





























Hadeeth Cards
Da'wa cards that highlight great meanings from the noble prophetic hadiths in a simple style and attractive display that helps the Muslim to have a deeper understanding of his religion in an easy way
All
ઉમર બિન્ ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયે એક વ્યક્તિ હતો, તેનું નામ અબ્દુલ્લાહ હતું, અને તેનો લકબ (ઉપનામ) ગધેડો હતો, તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હસાવતો હતો, અને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને દારૂ પીવાની સજા આપી હતી, એક દિવસ તેને લાવવામાં આવ્યો, તો તેને સજા આપવાનો આદેશ આપવામાં આવ્યો, તો લોકો માંથી એક વ્યક્તિએ કહ્યું: હે અલ્લાહ! તેના પર લઅનત (શાપ) મોકલ, તેને ઘણીવાર અહીં લાવવામાં આવ્યો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તેના પર લઅનત ન કરો, અલ્લાહની કસમ હું જાણું છું કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મુહબ્બત કરે છે».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સમયે એક વ્યક્તિ હતો, જેનું નામ અબ્દુલ્લાહ હતું, અને લોકો તેને ગધેડો કહેતા હતા, અને તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હસાવતો હતો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને શરાબ પીવાના કારણે સજા રૂપે કોરડા માર્યા હતા, એક દિવસ તેને લાવવામાં આવ્યો જયારે તેણે દારૂ પીધું હતું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોરડા મારવાનો આદેશ આપ્યો. ત્યાં ઉપસ્થિત રહેલા લોકો માંથી એક વ્યક્તિ અપશબ્દો બોલવા લાગ્યો અને કહ્યું: અલ્લાહ તેના પર લાનત કરે, કેટલી વાર તેને દારૂ પીવાના કારણે લઈને આવવામાં આવે છે?! તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કૃપાથી દૂર થવાની દુઆ તેના માટે ન કરો, અલ્લાહની કસમ! હું જાણું છે કે તે અલ્લાહ અને તેના પયગંબર સાથે કેટલી મોહબ્બત કરે છે.
અબૂ દરદહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું હું તમને રોઝા, નમાઝ અને સદકાનો શ્રેષ્ઠ દરજ્જો ન જણાવું?» સહાબાઓએ કહ્યું: કેમ નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «લોકો વચ્ચે સમાધાન કરાવવું; કારણકે લોકો વચ્ચે મતભેદ વિનાશક છે».
આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેપયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના સહાબાઓ ને પૂછ્યું: શું હું તમને ઘણા નફિલ રોઝા, નમાઝ અને સદકા વિષે ન જણાવું જે સવાબમાં તેના કરતાં વધુ છે, લોકોએ કહ્યું: હા જરૂર જણાવો. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: વિવાદિત સમુદાય વચ્ચે સમાધાન કરાવવું, જ્યાં ઝઘડો લોકો વચ્ચે વિભાજન, દ્વેષ અને વિવાદ તરફ દોરી જતો હોય; કારણકે તેમની વચ્ચે સંબંધ ખરાબ થવાના કારણે ઉત્પન્ન થનારી નફરત એક એવી ખામી છે જે દીન અને દુનિયા બંનેને નષ્ટ કરી દે છે, જેમ કે રેઝર વાળને ખત્મ કરી દે છે.
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «વારસદારના નક્કી કરેલા ભાગ તેમને આપો, ફરી જે કંઈ બાકી રહે, તે મૃતકના સૌથી નજીકના સંબંધી પુરુષ (વારસદાર) માટે છે».
મુત્તફકુન્ અલયહિઆપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વારસાનો માલ વિભાજીત કરનારને આદેશ આપી રહ્યા છે કે તે વારસાનો માલ ન્યાયપુર્વક, શરીઅત પ્રમાણે વિભાજીત કરે, જેથી તે ભાગીદારો જેમના ભાગ અલ્લાહની કિતાબ (કુરઆન)માં નક્કી કરવામાં આવ્યા છે, તેમને તેમના ભાગ આપવામાં આવે, તે ભાગ નીચે મુજબ છે: બે તૃતીયાંશ, એક તૃતીયાંશ, છઠ્ઠો ભાગ, અડધો ભાગ, ચોથો અને આઠમો ભાગ, ત્યાર પછી જે કંઈ બચે તેને નજીકના પુરુષ સંબંધીઓને આપવામાં આવશે, જેમને અસ્બા (જેમનો કોઈ ભાગ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવ્યો ન હોય) કહે છે.
