





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજ્ઞાનતાના કેટલાક અમલથી રોક્યા છે અને તેનાથી સંપૂર્ણ બચવાની તાકીદ કરી છે, કહ્યું:તે અમારા માંથી નથી: પહેલું: જે ગાલ પર મારે, ચહેરા પર વધારે પડતો એરિયો ગાલનો છે, એટલે ગાલનું વર્ણન કરવામાં આવ્યું, નહીં તો ચહેરાનો પણ સમાવેશ થાય છે, ચહેરા પર પણ મારવાથી રોક્યા છે. બીજું: કપડાંમાં કાણું કરી સખત રીતે તેમાંથી માથું કાઢવાની કોશિશ કરવી. ત્રીજું: અજ્ઞાનતાના સમયની અવાજો, જેવા કે હાય, હલાકત, ચીખવું વગેરે.
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «ઉચ્ચ અને બરકતવાળા અલ્લાહએ કહ્યું: હે ઈબ્ને આદમ, નિઃશંક તું જ્યાં સુધી મારી પાસે દુઆ કરતો રહીશ અને મારાથી આશા રાખીશ, ત્યાં સુધી તારા દરેક ગુનાહને માફ કરતો રહીશ, ભલેને તે કેટલાય પણ હોય, અને હું તેની ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ!, જો તારા ગુનાહ આકાશની ઊંચાઇ સુધી પણ પહોંચી જાય, ફરી તું મારી પાસે માફી માંગે, તો હું તારા ગુનાહ માફ કરી દઇશ, અને હું તેની સહેજ પણ ચિંતા નહીં કરું, હે ઈબ્ને આદમ! જો તું મારી પાસે જમીન બરાબર ગુનાહ લઈને આવીશ તે સ્થિતિમાં કે તે મારી સાથે કોઈને ભાગીદાર નહીં ઠેહરાવ્યો હોય, તો હું તારી પાસે જમીન બરાબર માફી લઈને આવીશ».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલાએ હદીષે કુદસીમાં કહ્યું: હે ઈબ્ને આદમ! જ્યાં સુધી તું મને પોકારતો રહીશ અને મારી રહેમતની આશા રાખતો રહીશ અને ક્યારેય મારી રહેમતથી નાસીપાસ નહીં થાઉં, તો હું તારા ગુનાહોને છુપાવીશ અને તેને મિટાવી પણ દઇશ અને હું એ વાતની ચિંતા નહીં કરું, કે તે ગુનોહો અવજ્ઞા અને મોટા ગુનાહો માંથી છે. હે ઈબ્ને આદમ! જો તારા ગુનાહ એટલા વધારે હશે કે આકાશ અને ધરતી વચ્ચેની દરેક વસ્તુ ભરાઈ જાય અને તેના વ્યાસ સુધી પહોંચી જાય અથવા તેની આજુબાજુ દરેક વસ્તુ પણ ઢાંકી દે, અને પછી તું મારી પાસે ઇસ્તિગફાર (માફી) કરે, તો હું તારા બધા ગુનાહ માફ કરી દઇશ અને તે ચિંતા નહીં કરું કે તે કેટલા વધારે છે. હે ઈબ્ને આદમ! જો તું મારી સામે મૃત્યુ પછી જમીન ભરીને પણ ગુનાહ અને પાપ લઈને આવીશ, પરંતુ જો તું તૌહીદ પર હશે, અને તે મારી સાથે કોઈને ભાગીદાર ઠહેરાવ્યો નહીં હોય, તો હું તે જમીન બરાબર ગુનાહ અને પાપને માફી દ્વારા બદલી દઇશ; કારણકે મારી માફી ખૂબ જ વિશાળ છે, અને હું દરેક ગુનાહ માફ કરી દઇશ ફક્ત શિર્કને માફ નહીં કરું.