મિઝી સિવાય બીજી એક રિવાયતમાં છે: «તું અલ્લાહના અધિકારો)નો ખ્યાલ કર, તું તેને પોતાની સામે જોઇશ, તું ખુશીમાં અલ્લાહને ઓળખ, અને તેની તરફ ધ્યાન કર, તે તારો કઠિનતામાં ખ્યાલ કરશે, અને જાણી લે, જે કંઈ તને નથી મળ્યું તે તને મળવાનું ન હતું, અને જે કંઈ તને મળ્યું છે, તે તારી પાસેથી જવાનું ન હતું, જાણી લે, અલ્લાહની મદદ સબર કરવા પર છે, વિપુલતા તકલીફ સાથે છે અને તકલીફ સાથે સરળતા પણ છે».
رواه الترمذي وغيرهઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે કે જ્યારે હું નાનો હતો અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાછળ સવારી પર બેઠો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું તમને કેટલીક વાતો શીખવાડી રહ્યો છું, જેનાથી અલ્લાહ તમને ફાયદો પહોંચાડશે: તમે અલ્લાહના આદેશની રક્ષા કરો, એવી રીતે કે તેણે પ્રતિબંધ કરેલા કાર્યોથી દૂર રહો અને તેણે આપેલ આદેશો પર અમલ કરો, એવી રીતે અલ્લાહની રક્ષા કરો તે તેમને નેકી અને અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવાના કામોની તૌફીક આપશે, અને અવજ્ઞા તેમજ ગુનાહોથી સુરક્ષિત રાખશે, જો તમે આમ કરશો તો અલ્લાહ દુનિયા અને આખિરતની અપ્રિય વસ્તુઓથી તમારી સુરક્ષા કરશે, અને તમે જ્યાં કઈ પણ જશો અલ્લાહ તમારી મદદ કરશે. જ્યારે તમને કોઈ વસ્તુની ઈચ્છા થાય, તો અલ્લાહ સિવાય કોઈની પાસે ન માંગો, એટલા માટે કે તે એકલો જ જરૂરતમંદની જરૂર પુરી કરે છે. જો તમે મદદ માંગવા ઇચ્છતા હોવ, તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માગો. તમને આ વાત પર યકીન હોવું જોઈએ કે જમીન પરના દરેક લોકો ભેગા થઈ તમને ફાયદો પહોંચાડવાનો ઈરાદો કરે, તો તે લોકો તમને એટલો જ ફાયદો પહોંચાડી શકે છે, જેટલો તમારા માટે અલ્લાહએ લખી લીધો છે અને દરેક લોકો ભેગા થઈ તમને નુકસાન પહોંચાડવા માગે તો તમને એટલું જ નુકસાન પહોંચાડી શકે છે, જેટલું નુકસાન તમારા હિતમાં અલ્લાહ તઆલાએ લખી દીધું છે. આ દરેક વાતો અલ્લાહ સર્વશક્તિમાન દ્વારા નક્કી કરવામાં આવી છે અને તેની હિકમત અને જ્ઞાન અનુસાર સચોટ નક્કી કરવામાં આવી છે, અને અલ્લાહએ જે નક્કી કર્યું છે, તેમાં કોઈ ફેરફાર કરવો શક્ય નથી. જે વ્યક્તિ અલ્લાહના આદેશો પર અમલ કરી અને તેના પ્રતિબંધિત કાર્યોથી દૂર રહી તેનો આદેશ માને છે, અલ્લાહ એવા બંદાની સામે હોય છે, તેની પરિસ્થિતિને જુએ છે અને તેની મદદ કરે છે, જો તે ખુશીના સમયે અલ્લાહને યાદ રાખશે તો તે મુશ્કેલીના સમયે તેની મદદ કરશે, અને તેના માટે મુશ્કેલી માંથી છૂટકારા માટેનો માર્ગ કાઢશે, એટલા માટે દરેક વ્યક્તિએ ખુશીમાં ખુશ રહેવું જોઈએ અને જ્યારે મુશ્કેલ સમય આવે, તો ધીરજથી કામ લેવું જોઈએ; કારણકે સબર અને ધીરજ તે વિપુલતાની ચાવી છે, જ્યારે મુશ્કેલ સમય આવે છે, તો અલ્લાહ તેની સાથે સરળતા પણ લાવે છે.
