





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે જનાઝો તૈયાર કરી દેવામાં આવે અને લોકો તેને પોતાના ખભા પર ઉઠાવી લે, જો તે જનાઝો કોઈ સદાચારી વ્યક્તિનો હશે તો તે કહેશે: મને આગળ લઈ જાઓ, અને જો તે દુરાચારી વ્યક્તિનો જનાઝો હશે તો કહેશે: હાય મારી નષ્ટતા! મને ક્યાં લઈ જઈ રહ્યા છો? માનવી સિવાય દરેક સર્જન તેનો અવાજ સાંભળે છે, જો માનવી તેનો અવાજ સાંભળી લે તો બેભાન થઈ જાય».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે જ્યારે જનાઝો તૈયાર કરી ખાટલા પર મુકવામાં આવે અને લોકો તેને પોતાના ખભે ઉઠાવે, જો તે સદાચારી વ્યક્તિનો જનાઝો હશે તો કહેશે: મને આગળ લઈ જાઓ, તે નેઅમતોની પ્રાપ્તિ માટે જે તે જોઈ રહ્યો છે, અને જો તે જનાઝો કોઈ દુરાચારી વ્યક્તિનો હશે તો તે ભયાનક અવાજમાં કહેશે: હાય મારી નષ્ટતા! મને ક્યાં લઈ જઈ રહ્યા છો?! અઝાબને જોઈ લેવાના કારણે, માનવી સિવાય દરેક સર્જન તેનો અવાજ સાંભળે છે, જો માનવી તેનો અવાજ સાંભળી લે તો તે અવાજની ભયાનકતાના કારણે બેભાન થઈ જાય.
મિકદાદ બિન અસ્વદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «કયામતને દિવસે સૂર્યને સર્જનની તદ્દન નજીક કરી દેવામાં આવશે, અહીં સુધી કે તે તેમનાથી એક માઈલ જેટલા અંતરે હશે», સુલૈમ બિન આમિરે કહ્યું: અલ્લાહની કસમ! હું નથી જાણતો કે માઈલનો અર્થ શું છે? શું ખરેખર જમીન માપવામાં આવતું એક માઈલ જેટલું અંતર કે પછી આંખો માટે વાપરવામાં આવતી સુરમાંની કાડી. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «દરેક લોકો પોતાના કર્મ પ્રમાણે પરસેવામાં ડૂબેલા હશે, કેટલાક લોકો ઘૂંટી સુધી ડૂબેલા હશે તો કેટલાક લોકો ઘૂંટણ સુધી ડૂબેલા હશે, કેટલાક લોકો કમર સુધી ડૂબેલા હશે તો કેટલાક માટે તેમનો પરસેવો તેમની લગામ બની જશે», રિવાયત કરનારે કહ્યું: આ શબ્દો કહેતા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મોઢા તરફ ઈશારો કર્યો.
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે સૂર્ય કયામતના દિવસે લોકોથી ખૂબ જ નજીક આવી જશે, એટલો નજીક કે તેમના માથાથી એક માઈલ જેટલો જ દૂર હશે. તાબઇ સુલૈમ બિન આમિર રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહની કસમ! હું નથી જાણતો કે માઈલનો અર્થ શું છે, ખરેખર ધરતી પણ એક માઈલનું જે અંતર હોય છે તે પ્રમાણે અથવા આંખમાં નાખવામાં આવતો સુરમાની કાડી જેટલું અંતર? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: લોકો પોતાના કર્મો પ્રમાણે પરસેવામાં ડૂબેલા હશે; કેટલાક લોકો તેમની ઘૂંટી સુધી તો કેટલાક તેમના ઘૂંટણ સુધી અને કેટલાક તો તેમની કમર સુધી ડૂબેલા હશે, જ્યાં તેઓ તેમની સરવાલ બાંધતા હોય છે અને કેટલાક લોકો તો મોઢા સુધી ડૂબેલા હશે, જેના વડે તેઓ વાતચીત કરતા હોય છે. રિવાયત કરનારે કહ્યું: છેલ્લા શબ્દો વર્ણન કર્યા પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મોઢા તરફ ઈશારો કર્યો.