આઈશા રઝી અલ્લાહુ અન્હાથી રિવાયત છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ચોથા ભાગનો દીનાર અથવા તેના કરતાં વધારે કિંમતની વસ્તુ ચોરી કરવા પર હાથ કાપવામાં આવશે».
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે સોનાના દીનારનો ચોથો ભાગ ચોરી કરવા પર અથવા તેના કરતાં વધુ કિંમતની વસ્તુ ચોરી કરવા પર ચોરનો હાથ કાપવામાં આવશે, જે ૧.૦૬ ગ્રામ સોનાના મૂલ્ય બરાબર છે.
અબૂ બુરદહ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહએ નક્કી કરેલ હદ સિવાય અન્ય કોઈ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા (ચાબુક) ન મારવા જોઈએ».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હુદૂદ વગર અન્ય કોઈ પણ સજામાં દંડરૂપે દસથી વધારે કોરડા મારવાથી રોક્યા છે, આ હદીષનો અર્થ એ નથી કે અલ્લાહએ અને તેના રસૂલે નક્કી કરેલ હદ, જે ખાસ કુરઆન અને હદીષમાં વર્ણન કરવામાં આવી છે, આ હદીષનો અર્થ શિસ્તતા શીખવાડવા માટે મારવામાં આવતા ચાબુક અથવા કોરડા, જેવું કે બાળકો અને પત્નીને ક્યારેક શીખ માટે મારવામાં આવતા હોય છે.
અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે કોઈ વ્યક્તિએ એવું કુતરું પાળ્યું, જે ન તો શિકાર કરવા માટે હોય અથવા ન તો ઢોરની સુરક્ષા કરવા માટે હોય તો દરરોજ તેના નેક કાર્યો માંથી બે કિરાત નેકીઓ ઓછી થતી જાય છે», સાલિમે કહ્યું: અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ કહેતા હતા: «અથવા ખેતરની સુરક્ષા માટે પાડવામાં આવતું કૂતરું», અને તેઓ ખેતીવાડી વાળા માણસ હતા.
મુત્તફકુન્ અલયહિઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કોઈ કારણ વગર, જેવું કે શિકાર માટે, ઢોર તેમજ ખેતરની ચોકીદારી માટે, આ સિવાય કૂતરા પાડવાથી રોક્યા છે, એ વગર જો કોઈ વ્યક્તિ કૂતરું પાળશે, તો તેના અમલ માંથી દરરોજ બે કિરાત નેકીઓ ઓછી થતી જશે, અને તેનું પ્રમાણ અલ્લાહ તઆલા જ જાણે છે.
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તો એક વ્યક્તિ આવ્યો, તેણે નમાઝ પઢી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જવાબ આપ્યો અને કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», તે ગયો અને જે પ્રમાણે નમાઝ પઢી હતી તે પ્રમાણે ફરીવાર નમાઝ પઢી, ફરી પાછો આવ્યો, તેણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સલામ કર્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જાઓ ફરી નમાઝ પઢો; કારણકે તમે નમાઝ નથી પઢી», ત્રણ વખત આ પ્રમાણે જ થયું, ફરી તેણે કહ્યું: તે ઝાતની કસમ! જેણે આપને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતાં વધારે સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તું નમાઝ માટે ઉભા થાઓ તો, સૌ પ્રથમ અલ્લાહુ અકબર કહો, ત્યારબાદ તમને કુરઆનનો જે ભાગ યાદ હોય, તેમાંથી તિલાવત કરો, ફરી રુકૂઅ કરો, અહીં સુધી કે તમે શાંતિ પૂર્વક રુકૂઅ કરી લો, ફરી રુકૂઅ માંથી ઉભા થાઓ અને સીધા ઉભા થઇ જાવ, ફરી સિજદો કરો જ્યાં સુધી તમે શાંતિપૂર્વક સિજદો ન કરી લો, ત્યારબાદ ઉભા થાઓ અને શાંતિથી બન્ને સિજદા વચ્ચે બેસો, અને સંપૂર્ણ નમાઝમાં આ પ્રમાણે જ કરો».