અબૂ અમ્ર -અને કહેવામાં આવ્યું કે અબૂ અમરહ- સુફયાન બિન્ન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ ! મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેસહાબી સુફયાન બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ એ નબી ﷺ ને સવાલ કર્યો, કે તેમને એક ઇસ્લામની શિક્ષામાં વ્યાપક શિક્ષા શીખવાડો, જેના પર અડગ રહું અને પછી મને બીજાને પૂછવાની જરૂર ન પડે? નબી ﷺ એ કહ્યું: કહો: હું અલ્લાહને એક જ માનું છું તેના પર ઈમાન લાવું છું કે તે મારો પાલનહાર છે, મારો ઇલાહ છે, મારુ સર્જન કરનાર છે, તે જ સાચો ઈબાદતનો હક ધરાવે છે, તેનો કોઈ ભાગીદાર નથી, પછી તે તેની ઈતાઅત કરતા, અલ્લાહના ફર્ઝ અમલ પર અડગ રહે છે અને તેણે રોકેલા હરામ કામોથી તે બચીને રહે છે.
અબૂ અબ્દુલ્લાહ જાબિર બિન્ અબ્દુલ્લાહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક વ્યક્તિએ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સવાલ કર્યો: તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું, અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું, અને તેનાથી વધારે કઈં પણ ન કરું, તો શું આ તરીકો મારા માટે જન્નતમાં દાખલ થવા માટે પૂરતું છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હાં».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પાંચ ફર્ઝ નમઝો પઢે, નફિલ નમઝો ન પઢે, ફક્ત રમજાન મહિનાના રોઝા રાખે અને બીજા નફિલ રોઝા ન રાખે, અને અલ્લાહ એ જે હલાલ કર્યું છે તેને હલાલ સમજી કરે, અને જે વસ્તુ અલ્લાહએ હરામ કર્યું છે તેને હરામ સમજી તેનાથી બચે, તો તે જન્નતમાં દાખલ થશે.
મુઆઝ બિન્ જબલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં કહ્યું હે અલ્લાહના પયગંબર! મને કોઈ એવો અમલ જણાવો, જે મને જન્નતમાં દાખલ કરી દે અને જહન્નમથી દૂર કરી દે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે એક અગત્યની બાબત વિષે સવાલ કર્યો છે, પરંતુ આ તે વ્યક્તિ માટે સરળ છે, જેના માટે અલ્લાહ સરળ બનાવી દે: અલ્લાહની ઈબાદત કરો, તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવો, નમાઝ કાયમ કરો, ઝકાત આપતા રહો, રમઝાનના રોઝા રાખો, બૈતુલ્લાહનો હજ કરો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને જન્નતનો દ્વાર ન બતાવું? રોઝો (જહન્નમથી બચાવ માટે) સ્ત્રોત છે, સદકો ગુનાહોને એવી રીતે ખત્મ કરી દે છે, જે રીતે પાણી આગને ઓલવી નાખે છે, અને વ્યક્તિનું રાત્રે ઉઠી નમાઝ પઢવું, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત તિલાવત કરી: (તેમના પહેલું પથારીથી દૂર રહે છે) અહીં સુધી આયત (જે કંઈ કરતા હતા તેનો બદલો તેમને જરૂર મળશે), પછી કહ્યું: શું હું તમને દીનનું મળ્યું, તેનુ પિલર અને તેની બુલંદી વિશે ન જણાવું? મેં કહ્યું જરૂર જણાવો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનનું મૂળ્યું ઇસ્લામ છે, તેનું પિલર નમાઝ છે અને તેની બુલંદી જિહાદ છે, પછી કહ્યું: શું હું તમને આ દરેક અમલનું મૂળ ન બતાવું? મેં કહ્યું કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાની જીભ પકડી અને કહ્યું: આને કાબુમાં રાખો, મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! અમે જે જબાન વડે વાત કરીએ છીએ, શું તેના વિશે પણ અમારી પકડ થશે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તારી માતા તને ગુમ કરે, લોકોને (જહન્નમમાં) તેમના ચહેરા પર અથવા કહ્યું: ઊંધા તેમને તેમની જબાનની કમાણીના કારણે જ ફેંકવામાં આવશે»!