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું: «અલ્લાહ પાસે શક્તિશાળી મોમિન કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને પ્રિય છે, હા, ભલાઈ તો બંને લોકોમાં છે, જે વસ્તુ તમારા માટે ફાયદાકારક હોય, તેની મનેચ્છા રાખો, અલ્લાહ પાસે મદદ માંગો અને નાસીપાસ ન થશો, જો તમારા પર કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો કે જો હું આમ કરતો તો આમ થઈ જતું, પરંતુ આ પ્રમાણેના શબ્દો કહો કે આતો અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, તે જ થાય છે, કારણકે 'જો શબ્દ' શૈતાનની દખલગીરીનો દ્વાર ખોલી નાખે છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે મોમિનમાં દરેક પ્રકારની ભલાઈ હોય છે, પરંતુ શક્તિશાળી મોમિન પોતાના ઈમાન, ઈરાદા પોતાના માલ અને શક્તિના અન્ય તબક્કાઓમાં એક કમજોર મોમિન કરતા શ્રેષ્ઠ અને અલ્લાહ પાસે વધુ પ્રિય છે. ફરી નબી ﷺએ એક મોમિનને દુનિયા અને આખિરતમાં ફાયદો પહોંચાડવા વાળી વસ્તુઓના સ્ત્રોતને અપનાવવા તેમજ અલ્લાહ પર ભરોસો કરતા તેની પાસે મદદ અને તૌફિક માંગવાની વસિયત કરી. ફરી નબી ﷺએ આળસ, સુસ્તી અને બેદરકારીથી રોક્યા છે. જે મોમિન કામમાં મહેનત કરે, સ્ત્રોત પણ અપનાવે અને અલ્લાહ પાસે મદદ માંગે, તેની પાસે ભલાઈ માંગે, તો તેણે પોતાનો સંપૂર્ણ મામલો અલ્લાહના હવાલે કરવો પડશે; કારણકે તેને ખબર હોવી જોઈએ કે અલ્લાહની પસંદ સૌથી શ્રેષ્ઠ છે. અને તો પછી પણ કોઈ મુસીબત આવી જાય તો આવા શબ્દો ન કહો: "કદાચ, હું આમ કરતો તો આમ આમ થઈ જાત"; કારણકે કદાચ અને કાશ શબ્દ શૈતાનના અમલનો દ્વાર ખોલે છે, તકદીરનો ઇન્કાર અને જે જતું રહ્યું છે તેના પર પસ્તાવો, પરંતુ તેના નિર્ણયનો સ્વીકાર કરતા ખુશી ખુશી કહેવું જોઈએ, "અલ્લાહની તકદીર છે અને તે જે ઈચ્છે છે, એ જ પ્રમાણે થાય છે", જે કંઈ થયું તે અલ્લાહની ઈચ્છા પ્રમાણે હતું, કારણ કે તે જે ઈચ્છે છે તે કરે છે, અને તેના હુકમને કોઈ રોકી નથી કરી શકતો, ન તો તેના ચુકાદા વિરુદ્ધ કંઈ પણ થઈ શકે છે.
અબૂ વાકિદ અલ્ લૈષી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ જ્યારે હુનૈનના યુદ્ધ માટે નીકળ્યા તો કાફિરોના એક એવા વૃક્ષ પાસેથી પસાર થયા જેને તેઓ "ઝાતે અનવાત"ના નામથી ઓળખતા હતા, અને તે વૃક્ષ પર પોતાના હથિયારો લટકાવતા હતા, તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમને પણ એક "ઝાતે અનવાત" જેવું વૃક્ષ બનાવી આપો જેવુ કે તેમની પાસે છે, તો નબી ﷺ એ કહ્યું: સુબ્હાનલ્લાહ (અલ્લાહ પાક છે) ! આ તેજ પ્રકારની વાત છે, જે મુસા અલૈહિસ્ સલામની કોમે તેમને કહી હતી: {હે મૂસા ! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે} [અલ્ અઅરાફ: 138] તે હસ્તીની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, તમે પણ તમારા પાછલા લોકોના માર્ગે ચાલવા લાગશો».
આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છેનબી ﷺ હુનૈન તરફ નીકળ્યા અને હુનૈન તાઈફ અને મક્કાહ વચ્ચેની એક ગુફા છે, અને નબી ﷺ સાથે કેટલાક એવા સહાબાઓ હતા, જે નજીકમાં જ ઇસ્લામ લાવ્યા હતા, તેઓ એક વૃક્ષ પાસેથી પસાર થયા જેને "ઝાતે અનવાત" કહેવામાં આવતું હતું, અર્થાત્ "ઝાતે મુઅલ્લકાત" (લટકાવવાવાળું), અને કાફિરો તેનું પૂજા કરતાં હતા અને બરકત પ્રાપ્ત કરવા માટે પોતાના હથિયારો તેના પર લટકાવતાં હતા, તો તે સહાબાઓ નબી ﷺ પાસે પણ માંગવા લાગ્યા કે તેમની માફક અમારા માટે પણ એક વૃક્ષ બનાવી આપો, જેના પર અમે પોતાના હથિયારો લટકાવીએ અને તેના દ્વારા બરકત પ્રાપ્ત કરીએ; કારણકે તેવો એવું સમજ્યા કે આ કાર્ય જાઈઝ છે, તો નબી ﷺ એ આ વાતને નકારતા અલ્લાહની પવિત્રતા વર્ણન કરી, અને જણાવ્યું કે તમારી વાત પણ મુસા અલૈહિસ્ સલામની કોમના લોકો જેવી વાત છે: {હે મૂસા ! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે}, બસ જ્યારે મુસા અલૈહિસ્ સલામની કોમન લોકોએ કાફિરોને મૂર્તિપૂજા કરતાં જોયા તો તેમણે પણ પોતાના માટે એક મૂર્તિ મૂકવાનું કહ્યું જેમકે કાફિરો પાસે હતી, અને આ તેમના તરીકાનું અનુસરણ છે, ફરી નબી ﷺ એ ચેતવણી આપતા કહ્યું કે આ કોમ પણ યહૂદીઓ અને નસ્રાનીઓનું અનુસરણ કરશે અને તે જ કાર્ય કરશે જે તે લોકોએ કર્યું હતું.
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે: એક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, તો તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ કહ્યું: «શું તમે મને અલ્લાહનો ભાગીદાર બનાવી રહ્યા છો? (આવું નહીં પરંતુ) આમ કહો: "મા શાઅ અલ્લાહ વહદહ" (જે એકલો અલ્લાહ ઈચ્છે)».
આ હદીષને ઈમામ ઇબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેએક વ્યક્તિ નબી ﷺ પાસે આવ્યો અને પોતાના કેટલાક કાર્યો વિષે વાતચીત કરવા લાગ્યો, ફરી તેણે કહ્યું: "મા શાઅ અલ્લાહ વ શિઅત (જે અલ્લાહ ઈચ્છે અને જે તમે ઈચ્છો)", તો નબી ﷺ એ તેની આ વાત નકારી કાઢી, અને જણાવ્યું કે "વાવ" શબ્દ વડે પણ સર્જનની ઈચ્છાને અલ્લાહની ઈચ્છા સાથે જોડવી એ શિર્કે અસગર (નાનું શિર્ક) છે, અને મુસલમાન માટે જાઈઝ (યોગ્ય) નથી કે તે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરે, ફરી નબી ﷺ એ સાચું વાક્ય જણાવ્યું: "મા શાઅ અલ્લાહુ વહદહ" (જે ફક્ત એક અલ્લાહ ઈચ્છે), અને અલ્લાહને તેની ઈચ્છા અને ઈરાદામાં એકલો માનવામાં આવે, અને કોઇની પણ ઈચ્છાને અલ્લાહની ઈચ્છા સાથે જોડવી કોઈ પણ રીતે યોગ્ય નથી.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું: એક વખત નબી ﷺ મારી પાસે આવ્યા, અને તે સમયે અજાણતામાં મેં ઘરમાં એક પડદો લટકાવ્યો હતો જેમાં ચિત્રો હતા, નબી ﷺ તે પરદો જોઈ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: «હે આયશા ! કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે, જેઓ સર્જન કરવામાં અને બનાવવામાં અલ્લાહની સરખામણી કરે છે» આયશ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: «અમે તે પડદાને કાપી નાખ્યો અને તેમાંથી એક અથવા બે ઓશીકા બનાવ્યા».