મુત્તફકુન્ અલયહિનબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદમાં આવ્યા, તેમની પાછળ એક વ્યક્તિ પણ આવ્યો, તેણે ઉતાવળમાં બે રકઅત નમાઝ પઢી, તેણે શાંતિપૂર્વક કિયામ, રુકૂઅ અને સિજદા ન કર્યા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ધ્યાનથી તેની નમાઝ જોઈ, તે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યો, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મસ્જિદની એક બાજુ બેઠા હતા, તેણે સલામ કર્યું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના સલામનો જવાબ આપ્યો અને કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો એટલા માટે કે તમે નમાઝ નથી પઢી. તે પાછો ફર્યો અને જલ્દી જલ્દી નમાઝ પઢી, તે પાછો આવ્યો સલામ કર્યું, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: પાછા જાઓ, અને ફરીવાર નમાઝ પઢો; કારણકે તમેં નમાઝ નથી પઢી, ત્રણ વખત આ પ્રમાણે થયું. તો તે વ્યક્તિએ કહ્યું: તે ઝાતની કસમ! જેણે તમને સત્ય સાથે મોકલ્યા છે, હું આના કરતા વધુ સારી રીતે નમાઝ નથી પઢી શકતો, તમે મને નમાઝ શીખવાડો, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેને કહ્યું: જ્યારે નમાઝ માટે ઉભા થાઓ તો તકબીરે તહરિમા (અલ્લાહુ અકબર) કહો, ફરી ઉમ્મુલ્ કુરઆન અર્થાત્ સૂરે ફાતિહા પઢો ત્યારબાદ જે કંઈ અલ્લાહ ઈચ્છે તે તમે પઢો, ફરી રુકૂઅ કરો અહીં સુધી કે તમે સંતુષ્ટ થઈ જાઓ, પછી તમારા ઘૂંટણ પર તમારી હથેળીઓ મૂકીને અને તમારી પીઠને લંબાવીને અને ઘૂંટણ ટેકવા માટે સમર્થ થાઓ જ્યાં સુધી તમે આરામ ન અનુભવો ત્યાં સુધી રુકૂઅ કરો, ફરી ઉભા થાઓ અને પછી હાડકાં પોતાના સાંધા પર પાછા ન આવે અને સ્થિર ન થાય ત્યાં સુધી તમારા કોરને ઉંચો અને સીધો કરો, ફરી કપાળ, નાક, હાથ, ઘૂંટણ અને પગના અંગૂઠા જમીન પર રાખીને સિજદામાં આરામ ન થાય ત્યાં સુધી સિજદો કરો, ફરી માથું ઉઠાવો અહીં સુધી કે તમે સંતુષ્ટ થઈ બંને સિજદા વચ્ચે શાંતિથી બેસો, ફરી પોતાની નમાઝની દરેક રકઅતમાં આ પ્રમાણે જ કરો.
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે મુસલમાન બંદો -અથવા મોમિન- વઝૂ કરે છે અને ચહેરો ધોવે તો તેના ચહેરા પરથી તે દરેક (નાના) ગુનાહ નીકળી જાય છે, જે તેણે આંખો વડે કર્યા હશે, પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે હાથ ધોવે છે, તો તેના હાથ વડે કરેલા દરેક ગુનાહ પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, ફરી જ્યારે પગ ધોવે છે, તો તે દરેક ગુનાહ જે તેણે પગ વડે ચાલીને કર્યા હશે તો તે પાણી સાથે -અથવા પાણીનાં છેલ્લા ટીપાં સાથે- નીકળી જાય છે, અહી સુધી કે તે દરેક (નાના) ગુનાહથી પાક સાફ થઇ જાય છે».
આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છેઆ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે એક મુસલમાન અથવા મોમિન બંદો જ્યારે વઝૂ કરતી વખતે મોઢું ધોવે છે, તો તેની આંખો વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, ત્યારેને ત્યારે જ અથવા પાણીના ટપકતાં છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે હાથ ધોવે છે તો હાથ વડે થયેલા નાના ગુનાહ અલ્લાહ માફ કરી દે છે, તે જ સમયે અથવા પાણીના છેલ્લા ટીપાં સાથે, એવી જ રીતે જ્યારે પગ ધોવે છે, તો પગ વડે કરેલા નાના ગુનાહ પગ ધોતા ધોતા અથવા પાણીના છેલ્લા ટીપાં વડે માફ કરી દે છે, અહીં સુધી કે તે જ્યારે વઝુ પૂર્ણ કરે છે, તો તે નાના ગુનાહથી પાક થઈ ગયો હોય છે.