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેમુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: એક સફરમાં હું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે હતો, હું સવાર સવારમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નજીક આયો, અમે સૌ ચાલી રહ્યા હતા, મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ! તમે મને એક એવો અમલ જણાવો, જેના કારણે હું જન્નતમાં દાખલ થઈ જાઉં અને જહન્નમથી દૂર થઈ જાઉં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: તમે બહુ મોટી વાત પૂછી છે, પરંતુ તે વ્યક્તિ માટે સહેલી છે જેના માટે અલ્લાહ સરળ બનાવી દે, ઇસ્લામની જરૂરી કાર્યો પુરા કરો: પહેલું: ફક્ત એક અલ્લાહની ઈબાદત, અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવો. બીજું: રાત દિવસમાં પાંચ વખતની ફર્ઝ નમાઝ પાબંદી સાથે પઢો: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઇશા, નમાઝને તેની સંપૂર્ણ શરતો, તેના અરકાન સાથે પઢવામાં આવે. ત્રીજું: ફર્ઝ ઝકાત કાઢવામાં આવે, અને આ માલ પ્રત્યે કરવામાં આવતી ઈબાદત છે, શરીઅતે નક્કી કરેલ માલનું પ્રમાણ અને તેની હદ સુધી પહોંચી જાય, તો તે માલને તેના હકદારો સુધી પહોંચાડવામાં આવે. ચોથું: રમઝાનના રોઝા, સૂર્યોદય થી લઈ કે સૂર્યાસ્ત સુધી ઈબાદતની નિયત કરી ખાવાપીવાથી રુકી જવું. પાંચમું: અલ્લાહની ઈબાદત માટે હજના કાર્યો અદા કરવા માટે હજની નિયત કરી મક્કાહ જવું. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને ભલાઈના દ્વાર સુધી પહોંચવાનો માર્ગ ન બતાવું? તે દ્વાર ફર્ઝ ઈબાદતો સાથે નફીલ ઈબાદતો કરી મેળવી શકે છે: પહેલું: નફીલ રોઝા, જે ગુનાહ કરવાથી બચાવે છે, એવી જ રીતે મનેચ્છાઓને કાબુમાં રાખે છે અને શક્તિમાં વધારો કરે છે. બીજું: નફીલ સદકો, ગુનાહ કર્યા પછી સદકો તેને મિટાવી દે છે, તેના અસરને પણ ખતમ કરે છે. ત્રીજું: રાતના છેલ્લા પહોરે ઉઠી નમાઝ પઢવી, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ આયત પઢી, અલ્લાહ તઆલાએ કહ્યું: {તેમના પડખા અળગા રહે છે} અર્થાત્ દૂર રહે છે {તેમની પથારીથી} અર્થાત્ તેઓ જાગે છે, {પોતાના પાલનહારને પોકારે છે} નમાઝ, ઝિક્ર, તિલાવત અને દુઆ જેવી ઈબાદતો કરે છે, {કોઇ જીવ નથી જાણતો કે આંખોની ઠંડક માટે અમે શું છુપાવીને રાખ્યું છે} કયામતના દિવસે તેમને જન્નતમાં પ્રવેશ આપી અને નેઅમતો આપી, {જે કંઈ આ લોકો કરતા હતા, આ તેનો બદલો છે}. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શું હું તમને દીનની મૂળ વાતો ન જણાવું? અને તેનો પાયો જેના પર તેનો આધાર છે? અને તેની ચોટી વિશે પણ? મુઆઝ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેમ નહીં હે અલ્લાહના રસૂલ!. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: દીનની મૂળ વાત શહાદતૈન છે, જે વ્યક્તિ ગવાહી આપશે તે દીન સાથે જોડાશે. તેનું પિલર: નમાઝ, નમાઝ વગર ઇસ્લામ નથી, જેવી રીતે પિલર વગર ઘરનો વિચાર અશક્ય છે એવી જ રીતે નમાઝ વગર ઇસ્લામનો વિચાર નથી, જે નમાઝ પઢશે, તે પોતાના દીન બાબતે અને દરજ્જા બાબતે મજબૂત રહેશે; દીનની ચોટી અને બુલંદી જિહાદ (યુદ્ધ) છે, અલ્લાહના કલિમાને બુલંદ કરવા માટે દીન પ્રત્યે દુશ્મની કરનાર વિરુદ્ધ જિહાદ (યુદ્ધ) કરવું. પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: શુ હું તમને વર્ણવેલ ઈબાદતોની સચોટતા અને સપૂર્ણતા વિશે ન જણાવું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જબાન પકડી અને કહ્યું: આને રોકી લો અને એવી વાત ન કહેશો જેનો તમારી સાથે કોઈ સબંધ નથી. મુઆઝ રઝી અલલ્હું અન્હુએ કહ્યું: શું અમારો પાલનહાર જે કંઈ અમે બોલીએ છીએ તે દરેક વસ્તુની પકડ કરશે અને હિસાબ કરશે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે મુઆઝ! તમારી માતા તમને ગુમ કરે! આ શબ્દો બદ્ દુઆ માટે ન હતા, પરંતુ તે અરબની કહેવતો માંથી એક કહેવત છે, જે કોઈને ચેતવણી આપવા માટે કહેવામાં આવતી, જેથી તે બાબતે તે સચેત થાય અને ધ્યાન આપે, પછી કહ્યું: લોકોને તેમને તેમની જબાનના કારણે જહન્નમમાં ઊંધા મોઢે નાખવામાં આવશે, જબાન વડેથી કુફ્ર, પાકબાઝ સ્ત્રી પર આરોપ, ગાળો, ગિબત, ચાડી અને નિંદા જેવી વસ્તુઓના કારણે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના ઉચ્ચ પાલનહારથી રિવાયત કરતા કહ્યું: «નિઃશંક અલ્લાહ તઆલાએ નેકીઓ અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેની સ્પષ્ટતા પણ કરી દીધી, અને કહ્યું કે જે વ્યક્તિએ કોઈ નેકીનો ઈરાદો કર્યો પરંતુ તેને કરી ન શક્યો તો અલ્લાહ તઆલા પોતાની પાસે એક સંપૂર્ણ નેકી લખે છે, અને જો તેણે ઈરાદા પ્રમાણે નેકી પર અમલ કર્યો તો અલ્લાહ પોતાની પાસે દસથી લઈ સાતસો સુધી, પરંતુ તેના કરતાં વધારે પણ નેકીઓ લખે છે, અને જો કોઈ વ્યક્તિએ કોઈ બુરાઈનો ઈરાદો કર્યો, અને પછી તેણે તે બુરાઈ ન કરી તો અલ્લાહ પોતાની પાસે એક સંપૂર્ણ નેકી લખી દે છે, અને જો તેણે ઈરાદા પ્રમાણે બુરાઈ કરી, તો અલ્લાહ તઆલા ફક્ત એક જ બુરાઈ લખે છે».
رواه البخاري ومسلم في صحيحيهما بهذه الحروفઆપ ﷺ વર્ણવ્યું કે અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ માટે એક કાયદો નક્કી કરી દીધો છે, પછી ફરિશ્તાઓને જાણ કરી દીધી કે નેકી અને બુરાઈ લખવાનો તરીકો કઈ રીતે હશે: જે વ્યક્તિ ઈરાદો કરે અને મજબૂત ઈરાદો કરે તો અલ્લાહ તઆલા તેના માટે એક નેકી લખી દે છે, ભલેને તેણે ઈરાદા પ્રમાણે અમલ ન કર્યો હોય, અને જો તે ઈરાદા પ્રમાણે નેકી કરી લે તો અલ્લાહ તઆલા તેની નેકી દસ થી લઈ કે સાતસો ગણી અથવા તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને આ વધારો તેના ઇખલાસ પ્રમાણે કરવામાં આવે છે. અને જે વ્યક્તિ બુરાઈ કરવાનો મજબૂત ઈરાદો કરી લે પછી જો તે અલ્લાહ માટે તે બુરાઈ છોડી દે અને તેના પર અમલ ન કરે તો અલ્લાહ તઆલા એક નેકી લખે છે અને જો તેણે પોતાની વ્યસ્તતા અથવા સ્ત્રોત ન હોવાના કારણે તે બુરાઈ છોડી દીધી હશે, તો