અબૂ બુરદહ બિન અબુ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: એક વખત અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ સખત બીમાર પડ્યા, તેમના પર બેહોશી છવાઈ ગઈ, તે સમયે તેમનું માથું તેમની એક પત્નીના ખોળામાં હતું, (તેમની પત્નીએ જોરથી ચીસ પાડી રડવા લાગી) તે સમયે અબૂ મુસા અશઅરી બેહોશીના કારણે કંઈ બોલી ન શક્યા, જ્યારે તેમને હોશ આયો તો તેમણે કહ્યું: હું તે વ્યક્તિથી દૂર થઈ જાઉં છું, જેનાથી અલ્લાહના રસૂલ ﷺ અલગ થઈ ગયા હોય, એટલા માટે કે આપ ﷺ ચીસો પાડી રડનાર, માથાના વાળ ખેંચી ખેંચીને રાડો પાડનાર અને કપડાં ફાડનારી સ્ત્રીથી અલગ છે.
મુત્તફકુન્ અલયહિઅબૂ બુરદહ રઝી અલ્લાહુ અન્હુ કિસ્સો વર્ણન કરી રહ્યા છે કે તેમના પિતા અબૂ મુસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ એક વખત સખત બીમાર પડ્યા, અને બીમારીના કારણે બેહોશ થઈ ગયા, અને તેમનું માથું તેમની પત્નીના ખોળામાં હતું, તે સમયે તે ચીસો પાડી રડવા લાગી, તે સમયે બેહોશીના કારણે અબૂ મુસા અશઅરી કંઈ ન બોલી શક્યા. ફરી જ્યારે તેમને હોશ આવ્યો તો કહ્યું: હું તેનાથી અળગો છું જેનાથી અલ્લાહના રસૂલ અલગ હોય: અસ્ સોલિકતુ: મુસીબતના સમયે ચીસો પાડી રડવાવાળી સ્ત્રી. વલ્ હાલિકતુ: મુસીબતના સમયે માથાના વાળ ખેંચી તોડવાવાળી સ્ત્રી. વશ્ શાકતુ: મુસીબતના સમયે કપડાં ફાડવાવળી સ્ત્રી. કારણકે આ અજ્ઞાનતાના સમયના અમલ છે, જો કે મુસીબત પર સબર કરવાનો આદેશ આપ્યો છે, અને સાથે સાથે અલ્લાહ પાસે બદલાની આશા રાખવામાં આવે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું: «એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે એક મુસલમાનના બીજા મુસલમાન પર છો અધિકારો છે: પહેલું: જ્યારે તેની સાથે મુલાકાત થાય, તો સલામ કરવું અને કહેવું: અસ્સલામુ અલયકુમ અને તે પણ સલામના શબ્દો દ્વારા જવાબ આપે: વઅલયકુમસ્ સલામ. બીજું: તે વલીમા વગેરેની દાવત આપે, તો તેનું આમંત્રણ સ્વીકારવું જોઇએ. ત્રીજું: જ્યારે તે સલાહ સૂચન માંગે, તો તેને યોગ્ય સલાહ આપવી, અને તેની ખુશામત ન કરવી અને ન તો તેને ધોખો આપવો જોઈએ. ચોથી: જ્યારે તેને છીંક આવે અને તે કહે: અલ્ હમ્દુ લિલ્લાહ (દરેક પ્રકારના વખાણ અઅલ્લાહ માટે જ છે), તો તેના જવાબમાં કહેવું: યર્હમુકલ્લાહ (અલ્લાહ તમારા પર કૃપા કરે), અને જેને છીંક આવી હોય તે જવાબ આપે: યહ્દિકુમુલ્લાહુ વ યુસ્લિહ બાલકુમ (અલ્લાહ તમને યોગ્ય માર્ગદર્શન આપે અને તમારી બાબતો સુધારે). પાંચમું: જ્યારે તે બીમાર થાય, તો તેની ખબરગીરી કરવી. છઠ્ઠુ: જ્યારે તે મૃત્યુ પામે, તો તેની જનાઝાની નમાઝ પઢવી, અને જનાઝાની પાછળ જવું, અહીં સુધી કે તેને દફન કરી દેવામાં આવે.
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે પોતાની અંતિમ સમયની બીમારી અર્થાત્ મરણ પથારી પર હતા, જેના પછી ક્યારેય ઊભા ન થયા, ત્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તે લોકોએ પયગંબરોની કબરોને મસ્જિદ (સિજદો કરવાની જગ્યા) બનાવી લીધી», આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: જો આ વાત ન કહી હોત તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પણ ખુલ્લી રાખવામાં આવતી, પરંતુ ભય એ વાતનો છે કે લોકો તેને પણ સિજદો કરવાની જગ્યા ન બનાવી લે.