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ આયશા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા, તો જોયું કે તેઓએ નાની અલમારી પર એક પડદો લટકાવેલો છે, જેમાં જીવિત સર્જનના ચિત્રો છે, તો નબી ﷺ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે જેઓ અલ્લાહએ પેદા કરેલી જીવિત વસ્તુઓની સરખામણી કરે છે. આયશ રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: તો અમે તેના એક અથવા બે ઓશીકા બનાવી દીધા.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: આદમના સંતાને મને જૂઠલાવ્યો, જો કે તેના માટે આ યોગ્ય ન હતું, તેણે મને ગાળો આપી, જોકે તેનો આ અધિકાર ન હતો, મને જૂઠલાવવાનો અર્થ એ કે આદમના સંતાન કહે છે: હું તેને બીજી વખત જીવિત નહીં કરું, જો કે મારા માટે તેને ફરી વાર જીવિત કરવું, પહેલી વખત જીવિત કરતા વધુ સરળ છે, અને મને ગાળો આપવી કે તેનું આ પ્રમાણે કહેવું: અલ્લાહએ પોતાના માટે સંતાન બનાવી, જો કે હું એકલો છું, બે નિયાઝ છું, ન તો મારી કોઈ સંતાન છે, ન તો હું કોઇની સંતાન છું».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺ એ હદીષે કુદસીમાં જણાવ્યું કે સર્વ શ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ મુશરિકો અને કાફિરો વિષે જણાવ્યું કે તેઓએ મને જૂઠલાવ્યો, અને અલ્લાહ માટે ખામી વર્ણન કરી જો કે આમ કરવું તેમનો અધિકાર ન હતો, બસ અલ્લાહને જૂઠલાવવું: અલ્લાહ તેમને તેમના મૃત્યુ પછી ફરી વાર જીવિત નહીં કરી શકે, જેમકે તેમને બિનઅસ્તિત્વ માંથી પહેલી વખત જીવિત કર્યા હતા, તો અલ્લાહ તઆલાએ તેમને જવાબ આપ્યો કે જેણે સર્જન કરવાની શરૂઆત કરી છે, શું તે બીજી વખત સર્જન કરવા પર શક્તિ નથી ધરાવતો? જો આ કાર્ય અલ્લાહ માટે છે, તો તેના માટે પહેલી વખત સર્જન કરવું બીજી વખત સર્જન કરવું બંને સરખું છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે. અને અલ્લાહને ગાળો આપવાનો અર્થ: તેના માટે સંતાન છે, તો અલ્લાહ તઆલાએ તેનો જવાબ આપ્યો કે તે અહદ છે, અર્થાત્: પોતાના દરેક નામો, ગુણો અને કાર્યોમાં એકલો છે, અને તે દરેક પ્રકારની ખામીઓથી પાક છે, તે સમદ છે, અર્થાત્: જે કોઈનો મોહતાજ નથી, અને દરેક લોકો તેના મોહતાજ છે, જે ન તો કોઈનો પિતા છે ન તો કોઈની સંતાન, ન તો તેના જેવું કોઈ હતું ન છે, અને અલ્લાહ તઆલા દરેક પ્રકારની ખામીઓથી પવિત્ર છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા કોઈ વલી સાથે દુશ્મની કરશે, તો તેની વિરુદ્ધ હું યુદ્ધનું એલાન કરું છે, અને મારો બંદો જે બાબતો દ્વારા મારી નિકટતા પ્રાપ્ત કરે છે તેમાંથી મને સૌથી વધુ પ્રિય તે બાબત છે, જે મેં તેના પર ફરજ કરી છે, મારો બંદો નફિલ કાર્યો વડે મારી નિકટતા પ્રાપ્ત કરતો રહે છે, અહીં સુધી કે હું તેની સાથે મોહબ્બત કરવા લાગુ છું, અને જ્યારે હું તેની સાથે મોહબ્બત કરું છું, તો તેના પરિણામરૂપે હું તેનો કાન બની જાઉં છું, જેના વડે તે સાંભળે છે, હું તેની આંખો બની જાઉં છું, જેના વડે તે જુએ છે, અને તેનો હાથ બની જાઉં છું, જેના વડે તે સ્પર્શ કરે છે, અને તેના પગ બની જાઉં છું, જેના વડે તે ચાલે છે, જો તે મારી પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો હું જરૂર તેને આપું છું, અને જો કોઈ વસ્તુથી મારી પાસે પનાહ માંગે છે તો હું તેને જરૂર આશરો આપું છું, મને કોઈ કાર્ય કરવામાં એટલી ખચકાટ નથી, જેટલું મને એક મોમિનના પ્રાણ લેતી વખતે થાય છે, જે મોતને નાપસંદ કરે છે, અને મને તેને દુ:ખ આપવું નાપસંદ છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી ﷺ એ હદીષે કુદસી વર્ણન કરી કે સર્વ શ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ કહ્યું: જે વ્યક્તિ મારા વલીઓ માંથી કોઈને નુકસાન પહોંચાડે છે, તેને નારાજ કરે છે, અને તેની સાથે નફરત કરે છે, તો તે જાણી લે કે હું તેની સાથે દુશ્મનીનું એલાન કરું છું. અને વલી તે છે: પરહેઝગાર (અલ્લાહથી ડરવાવાળો) મોમિન, અને બંદાના ઈમાન અને તકવા પ્રમાણે અલ્લાહના વલી હોવામાં તેનો ભાગ હોય છે. અને એક મુસલમાન પોતાના પાલનહારની નિકટતા તે વસ્તુઓ દ્વારા પ્રાપ્ત કરે છે, જે તેણે ફરજ કરી છે, અને તેના પર જરૂરી કરી છે, જેમકે તેનું અનુસરણ કરવું, હરામ કરેલ કાર્યોને છોડવા, અને એક મુસલમાન ફરજ કાર્યોની સાથે સાથે નફિલ કાર્યો વડે પણ પોતાના પાલનહારની નિકટતા પ્રાપ્ત કરતો રહે છે; અહીં સુધી કે તે અલ્લાહની મોહબ્બત પ્રાપ્ત કરી લે છે. બસ જ્યારે અલ્લાહ તેની સાથે મોહબ્બત કરે છે, તો તે તેના ચાર અંગો વડે તેની મદદ કરે છે: અલ્લાહ તેની સાંભળવામાં મદદ કરે છે, જેથી તે તે જ સાંભળે છે જેના દ્વારા અલ્લાહ પ્રસન્ન થાય છે. અલ્લાહ જોવામાં તેની મદદ કરે છે, બસ તેથી તે જ જુએ છે જેને અલ્લાહ મોહબ્બત કરે છે અને જેનાથી પ્રસન્ન થાય છે. અને અલ્લાહ તેની તેના હાથમાં મદદ કરે છે, બસ તેથી તે પોતાના હાથ વડે તે જ કાર્ય કરે છે જેનાથી અલ્લાહ પ્રસન્ન થાય છે. અને અલ્લાહ તેની તેના પગમાં મદદ કરે છે, તો તે ફક્ત જે વસ્તુઓ તરફ જ ચાલીને જાય છે, જેનાથી અલ્લાહ પ્રસન્ન થાય છે, અને તે ફક્ત તે કાર્યો માટે જ પ્રયત્નો કરે છે જેમાં તેના માટે ભલાઈ હોય છે. અને તેની સાથે એ પણ કે જ્યારે તે અલ્લાહ પાસે કોઈ વસ્તુનો સવાલ કરે છે તો અલ્લાહ તેને આપે છે, અર્થાત્ તેની દુઆ કબૂલ કરે છે, અને જો તે અલ્લાહ પાસે કોઈ વસ્તુથી આશરો અને સુરક્ષા માંગે, તો અલ્લાહ તેને આશરો આપે છે અને તેની તે વસ્તુથી સુરક્ષા કરે છે, જેનાથી તે ડરતો હોય છે. ફરી અલ્લાહ તઆલાએ કહ્યું: મને કોઈ કાર્ય કરવામાં સંકોચ થતો નથી પરંતુ ફક્ત એક મોમિનના પ્રાણ તેના પર દયા કરવા માટે કબજ કરું છું, કારણકે તે મોતને તેમાં રહેલા દુઃખના કારણે નાપસંદ કરતો હોય છે, અને અલ્લાહ એક મોમિનને તકલીફ આપવાનું નાપસંદ કરે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કહ્યું: «બે વસ્તુ લોકોમાં એવી છે, જે કુફ્રનું કારણ બને છે: નસબ (ખાનદાન) બાબતે મહેણાંટોણો મારવા અને મૃતક પર નવહા (વિલાપ) કરવો».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે લોકોમાં બે આદતો એવી છે, જે કાફિરોના અમલ માફક છે અને અજ્ઞાનતાના સમયની આદતો માંથી છે, તે બન્ને માંથી: પહેલી : લોકોને ખાનદાન બાબતે મહેણાંટોણા મારવા, ખામીઓ શોધવી અને ઘમંડ કરવું. બીજી: મુસીબતના સમયે તકદીર પર નારાજ થઈ રાડો પાડવી, અથવા ભયના કારણે કપડાં ફાડવા.