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમને દરેક કાર્યોમાં ઇસ્તિખારહ કરવાનું શિખવાડતા હતા, જેમ અમને કુરઆનની સૂરતો શીખવાડવાતા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા: «જ્યારે તમે કોઈ કામનો ઈરાદો કરો તો ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત (નફિલ) નમાઝ પઢો, પછી કહો: "અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક બિઇલ્મિક વઅસ્તક્દિરુક બિકુદરતિક, વઅસ્અલુક મિન્ ફઝ્લિકલ્ અઝીમ્, ફઇન્નક તક્દિરુ વલા અક્દિરુ, વતઅલમુ વલા અઅલમુ, વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્, અલ્લાહુમ્મ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર ખૈરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «આજિલ્ અમ્રી, વ આજિલહુ, ફક્દુર્હુ લી વ યસ્સીર્હુલી ષુમ્મ બારિક્ લી ફીહિ, વ ઇન્ કુન્ત તઅલમુ અન્ન હાઝલ્ અમ્ર શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" અર્થ: (હે અલ્લાહ! હું તારા ઇલ્મ દ્વારા ભલાઈનો સવાલ કરું છું, તારી કુદરત વડે શક્તિ માગું છું અને તારી મહાન કૃપાનો સવાલ કરું છું, એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે, હું કુદરત નથી ધરાવતો, તું જાણે છે હું નથી જાણતો, ફક્ત તું જ ગૈબનું ઇલ્મ જાણે છે, હે અલ્લાહ! તું જાણે છે કે આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામરૂપે સારું છે) અથવા દુઆમાં આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, તો તું તેને મારા માટે નક્કી કરી દે, મારા માટે સરળ બનાવી દે અને તેમાં બરકત આપ, અને તું જાણે છે કે જો આ કાર્ય મારા દીન, દુનિયા અને પરિણામ રૂપે) અથવા આ શબ્દો કહ્યા: જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય, (દુનિયા અને આખિરત બન્ને માટે (નુકસાનકારક) હોય તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી દેરવી દે, અને મને તેના કરતાં શ્રેષ્ઠ ભલાઈ મારા માટે નક્કી કરી દે, તે જ્યાં કઈ પણ હોય, ફરી મને તેનાથી સંતુષ્ટ કરી દે) «ફરી પોતાની જરૂરતનું નામ લેવું».
આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છેજ્યારે કોઈ મુસલમાન કોઈ કાર્યનો ઈરાદો કરે, અને તેને કોઈ યુક્તિ ન મળતી હોય, તો તે બે રકઅત નમાઝ ઇસ્તિખારહ માટે પઢી શકે છે, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબાઓ ને કુરઆન મજીદની સૂરતો શીખવાડવાની જેમ જ ઇસ્તિખારહ માટેની દુઆ શીખવાડતા હતા, ફર્ઝ નમાઝ સિવાય બે રકઅત નફીલ નમાઝ પઢવી, પછી જે ઇસ્તિખારહ માટેની દુઆ છે, તે પઢવી જોઈએ: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્તખિરુક" (હે અલ્લાહ! ભલાઈનો સવાલ કરું છું)», બન્ને કાર્યો માંથી ભલાઈ તરફ માર્ગદર્શનનો સવાલ કરું છું, «"બિઇલ્મિક" તારા ઇલ્મ દ્વારા» પોતાના વિસ્તૃત જ્ઞાન દ્વારા જેણે દરેક કસ્તુને ઘેરી રાખી છે, «"વ અસ્તક્દિરુક" (હું શક્તિ માગું છું)» મને શક્તિ આપવા બદલ કે તારા સિવાય મને કોઈ નેકી કરવાનું માર્ગદર્શન આપી શકતું નથી અને બુરાઈથી બચાવી નથી શકતું, «"બિકુદરતિક" (તારી કુદરત વડે)» પોતાની વિશાળ કુદરત દ્વારા, તને કોઈ હરાવી શકતું