મુત્તફકુન્ અલયહિમોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા જણાવી રહી છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૃત્યુની નજીક સખત બીમારીની સ્થિતિમાં કહી રહ્યા હતા: યહૂદી અને નસ્રાનીઓ પર અલ્લાહની લઅનત થાય, અને તે લોકો અલ્લાહની રહમતથી દૂર થાય, કારણકે તે લોકોએ પયગંબરોની કબરોને સિજદો કરવાનું મથક બનાવી લીધું, તેમની કબરો પર ચળતર કરી અથવા તેમનાથી દુઆ કરી કરવામાં આવે છે. આયશા રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: આ આદેશ અને રોક ન હોત અર્થાત્ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરને લોકો યહૂદી અને નસ્રાની લોકોની માફક ન કરતા તો તેમની કબર જાહેરમાં રાખતા.
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલી રઝી અલ્લાહુ અન્હુએ યમન શહેરથી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બોરડીના પાંદડા વડે સાફ કરેલ ચામડાંના થેલામાં સોનાના કેટલાક સિક્કા મોકલ્યા, તે સિક્કા પર હજુ માટી પણ ચોટેલી હતી, રિવાયત કરનાર સહાબી કહે છે: તે સિક્કા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ચાર વ્યક્તિઓ વચ્ચે વહેંચી દીધા, ઉયૈનહ બિન બદર, અકરઅ બિન હાબિસ, ઝૈદ અલ્ ખય્લ અને ચોથા અલકમહ અથવા આમિર બિન તુફૈલ રઝી અલ્લાહુ અન્હુમ વચ્ચે, આ જોઈ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબાઓ માંથી એક વ્યક્તિએ કહ્યું: આ સોના પર તે લોકો કરતા અમારો વધારે છે, રિવાયત કરનાર સહાબી કહે છે કે જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આ વાત ખબર પડી તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે મારા પર ભરોસો નથી કરતા જો કે તે અલ્લાહએ મારા પર ભરોસો કર્યો છે, જે આકાશમાં છે, સવાર સાંજ મારી પાસે આકાશ માંથી ખબર (વહી) આવતી રહે છે», રિવાયત કરનાર સહાબી કહે છે કે પછી એક વ્યક્તિ જેની આંખો અંદર ઘુસી ગઈ હતી, ગાલ ફૂલેલા હતા, કપાળ પણ બહાર નીકળેલું હતું, ભરાવદાર દાઢી, માથામાં ટકલું હતું, કપડાં ઉઠાવી, ઉભા થયા અને કહેવા લાગ્યા, હે અલ્લાહના પયગંબર! અલ્લાહથી ડરો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અફસોસ તારા પર! શું આ ધરતી પર હું અલ્લાહથી ડરવાનો સૌથી વધારે હક નથી ધરાવતો?» રાવી કહે છે કે તે વ્યક્તિ જતો રહ્યો, ખાલિદ બિન વલીદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું તેનું ગળું કેમ ન કાપુ? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ના, કદાચ કે તે નમાઝ પઢતો હોય», ખાલિદ રઝી અલ્લાહુઅ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! ઘણા નમાઝ પઢનારા એવા છે, જે ફક્ત જબાન વડે ઇસ્લામનો દાવો કરે છે, તેમના દિલમાં તે નથી હોતું, આ વાત પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો: «મને તે વાતનો આદેશ આપી મોકલવામાં નથી આવ્યો કે હું તેમના દિલની વાતોની તપાસ કરું અને તેમના પેટને ફાડીને ચકાસું», આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની તરફ જોયું તે પીઠ ફેરવી જઈ રહ્યો હતો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેની પેઢી માંથી એવા લોકો આવશે, જે કુરઆન તો ખૂબ સારી રીતે અને સારા અંદાજમાં પઢતા હશે પરંતુ તે તેમના ગળાની નીચે નહીં ઉતરે, તેમના માંથી દીન એવી રીતે નીકળી જશે, જે રીતે શિકાર કરનાર જાનવર તરફ છોડવામાં આવેલું તીર તેમને ચીરીને નીકળી જાય છે», રિવાયત કરનાર સહાબી કહે છે કે મારું અનુમાન છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ શબ્દો પણ વર્ણન કર્યા: «જો મને તે લોકો મળી જશે તો ષમૂદ કોમની જેમ હું તેમને કતલ કરી દેતો».