તેના માટે કઈ જ નથી અને જો તે બુરાઈ કરવા માટે લાચાર બની જાય, તો ત્યારે તેની નિયત જોવામાં આવશે, અને જો તે ઈરાદા પ્રમાણે બુરાઈ કરી લે તો તેના માટે એક બુરાઈ લખવામાં આવે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નિ:શંક ઉચ્ચ અલ્લાહએ કહ્યું: જે વ્યક્તિએ મારા કોઈ વલી (દોસ્ત) સાથે દુશ્મની કરી, તો હું તેના વિરુદ્ધ યુદ્ધની ઘોસણા કરું છું, મારી પાસે મેં અનિવાર્ય કરેલ કાર્યો કરતા વધારે પ્રિય કોઈ કાર્ય નથી, જેના વડે બંદો મારી નિકટતા પ્રાપ્ત કરે છે, અને બંદો નફિલ કાર્યો દ્વારા પણ મારી નિકટતા પ્રાપ્ત કરી શકે છે, અહીં સુધી કે હું તેનાથી મોહબ્બત કરવા લાગુ છું, જ્યારે હું તેનાથી મોહબ્બત કરું છું, તો હું તેનો કાન બની જાઉં છું, જેનાથી તે સાંભળે છે, તેની આંખ બની જાઉં છું, જેનાથી તે જુવે છે, તેનો હાથ બની જાઉં છું, જેનાથી તે પકડે છે, તેનો પગ બની જાઉં છું, જેનાથી તે ચાલે છે, જો તે મારી પાસે માંગે, તો હું તેને જરૂર આપું છું, અને જો તે મારું શરણ માગે તો હું જરૂર તેને શરણ આપું છું».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઅલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ હદીષે કુદસીમાં જણાવ્યું કે અલ્લાહએ કહ્યું: જેણે મારા વલીઓ માંથી કોઈ વલીને તકલીફ આપી, નારાજ કર્યો, તેના પ્રત્યે દ્વેષ રાખ્યો, મારા તરફથી તેની વિરુદ્ધ યુદ્ધની ઘોસણા છે. વલી અર્થાત: પરહેજગાર (ડરવાવાળો) મોમિન, જે વ્યક્તિ જેટલો ડરવાવાળો અને જેટલા અંશ સુધી તેનું ઇમાન હશે, અલ્લાહની દોસ્તી તેને એટલી જ નસીબ થશે, મુસલમાન અલ્લાહની નિકટતા જે અમલ દ્વારા પ્રાપ્ત કરી શકે છે, અલ્લાહ પાસે તેમાંથી સૌથી વધુ પ્રિય વસ્તુ અલ્લાહએ અનિવાર્ય કરેલ અમલ છે, જેમાં ઇતાઅત (અનુસરણ) અને બુરાઈથી બચવું બન્નેનો સમાવેશ થાય છે, મુસલમાન ફર્ઝ કાર્યોની સાથે સાથે નફીલ કાર્યો દ્વારા પણ અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે, અને એક સમય આવે છે કે તેને અલ્લાહની મોહબ્બત મળી જાય છે, જ્યારે અલ્લાહ તેનાથી મોહબ્બત કરશે તો નીચે વર્ણન કરવામાં આવેલ શરીરના અલગ અલગ ચાર અંગોને યોગ્ય અને સાચું માર્ગદર્શન આપે છે. તેના કાનને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ સાંભળે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના આંખને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ જુએ છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના હાથને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ પકડે છે, જે અલ્લાહને પસંદ હોય છે. તેના પગને સાચું માર્ગદર્શન આપે છે, તે તે જ તરફ ચાલે છે, જે અલ્લાહને પસંદ હોય છે, અને તે જ કામ કરે છે જેમાં ભલાઈ હોય. સાથે સાથે જો તે અલ્લાહ પાસે કંઈ વસ્તુની માંગણી કરે, તો અલ્લાહ તેને જરૂર આપે છે, તેની દુઆ કબૂલ થાય છે, જો તે અલ્લાહનું શરણ માંગે, તો અલ્લાહ તેને નસીબ કરે છે, અને દરેક ભયજનક વાતોથી તેને છુટકારો આપે છે.