નથી, «"વ અસ્અલુક મિન્ ફઝ્લિકલ્" (અને તારી કૃપાનો સવાલ કરું છું)» તારો ઉપકાર, «"અઝીમ્" (મહાન)» વિશાળ, જે કઈ પણ આપવામાં આવે છે તે તારી તરફથી જ આપવામાં આવે છે તારી કૃપા દ્વારા, અને તારા સિવાય કોઈ પણ અધિકાર ધરાવતું નથી, «"ફઇન્નક તક્દિરુ" (એટલા માટે કે તું જ સંપૂર્ણ કુદરત ધરાવે છે)» દરેક વસ્તુ પર તારું જ પ્રભુત્વ હોય છે અને હું નિર્બળ અને લાચાર છું, «"વલા અક્દિરુ" (હું કુદરત નથી ધરાવતો)» તારી મદદ વગર કોઈ પણ વસ્તુ પણ શક્તિ ધરાવતો નથી, «"વ" (અને)» તું, «"તઅલમુ" (તું જાણે છે)» દરેક ભલાઈ, બુરાઈ, જાહેર અને આંતરિક બાબતોનું તને જ્ઞાન છે, જેણે દરેક વસ્તુને ઘેરું રાખી છે, «"વ" (અને)» હું, «"લા અઅલમુ" (હું નથી જાણતો)», તારી તૌફીક અને માર્ગદર્શન વગર કોઈ બાબત વિષે મને જ્ઞાન નથી, «"વઅન્ત અલ્લામુલ્ ગુયૂબ્" (ફક્ત તું જ ગૈબનું ઇલ્મ ધરાવે છે)» દરેક પ્રકારનું ઇલ્મ, દરેક પ્રકારની શક્તિ તારી પાસે જ છે, તારા સિવાય કોઈની પાસે નથી, જેને તું આપે તેની પાસે હોય છે, જે તું કરી શકે છે. ફરી એક મુસલમાન પોતાના પાલનહાર પાસે દુઆ કરે, પોતાની જરૂરતનું નામ લઇ અને આ શબ્દો કહે: «"અલ્લાહુમ્મ" હે અલ્લાહ!» મારા દરેક કાર્ય હું તને સોંપૂ છું «"ઇન્ કુન્ત તઅલમુ" (કારણકે તું બધું જ જાણે છે)» જે કાર્યનો મેં ઈરાદો કર્યો છે, તે તારા ઇલ્મમાં પહેલાથી જ છે, «ફરી પોતાની જરૂરતનું નામ લેવું», જેવું કે ઘર ખરીદવું હોય અથવા ગાડી ખરીદવી હોય અથવા લગ્ન માટે છોકરી બાબતે ઇસ્તિખારહ કરી રહ્યા હોય અથવા અન્ય કાર્ય માટે... જે કાર્યનો મેં ઈરાદો કર્યો છે, જે તારા ઇલ્મમાં પહેલાથી જ છે, «"ખૈરુલ્ લી ફી ""દીની" (જે મારા દીનમાં મારા માટે શ્રેષ્ઠ હોય)» જેના દ્વારા મારા કાર્યની સુરક્ષા થઈ શકતી હોય, «"વ મઆશી" (અને મારા જીવનશૈલીમાં શ્રેષ્ઠ હોય)» મારી દુનિયામાં, «"વ આકિબતી અમ્રી" (જે મારા કાર્યના પરિણામમાં શ્રેષ્ઠ હોય)» જે તરફ મારી સ્થિતિ લઈ જવામાં આવે, «"ફી આજિલ્ અમ્રી, વ આજિલહુ" (જે જલ્દી પ્રાપ્ત થનાર હોય અથવા વિલંભ થઈ મળવાનું હોય)» દુનિયા અને આખિરતમાં, «"ફક્દુર્હુ" (તેને મારા માટે નક્કી કરી દે)» તેને મારા માટે તૈયાર કરી દે, «"લી" મારા માટે» મારા માટે સરળ બનાવી દે, «"વ યસ્સીર્હુ લી" (તેને મારા માટે સરળ કરી દે)», «"ષુમ્મ બારિક્" (ફરી તેમાં બરકત આપ)», પુષ્કળ ભલાઈ આપ, «"લી ફીહિ" (તેમાં મારા માટે)», «"વ ઇન્ કુન્ત તઅલમુ" (જેને તું જાણે છે)». હે અલ્લાહ!, «"અન્ન હાઝલ્ અમ્ર" (આ કાર્ય)», જે બાબતે હું ઇસ્તિખારહ કરી રહ્યો છું, «"શરુલ્ લી ફી દીની વ મઆશી વ આકિબતી અમ્રી» અથવા કહ્યું: «ફી આજિલિ અમ્રી, વ આજિલહુ, ફસ્રિફ્હુ અન્ની વસ્રિફ્ની અન્હુ, વક્દુર્ લિયલ્ ખૈર હૈષુ કાન, ષુમ્મ અર્ઝિની" (મારા દીન, મારી દુનિયા અને પરિણામ રૂપે સારું ન હોય અથવા કહ્યું કે મારી દુનિયા અને આખિરત માટે સારું ન હોય, તો તું તેને મારાથી ફેરવી નાખ અને મને તેનાથી ફેરવી નાખ, જે પણ મારા માટે ભલાઈ હોય તે નક્કી કરી દે અને તું મારાથી ખુશ થઈ જા, તારા સંપૂર્ણ આદેશો પર જે મને પસંદ હોય અથવા ન હોય મને ખુશ કરી દે», તારા દરેક આદેશોમાં જે મને પસંદ છે અને જે મારા માટે નાપસંદ હોય.