મુત્તફકુન્ અલયહિયમન શહેરથી અલી રઝી અલ્લાહુ અન્હુએ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે બોરડીના ટુકડા દ્વારા સાફ કરેલ ચામડાના થેલામાં સોનાના ટુકડા મોકલ્યા, તેના પર માટી ચોટેલી હતી, રિવાયત કરનાર સહાબીએ કહ્યું: તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે સોનાના ટુકડા ચાર વ્યક્તિ વચ્ચે વહેચી દીધા: ઉયૈનહ બિન બદર અલ્ ફઝારી, અકરઅ બિન હાબિસ અલ્ હન્ઝલી, ઝૈદ અલ્ ખય્લ અન્ નિભાની, તેમજ અલકમહ બિન ઉલાષહ અલ્ આમીરી, સહાબા માંથી એક વ્યક્તિ ઉભો થયો અને કહ્યું: આ ચારેય કરતા અમે વધારે હક ધરાવીએ છીએ, રાવીએ કહ્યું: તો જ્યારે આ વાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સુધી પહોંચી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું મારા પર તમે ભરોસો નથી કરતા, જ્યારે કે અલ્લાહ તઆલાએ મારા પર ભરોસો કર્યો છે, જે આકાશમાં છે અને સવાર સાંજ મારી પાસે આકાશ માંથી ખબર (વહી) આવે છે». વર્ણન કરનારે કહ્યું: એક વ્યક્તિ ઉભો થયો, જેની આંખો અંદર જતી રહી હતી, તેના ગાલ ફૂલેલા હતા, તેનું કપાળ ઉપસેલું હતું, તેની દાઢી ભરાવદાર હતી, લાંબી ન હતી, ટકલું કરાવેલું હતું, તેણે કપડું પોતાના હાથ વડે ઉઠાવેલું હતું, જે શરીરથી નીચે ઉતરી રહ્યું હતું. તેણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! અલ્લાહથી ડરો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તારા પર અફસોસ! આ ધરતી પર મારા કરતાં વધારે બીજો કોઈ અલ્લાહથી ડરવાનો હક ધરાવે છે?!» કહ્યું: પછી તે પીઠ ફેરવી જવા લાગ્યો, ખાલિદ બિન વલીદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હે અલ્લાહના પયગંબર! શું હું તેનું ગળું કાપી નાખું? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ના, કદાચ કે તે નમાઝ પઢતો હેશે, ખાલિદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: કેટલાય નમાઝીઓ એવા છે, જેમની જબાન વડે તે જાહેર થાય છે, જે દિલમાં નથી હોતું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: મને લોકોના દિલમાં ઉતરી અથવા તેમના પેટ ફાડી તપાસ કરવા નથી મોકલ્યો કે હું જાણું તેમના દિલ અને પેટમાં શુ છે; હું તો તેમના જાહેર કાર્યો જોઈ તેમના વિશે મંતવ્ય આપીશ, અને કહ્યું: પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેની તરફ જોઈ કહ્યું જ્યારે તે જઈ રહ્યો હતો: તેની પેઢીથી અથવા સાથીઓ અથવા તો તેના ખાનદાન માંથી એવા લોકો આવશે, જેઓ કુરઆન મજીદ તો સુંદર અવાજે પઢતા હશે, હમેંશા તેંમની જબાન કુરઆન મજીદની તિલાવત કરતી રહી હશે, કુરઆન મજીદ તેમના હલકથી નીચે નહિ ઉતરે, જેથી તેમના દિલ ન તો ડરશે અને ન તો તેમની ઇસ્લાહ થતી રહેશે, અલ્લાહ ન તો તેમના દરજ્જા વધારશે અને ન તો તેને કબૂલ કરશે, તેઓ દીન માંથી એવી રીતે નીકળી જશે, જે રીતે શિકારીને મારવામાં આવેલ તીર તેનાથી પાર થઇ જાય છે. હદીષ વર્ણન કરનારે કહ્યું: મારું અનુમાન છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જો મને મુસલમાનો વિરુદ્ધ તેમના ભ્રષ્ટાચારનો અંદેશો થયો, તો હું તેમને ષમૂદની કોમ માફક કતલ કરીશ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જન્નતમાં તમારા માંથી સૌથી નીચો દરજ્જો પ્રાપ્ત કરનાર જન્નતી વ્યક્તિની સ્થિતિ એવી હશે કે અલ્લાહ તેને કહેશે: તું તારી ઈચ્છાઓ જાહેર કર, તે પોતાની દરેક ઈચ્છાઓ જાહેર કરશે, પછી તેને કહેવામાં આવશે કે તારી દરેક ઈચ્છા પૂરી થઈ ગઈ? તે કહેશે: હા, અલ્લાહ તઆલા તેને કહેશે: તારી દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં આવશે અને તેની સાથે તેના જેટલી બીજી ઈચ્છાઓ પણ પુરી કરવામાં આવશે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે કે જન્નતમાં છેલ્લા દરજ્જાના વ્યક્તિને કહેવામાં આવશે, તું ઈચ્છા કર, તે પોતાની ઈચ્છા જાહેર કરશે, અહીં સુધી કે તે પોતાની દરેક ઈચ્છાઓ જાહેર કરશે, એક પણ ઈચ્છા તેની બાકી નહીં રહે, તેને કહેવામાં આવશે: શુ તારી ઈચ્છા પૂરી થઈ ગઈ? તે કહેશે: હા, તેને કહેવામાં આવશે: જેટલી તે ઈચ્છા કરી તે બધી જ પુરી કરવામાં આવશે અને તેની સાથે સાથે બીજી ઈચ્છાઓ પણ.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અમે એક આમંત્રણમાં નબી ﷺ સાથે હતા, તો તેમની સામે માંસ રજૂ કરવામાં આવ્યું અને તેમને હાથનું માંસ આપવામાં આવ્યું; કારણકે તે તેમને પસંદ હતું, બસ નબી ﷺએ પોતાના દાંત વડે તેને તોડીને ખાધું, ફરી કહ્યું: «હું કયામતના દિવસે સમગ્ર માનવજાતનો સરદાર હશું, શું તમે જાણો છો કે કેમ (હશું)? અલ્લાહ તઆલા દરેક આગળના અને પાછલા લોકોને એક સપાટ મેદાનમાં એકઠા કરશે, જ્યાં તેઓ પોકાર લગાવનારની અવાજ સાંભળશે, અને એક જોવાવાળો તે સૌ ઘેરી રાખશે, સુર્ય તેમની નજીક થઈ જશે, અને લોકો તે સમયે એટલા દુ:ખી હશે, જે તેમની તાકાત અને સહનશીલતા કરતાં વધુ હશે, લોકો એકબીજાને કહેશે: શું તમે જોતાં નથી કે તમે કેવી સ્થિતિમાં છો? શું તમે જોતાં નથી કે તમારા પર શું મુસીબત આવી છે? શું તમે કોઈ એવા વ્યક્તિ વિષે જાણો છો, જે અલ્લાહ સમક્ષ તમારી ભલામણ કરી શકે? તો લોકો એકબીજાને કહેશે કે આપણે આપણાં પિતા આદમ અલૈહિસ્ સલામ પાસે જઈએ, તો તેઓ તેમની પાસે આવશે, અને કહેશે: હે આદમ! તમે સમગ્ર માનવજાતના પિતા છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના હાથથી બનાવ્યા હતા, અને તમારી અંદર પોતાની તરફથી આત્મા ફૂંકી, અને ફરિશ્તાઓને આદેશ આપ્યો કે તમને સિજદો કરે, તમે પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે?, શું તમે જોતાં નથી અમારા પર કેવી મુસીબત આવી છે? આદમ અલૈહિસ્ સલામ જવાબ આપશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે, જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, અને ખરેખર તેણે મને એક ખાસ પ્રકારના વૃક્ષની નજીક જવાથી રોક્યો હતો, પરંતુ મેં તેની અવજ્ઞા કરી હતી, તમે અન્ય કોઈ પાસે જાઓ, નૂહ અલૈહિસ્ સલામ પાસે જાઓ, લોકો નૂહ અલૈહિસ્ સલામ પાસે જશે, અને કહેશે હે નૂહ! તમે જમીનવાળા તરફ મોકલવામાં આવેલા સૌથી પહેલા પયગંબર હતા, અને અલ્લાહ તઆલાએ તમારું નામ પોતાના આભારી બંદાઓમાં લખ્યું, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? શું તમે જોતાં નથી અમારા પર કેવી મુસીબત આવી છે? તેઓ જવાબ આપશે મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, વાસ્તવમાં મારા માટે એક દુઆ ખાસ કરવામાં આવી હતી, જે મેં મારી કોમ વિરુદ્ધ માંગી લીધી, (આજે તો) મને મારા પ્રાણની ચિંતા છે, મને મારા પ્રાણની ચિંતા છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, તમે ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે જાઓ, લોકો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે, તમે અલ્લાહના પયગંબર છો, અને જમીનવાળાઓમાં તમે તેના દોસ્ત છો, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ કહેશે મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં પણ ત્રણ જૂઠ બોલ્યા છે, જેથી મને મારા પ્રાણની ચિંતા છે, જેથી મને મારા પ્રાણની ચિંતા છે, જેથી મને મારા પ્રાણની ચિંતા છે, તમે અન્ય કોઈ પાસે જાઓ, મૂસા અલૈહિસ્ સલામ પાસે જાઓ, લોકો મૂસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે મૂસા! તમે અલ્લાહના પયગંબર છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના સંદેશા અને વાતચીત વડે અન્ય લોકો પર પ્રાથમિકતા આપી, અલ્લાહ સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો મૂસા અલૈહિસ્ સલામ કહેશે મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં એક એવા જીવની હત્યા કરી હતી, જેનો મને આદેશ આપવામાં આવ્યો ન હતો, જેથી મારા પ્રાણનું શું થશે, મારા પ્રાણનું શું થશે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, ઇસા અલૈહિસ્ સલામ પાસે જાઓ, તેથી લોકો ઇસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે ઈસા! તમે અલ્લાહનો કલીમો છે, જેને મરયમ (અલૈહિસ્ સલામ) ને આપવામાં આવ્યો હતો, તમે તેની રૂહ છો, અલ્લાહ સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઇસા અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, તેઓ પોતાની કોઈ ભૂલનું વર્ણન નહીં કરે, કહેશે: મને મારા પ્રાણની ચિંતા છે, મને મારા પ્રાણની ચિંતા છે, મને મારા પ્રાણની ચિંતા છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, એમ કરો તમે મોહમ્મદ ﷺ પાસે જાઓ, લોકો મારી પાસે આવશે અને કહેશે: એક બીજી રિવાયતમાં છે કે તેઓ મારી પાસે આવશે અને કહેશે: હે મોહમ્મદ! તમે અલ્લાહના પયગંબર અને છેલ્લા નબી છો, અલ્લાહ તઆલાએ તમારા આગલા અને પાછલા દરેક ગુનાહ માફ કરી દીધા છે, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો હું ચાલવા લાગીશ, અને અલ્લાહના અર્શની નીચે આવીશ અને પોતાના પાલનહાર સમક્ષ સિજદામાં જતો રહીશ, તો અલ્લાહ તઆલા પોતાના એવા વખાણ અને પ્રસંશાના દ્વારા મારા દિલમાં ખોલી નાંખશે, જે મારા પહેલા કોઈના પણ દિલમાં નાખવામાં આવ્યા ન હતા, જેથી હું તે પ્રમાણે જ અલ્લાહના વખાણ અને તેની પ્રસંશા કરીશ, ફરી કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાનું માથું ઉઠાવો, તમે સવાલ કરો તમને આપવામાં આવશે, અને ભલામણ કરો તમારી ભલામણ સ્વીકારવામાં આવશે, હું માંરુ માથું ઉઠાવીશ અને કહીશ: હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, જેથી કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાની ઉમ્મતના તે લોકોને જેમનો હિસાબ નહીં લેવામાં આવે, તેમણે જન્નતના જમણા દરવાજેથી દાખલ કરો, જ્યારે કે તેઓ અન્ય લોકો સાથે બીજા દ્વાર માંથી પણ પ્રવેશ કરી શકે છે, ફરી નબી ﷺએ કહ્યું: કસમ છે તે હસ્તીની જેના હાથમાં મારા પ્રાણ છે, જન્નતના દરવાજાઓ દરમિયાન એટલું અંતર છે જેટલું મક્કાહ અને હિમર વચ્ચે છે અથવા -જેટલું મક્કાહ અને બસરા દરમિયાન છે-».
મુત્તફકુન્ અલયહિનબી ﷺ પોતાના સાથીઓ સાથે એક ખાવાની દાવતમાં હતા, તો તેમની સમક્ષ બકરીના હાથનું શાક મૂકવામાં આવ્યું, જે તેમને સૌથી વધુ પસંદ હતું, તો તેમણે પોતાના દાંત વડે તોડ્યું ફરી, તેમની સાથે વાત કરી અને કહ્યું: હું કયામતના દિવસે સમગ્ર માનવજાતનો સરદાર હશું; અને આ અલ્લાહની કૃપા દ્વારા હશે. શું તમે જાણો છો કે તે કેમ હશે? તેમણે કહ્યું: અલ્લાહ તઆલા દરેક આગળના અને પાછલા લોકોને એક સપાટ મેદાનમાં એકઠા કરશે, જ્યાં તેઓ પોકારવાવાળાને સાંભળશે અને જોવા વાળો તેમને ઘેરી રાખશે, તે જમીનના સપાટ હોવાના કારણે હશે, કોઇની પાસે છુપાવવાની જગ્યા નહીં હોય, અલ્લાહની નજર તેમને ઘેરી લેશે, અર્થાત્ જો કોઈ માનવી બોલશે, તો બીજો તેને સાંભળી શકશે, અને આંખો તેને જોઈ શકશે, સુર્ય તેમની એક વેંત જેટલો નજીક થઈ જશે, અને લોકો તે સમયે એટલા દુ:ખી હશે, જેને તેઓ સહન નહીં કરી શકે, તેથી તેઓ ભલામણ દ્વારા છુટકારો પ્રાપ્ત કરશે. ફરી અલ્લાહ તઆલા મોમિનોને સમગ્ર માનવજાતિના પિતા આદમ અલૈહિસ્ સલામ પાસે જવાની પ્રેરણા આપશે, તો લોકો તેમની પાસે આવશે અને તેમની મહત્ત્વતાઓનો ઉલ્લેખ કરશે, તે આશા રાખીને કે તે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેમની ભલામણ કરે, તેઓ કહેશે: હે આદમ! તમે સમગ્ર માનવજાતના પિતા છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના હાથથી બનાવ્યા હતા, તમારા માટે ફરિશ્તાઓએ સિજદો કર્યો, તમને દરેક વસ્તુના નામ શિખવાડયા, અને તમારી અંદર પોતાની તરફથી આત્મા ફૂંકી, તેઓ માફી માંગશે અને કહેશે: ખરેખર મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલો ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, ફરી પોતાની ભૂલનો ઉલ્લેખ કરશે, અને તે એ કે અલ્લાહ તઆલાતે તેમને એક ખાસ પ્રકારના વૃક્ષને ખાવાથી રોક્યા હતા, પરંતુ તેમણે તે ખાઈ લીધું, અને કહેશે: આજે મને પણ ભલામણની જરૂરત છે, મારા સિવાય તમે અન્ય કોઈ પાસે જાઓ, તમે નૂહ અલૈહિસ્ સલામ પાસે જાઓ. ફરી તેઓ નૂહ અલૈહિસ્ સલામ પાસે આવશે, અને કહેશે: તમે જમીનવાળા તરફ મોકલવામાં આવેલા સૌથી પહેલા પયગંબર છો, અને અલ્લાહ તઆલાએ તમારું નામ પોતાના આભારી બંદાઓમાં લખ્યું, પરંતુ તેઓ પણ માફી માંગશે અને કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, વાસ્તવમાં મારા માટે એક દુઆ ખાસ કરવામાં આવી હતી, જે મેં મારી કોમ વિરુદ્ધ માંગી લીધી હતી, આજે તો મને પણ ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, તમે ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે જાઓ. લોકો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે, તમે અલ્લાહના દોસ્ત છો, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં પણ ત્રણ જૂઠ બોલ્યા છે, તેમાંથી એક એ કે મેં કહ્યું હતું કે હું બીમાર છું, અને બીજી વખત મેં કહ્યું: આ તમારી મોટી મૂર્તિએ કર્યું છે, અને ત્રીજી વખત પોતાની પત્ની વિષે કહ્યું: સારા મારી બહેન છે, જેથી તે બુરાઈથી બચી જાય. સત્ય એ છે કે આ ત્રણેય નિવેદનો પરોક્ષમાં કહ્યા હતા, પરંતુ તેનું સ્વરૂપ જૂઠ હતું, તેથી હું તેનાથી ભયભીત છું, અને હું પોતાને ભલામણનો હકદાર નથી સમજતો, કારણકે જે અલ્લાહને જાણે છે, અને દરજ્જામાં તેની નજીક હોય તે વધુ ભયભીય હોય છે, અને કહેશે: આજે મને પણ ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય પાસે જાઓ, તમે મૂસા અલૈહિસ્ સલામ પાસે જાઓ. તેથી લોકો મૂસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે મૂસા! તમે અલ્લાહના પયગંબર છો, અલ્લાહ તઆલાએ તમને પોતાના સંદેશા અને વાતચીત વડે અન્ય લોકો પર પ્રાથમિકતા આપી, અલ્લાહ સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો મૂસા અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, જોકે મેં એક જીવની હત્યા કરી છે, જેથી આજે હું પણ એવા લોકો માંથી છું, જેમને ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, ઇસા અલૈહિસ્ સલામ પાસે જાઓ. તેથી લોકો ઇસા અલૈહિસ્ સલામ પાસે આવશે અને કહેશે: હે ઇસા! તમે અલ્લાહના પયગંબર છો, તમે અલ્લાહનો કલીમો છે, જેને મરયમ (અલૈહિસ્ સલામ)ને આપવામાં આવ્યો હતો, તમે તેની રૂહ છો, તમે લોકો સાથે ત્યારે વાત કરી જ્યારે તમે પારણામાં હતા, પોતાના પાલનહાર સમક્ષ અમારા માટે ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો ઇસા અલૈહિસ્ સલામ કહેશે: મારો પાલનહાર આજે એટલો ગુસ્સે છે જેટલા ક્યારે પણ ન હતો, અને આજ પછી ક્યારે પણ નહીં થાય, તેઓ પોતાની કોઈ ભૂલનું વર્ણન નહીં કરે, આજે મને પણ ભલામણની જરૂર છે, તમે મારા સિવાય અન્ય કોઈ પાસે જાઓ, એમ કરો તમે મોહમ્મદ ﷺ પાસે જાઓ. લોકો મોહમ્મદ પાસે આવશે અને કહેશે: હે મોહમ્મદ! તમે અલ્લાહના પયગંબર અને છેલ્લા નબી છો, અલ્લાહ તઆલાએ તમારા આગળ અને પાછળના દરેક ગુનાહ માફ કરી દીધા છે, પોતાના પાલનહાર સમક્ષ અમારી ભલામણ કરી આપો, શું તમે જોતાં નથી અમે કેવી સ્થિતિમાં છે? તો હું ચાલવા લાગીશ, અને અલ્લાહના અર્શની નીચે આવીશ અને પોતાના પાલનહાર સમક્ષ સિજદામાં જતો રહીશ, તો અલ્લાહ તઆલા પોતાના એવા વખાણ અને પ્રસંશાના દ્વારા મારા દિલમાં ખોલી નાંખશે, જે મારા પહેલા કોઈના પણ દિલમાં નાખવામાં આવ્યા ન હતા, ફરી કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાનું માથું ઉઠાવો, તમે સવાલ કરો તમને આપવામાં આવશે, અને ભલામણ કરો તમારી ભલામણ સ્વીકારવામાં આવશે, હું માંરુ માથું ઉઠાવીશ અને કહીશ: હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, હે મારા પાલનહાર! મારી ઉમ્મત પર રહેમ કર, તો મારી ભલામણ સ્વીકારવામાં આવશે. અને કહેવામાં આવશે: હે મોહમ્મદ! પોતાની ઉમ્મતના તે લોકોને જેમનો હિસાબ નહીં લેવામાં આવે, તેમને જન્નતના જમણા દરવાજેથી દાખલ કરો, જ્યારે કે તેઓ અન્ય લોકો સાથે બીજા દ્વાર માંથી પણ પ્રવેશ કરી શકે છે. ફરી નબી ﷺએ કહ્યું: કસમ છે તે હસ્તીની જેના હાથમાં મારા પ્રાણ છે, જન્નતના બંને દરવાજા દરમિયાન એટલું અંતર છે જેટલું મક્કાહ અને સનઆઅ જે યમનમાં છે તેટલું અંતર હશે, અથવા જેટલું મક્કાહ અને બસરા જે શામમાં છે, જે હવારિનનું શહેર છે, તેટલું અંતર હશે.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ તે પુરુષ પર લઅનત કરી છે, જે સ્ત્રીના કપડાં પહેરે છે, એવી જ રીતે તે સ્ત્રી પર લઅનત કરી છે, જે પુરુષોના કપડાં પહેરે છે.
رواه النسائي في الكبرى وابن ماجه بمعناه وأحمدઅલ્લાહના પયગંબર ﷺએ તે દરેક પુરુષ માટે અલ્લાહની કૃપાથી દૂર થઈ જવાની દુઆ કરી છે, જે સ્ત્રીઓની માફક કપડાં પહેરતા હોય, જે ફક્ત સ્ત્રીઓ માટે ખાસ હોય છે; ભલેને તે ડિઝાઇનમાં, રંગમાં, બનાવટમાં અથવા શણગારરૂપે અપનાવવામાં આવતો પોશાક હોય અથવા અન્ય કોઈ પણ રીતે તેમના જેવો પોશાક હોય, અને એ જ પ્રમાણે તે સ્ત્રી માટે જે પુરુષોની માફક કપડાં પહેરતી હોય, જે ફક્ત પુરુષો માટે ખાસ હોય, અને આ કબીરહ ગુનાહો માંથી એક છે.